સભ્યની ચર્ચા:Dipsinhbhatti
સ્વાગત
[ફેરફાર કરો]સ્વાગત!
[ફેરફાર કરો]ભાઈશ્રી Dipsinhbhatti, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૯, ૭ એપ્રિલ ૨૦૦૯ (UTC)
ક્ષત્રિય
[ફેરફાર કરો]શ્રી દિપસિંહજી,નમસ્કાર
આપે ક્ષત્રિય લેખનાં "ચંદ્રવંશી"ની યાદીમાં કરેલા સુધારા બદલ આભાર. જરૂરી માર્ગદર્શન આપતા રહેશો. ફરી આભાર.--અશોક મોઢવાડીયા ૧૮:૦૪, ૭ એપ્રિલ ૨૦૦૯ (UTC)
સીતારામ
[ફેરફાર કરો]શ્રી દિપસિંહજી, મારાવિષેમાં હવે બરોબર જામે છે. આમ પણ તમારે શીખવા માટે મારાવિષેમાં પ્રયોગ શરૂ કરવો અને પછી યોગ્ય જગ્યાએ. તમો કોઈની સાથે ચર્ચાનાં પાના ઉપર લખતા હોય ત્યારેજ તમારે સહી કરવાનો આગ્રહ રાખવો. બીજા કોઈ પણ લેખમાં ન કરવો. બીજુકે ન સમજાય તો નિ:સંકોચ પણે કહેશોજી. ત્યાર બાદ તમારી લાયબ્રેરીનો ઉપયોગ વિકિમાટે આપણે કરીશુ. આભાર...--જીતેન્દ્રસિંહ ૧૪:૨૦, ૨૨ એપ્રિલ ૨૦૦૯ (UTC)
માર્ગદર્શન
[ફેરફાર કરો]ારે દિપસિંહજી, આ તો નેકી ઓર પુછ પુછ જેવી વાત થઈ. તમારા જ્ઞાનનો અને પુસ્તક સંગ્રહનો જો અમનેશુને લાભ મળતો હોય તો તેની યાદી અહિં મુકવામાં શું વાંધો હોય ભલા? અને તમારૂં "મારા વિષે"નું પાનું સંપૂર્ણ પણે તમારૂ છે, તમે ત્યાં જે માહિતિ મુકવા ઇચ્છો તે મુકી શકો છો, ફક્ત તેમાં કોઇ અન્યને માટે વાંધા જનક લખાણ ના હોવું જોઇએ, જે તમે નથી લખી રહ્યાં. તો પછી વગર ચિંતા કર્યે તમારી માહિતિ ઉમેરો અને અમને સહુને તમારા બહોળા જ્ઞાનનો લાભ આપો. જ્યારે કોઇપણ મદદની જરૂર પડે ત્યારે બેધડક પણે જણાવજો, હંમેશા તમારા માટે હાજર છું. તમે નગર સેવક છો, તો હું તમારો સેવક છું. તમારા જેવા રાજકારણીને અહીં વિકિમાં આટલો બધો રસ લેતા જોઈને ખરેખર આનંદ થાય છે. જ્ઞાન હોવું અને તેને વહેંચતા આવડવું તે બંને એકદમ અલગ બાબતો છે, જ્ઞાન તો ઘણા બધા લોકો પાસે હોય છે, પરંતુ જ્યારે તેનો તમારી જેમ લોકોપયોગી કાર્યમાં ઉપયોગ ના કરે ત્યાં સુધી તે બધુ વ્યર્થ છે. તમારા કરતા ઉંમરમાં ઘણો નાનો છું, માટે જો તમે મને "તમે" ના કહેતા જીતેન્દ્રસિંહની જેમ "તું" કહેશો તો વધુ યોગ્ય રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૪, ૨૩ એપ્રિલ ૨૦૦૯ (UTC)
સ્વાગત
[ફેરફાર કરો]દીપ સિંહજી, વીકી પર આપનું સ્વાગત. આપના જ્ઞાન દ્વારા વીકીને વધુ સમૃદ્ધી મળે તે આશા. આપ દ્વારા નવા લખેલા ધાર્મિક કે અન્ય કોઈ લેખો વાંચવા હું ઉત્સુક છું. --sushant ૦૮:૫૩, ૨૪ એપ્રિલ ૨૦૦૯ (UTC)
પુસ્તકો
[ફેરફાર કરો]મુ. શ્રી દીપ સિંહજી, આપના પુસ્તકોની યાદી જોઇ ખુબ આનંદ થયો. અને બધા પુસ્તકો તો અમુલ્ય છે માટે આપ બહુ જ નસીબદાર છો. આપ આ ખજાનાનો લાભ સત્વરે વિકિપીડિયાને આપો તો અમારી ઉત્તકંઠા કંઇક શાંત થાય. આપને જો આપને સમય મળે તો નીચેના પુસ્તકો માંથી થોડું જાણવું હતું.
૦૦૨૭: ઔદિત્ય બ્રાહ્મણ ગૌત્રપરિચય. ઔદિચ્ય બ્રાહ્મણ વિશે ના મારા લેખમાં વત્સત ગોત્રનો ઉલ્લેખ ખાસ થઇ શક્યો નથી તો આપ કૃપા કરી કંઇક માહિતી આપશો તો હું ધન્ય થઇશ. હું મારા ગોત્ર વિશે જ બહું નથી જાણતો તેથી શરમ અનુભવું છું.
૦૧૪૨ વેદાંત વિદ્ધા. શ્રી ભાણદેવ ના લેખો વાંચ્યા છે અને તે મને અત્યંત પ્રબાવિત કરે છે. આપ કૃપા કરી વેદ અને તેને લગતા અન્ય લેખો પર નજર નાખશો અને પુસ્તક માંથી વધું માહિતી મળે તો અહિં પીરસશોજી
તમને કામ સોંપતા જરા સંકોચ થાય છે કારણકે હું આપના થી ઘણો નાનો છું પરંતુ આ પુસ્તકોની યાદી જોઇ અંદર ડોકીયું કર્યા વિના રહી શકાય તેમ નથી! ભારત યાત્રા દરમિયાન મુલાકાત થાય તો હું ધન્ય બનીશ. સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૪:૦૯, ૩૦ એપ્રિલ ૨૦૦૯ (UTC)
આભાર
[ફેરફાર કરો]મુ. શ્રી દીપ સિંહજી, આપના પ્રતિભાવ અને માહિતી બદલ ખુબ ખુબ આભાર. એ વાત ખરી છે કે વત્સત્ ગોત્ર વિશે બહુ ઓછો ઉલ્લેખ છે પણ મને થયું કદાચ આપની પાસે રહેલા પુસ્તક માંથી મળી રહે. આપનો ખુબ આભારી છું કે આપે સમય ફાળવી ગોત્ર વિશે માહિતી આપી. વધું માહિતી મળે તો અમને લાભ આપશો.... સીતારામ.. મહર્ષિં --Maharshi675 ૧૫:૪૯, ૪ મે ૨૦૦૯ (UTC)
પુસ્તકોની યાદી
[ફેરફાર કરો]દિપસિંહજી/જીતેન્દ્રસિંહજી, મેં પુસ્તકોની યાદીને ધાર્મિક, ઈતિહાસ, અન્ય અને આયુર્વેદ એમ ચાર પેટા વિભાગોમાં વિભાજિત કરી દીધી છે, અને પ્રથમ બે વિભાગમાંથી અન્ય શ્રેણીનાં પુસ્તકો દૂર પણ કર્યા છે, જોઈ લેશો અને જો યોગ્ય લાગે તો આ રીતે આગળ ઉપર કરશો. હા, ક્રમાંક બદલવાના બાકી છે, તો તે આપ સમય મળ્યે કરી લેશો. આમ કરવાથી, ભલે આખુ પાનુ મોટુ થતું હોય, પરંતુ ફેરફાર કરતી વખતે જે તે વિભાગમાં જ જવાનું હોવાથી, તે વિભાગ તો નાનો જ રહેશે. જો યોગ્ય ના લાગે તો જણાવજે, ફેરફારો ને પાછા વાળીને અન્ય કોઇક માર્ગ વિચારીશું.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૩૫, ૪ મે ૨૦૦૯ (UTC)
- દિપસિંહજી, ચાલો આપને મારા કરેલા સુચનો અને ફેરફારો ગમ્યા તે ઘણુ સારૂ થયું. એક વધુ સુચન કરવાનું કે, હવે વિષયવાર જુદા જુદા કોષ્ટકો તૈયાર થયા છે, ત્યારે દરેક કોષ્ટકમાં વિષયની જરૂર નથી, માટે જો યોગ્ય લાગે તો તમે વિષય વાળું કોલમ કાઢી નાંખી શકો છો, જેથી કોષ્ટક વધુ સારૂ લાગશે. બીજું કે, જનરલ અંગ્રેજી શબ્દ છે, અને ખરેખર તેવો કોઈ વિષય નથી, માટે, તેને બદલે "સામાન્ય" (જનરલનું ગુજરાતી) કે "અન્ય" એવું શિર્ષક વાપરીએ તો સારૂ.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૫૪, ૫ મે ૨૦૦૯ (UTC)
દિપસિંહજી
[ફેરફાર કરો]વત્સત ગૌત્ર વિષેની માહીતી આપવા બદલ તમારો ઋણી રહિશ. આજે પહેલી વાર આટલી છણવટ થી જાણવા મળ્યું! તમારો ફરી ફરી આભાર... સીતારામ.... મહર્ષિં --Maharshi675 ૧૨:૪૩, ૫ મે ૨૦૦૯ (UTC)
શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન
[ફેરફાર કરો]દિપસિંહજી, સીતારામ....જય માતાજી... તમને અને તમારા પરિવાર તથા સૌ પ્રિયજનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા. નવું વર્ષ સૌને જીવનમાં રંગોળીની જેમ વિવિધ રંગોથી, નવા વિચારોથી તેમજ દિપકનાં પ્રકાશથી ભરી દે અને જીવનમાં ઉચ્ચ શિખરો શર કરવાની અને સત્યને અનુસરવાની શક્તિથી ભરી દે તેમજ સૌને નિરોગી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન
. તેમજ તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના. તેમજ ૧૦૦૦૦ લેખોનો અંક વટાવવામાં યોગદાન આપનાર તમામ વિકિમિત્રોનો દિલથી આભાર માનુ છું, સૌ મિત્રો આવો જ સહયોગ આપતા રહે તેવી મારી ઈચ્છા છે. તો ચાલો, મનાવીએ આ શુભ અવસરને...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૭:૫૯, ૧૩ ઓકટોબર ૨૦૦૯ (UTC)
દૂર કરવા વિનંતી | ચિત્ર:14-3.jpg ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
ધવલચર્ચા/યોગદાન ૦૭:૩૦, ૭ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
દૂર કરવા વિનંતી | ચિત્ર:Dipsinhbhatti.jpg ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
ધવલચર્ચા/યોગદાન ૦૭:૩૦, ૭ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
દૂર કરવા વિનંતી | ચિત્રની ચર્ચા:Dipsinhbhatti.jpg ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |