સાણા ડુંગરની ગુફાઓ

વિકિપીડિયામાંથી
સાણા ડુંગરની ગુફાઓ
સાણા ડુંગરની ગુફાઓ
Map showing the location of સાણા ડુંગરની ગુફાઓ
Map showing the location of સાણા ડુંગરની ગુફાઓ
ભારતમાં સાણા ડુંગરની ગુફાઓનું સ્થાન
Map showing the location of સાણા ડુંગરની ગુફાઓ
Map showing the location of સાણા ડુંગરની ગુફાઓ
સાણા ડુંગરની ગુફાઓ (ગુજરાત)
અક્ષાંશ-રેખાંશ20°57′45″N 71°12′08″E / 20.9624188°N 71.2023475°E / 20.9624188; 71.2023475
સાણાની ગુફાઓ (ચૈત્ય ગુફા અને ભીમ ચૌરી વિહાર) ના સ્તંભોની યોજના, વિભાગ અને રેખાંકનો

સાણા ડુંગરની ગુફાઓ અથવા સાણા ગુફાઓભારતના ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં બે વિભિન્ન ક્ષેત્રોમાં આવેલી ગુફાઓનો સમુહ છે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા સાથે સરહદ ધરાવતા ક્ષેત્રમાં, સાણા ડુંગરમાં બૌદ્ધ ગુફાઓ આવેલી છે તેને સાણા ડુંગરની બૌદ્ધ ગુફાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ ગુફાઓ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના (જે તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યો છે) ઉના તાલુકાના સાણા વાંકીયામાં આવેલી છે. આ સ્થળ અમરેલી જિલ્લાનું સરહદી સ્થાન છે અહીં તેની સીમા ના રાજુલા તાલુકાને સ્પર્શે છે. વાંકિયા ઉનાથી ઈશાન દિશામાં ૨૮ કિ. મી. દૂર, તુલસીશ્યામ થી અગ્નિ દિશામાં ૩૮ કિ. મી દૂર અને રાજુલાથી પશ્ચિમ તરફ ૩૫ કિ. મી. દૂર આવેલું છે.[૧]

વેરાવળ - સોમનાથ ક્ષેત્રમાં સાણા બૌદ્ધ ગુફાઓનો બીજો સમૂહ પણ છે, તે પણ ગીર સોમનાથ જિલ્લામાં આવેલો છે. આ ગુફાઓ પ્રભાસ પાટણની પ્રાચીન બૌદ્ધ ગુફાઓ તરીકે ઓળખાય છે, અને તે સંખ્યામાં સાણા ગુફાઓ જેટલી નથી. તેમ છતાં, આ ગુફાઓ વિશેની માહિતી પ્રસાર માધ્યમોમાં ભળી ગઈ છે. પ્રભાસ પાટણની સાણા ગુફાઓ સોમનાથ મહાદેવ મંદિરથી દક્ષિણ પૂર્વમાં ૭ કિ. મી. અને સોમનાથ મહાદેવ મંદિરથી ઉત્તર-પૂર્વમાં ૨ કિ. મી. દૂર આવેલી છે. પ્રભાસ પાટણની ગુફાઓને વાંકિયા ખાતેની સાણા ડુંગરની બૌદ્ધ ગુફાઓ સાથે ગેરસમજ ન કરવી, તે ગુફાઓ એકબીજાથી આશરે ૧૦૫ કિ. મી. દૂર આવેલી છે.

ગુફાનું વાસ્તુ[ફેરફાર કરો]

પર્વત કોતરીને બનાવેલી આ ગુફાઓની સંખ્યા ૬૨ જેટલી છે જેમાં સ્તૂપ, ચૈત્ય, ઓશિકા અને બેઠકો છે . થોડી ગુફાઓના મંડપ (હોલ) ગુંબજ આકારના અને થાંભલાવાળા છે. ઇતિહાસકારોના મતે, પશ્ચિમી ભારતમાં ગુફાઓનું નિર્માણ બીજી સદી પૂર્વે થઈ ગયું હતું.[૨] અન્ય ઇતિહાસકારોએ દાવો કર્યો છે કે આ બાંધકામ ૧ લી સદીની આસપાસ કરવામાં આવ્યું હતું.[૩] કેટલાક ઇતિહાસકારોએ દાવો કર્યો છે કે ગુફાઓના સ્થાપત્યની તારીખ શોધી કાઢવી મુશ્કેલ છે.

આ ગુફાઓને નરમ ખડકમાંથી કોતરવામાં આવી હતી. આ ગુફાઓ ઇ.સ. પૂર્વે ૧લી થી સદી અને ઈ. સ. ૧ લી સદીના સમયગાળામાં બનાવવામાં આવી હતી અને ચોમાસા દરમિયાન આશ્રય શોધતા સાધુઓને આ ગુફાઓએ આશ્રય આપ્યો હતો. સાણા ગુફાઓ નિઃશંકપણે પશ્ચિમ ભારતમાં સૌથી પ્રાચીન બૌદ્ધ ગુફાઓ છે અને તેમાં ખડકમાંથી કોતરેલા થાંભલા, સ્તૂપ, બેઠક , ચૈત્ય, વિહાર, થાંભલાવાળા હોલ અને વિવિધ ગુંબજ છે. આશ્રયસ્થાનો એક ટેકરી પર અને તેની આસપાસ વિવિધ સ્તરે કોતરવામાં આવ્યા છે. બૌદ્ધ ધર્મના ઉપદેશનું પ્રતિનિધિત્વ કરનારા કેટલાક શ્રેષ્ઠ પુરાતત્ત્વીય પ્રતીકો સાણાની ગુફાઓ પર જોઈ શકાય છે.

સૌથી મોટી ગુફા, ગુફા ક્રમાંક ૨, નું નામ ભીમા-ની-કોરી છે અને તે તળાજા પર આવેલા એભલ-મંડપ સમાન છે. આ ગુફા આશરે ૨૧ મીટરની ઊંડી છે અને તેની પહોળાઈ ૧૮.૩૦ મીટર છે. તેની મહત્તમ ઊંચાઈ ૫.૩૦ મીટર છે. જે તેમાંથી પસાર થવાની ઇચ્છા ધરાવતા પ્રવાસીઓને પૂરતી જગ્યા પ્રદાન કરે છે. તેમાં છ થાંભલા પણ છે જે આગળના ચોરસાકાર સ્તંભો વચ્ચે આવેલી છે. એક થાંભલા ડ્રમ અને ગુંબજની વચ્ચે આંતર્ગોળ આકારના છે.

ગુફા ૨૬ અને ગુફા ૧૩ અન્યથી અલગ છે. તેઓ બન્ને ઓટલા પર લાંબા વરંડા અને લાંબા થાંભલાઓ ધરાવે છે. તેની ઉપરના ભાલ આધાર પ્રણાલી તરીકે કાર્ય કરે છે. મઠો થાંભલાવાળા વરંડા સાથે ઉત્કૃષ્ટ રીતે રચવામાં આવ્યા છે જેમાં સામાન્ય રીતે પાછળના ભાગમાં ૪ જેટલા ખંડો હોય છે. મંડપની આસપાસ બેઠકની હાજરી પણ આ ગુફાઓનું એક મહત્વનું લક્ષણ છે.

ગુફા ૪૮ નું આયોજન બાકીની ગુફાઓ કરતા ખૂબ અલગ છે. તેમાં વિવિધ પરિમાણોનાં બે મંડપો શામેલ છે. આ મંડાપોમાં તેમની પરિમિતિની આજુબાજુ બેઠકો આવેલી છે. મોટાભાગની ગુફાઓ જુદી જુદી ઊંચાઈ અને બહાર નીકળતા ઢોળાવ પર કોતરવામાં આવી હતી. ખડકમાં કોતરેલી સીડી દ્વારા ત્યાં પહોંચી શકાય છે. ગુફાઓના આ જૂથમાં અનેક ટાંકીઓની હાજરી જળ સંચયને આપવામાં આવતા મહત્વનો પુરાવો આપે છે. ત્રણ બાજુઓ પર ખડકમાંથી કોતરેલી દિવાલો અને બીજી તરફ વળેલું મોં હોવાથી, આ ટાંકી શૂષ્ક ઋતુમાં પાણી જાળવવા માટે યોગ્ય હતી. મહારાષ્ટ્રના મુંબઇ નજીક કાન્હેરી ગુફાઓમાં પણ આવી સ્થાપત્ય રચનાની કરવામાં આવી છે.

આ ગુફાઓ પ્રકૃતિમાં વિશિષ્ટ છે અને તેમની સાદી અને સરળ રચના દ્વારા ધ્યાનાર્ષક છે. અહીં મોટાભાગના પર્યટકોને સુશોભિત કોતરણી સંપૂર્ણ ગેરહાજરી દેખાય છે - જે ગુજરાતમાં અન્ય બૌદ્ધ ગુફાઓમાં હાજર હોય છે. ગુફાઓમાં ત્રણ ચૈત્ય ગૃહ પણ છે, જેમાં અપરિણીય દિવાલો અને સપાટ છત હોય છે. આ ગુફાઓની મુલાકાત બૌદ્ધ સમયગાળાની કલા સ્વરૂપો અને વાસ્તુ શિલ્પ રચનાઓની ઊંડાણપૂર્વકની શોધ માટે પ્રવાસીઓ અહીં આવે છે. આ ગુફાઓ વિદ્વાનો, સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે પણ રસનું કેન્દ્ર છે. સાણા ગુફાઓ પ્રવાસીઓને એક આકર્ષક વિહારમાં લઈ જાય છે, જે એક અથવા બે ખંડ ધરાવતા થાંભલાવાળા વરંડાઓનો ધરાવે છે. આ ખંડોમાં ખડકમાં કોતરેલી બેઠકો છે, જેનો ઉપયોગ વરસાદ દરમિયાન આરામ કરવા, બેસવા અથવા આશ્રય લેવા માટે કરવામાં આવતો હતો. સાણા ગુફાઓ તેની મનોહર સુંદરતા માટે પણ જાણીતી છે અને તે ઉપરાંત પરિવર્તનશીલ સ્થળોની સુંદરતા અને વશીકરણનો આનંદ માણવા ઇચ્છતા પ્રવાસીઓને સુંદર સ્થળ પૂરું પાડે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ગુજરાતમાં બૌદ્ધ ધર્મની હયાતીના પુરાવા ઈ. સ. પૂર્વે ૨૭૦ વર્ષ સુધી શોધી શકાય છે. આ તે સમયગાળો હતો જ્યારે અશોક રાજા સૌરાષ્ટ્ર પર શાસન કરતો હતો અને ગૌતમ બુદ્ધના ઉપદેશો અને તત્ત્વજ્ઞાનને તેના સામ્રાજ્યમાં ફેલાવવા માટે પ્રયત્નશીલ હતો. રાજ્યમાં જુનાગઢ, સોમનાથ, વેરાવળ અને સિંધુ નદીના મુખ સહિત ગુજરાતમાં વિવિધ સ્થળોએ બૌદ્ધ ધર્મની વિચારધારા શરૂ થઈ ગઈ હતી. ચીનના વિદ્વાનો અને હ્યુ-એન-ત્સાંગ અને આઇ-ત્સિંગની જેવા મુસાફરો દ્વારા લખાયેલા અહેવાલો, વિશ્વના આ ભાગોમાં બૌદ્ધ ધર્મના પ્રસારની સાક્ષી આપે છે.

બૌદ્ધ ધર્મ ખાસ કરીને ઈ.સ. પૂર્વે ૨૭ થી ઈ. સ. ૪૭૦ દરમ્યાન ભારત દેશ અને ગુજરાતમાં ફેલાવા માંડ્યો. વિવિધ પુરાતત્વીય અવશેષો અને ઐતિહાસિક તથ્યો સોમનાથ અને વડનગરની આજુબાજુના વિસ્તારોમાં અને તેની આસપાસના સ્થાપત્યો અને આશ્રયસ્થાનોના આ વિકાસને દર્શાવે છે. તે સમયના સ્થાપત્યો પૈકી સાણાની ગુફાઓ સૌથી અગ્રણી હતી. આ ગુફાઓ સાણા ડુંગરની સીમમાં સ્થિત છે. સાણા ડુંગરની ગુફાઓ રૂપેણ નદી તરફના ડુંગરના ઢોળાવ પર બાંધવામાં આવી હતી.

પ્રભાસ પાટણની સાણા બૌદ્ધ ગુફાઓનું વાસ્તુ[ફેરફાર કરો]

પ્રભાસ પાટણની બૌદ્ધ ગુફાઓ રચનામાં સરળ છે અને સંખ્યામાં ફક્ત બે છે. આ બંને ગુફાઓ ઈ. સ. ત્રીજી અને ચોથી સદીમાં બૌદ્ધ વિહારના એક ભાગ સ્વરૂપે બાંધવામાં આવી છે. દરેક લગભગ ૮.૭ મી x ૯.૪૫ મી, અને ૨.૫ મી ઊંચી છે તે ચાર ચોરસ સ્તંભો ધરાવે છે એક દરવાજા દ્વારા તે પાછળના ખુલ્લા આંગણા સાથે જોડેલી છે. પૂર્વીય ગુફામાં એક એન્ટિચેમ્બર છે. બહારના માળખામાં ગોખલાની પંક્તિ સિવાય કોઈ અલંકરણ કોતરણીનથી. ક્ષત્રપ યુગની શરૂઆત દરમિયાન રાજ્યાશ્રય હેઠળ બૌદ્ધ ધર્મ આ પ્રદેશમાં પ્રચલિત હતો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Sagar, Krishna Chandra (1992). Foreign influence on ancient India. New Delhi: Northern Book Centre. પૃષ્ઠ 150. ISBN 8172110286.
  2. Tourism Corporation of Gujarat Limited. "Sana Caves". Tourism Corporation of Gujarat Limited. મૂળ માંથી 31 ઑગસ્ટ 2014 પર સંગ્રહિત. મેળવેલ 1 December 2013. Check date values in: |archive-date= (મદદ)
  3. Brancaccio, Pia (2010). The Buddhist Caves at Aurangabad: Transformations in Art and Religion. Brill Publishers. પૃષ્ઠ 63. ISBN 978-9004185258.