હંગપન દાદા

વિકિપીડિયામાંથી
હવાલદાર
હંગપન દાદા
એસી
જન્મ(1979-10-02)2 October 1979
બોરદુરીઆ, અરુણાચલ પ્રદેશ, ભારત
મૃત્યુ26 May 2016(2016-05-26) (ઉંમર 36)
નૌગામ, જમ્મુ અને કાશ્મીર, ભારત
દેશ/જોડાણ ભારત
સેવા/શાખા ભારતીય ભૂમિસેના (રાષ્ટ્રીય રાઇફલ્સ)
સેવાના વર્ષો૧૯૯૭ – ૨૦૧૬
હોદ્દો
સેવા ક્રમાંક૧૩૬૨૨૫૩૬N
દળઆસામ રેજિમેન્ટ
પુરસ્કારો

હવાલદાર હંગપન દાદા એસી (૨ ઓક્ટોબર ૧૯૭૯ – ૨૭ મે ૨૦૧૬) એ ભારતીય ભૂમિસેનાની આસામ રેજિમેન્ટના સૈનિક હતા. તેમને ઓગષ્ટ ૨૦૧૬માં ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર મૃત્યુપર્યંત એનાયત કરાયો હતો.[૧]

શરૂઆતનું જીવન[ફેરફાર કરો]

દાદાનો જન્મ બોરદુરીઆ ગામ, તિરપ જિલ્લો, અરુણાચલ પ્રદેશ ખાતે થયો હતો.[૨] દાદાએ તેમના બાળપણના મિત્ર સોમહાંગ લામરાને નદીમાં ડૂબતા બચાવ્યા હતા.[૩]

સૈન્ય કારકિર્દી[ફેરફાર કરો]

૨૮ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ દાદા પેરાશુટ રેજિમેન્ટની ત્રીજી પલટનમાં ભરતી થયા. ૨૦૦૫માં તેમની બદલી આસામ રેજિમેન્ટના મુખ્યાલય ખાતે કરવામાં આવી હતી અને ૨૪ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ તેઓ ૪થી પલટન, આસામ રેજિમેન્ટ સાથે જોડાયા. બાદમાં તેમણે રાષ્ટ્રીય રાઇફલ્સ ખાતે બદલી માટે વિનંતી કરી અને મે ૨૦૧૬માં તેમની વિનંતી સ્વીકારી અને જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં તૈનાત ૩૫મી રાષ્ટ્રીય રાઇફલ્સ પલટનમાં નિમણુક અપાઈ. તેઓ શહીદ થયા ત્યારે આ પલટન સાથે જ તૈનાત હતા.

અશોક ચક્ર[ફેરફાર કરો]

૨૬ મે ૨૦૧૬ની રાત્રિએ દાદા સાબુ ચોકીનું નેતૃત્ત્વ કરી રહ્યા હતા અને તેઓએ આશરે ૧૨,૫૦૦ ફીટની ઉંચાઈએ નૌગામ, જમ્મુ અને કાશ્મીર ખાતે આવેલ શમશાબારીની પર્વતમાળામાં છુપાયેલા આતંકવાદીઓને મારી હટાવવાની કાર્યવાહીમાં સામેલ થયા જેમાં મોટા પ્રમાણમાં હથિયારધારી ચાર આતંકવાદીઓને મારવામાં આવ્યા. તેઓએ પોતાના સેક્શન સાથે આતંકવાદીઓને હિલચાલ કરતા જોયા અને કાર્યવાહીનો આરંભ કર્યો જે ૨૪ કલાક કરતા વધુ ચાલ્યો. તેઓ આતંકવાદીઓ જે સ્થળ પર હતા ત્યાં દોડી ગયા અને બે આતંકવાદીઓને મારી નાખ્યા. બાદમાં ત્રીજા આતંકવાદી સાથે હાથોહાથની લડાઈ કરતાં તેઓ ટેકરી પરથી અંકુશ રેખા તરફ પડવા લાગ્યા. આ સમયે તેમણે ત્રીજા આતંકવાદીને મારી નાખ્યો પરંતુ ચોથા અને આખરી આતંકવાદીએ તેમને ગોળી મારી. તેમ છતાં આખરી આતંકવાદીને તેમણે છટકવાનો મોકો ન આપ્યો અને તેને ઘાયલ કર્યો. આ ઇજાઓને કારણે તેઓ શહીદ થયા.

એકદમ નજીકથી થયેલી આ લડાઈમાં પોતાની સુરક્ષાને અવગણી ત્રણ આતંકવાદીઓને મારવા માટે તેમજ ચોથાને ઘાયલ કરવા માટે, ઘૂસણખોરી નિષ્ફળ બનાવી તેમના સૈનિકોને સુરક્ષિત રાખવા માટે દાદાને મરણોપરાંત અશોક ચક્ર એનાયત કરાયું.

ખાનગી જીવન[ફેરફાર કરો]

દાદાના લજ્ઞ ચાસેન લોવાંગ સાથે થયાં છે અને તેમને બે બાળકો છે.[૪]

સ્મારક[ફેરફાર કરો]

તેમની સ્મૃતિમાં આસામ રેજિમેન્ટલ મુખ્યાલય દ્વારા તેમના મુખ્ય કાર્યાલયને હંગપન દાદાનું નામ આપ્યું છે.[૫] તેનું ઉદ્ઘાટન દાદાના પત્નીએ કર્યું હતું. અરુણાચલ પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી પેમા ખાંડુએ વાર્ષિક ફુટબોલ અને વોલીબોલ સ્પર્ધાને હંગપન દાદા મેમોરીયલ ટ્રોફી આપ્યું.[૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Havildar Hangpan Dada honoured with Ashok Chakra posthumously". Indian Express. Press Trust of India. 14 August 2016. મેળવેલ 3 September 2016.
  2. Arun Sharma (14 August 2016). "Havildar Hangpan Dada awarded Ashok Chakra posthumously". Indian Express. મેળવેલ 4 September 2016.
  3. "Tribute: Havildar Hangpan Dada receives Ashok Chakra posthumously, Indian Army's video tells a greater story". india.com. 27 January 2017. મેળવેલ 28 January 2017.
  4. Manjeet Singh Negi. "Ashok Chakra 2016: How Havildar Hangpan Dada single-handedly took out 3 terrorists, made supreme sacrifice". India Today. મેળવેલ 3 September 2016.
  5. "Office named after Hangpan Dada". nagalandpost.com. મૂળ માંથી 19 નવેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 28 January 2017.
  6. "CM's Trophy renamed as Hangpan Dada Memorial Trophy". arunachaltimes.in. મૂળ માંથી 30 નવેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 28 January 2017.