હનુમાન ચાલીસા

વિકિપીડિયામાંથી
હનુમાન ચાલીસા
ચેતન હનુમાન મંદિર,પત્રાપસરમાં દર્શનીય સંપૂર્ણ હનુમાન ચાલીસા.
માહિતી
ધર્મહિંદુ
લેખકતુલસીદાસ
ભાષાઅવધી ભાષા[૧]
શ્લોકો૪૦

હનુમાન ચાલીસાએ સંત તુલસીદાસ રચિત કૃતિ છે[૨], જે ચાલીસ પદોની બનેલી હોવાને કારણે ચાલીસા કહેવાય છે. આમાં રામભક્ત હનુમાનની સ્તુતિ કરવામાં આવી છે જેને કારણે ભારતમાં હનુમાન ભક્તો પોતાના આરાધ્ય દેવની સ્તુતિમાં તેનું ગાન કરે છે. ગુજરાતમાં શનિવાર અને ઉત્તર ભારતમાં મંગળવારને હનુમાનજીનો વાર ગણવામાં આવે છે, માટે આ દિવસોએ ખાસ કરીને લોકો સમૂહમાં હનુમાન ચાલીસાનાં પાઠ પણ ગોઠવતાં હોય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Nityanand Misra 2015, p. xviii.
  2. Rambhadradas 1984, pp. 1–8. સંગ્રહિત ૩ ફેબ્રુઆરી ૨૦૧૪ ના રોજ વેબેક મશિન

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ગ્રંથ સૂચિ[ફેરફાર કરો]

  • Misra, Nityanand (2015). Mahāvīrī: Hanumān-Cālīsā Demystified. Mumbai, India: Niraamaya Publishing Services Pvt Ltd. ISBN 9788193114407.