લખાણ પર જાઓ

હરીશ નાગ્રેચા

વિકિપીડિયામાંથી
હરીશ નાગ્રેચા
જન્મ(1934-12-25)25 December 1934
જોડિયા, જામનગર, ગુજરાત
મૃત્યુ22 July 2009
વ્યવસાયટૂંકી વાર્તા લેખક, નાટ્યલેખક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબી. એ., ડીપ્લોમા ઇન જર્નાલિઝમ.
માતૃ શિક્ષણ સંસ્થાભારતીય વિદ્યા ભવન
નોંધપાત્ર સર્જનો
  • એક લાલની રાણી
  • ખોડિયો સૂરજ
  • મેઘધનુષ્યનો મહેલ
  • ટેરવે અટક્યા બોલ

હરીશ નાગ્રેચા (૨૫ ડિસેમ્બર, ૧૯૩૪ – ૨૨ જુલાઈ, ૨૦૦૯) એ ગુજરાતી ભાષાના લેખક હતા.

જીવન પરિચય

[ફેરફાર કરો]

હરીશ નાગ્રેચાનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ પાકિસ્તાનના કરાચી ખાતે[] લોહાણા પરિવારમાં થયો હતો.[] તેમનું વતન ગુજરાતના જામનગર જિલ્લાનું જોડિયા ગામ હતું.[] તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ કરાચી ખાતે પૂર્ણ કર્યું હતું અને સ્વતંત્રતા બાદ ભારત વિભાજન થતાં તેઓ કરાચી છોડી મુંબઈ આવી ગયા હતા. તેમણે મુંબઈ ખાતે ૧૯૬૪માં આંકડાશાસ્ત્રમાં બી.એ. તથા ભારતીય વિદ્યા ભવનમાંથી ડિપ્લોમા ઈન જર્નાલિઝમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.[][]

૨૨ જુલાઈ, ૨૦૦૯ના રોજ તેમનું અવસાન થયું હતું.[]

સાહિત્યિક સર્જન

[ફેરફાર કરો]

નાગ્રેચા એક નાટ્યકાર અને ટૂંકી વાર્તા લેખક હતા. તેમનો પહેલો વાર્તા સંગ્રહ તૂ બોલ ને! ૧૯૯૦માં પ્રકાશિત થયો હતો. અને છતાં પણ… (૧૯૯૮), હેલો સૂર્યા (૨૦૦૨)[] અને એક ક્ષણનો ઉન્માદ (૨૦૦૭) તેમના અન્ય વાર્તા સંગ્રહો છે.[][] તેમણે ૧૯૯૯માં પોતાનું પ્રથમ નાટક એક લાલની રાણી લખ્યું હતું. ખોડિયો સૂરજ (૨૦૦૦) એકાંકી નાટક હતું. મેઘધનુષનો મહેલ (૨૦૦૫) અને ટેરવે અટક્યા બોલ (૨૦૦૭) તેમના અન્ય નાટકો છે. દસ્તો… પિંજર… ખાલ… કબુતર (૨૦૦૫) એક ટેલિપ્લે[upper-alpha ૧] હતો.[][]

સન્માન અને પુરસ્કાર

[ફેરફાર કરો]

૧૯૬૭માં તેમને કુમાર તરફથી શ્રેષ્ઠ વાર્તાનો પુરસ્કાર મળ્યો હતો. ૧૯૯૯માં તેમના વાર્તા સંગ્રહ અને છતાં પણ… માટે ધૂમકેતુ નવલિકા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હેલો સૂર્યા માટે નંદશંકર ચંદ્રક અને વાર્તા સંગ્રહ એક ક્ષણનો ઉન્માદ માટે ઉમા-સ્નેહરશ્મી પુરસ્કાર (૨૦૦૬-૦૭) એનાયત થયો હતો.[]

તેમના નાટકો એક લાલની રાણી અને દસ્તો… પિંજર… ખાલ… કબુતરને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ખોડિયો સૂરજને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું. ટેરવે અટક્યા બોલને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું હતું.[]

  1. ટેલિપ્લે એ પટકથા અથવા સ્ક્રિપ્ટ છે જેનો ઉપયોગ સ્ક્રિપ્ટેડ ટેલિવિઝન પ્રોગ્રામ અથવા શ્રેણીના નિર્માણમાં થાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. શાસ્ત્રી, કેશવરામ (June 2013). ગુજરાતના સારસ્વતો ભાગ-૨ (2nd (સંવર્ધિત) આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત સાહિત્ય સભા. પૃષ્ઠ 249.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ દેસાઈ, કંદર્પ આર. (September 2015). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 105 – 110. ISBN 978-81-930884-5-6.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ રાવલ, પ્રફુલ્લ (October 2009). "હરીશ નાગ્રેચાની ચિરવિદાય". કુમાર. ક્રમાંક 982. અમદાવાદ: કુમાર ટ્રસ્ટ. પૃષ્ઠ 748.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ શુક્લ, ડૉ. કિરીટ એચ. (2008). ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ. અમદાવાદ: ગુજરાત સાહિત્ય અકાદમી. પૃષ્ઠ 280.