હર્ષિદા રાવળ
હર્ષિદા રાવળ | |
---|---|
મૃત્યુ | ૨૪ જુલાઇ ૨૦૧૭ અમદાવાદ |
વ્યવસાય | ગાયક, પાર્શ્વગાયક |
હર્ષિદા રાવળ ગુજરાતના ગાયિકા હતા, જેમને ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયિકા તરીકે કાર્ય કર્યું હતું. તેમણે સુગમ સંગીત અને ભક્તિ સંગીતમાં પણ પ્રદાન કર્યું હતું.[૧]
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ લીમડી, ગુજરાત ખાતે મણિશંકર વ્યાસના પરિવારમાં થયો હતો. તેમના સ્વરની ઓળખ શ્રુતિ સંસ્થાના કાર્યક્રમમાં ગાયેલા "કેવાં રે મળેલા મનના મેળ?" ગીતથી થઇ જે પછીથી ગુજરાતી ફિલ્મ કાશીનો દીકરોમાં રજુ થયું. તેઓ રાસબિહારી દેસાઈના વિદ્યાર્થીની હતા. તેમના લગ્ન જનાર્દન રાવળ સાથે થયેલા જેઓ પણ સંગીતકાર હતા.[૧]
તેમનું અવસાન ૨૪ જુલાઈ ૨૦૧૭ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.[૧][૨][૩]
કારકિર્દી
[ફેરફાર કરો]તેમણે અવિનાશ વ્યાસ સાથે ઘણા ગીતો ગાયેલા. તેમના ગીતો માટે તેમને ગુજરાત સરકાર દ્વારા પાંચ વખત શ્રેષ્ઠ પાર્શ્વગાયિકાનો પુરસ્કાર મળેલો. તેમના જાણીતા ગીતોમાં "એ કે લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ", "હું તો ગઇ'તી મેળામાં", "હજુ રસભર રાત તો બાકી રહી ગઈ", "મારા શેરીએથી કાનકુંવર આવતા રે લોલ", "મારો સોનાનો ઘડુલીયો રે", "ગોરમાને પાંચ આંગળીએ પૂજ્યા"નો સમાવેશ થાય છે.[૧]
પાછલા જીવનમાં ચૈતન્ય મહાપ્રભુથી પ્રભાવિત થતા ભક્તિ સંગીત તરફ વળ્યા હતા અને મીરાં, કબીર, સૂરદાસ અને તુલસીના ભજનો ગાયા હતા.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "ગુજરાતી સુગમ સંગીત અને ભક્તિ સંગીતના જાણીતા ગાયિકા હર્ષિદા રાવળનું નિધન". DeshGujarat. ૨૫ જુલાઇ ૨૦૧૭. મૂળ માંથી 2017-07-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જુલાઇ ૨૦૧૭.
- ↑ Shukla, Chaitali (૨૫ જુલાઇ ૨૦૧૭). "ગાયિકા હર્ષિદા રાવલનું નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ". gujarati.oneindia.com. મેળવેલ ૨૫ જુલાઇ ૨૦૧૭.
- ↑ "સુગમ સંગીતની ટોચની ગાયિકા હર્ષિદા રાવળનું નિધન". ગુજરાત સમાચાર. ૨૫ જુલાઇ ૨૦૧૭. મૂળ સંગ્રહિત માંથી ૨૫ જુલાઇ ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જુલાઇ ૨૦૧૭.