લખાણ પર જાઓ

હવામાન

વિકિપીડિયામાંથી
મેડેરિયામાં ગારાજાઉ નજીક ભારે તોફાન.

હવામાન વાતાવરણની એવી અવસ્થા છે કે જે ઠંડી કે ગરમ, ભીની કે સૂકી, શાંત કે તોફાની, સ્પષ્ટ કે વાદળછાયી હોઈ શકે.[૧] હવામાનને લગતા મોટા ભાગના બનાવ સ્ટ્રેટોસ્ફિયર (સમોશ્નતાવરણ)ની નીચેના ટ્રોપોસ્ફિયર (સમતાપ મંડળ)માં[૨][૩] બનતા હોય છે. હવામાનનો સામાન્ય અર્થ રોજબરોજનુ તાપમાન કે વરસાદની પ્રવૃત્તિ એવો થાય, જ્યારે આબોહવા (ક્લાઇમેટ) લાંબા ગાળાની વાતાવરણને લગતી પરિસ્થિતિઓની સરેરાશ દર્શાવવા માટે વપરાતી સંજ્ઞા છે.[૪] થોડાક ફેરફારો સહિત ઉપયોગમાં લેવાતા, "હવામાન" સમગ્ર પૃથ્વીના હવામાન તરીકે સમજવામાં આવે છે.

એક અને બીજા સ્થળ વચ્ચેના (તાપમાન અને ભેજ) ઘનતાના તફાવતને કારણે ઉદભવે છે. આ તફાવત અમુક સ્થાને સૂર્યના અયનવૃત્તના અક્ષાંશ પ્રમાણે બદલાતા દ્રષ્ટિકોણના કારણે સર્જાય છે. ધ્રુવીય અને અયનવૃત્તિય પ્રદેશોના તાપમાનના વિરોધાભાસને કારણે જેટ સ્ટ્રીમ ઉદભવે છે. મધ્ય-અક્ષાંશનુ હવામાન તંત્ર, જેવાકે ઉષ્ણકટીબંધીય ચક્રવાતો, જેટ સ્ટ્રીમના પ્રવાહના અસ્થાયીપણાને કારણે સર્જાય છે. પૃથ્વીની ધરી તેની ભ્રમણ કક્ષા તરફ નમેલી હોવાના કારણે સૂર્યપ્રકાશ વર્ષના જુદા જુદા સમયે ભિન્ન-ભિન્ન કોણથી આપાત થાય છે. પૃથ્વીની સપાટી પર તાપમાન સામાન્ય રીતે વાર્ષિક ± 40°C (100 °F થી -40 °F) ના ગાળામાં રહે છે. હજારો વર્ષપર્યંત, પૃથ્વીની ભ્રમણકક્ષામાં થતા ફેરફાર તેને દ્વારા ગ્રહણ કરવામાં આવતી સૌર ઊર્જાના પ્રમાણ તેમજ તેની વહેંચણી પર અસર કરે છે અને લાંબા ગાળે આબોહવાને પ્રભાવિત કરે છે.

સપાટી પરના તાપમાનના તફાવતને કારણે દબાણમાં ફેરફાર થાય છે. દબાણ સર્જિત ગરમીના તફાવતને કારણે ઊંચાઈ પર આવેલ સ્થળો નીચાણવાળા સ્થળો કરતા વધુ ઠંડા હોય છે. હવામાનની આગાહીએ વિજ્ઞાન તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોક્કસ સમયે નિર્ધારિત સ્થળ પરની વાતાવરણની પરિસ્થિતિઓ અંગે અનુમાન કરવાની પ્રક્રિયાને કહે છે. વાતાવરણ અવ્યવસ્થિત તંત્ર છે, જેથી તંત્રના કોઈ એક ભાગમાં થતા નાના એવા ફેરફાર પણ સમગ્ર તંત્ર પર ખૂબ મોટી અસર કરી શકે છે. માનવ ઇતિહાસમાં હવામાન પર અંકુશ મેળવવા માનવ દ્વારા સદંતર પ્રયત્નો થયા હોય તેવું જાણવા મળે છે અને એવા પણ પુરાવા મળ્યા છે કે ખેતીવાડી કે ઉદ્યોગ જેવી માનવ પ્રવૃત્તિઓએ અજાણતા જ હવામાનના વાસ્તવિક સ્વરૂપને બદલી નાખ્યુ છે. અન્ય ગ્રહો પર હવામાનના વલણનો અભ્યાસ કરવાથી પૃથ્વી પર હવામાન કેવી રીતે સક્રિય છે તે જાણવામાં મદદ મળી છે. સૌરમંડળના વિખ્યાત સીમાચિન્હ, ગુરુના ગ્રેટ રેડ સ્પોટ એ, ૩૦૦ વર્ષથી અસ્તિત્વમાં હોય એવુ બિનચક્રવાતી તોફાન છે. જોકે, હવામાન અમુક ગ્રહો સુધી સીમિત નથી. તારાનું તેજોવલય સતત અંતરીક્ષમાં ખોરવાતું રહે છે જેથી સમગ્ર સૌરમંડળમાં ખુબ જ પાતળા એવા વાતાવરણનું સર્જન કરે છે. સૂર્યમાંથી ઉત્સર્જિત થતા દ્રવ્યની હિલચાલ સૌર પવન (સોલર વિન્ડ) કહેવાય છે.

કારણ[ફેરફાર કરો]

સ્ટ્રેટોક્યુમ્યુલ્યસ પર્લ્યુસિડ્યસ વાદળો.

પૃથ્વી પર સામાન્યપણે હવામાનની ઘટનાઓમાં પવન, વાદળ, વરસાદ, હિમ, ધુમ્મસ અને ધૂળના વંટોળનો સમાવેશ થાય છે. અસામાન્ય ઘટનાઓમાં ટોર્નાડો, હેરિકેન, ટાયફૂન કે બરફનાં તોફાન જેવી કુદરતી આપત્તિઓનો સમાવેશ થાય છે. જાણીતા લગભગ બધાજ બનાવ ટ્રોપોસ્ફિયર(વાતાવરણનો નીચેનો ભાગ)માં બનતા હોય છે.[૩] હવામાન સ્ટ્રેટોસ્ફિયરમાં બને છે અને ટ્રોપોસ્ફિયરના નીચેના હવામાનને અસર કરી શકે છે, પણ સમગ્ર તંત્રને સમજવું મુશ્કેલ છે.[૫]

એક અને બીજા સ્થળ વચ્ચેના (તાપમાન અને ભેજ) ઘનતાના તફાવતને કારણે ઉદભવે છે. આ તફાવત અમુક સ્થાને સૂર્યના અયનવૃત્તના અક્ષાંશ પ્રમાણે બદલાતા દ્રષ્ટિકોણના કારણે સર્જાય છે. અન્ય શબ્દોમાં કહીએ તો, તમે વૃત્તાંષ (કર્કવૃત્ત કે મકરવૃત્ત)થી જેટલા દૂર હશો, સૂર્યનો તમારી તરફ નમવાનો કોણ તેટલો જ ઓછો હશે, અને આ જ કારણસર અપ્રત્યક્ષ સૂર્યપ્રકાશને લીધે તે સ્થળ ઠંડુ રહે છે.[૬] ધ્રુવીય અને અયનવૃત્તિય પ્રદેશોના તાપમાનના વિરોધાભાસને કારણે જેટ સ્ટ્રીમ ઉદભવે છે.[૭] મધ્ય-અક્ષાંશનુ હવામાન તંત્ર, જેવાકે ઉષ્ણકટીબંધીય ચક્રવાતો, જેટ સ્ટ્રીમના પ્રવાહના અસ્થાયીપણાને કારણે સર્જાય છે. (જુઓ બારૉક્લિનિટી)[૮] વૃત્તાંષનુ હવામાન તંત્ર, જેવું કે ચોમાસુ કે ગાજ-વીજ સહિતના વાવાઝોડાનું તંત્ર, વિભિન્ન પ્રક્રિયાઓને કારણે થાય છે.

પૃથ્વીની ધરી તેની ભ્રમણ કક્ષા તરફ નમેલી હોવાના કારણે સૂર્યપ્રકાશ વર્ષના જુદા જુદા સમયે ભિન્ન-ભિન્ન કોણથી આપાત થાય છે. જૂન માસમાં ઉત્તરી ગોળાર્ધ સૂર્ય તરફ હોય છે, તેથી ઉત્તરી ગોળાર્ધના કોઈ પણ અક્ષાંશ પર સૂર્ય પ્રકાશ ડિસેમ્બરમાં પડે તે કરતા વધુ સીધી રીતે પડતો હોય છે (જુઓ સૂર્યના દ્રષ્ટિકોણની આબોહવા પર અસર).[૯] આ અસરને કારણે ઋતુનું સર્જન થાય છે. હજારો વર્ષપર્યંત, પૃથ્વીની ભ્રમણકક્ષામાં થતા ફેરફાર તેને દ્વારા ગ્રહણ કરવામાં આવતી સૌર ઊર્જાના પ્રમાણ તેમજ તેની વહેંચણી પર અસર કરે છે અને લાંબા ગાળે આબોહવાને પ્રભાવિત કરે છે (જુઓ મિલાનકોવિટ્ચ ચક્રો).[૧૦]

સૂર્ય ની અસમાન ઉષ્ણતા (તાપમાન અને ભેજના તબક્કાવાર ઘટતા ક્ષેત્રોનું સર્જન કે ફ્રન્ટોજેનેસિસ (વાતાવરણનું બાહ્યસ્તર)) હવામાનના કારણે વાદળછાયા વાતાવરણ કે વરસાદના સ્વરૂપમાં હોઈ શકે.[૧૧] ઊંચાઈ પર આવેલા સ્થળો નીચાણવાળા સ્થળો કરતા વધુ ઠંડા હોય છે, જે લુપ્તતા દરના આધારે સમજાવી શકાય.[૧૨][૧૩] સ્થાનિક અક્ષ પર, પરાવર્તનતા, બરછટપણું કે ભેજ જેવી ભિન્ન ભિન્ન ભૌતિક લાક્ષણિકતાઓ ધરાવતી જુદી જુદી સપાટીઓ (જેમ કે મહાસાગરો, જંગલો, હિમાચ્છાદીત ક્ષેત્રો કે માનવ સર્જિત પદાર્થો)ને કારણે તાપમાનના તફાવત ઉદભવી શકે છે.

સપાટીના તાપમાનના તફાવતને કારણે દબાણમાં ફેરફાર ઉભા થાય છે. ગરમ સપાટી તેની પર રહેલ હવાને ગરમ કરે છે અને હવાનું વિસ્તરણ થાય છે જે હવાના દબાણ તેમજ તેની ઘનતાને ઘટાડે છે.[૧૪] આથી નીપજતા સમસ્તરીય દબાણના ગાળા હવાને ભારે દબાણવાળા ક્ષેત્રો થી ઓછા દબાણવાળા ક્ષેત્રો તરફ ગતિમાન બનાવે છે, જેથી પવન બને છે, અને પૃથ્વીનું પરીભ્રમણ કોરિઓલિસ અસર દ્વારા પ્રવાહને ચક્રાકાર બનાવે છે.[૧૫] આ રીતે બનતું એક સરળ તંત્ર પાછળથી એક જટિલ તંત્ર અને ત્યારબાદ અન્ય વાતાવરણ સંબંધિત ઘટનાઓને ઉત્પન્ન કરી શકે તેવું ઉદ્ગામી વર્તન દાખવે છે. મોટાપાયાના ઉદાહરણોમાં હેડ્લી સેલ (કોષ)નો, જ્યારે નાના પાયાના ઉદાહરણોમાં સાગરતટીય પવનનો સમાવેશ થાય છે.

વાતાવરણ અવ્યવસ્થિત તંત્ર છે, જેથી તંત્રના કોઈ એક ભાગમાં થતા નાના એવા ફેરફાર પણ સમગ્ર તંત્ર પર ખૂબ મોટી અસર કરી શકે છે.[૧૬] આ અમુક દિવસ કરતા વધુ અગાઉની હવામાન અંગેની ચોકસાઈપૂર્વક આગાહી કરવી મુશ્કેલ બનાવે છે, છતા હવામાનની આગાહી કરનારાઓ હવામાન તેમજ હવામાનશાસ્ત્ર વિજ્ઞાનિક ઢબે અભ્યાસ દ્વારા આ મર્યાદાનું વિસ્તરણ કરવા સતત કામ કરતા રહે છે. બે સપ્તાહ ઉપરાંતની આગહીઓને રોજીંદા ઉપયોગમાં લેવુ સૈદ્ધાંતિક રીતે અશક્ય છે, જેને કારણે સુધરેલ આગાહીઓની કુશળતાની સંભાવ્યતાઓ પર ઉપલી હદ મુકાઈ જાય છે.[૧૭]

અવ્યવસ્થાનો સિદ્ધાંત એવુ કહે છે કે ધરતીના ગતિમાનમાં થતા સહેજ ફેરફાર પણ સમય સાથે વૃદ્ધિ પામે છે. કેટલીક વખત આ અભિગમ બટરફ્લાય ઈફેક્ટ તરીકે પણ ઓળખાય છે, જે એવા અભિગમ પરથી ઉતરી આવ્યું છે કે પતંગિયાના પાંખ ફફડાવવાથી ઉદભવતો ગતિમાન પણ વાતાવરણ સંબંધિત પરિસ્થિતિઓમાં નોંધપાત્ર ફેરફાર સર્જી શકે છે. આવા નાના ફેરફારો પ્રત્યે પણ સંવેદનશીલતાને કારણે ચોક્કસ આગાહી કરવી ક્યારેય શક્ય નહીં બને.

પૃથ્વી ગ્રહની ઉત્પત્તિ[ફેરફાર કરો]

પૃથ્વીની રચનામાં હવામાન પાયાની પ્રક્રિયાઓ પૈકી એક છે. હવામાનમાં થતા ફેરફારની પ્રક્રિયાઓ દરમિયાન ખડકો અને જમીન નાના ટુકડા સ્વરૂપે વિખુટા પડ્યા અને ત્યારબાદ તેના ઘટક પદાર્થોમાં ફેરવાયા.[૧૮] ત્યારબાદ તે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા કે જે આગળ જતા સપાટીને અસર કરી શકે (જેમ કે એસિડ વર્ષા) અથવા પથ્થરો અને જમીનમાં ફરી નિર્માણ પામી શકે તેવી પ્રક્રિયામાં ભાગ લેવા માટે મુક્ત હતા. આ પ્રકારે, પૃથ્વીની સપાટીના ધોવાણમાં હવામાને મોટો ભાગ ભજવ્યો છે.[૧૯]

માનવજાત પર અસર[ફેરફાર કરો]

વસ્તીઓ પર અસરો[ફેરફાર કરો]

કેટરિના હેરિકેન (વાવાઝોડુ) ત્રાટક્યા બાદ ન્યૂ ઓર્સેન્સ, લ્યુસિયાનાની સ્થિતિ.મેક્સિકોના અખાતમાં કેટેગરી 5 પ્રકારનું હેરિકેન હતું હોવા છતા કેટરિના હેરિકેન ત્રાટક્યુ ત્યારે કેટેગરી 3નું હતું.

હવામાને માનવ ઇતિહાસ પર ઘણા મોટા અને કેટલીક વખતે સીધા જ ભાગ તરીકે ભૂમિકા ભજવી છે. આબોહવા પરિવર્તન સિવાય, વસ્તીઓના તબક્કાવાર ધોવાણ (ઉદાહરણ તરીકે જોઈએ તો મધ્ય પૂર્વમાં જમીન વેરાન થવી, અને હિમવર્તી સમય દરમિયાન ભૂમિ સેતૂઓની રચના), ચરમસીમાના હવામાન સંબંધિત ઘટનાઓ કે જે નાનાપાયે વસ્તીઓના સ્થળાંતર માટે કારણભૂત હોય તેના માટે જવાબદાર છે અને ઐતિહાસિક ઘટનાઓ સાથે સીધું જોડાયેલું છે. આવા જ પ્રકારની એક ઘટના એટલેકે 1281માં કેમિકાઝિ પવનોના કારણે જાપાન પોતાના પર કુબલાઈ ખાનના મોંગલ દળ અતિક્રમણથી બચી શક્યું હતું.[૨૦] હેરિકેન ત્રાટકતા ફ્રાન્સનું નૌકાદળ નષ્ટ થવાથી સ્પેન કેરોલિન કિલ્લો જીતી જતા, 1565માં ફ્લોરિડા પર ફ્રેન્ચનો દાવો ખતમ થઈ ગયો હતો.[૨૧] વધુમાં તાજેતરમાં, કેટરિના હેરિકેને એક મિલિયનથી વધારે લોકોને મધ્ય અખાતી દરિયાકાંઠાથી યુનાઈટેડ સ્ટેટ્સના અન્ય પ્રદેશોમાં પુનઃવિભક્ત કરી દીધા હતા, જે ઘટનાએ યુનાઈટેડ સ્ટેટ્સના ઇતિહાસમાં સૌથી મોટી સંખ્યામાં લોકોને પ્રવાસી બનાવી દીધા હતા.[૨૨]

ટુંકાગાળાના હિમયુગના કારણે યુરોપમાં ઉભો પાક નાશ પામ્યો હતો અને મહાદુકાળની સ્થિતિ સર્જાઈ હતી. ફિનલેન્ડમાં, ઉદાહરણ તરીકે જોઈએ તો, 1696-97ના દુકાળના કારણે તેમની ત્રીજા ભાગની વસ્તી મૃત્યુ પામી હતી.[૨૩]

વ્યક્તિગત રીતે અસરો[ફેરફાર કરો]

હવામાન લોકો પર વ્યાપર રીતે અસર કરતું હોવા છતા, તે માનવીય દોડ પર પણ સરળતાપૂર્વક અસર કરી શકે છે. તાપમાન, ભેજ અને પવનમાં થયેલા ચરમસીમાની સ્થિતિઓની અસર માનવ શરીર નકારાત્મક પ્રભાવ પાડે છે.[૨૪]

આગાહી[ફેરફાર કરો]

ઉત્તર પેસિફિક, ઉત્તર અમેરિકા અને ઉત્તર એટલાન્ટિક મહાસાગર માટે જૂન 9, 2008ના રોજ સપાટીના હવામાનની આગાહીએ ભવિષ્યમાં પાંચ દિવસ આગળ દબાણ કર્યું.

હવામાનની આગાહીએ વિજ્ઞાન અને ટેકનોલોજીની એવી વ્યવસ્થા છે જેની મદદથી અમુક ચોક્કસ સ્થળ માટે ભવિષ્યના વાતાવરણની સ્થિતિ અંગેની આગાહી કરી શકાય છે. માનવજાતે હવામાનની આગાહી માટે એક હજાર વર્ષથી અનૌપચારિક રીતે, અને ઓછામાં ઓછી ઓગણીસમી સદીથી ઔપચારિક રીતે પ્રયાસો કર્યા છે.[૨૫][૨૬] હવામાન કેવું રચાશે જે જાણવા માટે હવામાની આગાહી હાલના વાતાવરણની સ્થિતિના વિશાળ ડેટા સંગ્રહ અને વાતવારણની પ્રક્રિયાઓની વિજ્ઞાનિક સમજના આધારે કરવામાં આવે છે.[૨૭]

એક અને તમામ- માનવ પ્રયત્નો મોટાભાગે બેરોમેટ્રિક દબાણમાં થતા ફેરફાર, હાલનની હવામાનની સ્થિતિ, અને આકાશની સ્થિતિ આધારિત હોય છે,[૨૮][૨૯] આગાહીની રૂપરેખાઓ હવે ભવિષ્યની સ્થિતિઓ નક્કી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. માણસે હજુ પણ શક્ય હોય એટલું શ્રેષ્ઠતમ આગાહી રૂપરેખાઓ તૈયાર કરવાની જરૂર છે જેથી આગાહી કરવામાં, પેટર્ન (નમૂના) સ્વીકૃતિની આવડત, ટેલિકનેક્શન, મોડેલની કાર્યદક્ષતાનું જ્ઞાન અને મોડેલની નિશ્ચિત માન્યતાઓનું જ્ઞાન સમાવી લેવાતું હોય. વાતાવરણને દર્શાવતા સૂત્રો, પ્રારંભિક સ્થિતિઓ માપવામાં સમાયેલી ક્ષતિઓ, અને વાતાવરણની પ્રક્રિયાઓની અપૂરતી ઉકેલવા માટે વાતવારણની અજારક પ્રકૃતિ, ખૂબ જ વધારે ગણતરી શક્તિ જરૂરી છે એટલે કે હાલના સમયમાં તફાવતના કારણે આગાહી વધુ અચોક્કસ થાય છે અને જે સમય માટે આગાહી થઈ રહી છે (આગાહીની મર્યાદા ) તે સમય વધે છે. તમામ દેખીતી માહિતી અને મોડેલની સર્વસામાન્ય સ્વીકૃતિના ઉપયોગથી ક્ષતિને ઓછી કરી શકાય છે અને પરિણામ વધુ સારુ મળી શકે છે.[૩૦][૩૧][૩૨]

હવામાનની આગાહીનો ઉપયોગ કરતા લોકો અલગ અલગ પ્રકારના હોય છે. હવામાનની ચેતવણીઓ ખૂબ જ મહત્વપૂર્ણ આગાહીઓ છે કારણ કે તે જીવન અને સંપત્તિ બચાવવા માટે ઉપયોગમાં લેવાય છે.[૩૩] તાપમાન અને કરાવર્ષાના આધારે થતી હવામાનની આગાહી ખેતીવાડી માટે મહત્વપૂર્ણ છે,[૩૪][૩૫][૩૬][૩૭] અને આ રીતે સ્ટોક માર્કેટમાં કોમોડિટીના વેપારીઓ માટે પણ મહત્વપૂર્ણ છે. જીવન ઉપયોગી ચીજોની કંપનીઓ માટે પણ તાપમાનની આગાહી ભાવિ દિવસોમાં ઉભી થનાર માંગનો અંદાજ લગાવવા માટે મહત્વપૂર્ણ છે.[૩૮][૩૯][૪૦] રોજિંદા ધોરણે, લોકો હવામાનની આગાહીના આધારે નિર્ણય લેતા હોય છે કે તેમને દિવસ દરમિયાન કેવા વસ્ત્રો પહેરવા. ભારે વરસાદ, બરફ અને ઠંડા પવનના કારણે કેટલીક બહારની પ્રવૃત્તિઓ ઘટી જતી કે થંભી જતી હોવાથી, આ પ્રકારની ઘટનાઓના આધારે પ્રવૃત્તિઓના ભાવિ આયોજન માટે પણ આગાહી ઉપયોગી થઈ શકે છે, અને કોઈપણ પ્રવૃત્તિને બચાવી રાખવા માટે ભાવિ યોજના ઘડવામાં પણ મદદરૂપ થાય છે.

ફેરફાર[ફેરફાર કરો]

સમગ્ર માનવ ઇતિહાસમાં હવામાન પર અંકુશ માટેનું પ્રાણવિધાન દેખીતી રીતે જોવા મળે છેઃ પ્રાચીનકાળમાં પાક માટે સારો વરસાદ થાય તે માટે થતી ધાર્મિકવિધિઓથી માંડીને યુએસ (US) લશ્કરી કાર્યવાહીઓની સ્પષ્ટ નજર, ઉત્તર વિએતનામી ચોમાસાને લંબાવીને પૂરવઠા રેખામાં વિક્ષેપ પાડવાનો પ્રયત્ન છે. હવામાન પર પ્રભાવ પાડવાના સૌથી સફળ પ્રયત્નોમાં વાદળોના છંટકાવની પ્રક્રિયાનો પણ સમાવેશ થાય છે; જેમાં ધુમ્મસ અને મોટા હવાઈમથકો દ્વારા ઉપયોગમાં લેવાતી ઓછા ફેલાયેલા વાદળની ટેકનિકો, પહાડો પર શિયાળામાં બરફવર્ષા વધારવા માટે ઉપયોગમાં લેવાતી ટેકનિકો, અને કશની વૃષ્ટિ રોકવા માટે ઉપયોગમાં લેવાતી ટેકનિકોનો પણ સમાવેશ થાય છે.[૪૧] હવામાન પર અંકુશ મેળવવાના માણસના પ્રયત્નોમાં તાજેતરનું ઉદાહરણ 2008 ઉનાળુ ઓલિમ્પિક રમતોત્વસ દરમિયાન ચીને કરેલી તૈયારીઓને ગણી શકાય. ચીને ઓગસ્ટ 8, 2008ના રોજ રમતોત્સવના ઉદઘાટન પ્રસંગે બેઈજિંગ શહેરમાં વરસાદ ન પડે તે માટે 21 જગ્યાએથી વાદળોને વિખેરી નાખે તેવા 1,104 રોકેટ છોડ્યા હતા. બેઈજિંગ હવામાશાસ્ત્ર બ્યૂરો (બીએમબી (BMB))ના વડા ગુઓ હુએ, આ સમગ્ર કામગીરીની સફળતાને સમર્થન આપી હેબેઈ પ્રાંતમાં બાઓડિંગ શહેરમાં 100 મીલીમીટર અને દક્ષિણપશ્ચિમ બાજુ અને બેઈજિંગના ફાંગશાન જિલ્લામાં 25 મીલીમીટર વરસાદ નોંધાયો હોવાનું કહ્યું હતું.[૪૨]

આ પદ્ધતિના પરિણામ લાવવાના ગુણ અનિર્ણિત પૂરાવા છે જ્યારે, માનવીય પ્રવૃત્તિઓના વ્યાપક પૂરવા છે જેમ કે બિનહેતુપૂર્વકના હવામાન ફેરફારમાં ખેતીવાડી અને ઉદ્યોગોના પરિણામોઃ[૪૧]

 • ઉદ્યોગોના કારણે વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડના ઉત્સર્જનના કારણે એસિડ વર્ષા થાય છે જે, ચોખ્ખાપાણીના તળાવો, વનસ્પતિસૃષ્ટિ અને ભૌગોલિક માળખાઓ પર વિપરિત અસર પહોંચાડે છે.
 • એન્થ્રોપોજેનિક પ્રદૂષકો હવાની ગુણવત્તા અને વિઝિબલિટિ (દૂરનું જોઈ શકવાની ક્ષમતા) ઘટાડે છે.
 • માનવીય પ્રવૃત્તિઓના કારણે આબોહવા પરિવર્તન થયું છે જે હવામાં ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન કરે છે અને તેના કારણે દુકાળ, અતિશય તાપમાન, પૂર, ભારે પવન અને ભયંકર વાવાઝોડા જેવી ચરમસીમાના હવામાનની ઘટનાઓ સમયાંતરે બનવાની શક્યતાઓ જોવાઈ રહી છે.[૪૩]

અજાણતા હવામાનમાં થઈ જતા ફેરફારો માનવ સંસ્કૃતિના સંખ્યાબંધ પાસાઓ માટે ગંભ જોખમરૂપ સાબિત થઈ શકે છે, જેમાં વાતાવરણતંત્ર, કુદરતી સ્ત્રોતો, અન્ન અને ફાઈબર ઉત્પાદન, આર્થિક વિકાસ, અને માનવા સ્વાસ્થ્યનો પણ સમાવેશ થાય છે.[૪૪]

પૃથ્વી પર જોવા મળતી ચરમસીમાઓ[ફેરફાર કરો]

સ્લોવાકિયાના બ્રેટીસ્લાવામાં વહેલી સવારનો પ્રકાશમાન સૂરજ.
એ જ વિસ્તાર, હળવી હીમવર્ષા થયા બાદ ત્રણ કલાક પછી.

પૃથ્વી પર સામાન્યપણે તાપમાન વાર્ષિક ±40 °C (100 °F to −40 °F)ની હદમાં રહે છે. આબોહવાની હદો અને સમગ્ર ગ્રહપરના અક્ષાંશો આ હદ બહારના વિસ્તારમાં તાપમાનમાં સંભવતઃ ચરમસીમાઓ દર્શાવી શકે છે. પૃથ્વી પર અત્યારસુધીમાં નોંધાયેલું સૌથી નીચુ તાપમાન −89.2 °C (−128.6 °F), 21 જુલાઈ 1983ના રોજ એન્ટાર્કટિકાના વોસ્ટોક સ્ટેશનમાં નોંધાયું હતું. અત્યાર સુધીમાં સૌથી ઊંચુ તાપમાન57.7 °C (135.9 °F), 13 સપ્ટેમ્બર 1922ના રોજ[૪૫] લિબિયાના અલ’અઝિઝિયાહમાં નોંધાયું હતું, પરંતુ તે નોંધણી પર પ્રશ્નો ઉઠ્યા હતા. અત્યાર સુધીમાં વાર્ષિક સરેરાશ સૌથી ઊંચુ તાપમાન 34.4 °C (93.9 °F) ઈથોપિયાના ડેલ્લોલમાં નોંધાયું છે.[૪૬] અત્યાર સુધીમાં વાર્ષિક સરેરાશ સૌથી ઓછુ તાપમાન −55.1 °C (−67.2 °F) એન્ટાર્કટિકાના વોસ્ટોક સ્ટેશનમાં નોંધાયેલું છે.[૪૭] વાર્ષિક સરેરાશ સૌથી ઓછુ તાપમાન ધરાવનાર કાયમી સ્થળ તરીકે કેનેડાના યૂરેકા, નુનાવુટનો સમાવેશ થાય છે, જ્યાં વાર્ષિક સરેરાશ તાપમાન −19.7 °C (−3.5 °F) હોય છે.[૪૮]

સૌરમંડળમાં પરગ્રહો[ફેરફાર કરો]

1979માં ગુરુનું ગ્રેટ રેડ સ્પોટ.

અન્ય ગ્રહો પર હવામાન કેવી રીતે કામ કરે છે તેનો અભ્યાસ પૃથ્વી પર હવામાન કેવી રીતે કામ કરે છે તે સમજવામાં મદદરૂપ સાબિત થયો છે.[૪૯] અન્ય ગ્રહો પરના હવામાન પૃથ્વી પરના હવામાન જેવા જ કેટલાક ભૌતિક સિદ્ધાંતોને અનુસરે છે, પરંતુ તે વિભિન્ન માપદંડો અને અલગ અલગ પ્રકારના રાસાયણિક સંયોજનોયુક્ત વિભિન્ન વાતાવરણોમાં જોવા મળે છે. ટાઈટન પર કેસ્સીની-હુજેન્સના મિશનમાં મિથેન અને ઈથેનમાંથી રચાયેલા વાદળો શોધાયા હતા જેમાં પ્રવાહી મિથેન અને અન્ય કાર્બનિક મિશ્રણોયુક્ત વરસાદ સંગ્રહાયેલો હોય છે.[૫૦] પૃથ્વીનું વાતાવરણ દરેક ગોળાર્ધમાં ત્રણ એમ કુલ છ અક્ષાંશીય પ્રચલન ક્ષેત્રો ધરાવે છે.[૫૧] તેનાથી વિપરિત, ગુરુમાં આવા સંખ્યાબંધ ક્ષેત્રો જવા મળે છે,[૫૨] ટાઈટન 50મા સમાંતર અક્ષાંશ નજીક એક જેટ સ્ટ્રીમ ધરાવે છે,[૫૩] અને શુક્ર વિષુવવૃત નજીક એક જેટ ધરાવે છે.[૫૪]

સૌરમંડળની વિખ્યાત સીમાચિન્હરૂપ ઘટનાઓ પૈકી એક, ગુરુના ગ્રેટ રેડ સ્પોટ એ, ૩૦૦ વર્ષથી અસ્તિત્વમાં હોય એવુ બિનચક્રવાતી તોફાન છે.[૫૫] અન્ય ગેસ કદાવરો પર, ભૂમીના અભાવના કારણે પવન અસામાન્ય ગતિ પકડે છેઃ 600 મીટર પ્રતિ સેકન્ડ (લગભગ 2,100 km/h or 1,300 mph) સુધીની ઝડપે ફુંકાય છે જે ગતિ નેપ્ચ્યૂન પર નોંધાઈ છે.[૫૬] ગ્રહોના વિજ્ઞાનિકો માટે આ એક કોયડારૂપ બાબત છે. હવામાન છેવટે તો સૌર ઊર્જાથી જ રચાય છે અને પૃથ્વી જેટલી ઊર્જા મેળવે છે લગભગ 1900 એટલી જ ઊર્જા નેપ્ચ્યૂન મેળવે છે, છતા નેપ્ચ્યીન પરની હવામાનની ઘટનાઓ પૃથ્વી કરતા ઘણી અલગ છે.[૫૭] સૌથી પ્રબળ પવન, એક્સ્ટ્રાસોલર ગ્રહ (સૂર્ય સિવાયની કક્ષામાં ભ્રમણ કરતો ગ્રહ) એચડી (HD) 189733 બી (b) પર ફૂંકાય છે તેવું શોધવામાં આવ્યું હતું, જ્યાં 9,600 kilometres per hour (6,000 mph) કરતા પણ વધુ ઝડપે પૂર્વીય પવનો ફૂંકાય છે.[૫૮]

અવકાશીય હવામાન[ફેરફાર કરો]

ઉત્તર ધ્રૂવ પાસેનો અરુણ પ્રકાશ.

હવામાન માત્ર ગ્રહો પુરતુ સીમિત નથી હોતું. તમામ તારાની જેમ, સૂર્યનું તેજોવલય સતત અવકાશમાં ફેલાતુ રહે છે, જેથી સૌરમંડળમાં વાતાવારણનું પાતળુ સ્તર રચાય છે. સૂર્યમાંથી મોટા પ્રમાણે થતી હિલચાલો સૌર પવન તરીકે ઓળખવામાં આવે છે. આ પવનમાં જોવા મળતી અનિયમિતતા અને આ તારાની સપાટી પર જોવા મળતી મોટી ઘટનાઓ, જેમ કે સમગ્ર તંત્રમાંથી મોટાપાયે તેજોવલયો બહાર આવવા, તે વિવાદાસ્પદ હવામાન તંત્રને (જેમકે દબાણ અને પવન) અનુરુપ વિશેષતાઓ ધરાવે છે અને સામાન્યપણે તેને અવકાશીય હવામાન તરીકે ઓળખવામાં આવે છે. સૌરમંડળમાં મોટાપાયે તેજોવલયી ઉત્સર્જનને શનિના વલયોની જેમ જોવામાં આવે છે.[૫૯] આ તંત્રમાં થતી ગતિવિધિઓ ગ્રહોના વાતાવરણો પર અને પ્રસંગોપાત જમીન પર અસર કરે છે. સૌર પવન અને ભૂમિ પરના વાતાવરણ વચ્ચે થતી અસરોના કારણે શાનદાર અરુણપ્રકાશની રચના થાય છે[૬૦], અને વીજ સંવેદન તંત્રો જેમ કે ઈલેક્ટ્રિક ગ્રીડ (વીજપ્રવાહ માટેના મોટા તાર) અને રેડિયો સિગ્નલ્સ પર વિનાશક અસર પાડી શકે છે.[૬૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

 • હવામાન કચેરી
 • ખાનગી હવામાન કચેરી
 • આબોહવા
 • હવામાનશાસ્ત્રની રૂપરેખા

સંદર્ભો[ફેરફાર કરો]

 1. મરિયમ - વેબસ્ટર શબ્દકોષ. હવામાન 2008-06-27 ના રોજ સુધારેલ.
 2. હવામાનશાસ્ત્રનો વિશેષ શબ્દકોષ. જળમંડળ સંગ્રહિત ૨૦૧૨-૦૩-૧૫ ના રોજ વેબેક મશિન 2008-06-27 ના રોજ સુધારેલ.
 3. ૩.૦ ૩.૧ હવામાનશાસ્ત્રનો વિશેષ શબ્દકોષ. સમતાપમંડળ. સંગ્રહિત ૨૦૧૨-૦૯-૨૮ ના રોજ વેબેક મશિન 2008-06-27 ના રોજ સુધારેલ.
 4. "Climate". Glossary of Meteorology. American Meteorological Society. મૂળ માંથી 2011-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-14.
 5. O'Carroll, Cynthia M. (2001-10-18). "Weather Forecasters May Look Sky-high For Answers". Goddard Space Flight Center (NASA). મૂળ માંથી 2009-06-27 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-08.
 6. નાસા (NASA). વર્લ્ડ બુક એટ નાસા: વેધર. સંગ્રહિત ૨૦૦૫-૦૮-૨૪ ના રોજ વેબેક મશિન 2008-06-27 ના રોજ સુધારેલ.
 7. જ્હોન પી સ્ટિમેક. હવાનું દબાણ અને પવન. 2008-05-08 ના રોજ સુધારેલ.
 8. કાર્લિલ એચ.વાશ, સ્ટેસી એચ. હૈક્કીનેન, ચી-સાન લીઉ, અને વેન્ડેલ એ. નુસ. GALE IOP 9 દરમિયાન ઝડપી ચક્રવાતી અંશ ઘટના.[હંમેશ માટે મૃત કડી] 2008-06-28 ના રોજ સુધારેલ.
 9. બ્રહ્માંડનો ઝરુખો. પૃથ્વી નમેલી હોવાથી ઋતુઓ બદલાય છે! સંગ્રહિત ૨૦૦૭-૦૮-૦૮ ના રોજ વેબેક મશિન 2008-06-28 ના રોજ સુધારેલ.
 10. મિલાનકોવિચ, મિલુટીન. ઈન્સોલેશન (સૂર્યના તાપની અસર)નો સિંદ્ધાંત અને હીમયુગની સમસ્યા. Zavod za Udz̆benike i Nastavna Sredstva: બેલગ્રાડ, 1941. આઈએસબીએન (ISBN) 8617066199.
 11. રોન ડબ્લ્યૂ. પર્ઝીબ્લિન્ક્સી. ફ્રન્ટોજેનેસિસની પરિકલ્પના અને શિયાળાના હવામાનની આગાહીમાં તેનો અમલ. 2008-06-28 ના રોજ સુધારેલ.
 12. Mark Zachary Jacobson (2005). Fundamentals of Atmospheric Modeling (2nd આવૃત્તિ). Cambridge University Press. ISBN 0-521-83970-X. OCLC 243560910.
 13. C. Donald Ahrens (2006). Meteorology Today (8th આવૃત્તિ). Brooks/Cole Publishing. ISBN 0-495-01162-2. OCLC 224863929.
 14. માઈકલ મોન્કવેટ. [૧]તાપમાન અને ઘનતા વચ્ચેનો સંબંધ. 2008-06-28 ના રોજ સુધારેલ.
 15. પૃથ્વીનો જ્ઞાનકોશ. પવન 2008-06-28 ના રોજ સુધારેલ.
 16. સ્પેન્સર વેર્ટ. ગ્લોબલ વોર્મિંગની શોધ. સંગ્રહિત ૨૦૧૧-૦૬-૦૭ ના રોજ વેબેક મશિન 2008-06-28 ના રોજ સુધારેલ.
 17. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2007-06-14 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-08.
 18. નાસા (NASA). મંગળ પર જીવન અંગે શોધમાં માર્ગદર્શન માટે નાસા (NASA)એ નવી કડીઓ શોધી. 2008-06-28 ના રોજ સુધારેલ.
 19. પશ્ચિમ અખાતી નદી હવામાન કેન્દ્ર. હાઈડ્રોલોજિક શરતોનો પરિભાષાકોશ - ઈ. 2008-06-28 ના રોજ સુધારેલ.
 20. જેમ્સ પી. ડેલગેડો. કેમિકાઝિના અવશેષો. સંગ્રહિત ૨૦૧૧-૦૩-૦૬ ના રોજ વેબેક મશિન 2008-06-28 ના રોજ સુધારેલ.
 21. માઈક સ્ટ્રોંગ. ફોર્ટ કેરોલિન રાષ્ટ્રીય સ્મારક. સંગ્રહિત ૨૦૧૨-૧૧-૧૭ ના રોજ વેબેક મશિન 2008-06-28 ના રોજ સુધારેલ.
 22. એન્થની ઈ. લાડ, જ્હોન માર્સઝેલેક, અને ડુએન એ. ગીલ. ધ અધર ડાઈસ્પોરાઃ ન્યૂ ઓર્લેન્સ સ્ટુડન્ટ એવેક્યુશન ઈમ્પેક્ટ્સ એન્ડ રિસ્પોન્સિસ સરાઉન્ડિંગ હેરિકેન કેટરિના. સંગ્રહિત ૨૦૦૮-૦૬-૨૪ ના રોજ વેબેક મશિન 2008-03-29 ના રોજ સુધારેલ.
 23. "સ્કોટલેન્ડમાં દુકાળઃ 1690ના નબળા વર્ષો ". કેરેન કુલેન, કેરેન જે. કુલેન (2010). એડીનબર્ગ યુનિવર્સિટિ પ્રેસ, પાનું. 21. આઈએસબીએન (ISBN) 0748638873.
 24. સી.ડબ્લ્યૂ.બી. નોરેન્ડ. માનવશરીર પર ઉચ્ચતાપમાન, ભેજ અને પવનની અસરો. 2008-06-28 ના રોજ સુધારેલ.
 25. મિસ્ટિક હાઉસ. જ્યોતિષવિદ્યા પાઠોનો ઇતિહાસ.ફળકથનો, આશંકાઓ અને જ્યોતિષશાસ્ત્ર સુસંગતતા. સંગ્રહિત ૨૦૦૮-૦૬-૦૮ ના રોજ વેબેક મશિન 2008-01-12 ના રોજ સુધારેલ.
 26. એરિક ડી. ક્રાફ્ટ. હવામાન આગાહીનો અર્થશાસ્ત્ર ઇતિહાસ. સંગ્રહિત ૨૦૦૭-૦૫-૦૩ ના રોજ વેબેક મશિન 2007-04-15 ના રોજ સુધારેલ.
 27. નાસા (NASA). બદલાતી પેઢીઓમાં હવામાનની આગાહી. સંગ્રહિત ૨૦૦૫-૦૯-૧૦ ના રોજ વેબેક મશિન 2008-05-25 ના રોજ સુધારેલ.
 28. હવામાનના તબીબ. હવામાનની જાણકારી માટે બેરોમીટરનો ઉપયોગ. 2008-05-25 ના રોજ સુધારેલ.
 29. માર્ક મૂરે. મેદાની પ્રદેશની આગાહી - ટુંકો સારાંશ. સંગ્રહિત ૨૦૦૯-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન 2008-05-25 ના રોજ સુધારેલ.
 30. ક્લાઉસ વેઈકમેન, જેફ વ્હાઈટેકર, એન્ડ્રેસ રૌબીસેક અને કેથરિન સ્મિધ. સુધારેલી મધ્યમ રેન્જ તૈયાર કરવા માટે એકઠા કરેલી આગાહીઓનો ઉપયોગ (3-15 દિવસો) હવામાનની આગાહીઓ. સંગ્રહિત ૨૦૦૭-૧૨-૧૫ ના રોજ વેબેક મશિન 2007-02-16 ના રોજ સુધારેલ.
 31. ટોડ કિમ્બર્લેઈન. ઉષ્ણકટિબદ્ધમાં ચક્રવાતની ગતિ અને તીવ્રતા પર ચર્ચા (જૂન 2007). 2007-07-21 ના રોજ સુધારેલ.
 32. રિચર્ડ જે. પાશ, માઈક ફીઓરિનો, અને ક્રિસ લેન્ડસી. વર્ષ 2006 માટે એનસીઈપી (NCEP) ઉત્પાદન શ્યૂટ પર ટીપીસી/એનએચસીની (TPC/NHC) સમીક્ષા.[હંમેશ માટે મૃત કડી] 2008-05-05 ના રોજ સુધારેલ.
 33. રાષ્ટ્રીય હવામાન સેવા. રાષ્ટ્રીય હવામાન સેવા મિશન નિવેદન. સંગ્રહિત ૨૦૧૩-૧૧-૨૪ ના રોજ વેબેક મશિન 2008-05-25 ના રોજ સુધારેલ.
 34. બ્લેર ફેન્નીન. ટેક્સાસ માટે સૂકી હવામાન સ્થિતિઓ યથાવત. સંગ્રહિત ૨૦૦૯-૦૭-૦૩ ના રોજ વેબેક મશિન 2008-05-26 ના રોજ સુધારેલ.
 35. ડો. ટેરી મડેર. દુકાળ માટે મકાઈનો સંગ્રહિત લીલો ચારો. સંગ્રહિત ૨૦૧૧-૧૦-૦૫ ના રોજ વેબેક મશિન 2008-05-26 ના રોજ સુધારેલ.
 36. કેથરિન સી. ટેલર. પીચ ઓર્ચિડનું રોપણ અને નાના વૃક્ષોની સંભાળ. સંગ્રહિત ૨૦૦૮-૧૨-૨૪ ના રોજ વેબેક મશિન 2008-05-26 ના રોજ સુધારેલ.
 37. એસોસિયેટેડ પ્રેસ[૨].હીમની સ્થિતિ બાદ, નારંગીના પાકના નુકસાનની ગણતરી. 2008-05-26 ના રોજ સુધારેલ.
 38. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ. [૩]ફ્યૂચર્સ/ઓપ્શન્સ; ઠંડા હવમાનના કારણે ઉષ્મા આપતા ઈંધણોના ભાવોમાં વધારો. 2008-05-25 ના રોજ સુધારેલ.
 39. બીબીસી (BBC). ગમરીના મોજાના કારણે વીજળીમાં વધારો. 2008-05-25 ના રોજ સુધારેલ.
 40. ટોરોન્ટો કેથલિક શાળાઓ. એનર્જી ડ્રીલ કાર્યક્રમ માટે સાત ચાવીરૂપ સંદેશો. સંગ્રહિત ૨૦૧૨-૦૨-૧૭ ના રોજ વેબેક મશિન 2008-05-25 ના રોજ સુધારેલ.
 41. ૪૧.૦ ૪૧.૧ "અમેરિકન મટેરિઅલોજિકલ સોસાયટી". મૂળ માંથી 2010-06-12 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-08.
 42. Huanet, Xin (2008-08-09). "Beijing disperses rain to dry Olympic night". Chinaview. મેળવેલ 2008-08-24.
 43. આબોહવા પરિવર્તન પર આંતરરાષ્ટ્રીય પેનલ
 44. આબોહવા પરિવર્તન પર આંતરરાષ્ટ્રીય પેનલ
 45. સમગ્ર વિશ્વમાં મપાયેલી તાપમાન અને હીમવર્ષાની ચરમસીમાઓ. સંગ્રહિત ૨૦૧૨-૦૫-૨૫ ના રોજ archive.today રાષ્ટ્રીય આબોહવા ડેટા સેન્ટર. 2007-06-21 ના રોજ સુધારેલ.
 46. ગ્લેન ઈલેર્ટ. પૃથ્વી પર સૌથી ગરમ તાપમાન. 2008-06-28 ના રોજ સુધારેલ.
 47. ગ્લેન ઈલેર્ટ. પૃથ્વી પર સૌથી ઠંડુ તાપમાન. 2008-06-28 ના રોજ સુધારેલ.
 48. "કેનેડાની આબોહવા લાક્ષાણિકતાઓ 1971-2000 - યુરેકા". મૂળ માંથી 2007-11-11 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-20.
 49. Britt, Robert Roy (2001-03-06). "The Worst Weather in the Solar System". Space.com. મૂળ સંગ્રહિત માંથી 2001-05-02 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-08.
 50. M. Fulchignoni, F. Ferri, F. Angrilli, A. Bar-Nun, M.A. Barucci, G. Bianchini, W. Borucki, M. Coradini, A. Coustenis, P. Falkner, E. Flamini, R. Grard, M. Hamelin, A.M. Harri, G.W. Leppelmeier, J.J. Lopez-Moreno, J.A.M. McDonnell, C.P. McKay, F.H. Neubauer, A. Pedersen, G. Picardi, V. Pirronello, R. Rodrigo, K. Schwingenschuh, A. Seiff, H. Svedhem, V. Vanzani and J. Zarnecki (2002). "The Characterisation of Titan's Atmospheric Physical Properties by the Huygens Atmospheric Structure Instrument (Hasi)". Space Science Review. 104: 395–431. doi:10.1023/A:1023688607077.CS1 maint: multiple names: authors list (link)
 51. જેટ પ્રોપલ્સન લેબોરેટરી. [૪] સંગ્રહિત ૨૦૦૯-૦૭-૨૬ ના રોજ વેબેક મશિનસર્વસામાન્ય નિરીક્ષણ - આબોહવા: પૃથ્વીનો દબાયેલો ગોળ આકાર : અાબોહવા ઝોન. સંગ્રહિત ૨૦૦૯-૦૭-૨૬ ના રોજ વેબેક મશિન 2008-06-28 ના રોજ સુધારેલ.
 52. એન્ને મીનાર્ડ. ગુરુની સૂર્ય નહીં પરંતુ સપાટી દ્વારા ગરમ થતી 'જેટ સ્ટ્રીમ'. 2008-06-28 ના રોજ સુધારેલ.
 53. ઈએસએ: કેસ્સીની-હુજેન્સ. ધ જેટ સ્ટ્રીમ ઓફ ટાઈટન. 2008-06-28 ના રોજ સુધારેલ.
 54. જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટિ. શુક્રનું વાતાવરણ. 2008-06-28 ના રોજ સુધારેલ.
 55. Ellen Cohen. "Jupiter's Great Red Spot". Hayden Planetarium. મેળવેલ 2007-11-16. External link in |publisher= (મદદ)
 56. Suomi, V. E. (1991). "High Winds of Neptune: A possible mechanism". Science. AAAS (USA). 251 (4996): 929–932. doi:10.1126/science.251.4996.929. PMID 17847386. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
 57. Sromovsky, Lawrence A. (1998-10-14). "Hubble Provides a Moving Look at Neptune's Stormy Disposition". HubbleSite.
 58. Knutson, Heather A. (2007). "A map of the day–night contrast of the extrasolar planet HD 189733b". Nature. 447 (7141): 183–186. doi:10.1038/nature05782. PMID 17495920. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Unknown parameter |month= ignored (મદદ)
 59. Bill Christensen. શોક ટુ ધ (સોલર) સિસ્ટમ : કોરોનલ માસ ઈજેક્શન ટ્રેક્ટડ ટુ સેટર્ન. 2008-06-28 ના રોજ સુધારેલ.
 60. અલાસ્કા અહેવાલ. ઉત્તર ધ્રૂવ પાસે જોવા મળતા અરુણપ્રકાશનું કારણ શું છે? 2008-06-28 ના રોજ સુધારેલ.
 61. રોન્ડી વિરેક. અવકાશનું હવામાનઃ તે શું છે? [હંમેશ માટે મૃત કડી]તે આપને કેવી રીતે અસર પહોંચાડશે?[હંમેશ માટે મૃત કડી] 2008-06-28 ના રોજ સુધારેલ.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]