લખાણ પર જાઓ

હોળીનાં લોકગીતો

વિકિપીડિયામાંથી
ભારતીય ગ્રામીણ લોકગાયકો

હોળીનાં લોકગીતોઉત્તર ભારતના લોકો માટે અત્યંત લોકપ્રિય લોકગીતો છે. આ ગીતોમાં હોળી રમવાનું વર્ણન આવતું હોય છે. આ ગીતો હિંદી ભાષા ઉપરાંત વ્રજ ભાષા, રાજસ્થાની, પહાડી, બિહારી, બંગાળી વગેરે અનેક પ્રદેશોની અનેક ભાષાઓ અને બોલીઓમાં ગાવામાં આવતાં હોય છે. આ ગીતોમાં દેવી દેવતાઓના હોળી રમવાથી લઇને અલગ અલગ શહેરોમાં લોકો હોળી રમે તેનું વર્ણન આવતું હોય છે. દેવી દેવતાઓ પૈકી રાધા-કૃષ્ણ, રામ-સીતા તથા શિવ દ્વારા હોળી રમવાનાં વર્ણન જોવા મળે છે[]. આ સિવાયનાં અન્ય લોકગીતોમાં હોળીના તહેવારના વિભિન્ન રિવાજોનાં વર્ણન પણ જોવા મળતાં હોય છે[].

આ લોકગીતો શાસ્ત્રીય અથવા ઉપશાસ્ત્રીય સંગીતમાં ધ્રુપદ, ઘમાર, ઠુમરી કે ચૈતી રાગોમાં પણ ગવાતાં હોય છે.


સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "લોકગીતોં મેં દેવી-દેવતાઓં કી હોલી" (એચટીએમ). અભિવ્યક્તિ. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (મદદ); Unknown parameter |accessmonthday= ignored (મદદ)
  2. "દે દે બુલઉવા રાધે કો : છત્‍તીસગઢ મેં ફાગ". આરંભ. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (મદદ); Unknown parameter |accessmonthday= ignored (મદદ)