લખાણ પર જાઓ

ડીસા

વિકિપીડિયામાંથી
ડીસા
—  શહેર  —
ડીસાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°15′21″N 72°11′01″E / 24.255833°N 72.183611°E / 24.255833; 72.183611
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
વસ્તી

• ગીચતા

૧,૧૧,૧૪૯ (૨૦૧૧)

• 5,344/km2 (13,841/sq mi)

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર 20.8 square kilometres (8.0 sq mi)
કોડ
  • • પીન કોડ • ૩૮૫૫૩૫, ૩૮૫૫૪૦
    • ફોન કોડ • +૦૨૭૪૪-xxxxxx
    વાહન • GJ08

ડીસા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના મહત્વના તાલુકા ડીસા તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.

ભારતનો બીજો અને ગુજરાતનો પ્રથમ સૌથી લાંબો એલિવેટેડ ઓવર બ્રિજ ડીસા શહેરમાં આવેલો છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

ડીસા બનાસ નદીનાં કાંઠે વસેલું છે. અગાઉ ડીસા "મંડોરી" (‘જાલોરી’) વંશની જાગીર અને થાણું હતું. હાલ એ મૂળ ડીસા જુના ડીસા તરીકે ઓળખાય છે. ડીસા, પાલનપુરનાં "જાલોરી નવાબ" દિવાનના તાબા હેઠળ હતું તે કારણે, કેમ્પ ડીસા તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ઇ.સ. ૧૮૧૩માં, ડીસામાં અવ્યવસ્થા થઈ. ભીલ જેવી આદિવાસી જાતિઓ સ્થાનિક લોકોને હેરાન કરવાનું શરૂ કર્યું. ૧૮૨૯ થી ૧૯૦૧ સુધી, ડીસા કેથોલિક પાદરી અને દેવળ સાથેની બ્રિટિશ લશ્કરી છાવણી બન્યું.[] આ બ્રિટિશ છાવણી નામે ડીસા ફિલ્ડ બ્રિગેડ[] મધ્ય રાજસ્થાન અને પાલનપુરમાં બનાવાઈ જે આબુ અને કચ્છ વચ્ચેના વિસ્તારને લૂંટારાઓથી રક્ષવા માટે બનાવાઈ હતી. ઉપરાંત હાલ નવા ડીસા તરીકે ઓળખાતા પૂર્વીય વિસ્તારમાં વસેલી ભીલાડ વસ્તીને રક્ષવાનું કાર્ય પણ આ બ્રિગેડનું હતું.

ડીસા ખાતે સ્થિત સૈનિકો આબુ અને કચ્છ વચ્ચેના વિસ્તારના લૂટારાઓનાં સરદારની ગતિવિધીઓ પર નજર રાખતા અને તેને તાબે કરતા. એજન્સીને જંગલો અને લોકોનું અન્ય જનજાતિઓ જેવી કે, ખોસા, ભીલ અને ડફેર વગેરેથી રક્ષણ કરવાની જવાબદારી પણ સોંપાઈ હતી. તેઓ ઉત્તર ગુજરાતનાં રહેવાસીઓને પણ આ જનજાતિઓ સાથેના સંઘર્ષમાં રક્ષણ પુરૂં પાડતા. સ્થાનિક લોકોની સુરક્ષાના હેતુ માટે આ વિસ્તારમાં બ્રિટિશ છાવણી રચાઈ અને બ્રિટિશ લશ્કરે અહીં ઘણી બેરાકો પણ ઊભી કરી.ઈ.સ. ૧૮૦૧ માં રાજસ્થાન થી રાઠોડ, ગલ્સાર - રાજા અને ગોહિલ કુળના રાજપૂતોએ ડીસા સ્થળાંતર કર્યું હતું.[]

હવામાન

[ફેરફાર કરો]
હવામાન માહિતી ડીસા (૧૯૮૧–૨૦૧૦, મહત્તમ આંકડાઓ ૧૯૦૧–૨૦૧૨)
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
મહત્તમ નોંધાયેલ °C (°F) 34.4
(93.9)
40.6
(105.1)
43.0
(109.4)
46.3
(115.3)
49.4
(120.9)
47.4
(117.3)
43.0
(109.4)
41.0
(105.8)
42.5
(108.5)
42.2
(108.0)
38.6
(101.5)
35.6
(96.1)
49.4
(120.9)
સરેરાશ મહત્તમ °C (°F) 27.1
(80.8)
29.8
(85.6)
35.0
(95.0)
38.8
(101.8)
40.5
(104.9)
38.8
(101.8)
34.1
(93.4)
32.2
(90.0)
34.7
(94.5)
36.5
(97.7)
33.1
(91.6)
29.0
(84.2)
34.1
(93.4)
સરેરાશ ન્યૂનતમ °C (°F) 10.0
(50.0)
12.1
(53.8)
17.4
(63.3)
21.8
(71.2)
25.1
(77.2)
26.6
(79.9)
25.3
(77.5)
24.3
(75.7)
23.8
(74.8)
20.4
(68.7)
15.3
(59.5)
11.5
(52.7)
19.5
(67.1)
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) 2.8
(37.0)
2.0
(35.6)
6.5
(43.7)
11.2
(52.2)
18.4
(65.1)
13.1
(55.6)
19.7
(67.5)
14.8
(58.6)
17.0
(62.6)
11.8
(53.2)
8.3
(46.9)
2.2
(36.0)
2.0
(35.6)
સરેરાશ વરસાદ મીમી (ઈંચ) 2.1
(0.08)
0.9
(0.04)
0.7
(0.03)
1.0
(0.04)
4.6
(0.18)
59.0
(2.32)
226.7
(8.93)
203.5
(8.01)
73.4
(2.89)
9.6
(0.38)
2.3
(0.09)
1.5
(0.06)
585.1
(23.04)
સરેરાશ વરસાદી દિવસો 0.2 0.2 0.1 0.1 0.3 2.6 8.5 7.8 3.3 0.7 0.2 0.2 24.1
Average relative humidity (%) (at 17:30 IST) 36 30 25 24 27 40 62 66 52 33 34 38 39
સ્ત્રોત: India Meteorological Department[][]

ભારતની વસ્તી ગણતરી, ૨૦૧૧ પ્રમાણે, ડીસાની વસ્તી ૧,૧૧,૧૪૯ છે;[] જેમાં ૫૮,૭૨૪ પુરુષ અને ૫૨,૪૨૫ સ્ત્રીઓ છે. ડીસા શહેરનો જાતિ ગુણોત્તર ૮૯૩ સ્ત્રી પ્રતિ ૧૦૦૦ પુરુષ છે.

શિક્ષણનું પ્રમાણ જોઈએ તો, કુલ ૭૮,૨૧૯ શિક્ષિતો જેમાં ૪૫,૪૭૯ પુરુષ અને ૩૨,૭૪૦ સ્ત્રીઓ છે. સરેરાશ શિક્ષણ પ્રમાણ ૮૦.૬૭ ટકા છે જેમાં ૮૯.૨૭ % પુરુષ અને ૭૧.૧૪ % સ્ત્રીનો સમાવેશ થાય છે. બાળકોની (૦-૬ વર્ષ) સંખ્યા ૧૪,૧૯૨ છે. જેમાં ૭,૭૯૦ છોકરા અને ૬,૪૦૨ છોકરીઓ છે. બાળ જાતિ ગુણોત્તર છોકરીઓ ૮૨૨ પ્રતિ ૧૦૦૦ છોકરા છે.

પરિવહન

[ફેરફાર કરો]

ડીસામાં ડીસા રેલ્વે સ્ટેશન આવેલું છે. પાલનપુર-ડીસા રેલ્વે માર્ગની શરુઆત ઇ.સ. ૧૮૯૩માં અને ડીસા-કન્ડલા રેલ્વે માર્ગની શરુઆત ઇ.સ. ૧૯૫૨માં થઇ હતી.[] પાલનપુરથી રાધનપુર થઈને જતો ધોરી માર્ગ તથા ડીસાથી થરાદ થઈને બારમેર જતો માર્ગ અને ડીસાથી ધાનેરા જતો માર્ગ વડે ડીસા જોડાયેલું છે. ડીસામાં હાલ વપરાશવિહિન એવું ડીસા હવાઇ મથક પણ આવેલું છે.

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]
  • સાઇ બાબા મંદિર
  • હરિ મંજીલ મહેલ
  • સિદ્ધાંબિકા મંદિર (જૂના ડીસા)
  • સત્તર શહિદ દરગાહ (જૂના ડીસા)
  • દરબાર ગઢ (જૂના ડીસા)
  • દાંતીવાડા બંધ
  • હવાઈ પિલ્લર[]
  • ભાઈજાન બાવા ની દરગાહ
  • જલારામ મંદિર
  • ગાયત્રી મંદિર
  • બનાસ નદી

મંદિરો

[ફેરફાર કરો]

મુખ્ય મંદિરો નીચે પ્રમાણે:

  • મહાકાળી મંદિર, (ભાચલવા)
  • રેજીમેન્ટ મહાદેવ મંદિર
  • જલારામ મંદિર
  • ગાયત્રી મંદિર
  • રામજી મંદિર
  • રસાલા મહાદેવ મંદિર
  • સાંઈબાબા મંદિર
  • સિદ્ધાંબિકા મંદિર (જૂના ડીસા)
  • શ્રીજી ધામ હવેલી
  • નાની ભાખર (પર્વત પર માતાજીનું મંદિર)
  • સ્વામીનારાયણ મંદિર
  • ગોગા મહારાજનું મંદિર (નાગફણા)

શિક્ષણ

[ફેરફાર કરો]
  • સર ચાર્લ્સ વોટસન હાઇ સ્કૂલ, સ્થાપના વર્ષ ૧૮૫૩, જે ડીસાની સૌથી જૂની શાળા છે. તે હવે ડીસા નગર પાલિકા વડે સંચાલિત છે. શાળામાં ૨૧ વર્ગખંડો અને ૧,૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને સમાવેશ કરવાની સુવિધા છે.[૧૦]
  • ડી.જે.એન.એમ. હાઇ સ્કૂલ (જૂના ડીસા)
  • દરબાર ગઢ શાળા
  • સરદાર પટેલ હાઇ સ્કૂલ
  • સેન્ટ ઝેવિયર્સ હાઇ સ્કૂલ
  • સેન્ટ એનસ્ હાઇ સ્કૂલ
  • શ્રીમતિ મફતબેન ઉત્તમલાલ પેથાણી આદર્શ પ્રાથમિક શારળા
  • આદર્શ હાઇ સ્કૂલ
  • એન્જલ્સ અંગ્રેજી માધ્યમ સ્કૂલ
  • કે.બી. અગ્રવાલ
  • દોશી નગરદાસ જેઠાલાલ આદર્શ હાઇ સ્કૂલ
  • મોટી આખોલ પ્રાથમિક શાળા

અર્થવ્યવસ્થા

[ફેરફાર કરો]

ડીસા બટાટાના વાવેતર માટે જાણીતું છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR)[૧૧], નવી દિલ્હીની આર્થિક સહાય વડે બટેટા સંશોધન માટે વાવેતર અને કૃષિ-જલવાયુની સ્થિતિને ધ્યાને લેતાં, અખીલ ભારત અનુબદ્ધ બટેટા સુધારણા પરિયોજના ૧૯૭૧-૭૨માં દાખલ કરાઈ. તે પછી કાઉન્સિલને આ કિંમતી પાકનું ઉત્પાદન વધારવા લાંબા ગાળાના બહુઆયામી સંશોધનની જરૂરીયાત સમજાણી અને ખેડૂતોની સમસ્યાઓ નિવારવા અર્થે બટેટા પર યોજનાબદ્ધ સંશોધનને પાંચમી પંચવર્ષીય યોજના (૧૭૭૫-૮૦) દરમીયાન વેગ મળ્યો. કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર દાંતીવાડા ડીસામાં બટાકાનું સંશોધન કેન્દ્ર ચલાવે છે. તે રાજ્યના ઉત્તર ગુજરાત કૃષિ જલવાયુ ક્ષેત્ર-૪ (Agroclimatic Zone-IV) અંતર્ગત આવે છે.[૧૨]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "ગુજરાતના સૌથી લાંબા એલીવેટેડ ઓવરબ્રીજ પર ઉદ્ઘાટન પહેલાં જ અકસ્માત સર્જાયો, 1નું મોત". sandesh.com. મેળવેલ 2021-08-10.
  2. "ગાંધીનગર આર્ચ્ડાયસિસ (મુખ્ય ધર્માધ્યક્ષની સત્તા નીચેનો મુલક)". મૂળ માંથી 2011-05-02 પર સંગ્રહિત. મેળવેલ ૭ મે ૨૦૧૨.
  3. ડીસા - એશિયન રોજનીશી. મેળવેલ ૭ મે ૨૦૧૨.
  4. ઈ.સ. ૧૮૦૧ માં રાજસ્થાન થી રાઠોડ, ગલ્સાર - રાજા અને ગોહિલ કુળના રાજપૂતોએ ડીસા સ્થળાંતર કર્યું હતું.
  5. "Station: Deesa Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. પૃષ્ઠ 231–232. મૂળ (PDF) માંથી 5 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 28 September 2020.
  6. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. પૃષ્ઠ M52. મૂળ (PDF) માંથી 5 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 28 September 2020.
  7. "ડીસા - ભારતની વસતી ગણતરી". મેળવેલ ૭ મે ૨૦૧૨.
  8. "ડીસા – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2022-05-04.
  9. "ડીસાવાસીઓ આનંદો, હવાઈ પિલ્લર બનશે નવલું નઝરાનું". દિવ્ય ભાસ્કર. ૨૦૧૨-૦૬-૧૩. મેળવેલ ૨૦૧૭-૦૪-૧૮.
  10. "ડીસા માહિતી". મૂળ માંથી 2012-06-30 પર સંગ્રહિત. મેળવેલ ૭ મે ૨૦૧૨.
  11. "ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ - વેબસાઇટ". મેળવેલ ૨ ઓકટોબર ૨૦૧૩. Check date values in: |access-date= (મદદ)
  12. "બટેટા સંશોધન કેન્દ્ર - ડીસા". મૂળ માંથી 2013-09-27 પર સંગ્રહિત. મેળવેલ ૭ મે ૨૦૧૨.