પી.વી. નરસિંહ રાવ
પી.વી. નરસિંહ રાવ | |
---|---|
ભારતના ૯મા વડાપ્રધાન | |
પદ પર ૨૦ જૂન ૧૯૯૧ – ૧૬ મે ૧૯૯૬ | |
પુરોગામી | ચંદ્રશેખર |
અનુગામી | અટલ બિહારી વાજપેયી |
અંગત વિગતો | |
જન્મ | ૨૮ જૂન ૧૯૨૧ કરીમનગર, આંધ્ર પ્રદેશ |
મૃત્યુ | ૨૩ ડિસેમ્બર ૨૦૦૪ દિલ્હી, ભારત |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
પામુલપાર્થી વેકંટ નરસિંહ રાવ (૨૮ જૂન ૧૯૨૧ - ૨૩ ડિસેમ્બર ૨૦૦૪) જેઓ પી.વી. નરસિંહ રાવ તરીકે વધુ જાણીતા હતા, ભારતના ૯મા વડાપ્રધાન હતા. 'લાઈસન્સ રાજ'નો અંત અને ભારતીય અર્થવ્યવસ્થામાં ઉદારીકરણની શરૂઆત તેમના વડાપ્રધાનપદ દરમિયાન થઈ હતી.[૧] તેઓ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા હતા.
વડાપ્રધાન તરીકે
[ફેરફાર કરો]તેમના વડાપ્રધાન બનવામાં ભાગ્યનો મોટો સાથ છે. ૨૧ મે ૧૯૯૧ના રોજ રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં સહાનુભૂતિની લહેરથી કોંગ્રેસને ફાયદો થયો. ૧૯૯૧ની સામાન્ય ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. રાજીવ ગાંધીની હત્યા પહેલા પ્રથમ તબક્કાની ચૂંટણીઓ અને તેમની હત્યા બાદ બીજા તબક્કાની ચૂંટણીઓ યોજાઈ હતી. બીજા તબક્કાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન પ્રથમ તબક્કાની સરખામણીએ સારું રહ્યું હતું. તેનું મુખ્ય કારણ રાજીવ ગાંધીની હત્યાથી પેદા થયેલી સહાનુભૂતિની લહેર હતી. કોંગ્રેસને આ ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ન મળી પરંતુ ૨૩૨ બેઠકો સાથે તે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો. ત્યારબાદ નરસિંહ રાવને કોંગ્રેસ સંસદીય દળનું નેતૃત્વ સોંપવામાં આવ્યું. આવી સ્થિતિમાં તેમણે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. સરકાર લઘુમતીમાં હતી પરંતુ કોંગ્રેસે તેની બહુમતી સાબિત કરવા માટે પૂરતા સાંસદો ભેગા કર્યા અને કોંગ્રેસ સરકારે સફળતાપૂર્વક તેની પાંચ વર્ષની મુદત પૂરી કરી. પીવી નરસિંહ રાવે ખૂબ જ મુશ્કેલ સમયમાં દેશની કમાન સંભાળી હતી. તે સમયે ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર ભયજનક સ્તરે ઘટી ગયો હતો અને દેશનું સોનું પણ ગીરવે મૂકવું પડ્યું હતું. તેમણે રિઝર્વ બેંકના અનુભવી ગવર્નર મનમોહન સિંહને નાણામંત્રી બનાવીને દેશને આર્થિક વમળમાંથી બહાર કાઢ્યો.[૨]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Narasimha Rao, not Vajpayee, was the PM who set India,s on a nuclear explosion path". મૂળ માંથી 30 मई 2019 પર સંગ્રહિત. મેળવેલ 27 मई 2018. Check date values in:
|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "PV Narasimha Rao Profile। पीवी नरसिंह राव : देश को उदारीकरण के रास्ते पर आगे बढ़ाया | Webdunia Hindi". web.archive.org. 2019-07-30. મૂળમાંથી અહીં સંગ્રહિત 2019-07-30. મેળવેલ 2023-05-24.CS1 maint: bot: original URL status unknown (link)