ફિફા વિશ્વ કપ
Founded | 1930 |
---|---|
Region | International (FIFA) |
Number of teams | 32 (finals) 204 (qualifiers for 2018) |
Current champions | ફ્રાન્સ (2nd title) |
Most successful team(s) | બ્રાઝીલ (5 titles) |
Website | World Cup |
2018 FIFA World Cup |
ફિફા (FIFA) વિશ્વ કપ (તેને ફૂટબોલ વિશ્વ કપ , સોકર વિશ્વ કપ , અથવા સામાન્યપણે વિશ્વ કપ તરીકે પણ ઓળખવામાં આવે છે) એ આંતરરાષ્ટ્રીય એસોસિયેશન ફૂટબોલ સ્પર્ધા છે જેમાં આ ખેલનું આંતરરાષ્ટ્રીય સ્તરે સંચાલન કરતી સંસ્થા ફેડરેશન ઇન્ટરનેશનલ દ ફૂટબોલ એસોસિયેશન (ફિફા (FIFA))ના સદસ્યોની સિનીયર પુરૂષોની રાષ્ટ્રીયકક્ષાની ટીમ ભાગ લે છે. 1930માં પ્રારંભિક મૅચ યોજાયા બાદ 1942 અને 1946ને બાદ કરતા પ્રત્યેક ચાર વર્ષે ચેમ્પિયનશિપ આપવામાં આવી છે, ઉપરોક્ત બન્ને વર્ષોમાં બીજા વિશ્વયુદ્ધને કારણે મેચ યોજાઇ નહોતી. હાલમાં ફ્રાન્સ ચેમ્પિયન છે, જેણે 2018ની ટુર્નામેન્ટ જીતી હતી, અને કતારમાં યોજાનારી આગામી ટુર્નામેન્ટમાં તે આ ટાઇટલનો બચાવ કરશે.
આ ટુર્નામેન્ટનું હાલમાં જે સ્વરૂપ છે તે અનુસાર 32 ટીમ આશરે એક મહિનાના સમયગાળા દરમિયાન યજમાન રાષ્ટ્રના વિભિન્ન સ્થળોએ આ ટાઇટલ માટે એકબીજા સાથે સ્પર્ધા કરે છે, આ તબક્કાને ઘણીવાર વિશ્વ કપ ફાઇનલ્સ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં ત્યાર પછીના ત્રણ વર્ષ દરમિયાન ક્વોલિફિકેશનનો તબક્કો યોજાય છે, જેમાં યજમાન રાષ્ટ્ર સાથે મળીને નક્કી કરવામાં આવે છે કે કઇ ટીમ ટુર્નામેન્ટ માટે લાયક ઠરે છે.
આઠ અલગ અલગ રાષ્ટ્રોની ટીમોએ 19 વિશ્વ કપ ટુર્નામેન્ટ જીતી છે. બ્રાઝિલે પાંચ વખત જીતી છે, અને પ્રત્યેક ટુર્નામેન્ટમાં રમનારી તે એકમાત્ર ટીમ છે. વિશ્વ કપના અન્ય વિજેતાઓમાં ઇટાલી (ચાર ટાઇટલ્સ), જર્મની (ચાર ટાઇટલ્સ), આર્જેન્ટિના, ફ્રાન્સ અને પ્રારંભ વખતે વિજેતા બનેલ ઉરુગ્વે (દરેક ના બે ટાઇટલ); અને ઇંગ્લેન્ડ અને સ્પેન (બન્ને ને એક-એક ટાઇટલ)નો સમાવેશ થાય છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]અગાઉની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ
[ફેરફાર કરો]વિશ્વની સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મૅચ 1872માં ગ્લાસ્ગો ખાતે સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે ખેલાઇ હતી[૧] જે એક પડકારજનક મૅચ હતી. સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ સાથે, 1884માં બ્રિટિશ હોમ ચેમ્પિયનશિપની પ્રારંભિક આવૃત્તિ યોજાઇ હતી.[૨] આ તબક્કે આ ખેલ યુનાઇટેડ કિંગડમની બહાર ભાગ્યે જ ખેલાતો હતો.[સંદર્ભ આપો] 18મી સદીના અંતભાગમાં વિશ્વના અન્ય ભાગોમાં આ ખેલની લોકપ્રિયતા વધતાં 1900 અને 1904ના સમર ઓલિમ્પિક્સ (જો કે, પાશ્ચાત્યગામી રીતે તેમનો દરજ્જો વધારીને સત્તાવાર રમતનો કર્યો), અને 1906ના ઇન્ટરકેલેટેડ ગેમ્સમાં કોઇ મેડલ સિવાયના દેખાવ ખેલ તરીકે તેનું આયોજન કરવામાં આવ્યું.[૩]
1904માં ફિફા (FIFA)ની સ્થાપના થયા બાદ, આ સંસ્થાએ ઓલિમ્પિકના માળખાથી અલગ રીતે 1906માં સ્વિટ્ઝરલેન્ડ ખાતે રાષ્ટ્રો વચ્ચેની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ ગોઠવવાનો પ્રયાસ કર્યો. આંતરરાષ્ટ્રીય ફૂટબોલના તે હજુ પ્રારંભના દિવસો હતા, ફિફા (FIFA)નો સત્તાવાર ઇતિહાસ આ સ્પર્ધા નિષ્ફળ રહી હોવાનું વર્ણવે છે.[૪]
લંડનમાં 1908 સમર ઓલિમ્પિક્સમાં, ફૂટબોલ સત્તાવાર સ્પર્ધા બની. ઇંગ્લેન્ડમાં ફૂટબોલનું સંચાલન કરતી સંસ્થા ફૂટબોલ એસોસિયેશન (એફએ (FA))ની યોજના પ્રમાણે, આ સમારોહ માત્ર શોખીન ખેલાડીઓ માટે જ હતી અને તેને સ્પર્ધાની બદલે એક શૉ તરીકે શંકાની નજરે જોવામાં આવતો હતો. ગ્રેટ બ્રિટને (જેનું પ્રતિનિધિત્વ ઇંગ્લેન્ડ નેશનલ એમેચ્યોર ફૂટબોલ ટીમ દ્વારા કરાયું હતું) સુવર્ણ ચંદ્રકો જીત્યાં હતા. 1912માં સ્ટોકહૉમ ખાતે તેમણે આનું પુનરાવર્તન કર્યું, સ્ટોકહૉમમાં સ્વિડીશ ફૂટબોલ એસોસિયેશને ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું.[સંદર્ભ આપો]
ઓલિમ્પિકમાં આ રમત માત્ર રમતપ્રેમી ટીમોની વચ્ચે ખેલાનારી સ્પર્ધા તરીકે યથાવત રહી હતી, તેવા સમયે સર થોમસ લિપ્ટને 1909માં તુરિન ખાતે સર થોમસ લિપ્ટન ટ્રોફી ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. લિપ્ટન ટુર્નામેન્ટ એ વિવિધ રાષ્ટ્રોની વ્યક્તિગત ક્લબો (રાષ્ટ્રીય ટીમો નહીં) વચ્ચેની ચેમ્પિયનશિપ હતી, તે પૈકીની દરેક ક્લબ એક સંપૂર્ણ રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતી હતી. આ સ્પર્ધાને કેટલીક વખત ધ ફર્સ્ટ વિશ્વ કપ તરીકે ઓળખાવવામાં આવે છે,[૫] તેમાં ઇટાલી, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડની સૌથી પ્રતિષ્ઠિત ક્લબોનો સમાવેશ થયો હતો, પરંતુ ઇંગ્લેન્ડની એફએએ આ સ્પર્ધા સાથે જોડાવાનો ઇનકાર કરી દીધો હતો અને વ્યવસાયિક ટીમ મોકલવાના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. લિપ્ટને ઇંગ્લેન્ડના પ્રતિનિધિત્વ માટે તેના બદલે કાઉન્ટી ડર્હમની રમતપ્રેમી ટીમ વૅસ્ટ ઓકલેન્ડને આમંત્રિત કરી હતી. વૅસ્ટ ઓકલેન્ડની ટીમ ટુર્નામેન્ટ જીતી ગઇ હતી અને 1911માં તેણે આ ટાઇટલનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. સ્પર્ધાના નિયમો પ્રમાણે તેમને આ ટ્રોફી હંમેશા માટે આપી દેવામાં આવી હતી.[સંદર્ભ આપો]
1914માં, ઓલિમ્પિક ટુર્નામેન્ટને “વર્લ્ડ ફૂટબોલ ચેમ્પિયનશિપ ફોર એમેચ્યોર્સ” તરીકે માન્યતા આપવા સંમત થયું, અને આ સમારોહના સંચાલનની જવાબદારી લીધી.[૬] આને લીધે 1920 સમર ઓલિમ્પિક્સ ખાતે વિશ્વની સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધાના આયોજનનો માર્ગ મોકળો થયો, જેમાં ઇજિપ્ત સામે યુરોપની 13 ટીમોએ ભાગ લીધો હતો, અને બેલ્જિયમ જીત્યું હતું.[૭] 1924 અને 1928માં યોજાયેલી ત્યારપછીની બન્ને ઓલિમ્પિક ફૂટબોલ ટુર્નામેન્ટમાં ઉરુગ્વે જીત્યું હતું. આ સમારોહ સૌપ્રથમ બે ઓપન વર્લ્ડ ચેમ્પિયનશિપ હતી, કારણ કે ફિફા (FIFA)ના વ્યવસાયિક યુગનો આરંભ 1924માં થયો હતો.
ઓલિમ્પિક ફૂટબોલ ટુર્નામેન્ટ્સની સફળતાને કારણે, ફિફા (FIFA)ના પ્રમુખ જ્યુલિસ રિમેટ કે જેઓ આ ઘટનાના મુખ્ય પ્રેરકબળ હતા, તેમણે ઓલિમ્પિકથી અલગ સંસ્થાની પોતાની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ યોજવા તરફ નજર દોડાવી. 28 મે, 1928ના રોજ, આમ્સ્ટરડેમમાં મળેલી ફિફા (FIFA) કૉંગ્રેસે જાતે એક વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજવાનો નિર્ણય કર્યો.[૮] ઉરુગ્વે બે વખત સત્તાવાર રીતે ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયન રહ્યું હતું અને 1930માં તે આઝાદીની શતાબ્દીની ઉજવણી કરવાનું હતું, તેથી શુભારંભ વિશ્વ કપ ટુર્નામેન્ટના યજમાન રાષ્ટ્ર તરીકે ફિફા (FIFA)એ ઉરુગ્વેનું નામ નક્કી કર્યું.
પસંદગીના રાષ્ટ્રોના રાષ્ટ્રીય સંગઠનોને ટીમ મોકલવા માટે આમંત્રિત કરવામાં આવ્યા, પરંતુ સ્પર્ધાનું સ્થળ ઉરુગ્વે પસંદ કરવામાં આવ્યું હોવાથી યુરોપથી આવતી વખતે એટલાન્ટિક સમુદ્રમાં એક લાંબી અને ખર્ચાળ મુસાફરી કરવી પડે તેમ હતું. વાસ્તવમાં, આ સ્પર્ધા શરૂ તઇ તેના બે મહિના પૂર્વે કોઇ પણ યુરોપિયન દેશે ટીમ મોકલવાનું વચન આપ્યું નહોતું. છેવટે રિમેટે બેલ્જિયમ, ફ્રાન્સ, રોમાનિયા અને યુગોસ્લાવિયાને તેમની ટીમને મોકલવા આગ્રહ કર્યો. કુલ મળીને 13 રાષ્ટ્રોએ ભાગ લીધો જેમાં દક્ષિણ અમેરિકાના સાત, યુરોપના ચાર અને ઉત્તર અમેરિકાના બે રાષ્ટ્રોનો સમાવેશ થતો હતો.
વિશ્વ કપની સૌપ્રથમ બે મેચો 13 જુલાઈ, 1930ના રોજ એકસાથે યોજાઇ, અને તેમાં ફ્રાન્સ અને અમેરિકાએ જીત મેળવી, જેમણે અનુક્રમે મેક્સિકો અને બેલ્જિયમને 4-1 અને 3-0થી પછડાટ આપી. વિશ્વ કપના ઇતિહાસનો સૌપ્રથમ ગોલ ફ્રાન્સના લ્યુસિયેન લૌરેન્ટે કર્યો.[૯] ફાઇનલમાં, મોન્ટેવિડીયોમાં 93,000 લોકોની મેદની સામે ઉરુગ્વેએ આર્જેન્ટિનાને 4-2થી હાર આપી અને વિશ્વ કપમાં કોઇ રાષ્ટ્રને હરાવીને જીતનારું તે સૌપ્રથમ રાષ્ટ્ર બન્યું.[૧૦]
દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્વેના વિશ્વ કપ
[ફેરફાર કરો]વિશ્વ કપની રચના થયા બાદ, લોસ એન્જિલિસ ખાતે યોજાયેલા 1932 સમર ઓલિમ્પિક્સમાં ફૂટબોલનો કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો નહીં કારણ કે અમેરિકન ફૂટબોલની લોકપ્રિયતા વધતી જતી હોવાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં આ ખેલની લોકપ્રિયતા ઓછી હતી. ફિફા (FIFA) અને આઇઓસી (IOC) રમતપ્રેમી ખેલાડીઓની સ્થિતિને લઇને પણ અસંમત થયા હતા, અને તેથી ફૂટબોલની રમતને આ ગેમ્સમાંથી પડતી મૂકવામાં આવી હતી.[૧૧] 1936 સમર ઓલિમ્પિક્સમાં ઓલિમ્પિક ફૂટબોલનું પુનરાગમન થયું, પરંતુ હવે તે વધુ પ્રતિષ્ઠિત બનેલા વિશ્વ કપની આભા સામે ઝાંખું પડી ગયું હતું.
આરંભમાં યોજાયેલી વિશ્વ કપ ટુર્નામેન્ટ્સને આંતરરાષ્ટ્રીય મુસાફરી અને યુદ્ધની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ અમેરિકાની કેટલીક ટીમો 1934 અને 1938ની ટુર્નામેન્ટ માટે યુરોપની મુસાફરી કરવા તૈયાર હતી, બ્રાઝિલ એકમાત્ર એવી દક્ષિણ અમેરિકાની ટીમ હતી કે જેણે બન્નેમાં સ્પર્ધા ખેલી હતી. દ્વિતીય વિશ્વયુદ્ધ અને તેના પ્રત્યાઘાતોને કારણે 1942 અને 1946ની સ્પર્ધા રદ કરવામાં આવી હતી.
દ્વિતીય વિશ્વ યુદ્ધ પછીના વિશ્વ કપ
[ફેરફાર કરો]બ્રાઝિલ ખાતે યોજાયેલ 1950 વિશ્વ કપમાં સૌપ્રથમવાર બ્રિટિશ સ્પર્ધકો સામેલ થયા હતા. 1920માં થયેલા ફિફા (FIFA)માંથી બ્રિટિશ ટીમો પાછી ખસી ગઇ હતી, કારણ કે બ્રિટન જે દેશોની સામે યુદ્ધ ખેલી રહ્યું હતું તે દેશો સામે રમવા માટે ટીમ અસંમત હતી, આ ઉપરાંત ફૂટબોલ ઉપર વિદેશી પ્રભાવની વિરુદ્ધમાં થયેલા દેખાવો પણ જવાબદાર હતા,[૧૨] પરંતુ ફિફા (FIFA)ના આમંત્રણને પગલે 1946ની સ્પર્ધામાં તેઓ પુનઃ જોડાયા હતા.[૧૩] આ ટુર્નામેન્ટમાં 1930ના ચેમ્પિયન ઉરુગ્વે કે જેણે આગલા બે વિશ્વ કપનો બહિષ્કાર કર્યો હતો, તેની વાપસી થયેલી જોવા મળી હતી. ઉરુગ્વેએ “મરાકાનાઝો” (પોર્ટુગીઝઃ મારાકાનાકો ) તરીકે ઓળખાતી મેચમાં યજમાન રાષ્ટ્ર બ્રાઝિલને પછાડીને ફરી એકવાર ટુર્નામેન્ટ જીતી લીધી હતી.
1934થી 1978 વચ્ચેના ગાળામાં યોજાયેલી ટુર્નામેન્ટ્સ પૈકીની પ્રત્યેક ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો હતો, આમાં 1938નું વર્ષ અપવાદ હતું, તે સમયે ક્વોલિફાઇંગ બાદ ઓસ્ટ્રિયા જર્મનીમાં વિલિન થઇ ગયું હતું, જેના પગલે ટુર્નામેન્ટમાં 15 ટીમો રહી ગઇ હતી, અને 1950માં ભારત, સ્કોટલેન્ડ અને તૂર્કી પરત ખસી જતા, ટુર્નામેન્ટમાં 13 ટીમો રહી ગઇ હતી.[૧૪] ભાગ લેનારા મોટાભાગના રાષ્ટ્રો યુરોપ અને દક્ષિણ અમેરિકાના હતા, અને ઉત્તર અમેરિકા, આફ્રિકા, એશિયા અને ઓસનિયાના રાષ્ટ્રો નાની લઘુમતીમાં હતા. આ ટીમોને યુરોપ અને દક્ષિણ અમેરિકાની ટીમો આસાનીથી હરાવી દેતી હતી. 1982 સુધી, યુરોપ અને દક્ષિણ અમેરિકા સિવાય એકમાત્ર અમેરિકાની ટીમ જ પ્રથમ રાઉન્ડથી આગળ વધી શકી હતી, 1930માં તે સેમિ-ફાઇનલિસ્ટ બની હતી; 1938માં ક્યુબા ક્વાર્ટર-ફાઇનલિસ્ટ; 1966માં કોરિયા ડીપીઆર (DPR) ક્વાર્ટર-ફાઇનલિસ્ટ; અને 1970માં મેક્સિકો ક્વાર્ટર-ફાઇનલિસ્ટ બન્યા હતા.
32 ટીમો સુધી વિસ્તરણ
[ફેરફાર કરો]1982માં આ ટુર્નામેન્ટને વિસ્તારીને 24 ટીમો કરવામાં આવી, [૧૫] અને 1998માં 32 ટીમો કરવામાં આવી, [૧૬] તે સાથે જ આફ્રિકા, એશિયા અને ઉત્તર અમેરિકાની વધુ ટીમોને ભાગ લેવાની છૂટ મળી. તાજેતરના વર્ષોમાં, આ પ્રદેશોની ટીમોએ વધુ સફળતા મેળવી છે, અને ક્વાર્ટર-ફાઇનલ્સમાં પહોંચનારી ટીમો પૈકી 1986માં મેક્સિકો ક્વાર્ટર-ફાઇનલિસ્ટ્સ; 1990માં કેમેરૂન ક્વાર્ટર-ફાઇનલિસ્ટ, 2002માં ચોથા ક્રમે કોરિયા રિપબ્લિક, 2002માં અમેરિકા ઉપરાંત સેનેગલ- બન્ને ક્વાર્ટર-ફાઇનલિસ્ટ્સ; અને 2010માં ઘાના ક્વાર્ટર-ફાઇનલિસ્ટ બન્યું હતું. તેમછતાં, યુરોપ અને દક્ષિણ અમેરિકાની ટીમોનું આધિપત્ય જળવાઇ રહ્યું, ઉદાહરણ તરીકેઃ 1998 અને 2006ના તમામ ક્વાર્ટર-ફાઇનલિસ્ટ્સ યુરોપ અથવા દક્ષિણ અમેરિકાના હતા.
2002ના ફિફા (FIFA) વિશ્વ કપ ક્વોલિફિકેશન રાઉન્માં 200 ટીમો પ્રવેશી હતી; 2006ના ફિફા (FIFA) વિશ્વ કપમાં લાયક ઠરવા માટે 198 રાષ્ટ્રોએ પ્રયાસ કર્યો હતો, જ્યારે 2010ના ફિફા (FIFA) વિશ્વ કપ માટે 204 જેટલી વિક્રમી સંખ્યામાં રાષ્ટ્રો ક્વોલિફિકેશન રાઉન્ડમાં પ્રવેશ્યા હતા.[૧૭]
ફિફા (FIFA)ની અન્ય ટુર્નામેન્ટ્સ
[ફેરફાર કરો]1991માં પિપલ’સ રિપબ્લિક ઓફ ચાઇનામાં મહિલા ફૂટબોલ માટે સમકક્ષ ટુર્નામેન્ટ- ફિફા (FIFA) વિમેન્સ વિશ્વ કપ સૌ પ્રથમવાર યોજાયો.[૧૮] વિમેન્સ વિશ્વ કપનું કદ અને ચિત્ર પુરૂષોના વિશ્વ કપની તુલનાએ નાનું છે, પરંતુ તે વધી રહ્યું છે; 2007ની ટુર્નામેન્ટમાં પ્રવેશ મેળવનારી ટીમોની સંખ્યા 120 હતી, જે 1991ની ટીમ સંખ્યાની સરખામણીમાં બમણાં કરતાંય વધુ છે.
1896 અને 1932ને બાદ કરીએ તો, પ્રત્યેક સમર ઓલિમ્પિક્સ ગેમ્સમાં ફૂટબોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. અન્ય રમતોથી વિપરિત, પુરૂષોની ઓલિમ્પિક્સમાં ફૂટબોલ સ્પર્ધા એ ટોચના સ્તરની ટુર્નામેન્ટ નથી, અને 1992થી અંડર-23 ટુર્નામેન્ટમાં પ્રત્યેક ટીમમાં ત્રણ વધુ વયના ખેલાડીઓની છૂટ આપવામાં આવી છે.[૧૯] ઓલિમ્પિકમાં વિમેન્સ વિશ્વ કપનો પ્રવેશ 1996માં થયો, અને તેની સ્પર્ધા વયના કોઇ બાધ વગર સંપૂર્ણપણે રાષ્ટ્રોની ટીમો વચ્ચે યોજાય છે.
વિશ્વ કપ યોજાવાનો હોય તેના એક વર્ષ પૂર્વે યજમાન રાષ્ટ્રમાં આગામી વિશ્વ કપના ડ્રેસ-રિહર્સલ તરીકે ફિફા (FIFA) કન્ફેડરેશન્સ કપની સ્પર્ધા યોજાય છે. આ સ્પર્ધામાં ફિફા (FIFA) વિશ્વ કપ ચેમ્પિયન અને યજમાન રાષ્ટ્ર ઉપરાંત ફિફા (FIFA) કન્ફેડરેશન ચેમ્પિયનશિપના છ વિજેતાઓ પૈકીના પ્રત્યેક વિજેતા દ્વારા ભાગ લેવામાં આવે છે.[૨૦]
ફિફા (FIFA) યુવા ફૂટબોલ (ફિફા (FIFA) યુ-20 વિશ્વ કપ, ફિફા (FIFA) યુ-17 વિશ્વ કપ, ફિફા (FIFA) યુ-20 વિમેન્સ વિશ્વ કપ, ફિફા (FIFA) યુ-17 વિમેન્સ વિશ્વ કપ), ક્લબ ફૂટબોલ (ફિફા (FIFA) ક્લબ વિશ્વ કપ), અને ફૂટ્સલ ({{6}ફિફા (FIFA) ફૂટ્સલ વિશ્વ કપ) અને બિચ સોકર (ફિફા (FIFA) બિચ સોકર વિશ્વ કપ) જેવા ફૂટબોલના પ્રકારોની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સનું પણ આયોજન કરે છે.
==ટ્રોફી ==
1930થી 1970 સુધી, વિશ્વ કપના વિજેતાઓને જુલ્સ રિમેટ ટ્રોફી આપવામાં આવતી હતી. પ્રારંભમાં આ કપ માત્ર વિશ્વ કપ અથવા કપ દીયુ મોન્ડે તરીકે ઓળખાતો હતો, પરંતુ સૌપ્રથમ ટુર્નામેન્ટનું આયોજન કરનારા ફિફા (FIFA)ના પ્રમુખ જુલ્સ રિમેટની યાદમાં તેનું પુનઃ નામકરણ કરવામાં આવ્યું. 1970માં, આ ટુર્નામેન્ટમાં બ્રાઝિલે ત્રીજી વખત જીત મેળવતા આ ટ્રોફી હંમેશા માટે તેમને આપી દેવામાં આવી. જો કે, આ ટ્રોફી 1983માં ચોરાઇ ગઈ, અને તે ફરી ક્યારેય મળી શકી નહીં, દેખીતી રીતે આ ટ્રોફી ચોરોએ ઓગાળી નાખી હતી.[૨૧]
1970 બાદ, ફિફા (FIFA) વિશ્વ કપ ટ્રોફી તરીકે ઓળખાતી નવી ટ્રોફીની રચના કરવામાં આવી. સાત અલગ અલગ દેશોમાંથી આવતા ફિફા (FIFA)ના નિષ્ણાતોએ તેમની સમક્ષ રજૂ કરેલા 53 મોડેલો તપાસ્યાં, આખરે ઇટાલિના રચિયતા સિલ્વિયો ગેઝાનિગાની કૃતિ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો. નવી ટ્રોફી 36 cm (14.2 in) ઊંચી છે, તેને 18 કૅરેટ (75 ટકા) સોનામાંથી બનાવવામાં આવી છે અને તેનું વજન 6.175 kg (13.6 lb) છે. આ ટ્રોફીના બૅઝમાં અર્ધ-કિમતી મેલેકાઇટ ધાતુના બે સ્તરનો સમાવેશ થાય છે, 1974થી તળિયાના ભાગે પ્રત્યેક ફિફા (FIFA) વિશ્વ કપ વિજેતાનું નામ અને વર્ષ કોતરવામાં આવે છે. ગેઝેનિગા દ્વારા કરાયેલું આ ટ્રોફીનું વર્ણન આ પ્રમાણે હતુઃ “બૅઝમાંથી રેખાઓ નીકળે છે, જે કમાનાકારે ઉપર તરફ જાય છે, તે લંબાઇને વિશ્વને આવકારતી હોય તે રીતે ઉપર સુધી જાય છે. આ શિલ્પકૃતિના નાના કદમાંથી નીકળતા યાદ રહી જાય એવા અનોખી તંગ રેખાઓ ઊંચે વિજયની માદક મુદ્રામાં રહેલા બે ખેલાડીઓની આકૃતિ સુધી જાય છે.”[૨૨]
આ નવી ટ્રોફી વિજેતા રાષ્ટ્રને કાયમ માટે આપવામાં આવતી નથી. વિશ્વ કપ વિજેતાઓ માત્ર આગામી ટુર્નામેન્ટ સુધી જ આ ટ્રોફીને પોતાની પાસે રાખી શકે છે અને તેમને શુદ્ધ સોનાની મૂળ ટ્રોફીને બદલે સોનાની-પ્લેટ ધરાવતી પ્રતિકૃતિ આપવામાં આવે છે.[૨૩]
હાલમાં ટોચની ત્રણ ટીમના તમામ સદસ્યો (ખેલાડીઓ અને પ્રશિક્ષકો)ને વિશ્વ કપ ટ્રોફીનાં સૂચક ચિહ્ન સાથે ચંદ્રકો આપવામાં આવે છે; વિજેતાઓને (સુવર્ણ), રનર-અપને (રજત) અને ત્રીજા ક્રમે રહેલાઓને (કાંસ્ય)નાં ચંદ્રક આપવામાં આવે છે. 2002ની આવૃત્તિમાં યજમાન રાષ્ટ્ર દક્ષિણ કોરિયાને ચોથા ક્રમના ચંદ્રક આપવામાં આવ્યા હતા. 1978 પૂર્વેની ટુર્નામેન્ટમાં, ફાઇનલ અને થર્ડ-પ્લેસ મૅચના અંતે પિચ ઉપર અગિયાર ખેલાડીઓને જ ચંદ્રકો આપવામાં આવતા હતા. નવેમ્બર 2007માં, ફિફા (FIFA)એ જાહેરાત કરી કે 1930 અને 1974 વચ્ચેવિશ્વ કપ જીતનાર તમામ સદસ્યોને પાછલી અસરથી વિજેતા ચંદ્રકો આપવામાં આવશે.[૨૪][૨૫][૨૬]
સ્વરૂપ
[ફેરફાર કરો]લાયકાત
[ફેરફાર કરો]1934માં યોજાયેલા દ્વિતીય વિશ્વ કપ બાદ, ફાઇનલ ટુર્નામેન્ટમાં સ્પર્ધા ઘટાડવામાટે ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ યોજાય છે.[૨૭] આ સ્પર્ધા છ ફિફા (FIFA) કોન્ટિનેન્ટલ ઝોન (આફ્રિકા, એશિયા, ઉત્તર અને મધ્ય અમેરિકા અને કેરેબિયન, દક્ષિણ અમેરિકા, ઓસનિયા અને યુરોપ)માં યોજાય છે, અને તેની દેખરેખ લાગુ પડતા કન્ફેડરેશન (મહાસંઘ) દ્વારા રાખવામાં આવે છે. પ્રત્યેક ટુર્નામેન્ટ માટે, ફિફા (FIFA) સાવચેતીરૂપે પ્રત્યેક કોન્ટિનેન્ટલ ઝોનમાં સ્થળ સંખ્યાનો નિર્ણય કરે છે, જે સામાન્યરીતે કન્ફેડરેશનની ટીમોની માત્રા પર આધારિત હોય છે.
ક્વોલિફિકેશનની પ્રક્રિયા નિર્ણાયક ટુર્નામેન્ટથી લગભગ ત્રણ વર્ષ પૂર્વે શરૂ થઇ શકે છે અને તે બે વર્ષ સુધી ચાલે છે. ક્વોલિફિકેશન ટુર્નામેન્ટનું સ્વરૂપ કન્ફેડરેશન પ્રમાણે અલગ અલગ હોય છે. સામાન્ય રીતે, ઇન્ટરકોન્ટિનેન્ટલ પ્લે-ઓફના વિજેતાઓને એક કે બે સ્થળો આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ઓસિયાના ઝોનના વિજેતા અને એશિયા ઝોનની પાંચમા ક્રમે આવેલી ટીમ વચ્ચે 2010ના વિશ્વ કપમાં સ્થાન મેળવવા માટે રમત યોજાય છે.[૨૮] 1938 વિશ્વ કપથી લઇ અત્યાર સુધી, યજમાન રાષ્ટ્રોને ફાઇનલ ટુર્નામેન્ટમાં આપોઆપ પ્રવેશ મળે છે. 1938 અને 2002 વચ્ચેના ગાળા દરમિયાન પોતાનો ખિતાબ બચાવવા માટે રમી રહેલા ચેમ્પિયનોને પણ આ અધિકાર મળતો હતો, પરંતુ 2006 ફિફા (FIFA) વિશ્વ કપથી તે પાછો ખેંચી લેવામાં આવ્યો અને ચેમ્પિયનો માટે પણ ક્વોલિફાઇ થવાની આવશ્યક બન્યું. 2002માં વિજેતા બનેલું બ્રાઝિલ ક્વોલિફાઇંગ મૅચમાં રમનાર સૌપ્રથમ ચેમ્પિયન હતું.[૨૯]
ફાઇનલ ટુર્નામેન્ટ
[ફેરફાર કરો]હાલમાં ફાઇનલ ટુર્નામેન્ટના સ્વરૂપ હેઠળ 32 દેશોની ટમો યજમાન રાષ્ટ્રમાં એક મહિના સુધી સ્પર્ધા કરે છે. નિર્ણાયક સ્પર્ધામાં બે તબક્કા છેઃ ગ્રૂપ-તબક્કો અને ત્યારપછી નોકઆઉટ તબક્કો.[૩૦]
ગ્રૂપના તબક્કામાં ચાર ટીમનું એક એવા આઠ જૂથો એકબીજા સાથે સ્પર્ધા ખેલે છે. યજમાન સહિત આઠ ટીમોને પસંદ કરવામાં આવે છે, તે ઉપરાંત ફિફા (FIFA) વર્લ્ડ રેન્કિંગ્સ અને/અથવા તાજેતરના વિશ્વ કપમાંના દેખાવના આધારે એક ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને અન્ય ટીમો પસંદ કરવામાં આવે છે, અને અલગ અલગ ગ્રુપ બનાવવામાં આવે છે.[૩૧] અન્ય ટીમોને વિભિન્ન “પાત્રરૂપી ગ્રુપ” (પોટ) ફાળવવામાં આવે છે, સામાન્યરીતે તે ભૌગોલિક ધારાધોરણો પર આ ફાળવણી આધારિત હોય છે, અને પ્રત્યેક “પાત્રરૂપી ગ્રુપ” (પોટ)માં રહેલી ટીમને ડ્રો દ્વારા આઠ ગ્રૂપમાં મૂકવામાં આવે છે. કોઇ ગ્રૂપમાં યુરોપની બે કરતા વધુ ટીમો અથવા અન્ય કોઇ કન્ફેડરેશનની એક કરતા વધુ ટીમ ન રહે તે માટે 1998થી દબાણપૂર્વક ડ્રો કરવામાં આવે છે.[૩૨]
પ્રત્યેક ગ્રુપ રાઉન્ડ-રોબિન ટુર્નામેન્ટ ખેલે છે, જેમાં પ્રત્યેક ટીમને એ જ ગ્રૂપની અન્ય ટીમો સામે ત્રણ મેચો રમવાની હોય છે. પ્રત્યેક ગ્રૂપની મૅચોનો છેલ્લો રાઉન્ડ એ જ વખતે યોજાય છે જેથી તમામ ચાર ટીમોમાં ઔચિંત્ય જળવાઇ રહે.[૩૩] પ્રત્યેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો આગળ નોકઆઉટ તબક્કામાં જાય છે. કોઇ ગ્રૂપમાં ટીમોનો રેન્ક નક્કી કરવા માટે પોઇન્ટ્સનો ઉપયોગ થાય છે. 1994થી જીત માટે ત્રણ પોઇન્ટ્સ અપાય છે અને ડ્રો માટે એક પોઇન્ટ આપવામાં આવે છે, અને હાર માટે કોઇ જ પોઇન્ટ હોતો નથી (અગાઉ વિજેતાને બે પોઇન્ટ મળતા હતા).
દરેક ગ્રૂપની પ્રત્યેક ટીમોના રેન્કિંગ નીચે પ્રમાણે નક્કી કરવામાં આવે છેઃ:[૩૪]
- ગ્રૂપ મૅચોમાં સૌથી વધુ સંખ્યામાં પોઇન્ટ્સ
- ગ્રુપ મૅચોમાં સૌથી મોટો ગોલ તફાવત
- ગ્રુપ મૅચોમાં સૌથી વધુ સંખ્યામાં કરાયેલા ગોલ
- ઉપરોક્ત ધારાધોરણો લાગુ થયા બાદ જો એક કરતા વધુ ટીમ લેવલ પર રહે તો તેમના રેન્કિંગ નીચે પ્રમાણે નક્કી કરાશેઃ
- આ ટીમોની વચ્ચેની હેડ-ટુ-હેડની મૅચોમાં સૌથી વધુ સંખ્યામાં પોઇન્ટ્સ
- આ ટીમોની વચ્ચેની હેડ-ટુ-હેડની મૅચોમાં સૌથી વધુ સંખ્યામાં ગોલ તફાવત
- આ ટીમોની વચ્ચેની હેડ-ટુ-હેડની મૅચોમાં સૌથી વધુ સંખ્યામાં કરાયેલા ગોલ
- ઉપરોક્ત ધારાધોરણોના અમલ બાદ જો કોઇ ટીમ લેવલની ઉપર રહે તો રેન્કિંગ લોટના ડ્રો દ્વારા નક્કી કરવામાં આવે છે.
નોકઆઉટ તબક્કો એ સીંગલ-એલિમિનેશન ટુર્નામેન્ટ છે જેમાં ટીમો એકબીજા સામે મૅચો રમે છે, તેમાં જો જરૂર પડે તો વિજેતા નક્કી કરવા માટે એક્સ્ટ્રા ટાઇમ અને પેનલ્ટી શૂટઆઉટનો ઉપયોગ કરવામાં આવે છે. આ તબક્કો 16ના રાઉન્ડ (અથવા બીજો રાઉન્ડ) સાથે શરૂ થાય છે જેમાં પ્રત્યેક ગ્રુપના વિજેતાઓ અન્ય ગ્રુપના રનર-અપ સામે રમે છે. ત્યારબાદ ક્વાર્ટર-ફાઇનલ્સ, સેમી-ફાઇનલ્સ અને થર્ડ-પ્લેસ મેચ (જેમાં સેમી-ફાઇનલ હારનારાઓ રમે છે), અને ફાઇનલ આવે છે.[૩૦]
યજમાનો
[ફેરફાર કરો]પસંદગી પ્રક્રિયા
[ફેરફાર કરો]અગાઉ ફિફા (FIFA)ની કોન્ગ્રેસની બેઠકોમાં દેશોને આગામી વિશ્વ કપ આપવામાં આવતા હતા. સ્થળો વિવાદનું કેન્દ્ર રહ્યાં હતા કારણકે ફૂટબોલના બે મહત્વના કેન્દ્રો એવા દક્ષિણ અમેરિકા અને યુરોપ ખુબ જ દૂર હતા અને તેમની વચ્ચે હોડી દ્વારા મુસાફરી ખેડતા ત્રણ સપ્તાહનો સમય જોઇએ. ઉદાહરણ તરીકે, ઉરુગ્વેમાં સૌ પ્રથમ વિશ્વ કપ યોજવાનો નિર્ણય કરાતા તેમાં યુરોપના માત્ર ચાર રાષ્ટ્રોએ ભાગ લીધો હતો.[૩૫] આગામી બન્ને વિશ્વ કપ યુરોપમાં યોજાયા. આ પૈકીનો બીજો વિશ્વ કપ ફ્રાન્સમાં યોજવાનો નિર્ણય વિવાદાસ્પદ રહ્યો હતો, કેમ કે અમેરિકાના દેશો જાણી ગયા હતા કે સ્પર્ધાનું સ્થળ આ બન્ને ખંડોમાં એક પછી એકના ધોરણે રાખવામાં આવે છે. 1938 ફિફા (FIFA) વિશ્વ કપનો આર્જેન્ટિના અને ઉરુગ્વે, બન્નેએ બહિષ્કાર કર્યો હતો.[૩૬]
1958 ફિફા (FIFA) વિશ્વ કપ બાદ, ભાવિ બહિષ્કારો અને વિવાદોને ટાળવા માટે, ફિફા (FIFA)એ અમેરિકા અને યુરોપ વચ્ચે વૈકલ્પિક યજમાનની પદ્ધતિ શરૂ કરી, જે 1998 ફિફા (FIFA) વિશ્વ કપ સુધી યથાવત રહી. 2002 ફિફા (FIFA) વિશ્વ કપને દક્ષિણ કોરિયા અને જાપાન, બન્નેએ સંયુક્તપણે યોજ્યો હતો, જે એશિયામાં યોજાનારો સૌપ્રથમ ફિફા (FIFA) વિશ્વ કપ હતો, અને તે એક કરતા વધુ યજમાન દ્વારા યોજાયેલી એકમાત્ર ટુર્નામેન્ટ છે.[૩૭] 2010માં વિશ્વ કપનું યજમાન બનનાર દક્ષિણ આફ્રિકા વિશ્વ કપનું યજમાનપદ મેળવનાર સૌપ્રથમ આફ્રિકી રાષ્ટ્ર છે. 2022 ફિફા (FIFA) વિશ્વ કપ કતાર દ્વારા યોજવામાં આવશે, 1978થી અત્યાર સુધીમાં સૌ પ્રથમ વખત દક્ષિણ અમેરિકામાં યોજવામાં આવ્યો હતો [૩૮] અને આ પહેલો એવો પ્રસંગ છે કે જ્યારે યુરોપની બહારના રાષ્ટ્રોમાં સતત બે વિશ્વ કપ યોજાયા હોય.
હવે ફિફા (FIFA)ની એક્ઝિક્યુટિવ કમિટિ દ્વારા મતદાન વડે યજમાન રાષ્ટ્રની પસંદગી કરવામાં આવે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે બેલેટ પ્રથા હેઠળ હાથ ધરવામાં આવે છે. આ રમતનું યજમાન બનવાની ખેવના ધરાવતા કોઇ રાષ્ટ્રનાં રાષ્ટ્રીય ફૂટબોલ એસોસિયેશનને ફિફા (FIFA) તરફથી “યજમાન બનવા અંગેનો કરાર” આપવામાં આવે છે, જેમાં એક મજબૂત દાવેદાર તરફથી જેની અપેક્ષા રાખવામાં આવે છે તે પગલાઓ અને જરૂરિયાતો વર્ણવવામાં આવેલી હોય છે. દાવો કરનાર એસોસિયેશનને એક ફોર્મ પણ મળે છે, જેને જમા કરાવવામાં આવતા ઉમેદવારીને સત્તાવાર સમર્થન મળે છે. આ પછી, રમત યોજવા માટે જરૂરી જરૂરિયાતો જે તે દેશે પૂરી કરી છે કે નહી તેની તપાસ કરવા માટે ફિફા (FIFA)ના સક્ષમ નિરીક્ષકોનું જૂથ તે દેશની મુલાકાત લે છે અને તે દેશ અંગેનો અહેવાલ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે વિશ્વ કપનો યજમાન કોણ બનશે તેનો નિર્ણય ટુર્નામેન્ટથી છ અથવા સાત વર્ષ અગાઉ કરવામાં આવે છે.
દેખાવ
[ફેરફાર કરો]વિશ્વ કપના આઠ ચેમ્પિયનો પૈકીના છ તેમનું એક-એક ટાઇટલ જ્યારે તેઓ તેમની પોતાની માતૃભૂમિ પર રમતા હતા ત્યારે જીત્યાં હતા, તેમાં બ્રાઝિલ અને સ્પેન અપવાદરૂપ છે, 1950માં માતૃભૂમિ પર યોજાયેલી નિર્ણાયક મેચમાં હાર્યા બાદ તે રનર્સ-અપ રહ્યું હતું. 1982માં સ્પેનમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં સ્પેન બીજા રાઉન્ડમાં પહોંચ્યું હતું. ઇંગ્લેન્ડ (1966) અને ફ્રાન્સ (1998) તેમના એકમાત્ર ટાઇટલ ત્યારે જીત્યાં હતા કે જ્યારે તેઓ યજમાન રાષ્ટ્ર તરીકે રમી રહ્યાં હતા. ઉરુગ્વે (1930), ઈટાલી (1934) અને આર્જેન્ટિના (1978) તેમના સૌપ્રથમ ટાઇટલ યજમાન દેશ તરીકે જીત્યાં હતા, પરંતુ તેઓ ભવિષ્યમાં ફરી જીતતા રહ્યાં છે, જ્યારે જર્મનીએ (1974) પોતાનું દ્વિતીય ટાઇટલ પોતાની માતૃભૂમિ પર જ મેળવ્યું હતું.
આ ટુર્નામેન્ટના યજમાન કરતી વખતે અન્ય રાષ્ટ્રો પણ સફળ નિવડ્યાં છે. સ્વીડન (1958માં રનર્સ-અપ), ચિલે (1962માં ત્રીજા ક્રમે), કોરિયા રિપબ્લિક (2002માં ચોથા સ્થાને), અને મેક્સિકોએ (1970 અને 1986માં ક્વાર્ટર-ફાઇનલ્સ) તેમનો સૌથી સારો દેખાવ ત્યારે દર્શાવ્યો હતો કે જ્યારે તેઓ યજમાન તરીકેની ભૂમિકા ભજવતા હતા. અત્યાર સુધીમાં, દક્ષિણ આફ્રિકા (2010) એકમાત્ર એવું યજમાન રાષ્ટ્ર છે કે જે સૌપ્રથમ રાઉન્ડથી આગળ વધવામાં નિષ્ફળ રહ્યુ હોય.
સંગઠન અને માધ્યમોમાં અહેવાલો
[ફેરફાર કરો]ટીવી પર સૌપ્રથમ વખત 1954માં વર્લ્ડ કપ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને હાલમાં તે વિશ્વભરમાં ટેલિવિઝન પર સૌથી વ્યાપકપણે જોવાતી અને રમાતી રમત છે, આ રમત ખુદ ઓલિમ્પિક ગેમ્સને પણ ટપી ગઈ છે. 2006ના વર્લ્ડ કપની તમામ મૅચોના પ્રેક્ષકોનો કુલ આંકડો 26.29 અબજ હોવાનો અંદાજ છે.[૩૯] આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચને 715.1 મિલિયન લોકોએ (પૃથ્વીની સંપૂર્ણ વસ્તીનો નવમો ભાગ) નિહાળી હતી. ગ્રુપમાં ટીમોની વહેંચણીના નિર્ણય માટેના 2006ના વિશ્વ કપ ડ્રોને 300 મિલિયન દર્શકો દ્વારા નિહાળવામાં આવ્યો હતો. [૪૦]
1966થી પ્રત્યેક ફિફા (FIFA) વિશ્વ કપનો પોતાનો આગવો પ્રતીક અથવા લોગો રહ્યો છે. 1966ની સ્પર્ધાનો માસ્કોટ વિશ્વ કપ વિલી એ સૌપ્રથમ વિશ્વ કપનો માસ્કોટ હતો.[૪૧] તાજેતરના વિશ્વ કપમાં પ્રત્યેક વિશ્વ કપ માટે ખાસ બનાવવામાં આવતો સત્તાવાર મૅચ બોલ પણ ચમક્યો છે.
પરિણામ
[ફેરફાર કરો]- એ.ઇ.ટી : એક્સ્ટા ટાઇમ બાદ
- પેન. : પેનલ્ટી શૂટઆઉટમાં સ્કોર
- નોંધ
- ↑ There was no official World Cup Third Place match in 1930; The United States and Yugoslavia lost in the semi-finals. FIFA now recognises the United States as the third-placed team and Yugoslavia as the fourth-placed team, using the overall records of the teams in the tournament.[૪૨]
- ↑ ૨.૦ ૨.૧ There was no official World Cup final match in 1950.[૪૩] The tournament winner was decided by a final round-robin group contested by four teams (Uruguay, Brazil, Sweden, and Spain). Coincidentally, one of the last two matches of the tournament pitted the two top ranked teams against each other, with Uruguay's 2–1 victory over Brazil thus often being considered as the de facto final of the 1950 World Cup.[૪૪] Likewise, the game between the lowest ranked teams, played at the same time as Uruguay vs Brazil, can be considered equal to a Third Place match, with Sweden's 3–1 victory over Spain ensuring that they finished third.
કુલ મળીને, 76 રાષ્ટ્રોએ ઓછામાં ઓછા એક વિશ્વ કપમાં ભાગ લીધેલો છે.[૪૫] આ પૈકી આઠ રાષ્ટ્રોની ટીમોએ વિશ્વ કપ જીત્યો છે, અને તેમણે તેમની કલગીમાં સિતારાઓ ઉમેર્યાં છે, પ્રત્યેક સ્ટાર એક વિશ્વ કપ વિજયનું પ્રતિનિધિત્વ કરે છે. (જો કે, આ વણલખ્યાં નિયમમાં ઉરુગ્વે અપવાદરૂપ છે; તેમણે તેમની કલગીમાં ચાર સિતારા દર્શાવવાનું પસંદ કર્યું છે, જે 1924 અને 1928ના સમર ઓલિમ્પિક્સમાં મેળવેલા બે સુવર્ણચંદ્રકો અને 1930 અને 1950માં જીતેલા બે વિશ્વ કપ ટાઇટલનું પ્રતિનિધિત્વ કરે છે).
પાંચ ટાઇટલ સાથે, બ્રાઝિલ વિશ્વ કપની સૌથી સફળ ટીમ અને આજદિન સુધીમાં પ્રત્યેક વિશ્વ કપમાં રમનારું (19) એકમાત્ર રાષ્ટ્ર છે,[૪૬] અને 2014માં યોજાનારા 20મા વિશ્વ કપનું તે યજમાન છે. ઇટાલી (1934 અને 1938) અને બ્રાઝિલ (1958 અને 1962) એકમાત્ર એવા રાષ્ટ્રો છે કે જેમણે સતત બે વિશ્વ કપમાં ટાઇટલ જીત્યાં હતા. જર્મની (1982-1990) અને બ્રાઝિલ (1994-2002) એકમાત્ર એવા રાષ્ટ્રો છે કે જે એક પછી એક એમ સતત ત્રણ વિશ્વ કપ ફાઇનલ્સમાં જોવા મળ્યાં હતા. 12 ટોપ-ફોર ફિનીશ સાથે જર્મનીએ સૌથી વધુ ટોપ-ફોર ફિનીશ નોંધાવી છે, જ્યારે સાત ટોપ-ટુ ફિનીશીઝ સાથે સૌથી વધુ ટોપ-ટુ ફિનીશનો વિક્રમ બ્રાઝિલના નામે છે.
ટીમ દ્વારા ટાઇટલ
[ફેરફાર કરો]ટોપ ફોરમાં પહોંચનાર ટીમો
[ફેરફાર કરો]ટીમ | ટાઇટલ્સ | બીજું સ્થાન | ત્રીજું સ્થાન | ચોથું સ્થાન | ટોપ ફોરમાં કુલ ફિનિશ |
---|---|---|---|---|---|
બ્રાઝીલ | 5 (1958, 1962, 1970, 1994, 2002) | 2 (1950*, 1998) | 2 (1938, 1978) | 1 (1974) | 10 |
ઈટલી | 4 (1934*, 1938, 1982, 2006) | 2 (1970, 1994) | 1(1990*) | 1(1978) | 8 |
જર્મની^ | 3 (1954, 1974*, 1990) | 4 (1966, 1982, 1986, 2002) | 4 (1934, 1970, 2006*, 2010) | 1(1958) | 12 |
આર્જેન્ટીના | 2 (1978*, 1986) | 2 (1930, 1990) | — | — | 4 |
Uruguay | 2 (1930*, 1950) | — | — | 3 (1954, 1970, 2010) | 5 |
ફ્રાન્સ | 1(1998*) | 1(2006) | 2 (1958, 1986) | 1(1982) | 5 |
ઇંગ્લેન્ડ | 1(1966*) | — | — | 1(1990) | 2 |
Spain | 1(2010) | — | — | 1(1950) | 2 |
નેધરલેંડ | — | 3 (1974, 1978, 2010) | — | 1(1998) | 4 |
Czechoslovakia# | — | 2 (1934, 1962) | — | — | 2 |
હંગેરી | — | 2 (1938, 1954) | — | — | 2 |
Sweden | — | 1(1958*) | 2 (1950, 1994) | 1(1938) | 4 |
Poland | — | — | 2 (1974, 1982) | — | 2 |
ઑસ્ટ્રિયા | — | — | 1(1954) | 1(1934) | 2 |
પોર્ટુગલ | — | — | 1(1966) | 1(2006) | 2 |
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા | — | — | 1(1930) | — | 1 |
ચીલી | — | — | 1(1962*) | — | 1 |
ક્રોએશિયા | — | — | 1(1998) | — | 1 |
Turkey | — | — | 1(2002) | — | 1 |
Yugoslavia# | — | — | — | 2 (1930, 1962) | 2 |
સોવિયેત યુનિયન# | — | — | — | 1(1966) | 1 |
બેલ્જિયમ | — | — | — | 1(1986) | 1 |
બલ્ગેરિયા | — | — | — | 1(1994) | 1 |
દક્ષિણ કોરિયા | — | — | — | 1(2002*) | 1 |
- * = યજમાન
- ^ = 1954 અને 1990 વચ્ચે પશ્ચિમ જર્મનીના પ્રતિનિધત્વના પરિણામોનો સમાવેશ કરે છે
- # = રાજ્યો કે જે બે કે તેથી વઘુ સ્વતંત્ર રાષ્ટ્રોમાં વિભાજિત છે [૪૫]
કોન્ટિનેન્ટલ ઝોન દ્વારા શ્રેષ્ઠ દેખાવ
[ફેરફાર કરો]અત્યાર સુધી વિશ્વ કપની ફાઇનલમાં માત્ર યુરોપ અને દક્ષિણ અમેરિકાની ટીમો જ રમી છે. યુરોપના રાષ્ટ્રોએ 10 ટાઇટલ જીત્યાં છે; દક્ષિણ અમેરિકાની ટીમોએ નવ ટાઇટલ જીત્યાં છે. આ બે ખંડ સિવાયની માત્ર બે ટીમો જ સ્પર્ધાની સેમી-ફાઇનલ સુધી પહોંચી છેઃ 1930માં અમેરિકા (ઉત્તર, મધ્ય અમેરિકા અને કેરેબિયન) અને 2002માં કોરિયા રિપબ્લિક (એશિયા) જે સેમી ફાઇનલમાં પહોંચ્યું હતું. ક્વાર્ટર ફાઇનલ્સ સુધી પહોંચનારી આફ્રિકાની ટીમો પૈકી 1990માં કેમરૂન, 2002માં સેનેગલ અને 2010માં ઘાનાનો સમાવેશ થાય છે. ઓસનિયનમાં માત્ર ઓસ્ટ્રેલિયાની ટીમ જ 2006માં દ્વિતીય રાઉન્ડમાં પહોંચી હતી.[૪૭]
બ્રાઝિલ, આર્જેન્ટિના અને સ્પેન એવી ટીમો છે કે જેમણે તેમના કોન્ટિનેન્ટલ કન્ફેડરેશનની બહાર યોજાયેલા વિશ્વ કપમાં જીત મેળવી હતી; બ્રાઝિલ યુરોપમાં (1958), ઉત્તર અમેરિકા (1970 અને 1994) અને એશિયા (2002)માં વિજેતા બન્યું હતું, આર્જેન્ટિના 1986માં ઉત્તર અમેરિકાનો વિશ્વ કપ જીત્યું હતું, જ્યારે સ્પેઇને માત્ર 2010માં આફ્રિકન વિશ્વ કપ જીત્યો હતો. કોઇ એક જ ખંડની ટીમોએ શ્રેણીબદ્ધ રીતે વિશ્વ કપ જીત્યાં હોય તેવા માત્ર ત્રણ પ્રસંગ બન્યા હતા- 1938 અને 1962માં ઇટાલી અને બ્રાઝિલે સફળતાપૂર્વક તેમના ટાઇટલનો બચાવ કર્યો હતો, 2006માં ઇટાલીના વિજય બાદ 2010માં સ્પેઇને વિજય પ્રાપ્ત કર્યો હતો.
પુરસ્કારો
[ફેરફાર કરો]પ્રત્યેક વિશ્વ કપના અંતે, ટુર્નામેન્ટમાં ફાઇનલ ટીમ સિવાયના ખેલાડીઓ અને ટીમોને સફળતા બદલ પુરસ્કારો આપવામાં આવે છે. હાલમાં છ પુરસ્કારો છેઃ[૪૮]
- ગોલ્ડન બોલ શ્રેષ્ઠ ખેલાડી માટે, જેનો નિર્ણય માધ્યમોના સદસ્યોના (સૌપ્રથમવાર 1982માં આપવામાં આવ્યો હતો) મત દ્વારા કરાય છે; વોટિંગમાં અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવનારા ખેલાડીઓને સિલ્વર બોલ અને બ્રોન્ઝ બોલ એનાયત કરવામાં આવે છે;[૪૯]
- ટોચના ગોલસ્કોરરને ગોલ્ડન બૂટ (કેટલીકવાર તે ગોલ્ડન શૂ તરીકે ઓળખાય છે), પરંતુ પાછલી અસરથી 1930 બાદની તમામ ટુર્નામેન્ટને લાગુ પાડવામાં આવ્યો); તાજેતરમાં જ, અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમના ટોચના ગોલસ્કોરરને સિલ્વર બૂટ અને બ્રોન્ઝ બૂટ પુરસ્કાર આપવામાં આવ્યો છે;[૫૦]
- ગોલ્ડન ગ્લોવ એવોર્ડ (અગાઉનો યાશિન એવોર્ડ ) શ્રેષ્ઠ ગોલકિપરને આપવામાં આવે છે, જેનો નિર્ણય ફિફા (FIFA) ટેકનીકલ સ્ટડી ગ્રૂપ (સૌપ્રથમવાર 1994માં એનાયત થયો હતો) દ્વારા કરવામાં આવે છે).[૫૧]
- કેલેન્ડર વર્ષની શરૂઆતમાં 21 અથવા તેથી નાની વય ધરાવતા શ્રેષ્ઠ ખેલાડીને બેસ્ટ યંગ પ્લેયર એવોર્ડ (સૌ પ્રથમવાર 2006માં અપાયો હતો) આપવામાં આવે છે, જેનો નિર્ણય ફિફા (FIFA) ટેક્નીકલ સ્ટડી ગ્રૂપ કરે છે.[૫૨]
- ફિફા (FIFA) ફૅર પ્લે કમિટિ દ્વારા સ્થાપવામાં આવેલી પોઇન્ટ પદ્ધતિ અને ધારાધોરણો પ્રમાણે, સદભાવનાપૂર્ણ રમત રમવાનો ભૂતકાળ ધરાવતી ટીમને ફિફા (FIFA) ફૅર પ્લે ટ્રોફી (સૌ પ્રથમવાર 1978માં અપાયો હતો) અપાય છે;[૫૨]
- વિશ્વ કપ દરમિયાન જનતાને સૌથી વધુ મનોરંજન પૂરું પાડનાર ટીમને મોસ્ટ એન્ટરટેઇનિંગ ટીમ પુરસ્કાર (સૌપ્રથમવાર 1994માં એનાયત કરાયો હતો) અપાય છે, જેનો ફેંસલો જાહેર જનતાના મતદાન દ્વારા કરાય છે;[૫૨]
1998થી પ્રત્યેક ટુર્નામેન્ટમાં ઓલ સ્ટાર ટીમ - એટલે કે એક એવી ટીમની જાહેરાત થાય છે જેમાં ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડીઓનો સમાવેશ થતો હોય.
વિક્રમો અને આંકડા
[ફેરફાર કરો]સૌથી વધુ વખત વિશ્વ કપમાં રમવાનો વિક્રમ બે ખેલાડીઓ વચ્ચે વહેંચાયેલો છે; મેક્સિકોનો એન્ટનોનિયો કાર્બેજલ (1950-1966) અને જર્મનીનો લોથર મથાયસ (1982-1998), બન્ને પાંચ ટુર્નામેન્ટમાં રમ્યાં હતા.[૫૩] મથાયસે મોટાભાગની વિશ્વ કપ મૅચમાં ભાગ લીધો છે અને કુલ મળીને 25 વખત તે વિશ્વ કપમાં દેખાયો છે.[૫૪] બ્રાઝિલનો પેલે એકમાત્ર એવો ખેલાડી છે કે જે ત્રણ વિશ્વ કપ વિજેતાના ચંદ્રકો (1958, 1962 અને 1970) જીત્યો છે,[૫૫] અન્ય 20 ખેલાડીઓ બે વખત વિશ્વ કપ મેડલ જીત્યાં છે.[૫૬] પશ્ચિમ જર્મનીનો ફ્રૅન્ઝ બેકનબેવર (1966-1974) એકમાત્ર એવો ખેલાડી છે કે જેને ત્રણ ફાઇનલ્સ ઓલ-સ્ટાર ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, અને તે એક જ એવો ખેલાડી પણ છે કે જેને તમામ ત્રણેય પ્રકારના મૅડલ (રનર-અપ, થર્ડ-પ્લેસ, અને વિજેતા) મળ્યાં હતા.
વિશ્વ કપનો ટોચનો ગોલસ્કોરર હોય તો તે બ્રાઝિલનો રોનાલ્ડો છે, તેણે 15 ગોલ્સ (1998-2006) કરેલા છે. જર્મનીનો મિરોસ્લેવ ક્લોઝ (2002-2010) અને પશ્ચિમ જર્મનીનો ગેર્ડ મ્યુલર (1970-1974) 14 ગોલ સાથે બીજા ક્રમે છે.[૫૭] કોઇ એક જ વિશ્વ કપમાં મોટાભાગના ગોલ કરવાનો વિક્રમ ફ્રાન્સના જસ્ટ ફોન્ટેઇનના નામે છે;1958ની ટુર્નામેન્ટમાં તેણે પોતાના 13 ગોલ્સ કર્યા હતા.[૫૮]
બ્રાઝિલનો મારિયો ઝેગેલો અને પશ્ચિમ જર્મનીનો ફ્રાન્ઝ બેકનબેવર અત્યાર સુધીના એકમાત્ર એવા ખેલાડીઓ છે કે જેઓ ખેલાડી અને હેડ કોચ તરીકે- બન્ને પદ પર વિશ્વ કપ જીત્યો હતો. ઝેગેલો ખેલાડી તરીકે 1958 અને 1962 તથા હૅડ કોચ તરીકે 1970નો વિશ્વ કપ જીત્યો હતો.[૫૯] બેકનબેવર 1974માં કેપ્ટન તરીકે અને 1990માં કોચ તરીકે જીત્યો હતો[૬૦] ઇટાલીનો વિટ્ટોરિયો પોઝો એકમાત્ર એવો હૅડ કોચ છે જે બે વિશ્વ કપ (1934 અને 1938) જીત્યો હતો.[૬૧] વિશ્વ કપના તમામ વિજેતા હેડ કોચ જે તે વિજેતા રાષ્ટ્રના જ વતની હતા.
રાષ્ટ્રીય ટીમોમાં, જર્મનીએ 99 મૅચ સાથે મોટાભાગની વિશ્વ કપ મૅચોમાં ભાગ લીધો છે,[૬૨] જ્યારે વિશ્વ કપમાં મોટાભાગના ગોલ બ્રાઝિલે (210) ફટકાર્યા છે.[૬૩] આ બન્ને ટીમો 2002ની ફાઇનલ્સમાં ફક્ત એક જ વાર આમને સામને ટકરાઇ હતી.. આ પણ જુઓઃ ફૂટબોલ વિશ્વ કપનું ઓલ-ટાઇમ ટેબલ
આ પણ જુઓ
[ફેરફાર કરો]- ફિફા (FIFA) વિશ્વ કપમાં નેશનલ ટીમનો દેખાવ
- ફિફા (FIFA) મહિલા વિશ્વ કપ
- વિશ્વ કપ નામની અન્ય સ્પર્ધાઓની યાદી
- 1980 મુન્ડિયાલિટો, વિશ્વ કપની 50મી જયંતી ઉજવવા ઉરુગ્વેમાં ટુર્નામેન્ટ યોજાઇ હતી
- ફિફા (FIFA) વિશ્વ કપ ઓલ-ટાઇમ ટીમ
- ફિફા (FIFA) વિશ્વ કપ ડ્રીમ ટીમ
- ફિફા (FIFA) વિશ્વ કપ સત્તાવાર ગીતો
- ફિફા (FIFA) વિશ્વ કપમાં આફ્રિકન રાષ્ટ્રો
નોંધ અને સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "England National Football Team Match No. 1". England Football Online. મેળવેલ 19 November 2007.
- ↑ "British PM backs return of Home Nations championship". Agence France-Presse. મૂળ માંથી 30 જાન્યુઆરી 2018 પર સંગ્રહિત. મેળવેલ 16 December 2007.
- ↑ Elbech, Søren; Stokkermans, Karel (26 June 2008). "Intermediate Games of the IV. Olympiad". rec.sport.soccer Statistics Foundation.
- ↑ "History of FIFA – FIFA takes shape". FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ માંથી 1 ઑક્ટોબર 2007 પર સંગ્રહિત. મેળવેલ 19 November 2007. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "'The First World Cup'. The Sir Thomas Lipton Trophy". Shrewsbury and Atcham Borough Council. 10 October 2003. મૂળ માંથી 29 નવેમ્બર 2003 પર સંગ્રહિત. મેળવેલ 11 April 2006.
- ↑ "History of FIFA – More associations follow". FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ માંથી 9 નવેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 19 November 2007.
- ↑ Reyes, Macario (18 October 1999). "VII. Olympiad Antwerp 1920 Football Tournament". rec.sport.soccer Statistics Foundation. મેળવેલ 10 June 2006.
- ↑ "History of FIFA – The first FIFA World Cup". FIFA.com. Fédération Internationale de Football Association. 19 November 2007. મૂળ માંથી 9 નવેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 13 ડિસેમ્બર 2010.
- ↑ Molinaro, John F. "Lucien Laurent: The World Cup's First Goal Scorer". CBC. મૂળ સંગ્રહિત માંથી 24 જૂન 2006 પર સંગ્રહિત. મેળવેલ 6 May 2007.
- ↑ "FIFA World Cup Origin" (PDF). FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ (PDF) માંથી 24 સપ્ટેમ્બર 2015 પર સંગ્રહિત. મેળવેલ 19 November 2007.
- ↑ "The Olympic Odyssey so far... (Part 1: 1908–1964)". FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ માંથી 2 ઑગસ્ટ 2009 પર સંગ્રહિત. મેળવેલ 8 January 2008. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Scotland and the 1950 World Cup". BBC. મેળવેલ 2007-05-13.
- ↑ ગ્લાનવિલે
- ↑ ગ્લાનવિલે, પાનું45
- ↑ ગ્લાનવિલે, પાનું238
- ↑ ગ્લાનવિલે, પાનું359
- ↑ "Record number of 204 teams enter preliminary competition". FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ માંથી 17 નવેમ્બર 2007 પર સંગ્રહિત. મેળવેલ 19 November 2007.
- ↑ "FIFA Women's World Cup". FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ માંથી 21 ડિસેમ્બર 2007 પર સંગ્રહિત. મેળવેલ 22 December 2007.
- ↑ "Regulations Men's Olympic Football Tournament 2008" (PDF). FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ (PDF) માંથી 27 ફેબ્રુઆરી 2008 પર સંગ્રહિત. મેળવેલ 22 December 2007.
- ↑ "FIFA Confederations Cup". FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ માંથી 6 જાન્યુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ 22 December 2007.
- ↑ "Jules Rimet Trophy". FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ માંથી 18 માર્ચ 2013 પર સંગ્રહિત. મેળવેલ 19 November 2007.
- ↑ "FIFA World Cup Trophy". FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ માંથી 28 ડિસેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 19 November 2007.
- ↑ "FIFA Assets – Trophy". FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ સંગ્રહિત માંથી 4 નવેમ્બર 2007 પર સંગ્રહિત. મેળવેલ 19 November 2007.
- ↑ "122 forgotten heroes get World Cup medals". ESPNSoccernet.com. ESPN. 25 November 2007. મૂળ માંથી 20 ઑક્ટોબર 2012 પર સંગ્રહિત. મેળવેલ 13 ડિસેમ્બર 2010. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "World Cup 1966 winners honoured". BBC Sport. 10 June 2009.
- ↑ "Jimmy Greaves finally gets his 1966 World Cup medal". Mirror.co.uk. MGN.
- ↑ "FIFA World Cup qualifying: Treasure-trove of the weird and wonderful". FIFA. મૂળ માંથી 8 ડિસેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 23 December 2007.
- ↑ "2010 World Cup Qualifying". ESPNSoccernet.com. ESPN. 26 November 2007. મૂળ માંથી 16 ડિસેમ્બર 2008 પર સંગ્રહિત. મેળવેલ 23 December 2007.
- ↑ "History of the FIFA World Cup Preliminary Competition (by year)" (PDF). FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ (PDF) માંથી 2010-06-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-13.
- ↑ ૩૦.૦ ૩૦.૧ "Formats of the FIFA World Cup final competitions 1930–2010" (PDF). FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ (PDF) માંથી 6 એપ્રિલ 2014 પર સંગ્રહિત. મેળવેલ 1 January 2008.
- ↑ "FIFA World Cup: seeded teams 1930–2010" (PDF). FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ (PDF) માંથી 2014-07-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-13.
- ↑ અગાઉ ફાઇનલ્સ માટે સ્થળો ઓછાં હતા અને યુરોપના ફાઇનલિસ્ટોની સંખ્યા મોટી રહેતી તેથી એવા ઘણા પ્રસંગો બન્યા હતા કે જેમાં એક જ ગ્રૂપમાં યુરોપની ત્રણ ટીમો હોય. ઉદાહરણ તરીકે 1986 (પશ્ચિમ જર્મની, સ્કોટલેન્ડ અને ડેન્માર્ક), 1990 (ઇટાલી, ઝેકોસ્લોવેકિયા અને ઓસ્ટ્રિયા) અને 1994 (ઈટાલી, રિપબ્લિક ઓફ આયર્લેન્ડ અને નોર્વે). 73
- ↑ 1986ના ફિફા (FIFA) વિશ્વ કપથી આ પદ્ધતિ અમલમાં છે. આગલી કેટલીક ટુર્નામેન્ટના કિસ્સામાં, પછીની મેચમાં રમનારી ટીમોએ આગલી મૅચનો સ્કોરની જાણકારીનો ગેરવાજબી લાભ મેળવ્યો હોવાનું અને આગામી તબક્કામાં પ્રવેશ મળશે જ તેવું ખાતરી સાથેનું પરિણામ પ્રાપ્ત કર્યું હોવાનું મનાય છે, ઉદાહરણ તરીકેઃ આર્જેન્ટિના 1978 ખાતે આર્જેન્ટિના 6-0 પેરુ અને સ્પેન 1982 ખાતે પશ્ચિમ જર્મની 1-0 ઓસ્ટ્રિયા. ("1978 Argentina". CBC. મૂળ સંગ્રહિત માંથી 2006-06-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-13.; "1982 Spain". CBC. મૂળ સંગ્રહિત માંથી 2006-06-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-13.)
- ↑ "Regulations of the 2010 FIFA World Cup" (PDF). FIFA.com. Fédération Internationale de Football Association. પૃષ્ઠ 41. મૂળ (PDF) માંથી 18 માર્ચ 2013 પર સંગ્રહિત. મેળવેલ 21 June 2010.
- ↑ "Uruguay 1930". BBC Sport. 11 April 2002. મેળવેલ 13 May 2006.
- ↑ "France 1938". BBC Sport. 17 April 2002. મેળવેલ 13 May 2006.
- ↑ "Asia takes World Cup center stage". CNN. 3 June 2002. મૂળ માંથી 1 એપ્રિલ 2013 પર સંગ્રહિત. મેળવેલ 1 January 2008.
- ↑ "Brazil will stage 2014 World Cup". BBC Sport. 10 October 2007. મેળવેલ 1 January 2008.
- ↑ "2006 FIFA World Cup broadcast wider, longer and farther than ever before". FIFA.com. Fédération Internationale de Football Association. 6 February 2007. મૂળ માંથી 20 જાન્યુઆરી 2012 પર સંગ્રહિત. મેળવેલ 11 October 2009.
- ↑ "Socceroos face major challenge: Hiddink". ABC Sport. 10 December 2005. મૂળ સંગ્રહિત માંથી 30 એપ્રિલ 2006 પર સંગ્રહિત. મેળવેલ 13 May 2006.
- ↑ "FIFA Assets – Mascots". FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ સંગ્રહિત માંથી 4 નવેમ્બર 2007 પર સંગ્રહિત. મેળવેલ 19 November 2007.
- ↑ "1930 FIFA World Cup". FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ માંથી 26 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 5 March 2009.
- ↑ "1950 FIFA World Cup". FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ માંથી 26 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 5 March 2009.
- ↑ "FIFA World Cup Finals since 1930" (PDF). Fédération Internationale de Football Association. મૂળ (PDF) માંથી 3 મે 2019 પર સંગ્રહિત. મેળવેલ 5 March 2009. Unknown parameter
|owrk=
ignored (મદદ) - ↑ ૪૫.૦ ૪૫.૧ ફિફા (FIFA) સ્વીકારે છે કે રશિયા નેશનલ ફૂટબોલ ટીમ યુએસએસઆર (USSR)ની અનુગામી છે, સર્બિયાની રાષ્ટ્રીય ટીમ યુગોસ્લાવિયા/સર્બિયા અને મોન્ટેનેગ્રોની અનુગામી છે અને ઝેક રિપબ્લિક અનેસ્લોવાકિયા બંનેની રાષ્ટ્રીય ટીમ ઝેકોસ્લોવાકિયાની અનુગામી છે. ("Russia". FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ માંથી 2008-07-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-13.; "Serbia". FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ માંથી 2011-11-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-13.; "Czech Republic". FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ માંથી 2018-07-17 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-13.; "Slovakia". FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ માંથી 2018-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-13.)
- ↑ "Brazil". FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ માંથી 2018-10-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-13.
- ↑ 2006માં ઓસ્ટ્રેલિયાનું ક્વોલિફિકેશન ઓસનિયન ઝોન મારફતે હતું કારણકે ક્વોલિફાઇંગ દરમિયાન તેઓ ઓએફસી (OFC)ના સભ્ય હતા. જો કે 1 જાન્યુઆરી 2006ના રોજ તેમણે ઓસનિયા ફૂટબોલ કન્ફેડરેશન છોડી હતી અને એશિયન ફૂટબોલ કન્ફેડરેશનમાં જોડાયા હતા.
- ↑ "FIFA World Cup awards" (PDF). FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ (PDF) માંથી 28 એપ્રિલ 2015 પર સંગ્રહિત. મેળવેલ 5 March 2009.
- ↑ "Golden Ball for Zinedine Zidane". Soccerway. 10 July 2006. મૂળ માંથી 11 ડિસેમ્બર 2008 પર સંગ્રહિત. મેળવેલ 31 December 2007.
- ↑ "adidas Golden Shoe – FIFA World Cup Final". FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ માંથી 2 ફેબ્રુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ 4 March 2009.
- ↑ "Kahn named top keeper". BBC Sport. 30 June 2002. મેળવેલ 31 December 2007.
- ↑ ૫૨.૦ ૫૨.૧ ૫૨.૨ Pierrend, José Luis (18 May 2007). "FIFA Awards". rec.sport.soccer Statistics Foundation. મેળવેલ 8 January 2008.
- ↑ Yannis, Alex (10 November 1999). "Matthaus Is the Latest MetroStars Savior". New York Times. મેળવેલ 23 December 2007.
- ↑ "World Cup Hall of Fame: Lothar Matthaeus". CNN. મૂળ માંથી 27 ડિસેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 23 December 2007.
- ↑ Kirby, Gentry (5 July 2006). "Pele, King of Futbol". ESPN. મૂળ માંથી 16 ડિસેમ્બર 2008 પર સંગ્રહિત. મેળવેલ 23 December 2007.
- ↑ નવેમ્બર 2007માં, ફિફા (FIFA)એ જાહેરાત કરી હતી કે 1930 અને 1974ની વચ્ચે વિશ્વ કપના તમામ સભ્યો, વિજેતા સ્ક્વોડને પાછલી અસરથી વિજેતાના ચંદ્રક એનાયત કરવામાં આવશે તેનો અર્થ તે થયો કે પેલે ત્રણ વિશ્વ કપની વિજેતા ટીમનો ભાગ હોવાથી વિજેતાના ત્રણ ચંદ્રકો મેળવ્યા છે. 1962માં ઇજાને કારણે ફાઇનલમાં રમી શક્યો ન હતો. ("122 forgotten heroes get World Cup medals". ESPNSoccernet.com,. ESPN. 25 November 2007. મૂળ માંથી 20 ઑક્ટોબર 2012 પર સંગ્રહિત. મેળવેલ 13 ડિસેમ્બર 2010. Check date values in:
|archive-date=
(મદદ)CS1 maint: extra punctuation (link)) - ↑ Chowdhury, Saj (27 June 2006). "Ronaldo's riposte". BBC Sport. મેળવેલ 23 December 2007.
- ↑ "Goal machine was Just superb". BBC Sport. 4 April 2002. મેળવેલ 23 December 2007.
- ↑ Hughes, Rob (11 March 1998). "No Alternative to Victory for National Coach : 150 Million Brazilians Keep Heat on Zagalo". International Herald Tribune. મૂળ સંગ્રહિત માંથી 26 ફેબ્રુઆરી 2008 પર સંગ્રહિત. મેળવેલ 31 December 2007.
- ↑ Brewin, John (21 December 2007). "World Cup Legends – Franz Beckenbauer". ESPNSoccernet.com. ESPN. મૂળ માંથી 19 નવેમ્બર 2009 પર સંગ્રહિત. મેળવેલ 31 December 2007.
- ↑ "1938 France". CBC. મૂળ સંગ્રહિત માંથી 18 જૂન 2006 પર સંગ્રહિત. મેળવેલ 31 December 2007.
- ↑ "Germany move ahead of Brazil". FIFA.com. Fédération Internationale de Football Association. મૂળ માંથી 9 જુલાઈ 2010 પર સંગ્રહિત. મેળવેલ 6 July 2010. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Planet World Cup – All time table". Planet World Cup. મેળવેલ 26 January 2008.
ગ્રંથસૂચિ
[ફેરફાર કરો]Glanville, Brian (2005). The Story of the World Cup. Faber. પૃષ્ઠ 44. ISBN 0-571-22944-1.
બાહ્ય લિંક્સ
[ફેરફાર કરો]- ફિફા (FIFA) વિશ્વ કપ સત્તાવાર સાઇટ સંગ્રહિત ૨૦૧૯-૦૫-૧૯ ના રોજ વેબેક મશિન
- અગાઉના ફિફા (FIFA) વિશ્વ કપો સંગ્રહિત ૨૦૧૪-૦૬-૧૮ ના રોજ વેબેક મશિન
ઢાંચો:FIFA World Cup ઢાંચો:Worldfootball ઢાંચો:International Football ઢાંચો:Main world cups