ભારત સરકાર
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ભારતની રાજમુદ્રા | |
સ્થાપના | ૨૬ જુલાઇ ૧૯૫૦ |
---|---|
દેશ | ભારતીય પ્રજાસત્તાક |
વેબસાઇટ | india |
બેઠક | રાષ્ટ્રપતિ ભવન (ભારતના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન.) |
માળખું | |
માળખું | ભારતની સંસદ |
ઉપલું ગૃહ | રાજ્ય સભા |
નેતા | રાજ્યસભાના ચેરમેન |
નીચલું ગૃહ | લોક સભા |
નેતા | લોકસભાના સ્પીકર |
બેઠક સ્થળ | સંસદ ભવન |
કાર્યકારીઓ | |
દેશના પ્રમુખ | ભારતના રાષ્ટ્રપતિ (દ્રૌપદી મુર્મૂ) |
સરકારના મુખ્ય નેતા | વડાપ્રધાન (નરેન્દ્ર મોદી) |
મુખ્ય અંગ | કેબિનેટ |
નાગરિક સેવાઓના વડા | કેબિનેટ સેક્રેટરી |
બેઠક સ્થળ | સેક્રેટેરિઅટ બિલ્ડિંગ, નવી દિલ્હી |
પ્રધાનમંડળ | ૫૭ |
જવાબદાર | લોક સભા |
ન્યાયતંત્ર | |
સર્વોચ્ચ ન્યાયાલય | ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય |
મુખ્ય ન્યાયાધીશ | શરદ અરવિંદ બોબડે |
ભારત સરકાર, કે જે અધિકૃત રીતે સંઘીય સરકાર તથા સામાન્ય રીતે કેન્દ્રીય સરકાર કે કેન્દ્ર સરકાર એવા નામથી ઓળખાય છે. ૨૮ રાજ્યો તથા ૮ કેન્દ્ર શાસિત પ્રદેશોના સંઘીય એકમ કે જે સંયુક્ત રુપે ભારતીય ગણરાજ્ય કહેવાય છે, તેનું નિયંત્રક પ્રાધિકારણ છે. ભારતીય બંધારણ દ્નારા સ્થાપિત ભારત સરકાર નવી દિલ્હી, દિલ્હી ખાતેથી કાર્ય કરે છે.
ભારત દેશના નાગરિકો સાથે સંબંધિત બુનિયાદી, દીવાની અને ફોજદારી કાનૂન જેવી નાગરિક પ્રક્રિયા સંહિતા, ભારતીય દંડ સંહિતા, અપરાધ પ્રક્રિયા સંહિતા વગેરે મુખ્યતઃ સંસદ દ્નારા બનાવવામાં આવે છે. સંઘ અને દરેક રાજ્ય સરકાર ત્રણ અંગો કાર્યપાલિકા, વિધાયિકા તેમ જ ન્યાયપાલિકા અંતર્ગત કામ કરતી હોય છે. સંઘીય અને રાજ્ય સરકારો પર લાગૂ કાનૂની પ્રણાલી મુખ્યતઃ બ્રિટિશ સામાન્ય અને વૈધાનિક કાનૂન પર આધારિત છે. ભારત સરકાર કેટલાક અપવાદો સહિત આંતરરાષ્ટ્રીય ન્યાયાલયની ન્યાય અધિકારિતાનો સ્વીકાર કરે છે. સ્થાનીક સ્તર પર પંચાયતી રાજ પ્રણાલી દ્વારા શાસનનું વિકેન્દ્રીકરણ કરવામાં આવેલું છે.
ભારતનું બંધારણ ભારત દેશને એક સાર્વભૌમિક, સમાજવાદી ગણરાજ્ય તરીકેની ઓળખ આપે છે. ભારત એક લોકતાંત્રિક ગણરાજ્ય છે, જેનું દ્વિસદનાત્મક સંસદ વેસ્ટમિન્સ્ટર શૈલીની સંસદીય પ્રણાલી દ્વારા સંચાલિત છે.
આ શાસનમાં ત્રણ મુખ્ય અંગ છે: ન્યાયપાલિકા, કાર્યપાલિકા અને વ્યવસ્થાપિકા.
- ન્યાયપાલિકા (સુપ્રીમ કોર્ટ)
- કાર્યપાલિકા (સંસદ)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |