લખાણ પર જાઓ

નરસિંહ મહેતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું સંદર્ભો
લીટી ૮૨: લીટી ૮૨:
== સંદર્ભો ==
== સંદર્ભો ==
{{reflist}}
{{reflist}}
[http://bhojaldham.org/ganga/bhajan/narasi-maheta.html નરસિંહ મહેતાની રચનાઓ]

[[Category:ધાર્મિક સાહિત્યકાર]]
[[Category:ધાર્મિક સાહિત્યકાર]]
[[Category:વ્યક્તિત્વ]]
[[Category:વ્યક્તિત્વ]]

૧૦:૧૪, ૨૨ ઓક્ટોબર ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

ચિત્ર:નરસિંહ મહેતા.jpg
આદ્ય કવિ નરસિંહ મહેતા

નરસિંહ મહેતા ગુજરાતી ભાષા ના પ્રથમ કવિ હતાં. આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે. તેમણે લખેલ રચનાઓ માં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધી નું ખૂબ પ્રિય હતું.

નરસિંહ મહેતા
ઉપનામ નરસૈયો, આદ્યકવિ
જન્મ ૧૪૧૪ – ભાવનગર જિલ્લાનું તળાજા ગામ
અવસાન ૧૪૮૦
કુટુમ્બ પિતા – કૃષ્ણદાસ ( પુરુષોત્તમદાસ ?)
માતા: દયાકુંવર
વ્યવસાય ભજનિક, આખ્યાનકાર
મૂખ્ય કૃતિઓ ૧૫૦૦ થી વધારે પદો ; આત્મકથાનક – પુત્ર વિવાહ, પુત્રીનું મામેરું, હુંડી, ઝારીનાં પદ ; ભક્તિ પદો- સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર

બાળપણ

ભગવાન શ્રી કૃષ્ણના પરમભકત આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ૧૫મી સદીમાં વડનગરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. નરસિંહની વાચા ‘રાધા કૃષ્ણ’ શબ્દથી ફૂટી હતી. ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના પિતા અને જ્યારે અગિયાર વર્ષના હતા ત્યારે માતા અવસાન પામ્યા. ત્યાર બાદ કાકા પર્વતદાસને ઘેર ઉછરી મોટા થવા લાગ્યા. વળી કાકાનો સ્વર્ગવાસ થતા તેઓ પીત્રાઈ ભાઈના આશ્રિત થયા. ભાભીનાં મહેણાં-ટોણાંથી કંટાળેલા નરસિંહ ગોપીનાથ મહાદેવ (ગોપનાથ)માં ચાલ્યા ગયા. જયાં તેમને પ્રભુ મિલનનો અદ્ભુત અનુભવ થયો. નરસિંહને ભજન સિવાય કશામાં રસ ન હતો. માણિકય (માણેક) ગૌરી સાથે લગ્ન થયા બાદ પુત્ર શામળશા અને પુત્રી કુંવરબાઈનો જન્મ થયો. નરસિંહના જીવનના કુંવરબાઈનું મામેરું, શામળશાનો વિવાહ, હૂંડી અને હારના ચાર પ્રસંગો ઇશ્વર પ્રત્યેની તેમની અપાર ભક્તિનાં દૃષ્ટાંતો છે. હરિજનવાસમાં ભજન કરવા જતાં નરસિંહને નાગરી નાતે નાત બહાર મૂકયા હતા. અંગત પ્રસંગોમાં અને જુનાગઢના રાજા રા’માંડલિક સાથે ચમત્કારિક ઘટનાઓ બની. પ્રભાતિયાં, ‘ઝૂલણા’ છંદ અને ‘કેદારો’ રાગ તેમના ખાસ પ્રિય, પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનમાર્ગની પરંપરાના પહેલા ઉત્તમ કવિ હતા. આમ નરસિંહ સાચા ભકત અને વૈષ્ણવ હતા.

ચોરીનું આળ ચઢાવામા આવ્યું વગેરે પ્રસંગે સ્વયં ભગવાને તેમના વિધ્નો દૂર કર્યા હતાં. આ પ્રસંગોને વર્ણવતી નરસિંહની રચનાઓ 'શામળશાનો વિવાહ', હાર', 'હૂંડી', 'કુંવરબાઇનું મામેરું અને 'શ્રાધ્ધ' જેવી રચના મળી છે. આ ઉપરાંત તેમણે 'શૃગારમાળા', 'ગોવિંદગમન' અને 'રાસસહસ્ત્રપદી'ની પણ રચના કરી છે. તેમણે 'સુદામાચરિત્ર'ની રચના દ્વારા ગુજરાતી આખ્યાન પરંપરાની સ્થાપના કરી હતી જેને પ્રેમાનંદે આગળ ધપાવી હતી.

આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમા થયો હતો. નરસિંહ મહેતાના જીવન વિશે કોઇ આધારભૂત વિગતો મળતી નથી. આથી તેમના જીવન વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. એમના પિતાનુ નામ કૃષ્ણદાસ અને માતાનું નામ દયાકોર હતું એમ માનવામાં આવે છે.

તેમના લગ્ન માણેકગૌરી સાથે થયા હતા. સંતાનમા એક પુત્રી કુંવરબાઇ અને પુત્ર શામળશાને જન્મ આપી માણેકગૌરી બીમારીથી મૃત્યુ પામ્યા હતા. નરસિંહ મહેતા સંસારી હોવા છતાં સંસારથી અલિપ્ત રહી કૃષ્ણભક્તિમાં રચ્યા પચ્યા રહેતા. તેમની સમગ્ર કવિતામા કૃષ્ણપ્રેમ અને સમર્પણ છે. એક માન્યતા મુજબ તે મીરાબાઇના સમકાલીન હતા, તો કેટલાક વિદ્વાનો તેમને મીરાબાઇ કરતાં પહેલા થઇ ગયા હોવાનું માને છે. ગુજરાતી ભાષામા ઊર્મિકાવ્યનો પ્રારંભ નરસિંહ મહેતાએ કર્યો હતો અને એટલેજ તે આપણા 'આદિકવિ' કહેવાય છે. ઝૂલણા છંદમા રચાયેલા નરસિંહના પ્રભાતિયાં સાંભળી સૈકાઓથી ગુજરાતીઓનું પરોઢ ખીલે છે. અંતરના ઊંડાણમાંથી આવતા તેમના ભક્તિરસયુક્ત પદ હ્રદયસ્પર્શી છે.

એક પ્રચલીત માન્યતા મુજબ નરસિંહ મહેતાના ભજનો સાંભળી સાક્ષાત ભગવાન કૃષ્ણ તેમને દર્શન દેતાં હતાં. એટલુજ નહીં પુત્રી કુંવરબાઈનું મામેરું, પુત્ર શામળશાના વિવાહ, સગાળશા શેઠને હૂંડી, શ્રાદ્ધ અને તેમના પર હારની ચોરીનું આળ ચઢાવામા આવ્યું વગેરે પ્રસંગે સ્વયં ભગવાને તેમના વિધ્નો દૂર કર્યા હતાં. આ પ્રસંગોને વર્ણવતી નરસિંહની રચનાઓ 'શામળશાનો વિવાહ', હાર', 'હૂંડી', 'કુંવરબાઇનું મામેરું અને 'શ્રાદ્ધ' જેવી રચના મળી છે. આ ઉપરાંત તેમણે 'શૃંગારમાળા', 'ગોવિંદગમન' અને 'રાસસહસ્ત્રપદી'ની પણ રચના કરી છે. તેમણે 'સુદામાચરિત્ર'ની રચના દ્વારા ગુજરાતી આખ્યાન પરંપરાની સ્થાપના કરી હતી જેને પ્રમાનંદે આગળ ધપાવી હતી.

ગુજરાતી ભાષાના સહુપ્રથમ ચિત્રપટ પણ નરસિંહ મહેતા પર બનાવામાં આવ્યું હતું એટલુ જ નહીં ભારતમા કોઇ એક વ્યક્તિના જીવન પર સહુથી વધુ ચિત્રપટ બન્યા હોય તો તે નરસિંહ મહેતા છે.

નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઇ વરસાદ વરસાવ્યો હતો. ભવિષ્યમા તેમના વંશમા થઇ ગયેલા તાના-રિરિ બહેનોએ પણ મલ્હાર રાગ ગાઇ તાનસેનની દેહાગ્નિને શામી હતી. []

સન્માન

ગુજરાત નાં ઘરઘરમાં ગુંજતા પદો, ગુજરાતી ભાષા નાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે. જેની શરૂઆત ઈ.સ.૧૯૯૯ થી થઈ છે. આ એવોર્ડ આધકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.

પ્રચલિત ભજનો

સંદર્ભો

નરસિંહ મહેતાની રચનાઓ