અસાઈ તાડ

વિકિપીડિયામાંથી

Açaí palm
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Monocots
(unranked): Commelinids
Order: Arecales
Family: Arecaceae
Genus: 'Euterpe'
Species: ''E. oleracea''
દ્વિનામી નામ
Euterpe oleracea

અસાઈ પામ (audio speaker iconઉચ્ચારણ ) અથવા ઍકવાઈ (યુટેર્પે ઓલેરૅસિઆ ) એ વનસ્પતિવિજ્ઞાન યુટેર્પે માં તાડનાં વૃક્ષોની એક પ્રજાતિ છે જેને તેના ફળ અને તાડના ચઢિયાતાં ગર્ભ માટે ઉછેરવામાં આવે છે. તુપિયન શબ્દ ઈવાસા’ઈ એટલે કે ‘(જે ફળ) રડે છે અથવા પાણી બહાર કાઢે છે’ તે શબ્દના યુરોપી અપભ્રંશથી તેનું નામ પડ્યું છે. તાજેતરનાં વર્ષોમાં આ ફળની માંગ વૈશ્વિક સ્તરે ઝડપથી વિસ્તરી છે, અને હવે અસાઈને માત્ર તે હેતુ માટે જ પ્રાથમિકરૂપે ઉછેરવામાં આવે છે. તાડના ગર્ભ માટે હવે તેની સાથે અત્યંત ઘનિષ્ઠ રીતે સંકળાયેલી પ્રજાતિ યુટેર્પે ઈડુલિસ (જુકારા)નો વધુ ઉપયોગ થતો જોવામાં આવે છે.[સંદર્ભ આપો]

મધ્ય અને દક્ષિણ અમેરિકામાં, બેલિઝ દક્ષિણથી લઈને બ્રાઝિલ અને પેરુ સુધી, તેની આઠ પ્રજાતિઓ ઊગતી જોવા મળે છે. આ વૃક્ષ મુખ્યત્વે અત્યંત ભીની જમીનમાં અને પૂરનાં મેદાનોમાં ઊગે છે. અસાઈ પામનાં વૃક્ષો 15–30 મીટર ઊંચા, પાતળાં હોય છે, અને તેના પાંદડીઓ ધરાવતાં પાંદડાં આશરે 3 મીટર લાંબા હોય છે.

ખેતી અને ઉપયોગો[ફેરફાર કરો]

ફળ[ફેરફાર કરો]

લગભગ 1-ઈંચનો (25 મિમી) ઘેરાવો ધરાવતું ઠડિયાવાળું નાનું, ગોળ, કાળું-જાંબુડિયું ફળ, જે દ્રાક્ષને મળતું આવતું દેખાય છે પણ તેનાથી નાનું અને ઓછો ગર ધરાવતું હોય છે. આ ફળો 500થી 900ના ઝૂમખાંમાં ડાળીઓ પર લટકતાં હોય છે. દર વર્ષે આ ફળના બે પાક ઊતરે છે. આ ફળોનું ઝૂમખું વચ્ચે 0.25–0.40 ઈંચનું (7–10 મિમી) વ્યાસ ધરાવતું એકમાત્ર વિશાળ બીજ ધરાવે છે. જો પાકેલાં ફળનાં ઝૂમખાંને કાપવામાં આવે તો અસાઈના પ્રકાર અને તેની પરિપકવતાના આધારે, તેની છાલ ઘેરો જાંબુડિયા અથવા લીલા રંગની જોવા મળે છે. વચ્ચેનો ગરવાળો ભાગ (મેસોકાર્પ) ગર્ભદાર અને પાતળું, 1 મિમી અથવા તેથી ઓછી એકધારી જાડાઈ ધરાવે છે. તે અત્યંત મોટા અને સખત બીજાવરણ(એન્ડોકાર્પ)ને વીંટળાયેલું હોય છે, જેમાં એક નાનકડું ભ્રૂણ અને અઢળક ઈન્ડોસ્પર્મ ધરાવતું બીજ રહેલું હોય છે.[સંદર્ભ આપો] ફળનો આશરે 80% ભાગ આ બીજનો બનેલો હોય છે (સચુઉસસ, 2006સી).

બ્રાઝિલનું અસાઈ પામનું ઉપવન
અસાઈ પામ
Euterpe oleracea
અસાઈ ગર ભરેલો કપ
પારા બ્રાઝિલની બેલેમની બજારમાં, અસાઈના ગરને તેના બીજથી છૂટા પાડવાની ક્રિયા.

તેનાં રસ ઝરતાં ફળોની ખોરાક તરીકે ખેતી કરવામાં આવે છે. બ્રાઝિલી ઍમેઝોનના ત્રણ પરંપરાગત કાબોકલો વસાહતોના અભ્યાસમાં, અસાઈ તાડને સૌથી મહત્ત્વની વનસ્પતિ પ્રજાતિ તરીકે વર્ણવવામાં આવી હતી, કારણ કે આ ફળ તેમના આહારમાં એક મુખ્ય ઘટક હોય છે, અને વજન મુજબ તેમના કુલ આહારમાંથી આશરે 42% સુધી જેટલો હિસ્સો બને છે.[૧]

બ્રાઝિલના ઉત્તરે આવેલા રાજય પારામાં, અસાઈના ગરને પરંપરાગત રીતે ટૅપિઓકા સાથે "કુઈઆસ" નામે ઓળખાતા કોળાના સૂકા પાત્રમાં પીરસવામાં આવે છે, અને સ્થાનિક પસંદગી અનુસાર તેને નમક અથવા ગળપણ(ખાંડ, રાપાદુરા અને મધ મિશ્રણમાં વપરાતું હોવાનું જાણીતું છે) સાથે આરોગવામાં આવે છે.[૨] દક્ષિણી બ્રાઝિલમાં અસાઈ લોકપ્રિય બન્યું છે, ત્યાં તેને અસાઈ ના ટિગેલા ("વાટકામાં અસાઈ") તરીકે ઠંડું જ લેવામાં આવે છે, અને મોટા ભાગે તેમાં ગ્રેનોલા મિશ્ર કરવામાં આવે છે.[૩] આઈસક્રીમના એક પ્રકાર અથવા રસ તરીકે પણ બ્રાઝિલમાં અસાઈ વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.[સંદર્ભ આપો] ખુશ્બોદાર મદ્યમાં પણ તેના રસનો ઉપયોગ કરવામાં આવે છે.[૪] 1990ના દાયકાથી, વૈશ્વિક ધોરણે વિવિધ રસના મિશ્રણોમાં, સોડામાં, પેસ્ટમાં અને અન્ય પીણાંઓમાં અસાઈના રસ અને તેના અર્કનો ઉપયોગ કરવામાં આવે છે.

મે 2009માં, બ્લૂમબર્ગે લખ્યું હતું કે અમેરિકામાં (યુનાઈટેડ સ્ટેટ્સમાં) અસાઈની વધતી લોકપ્રિયતાના પગલે "બ્રાઝિલના જંગલના રહેવાસીઓ જેમાંથી પેઢીઓની પેઢીઓથી પ્રોટીન-સમૃદ્ધ પોષક-આહાર મેળવતાં આવ્યા હતા તેનાથી હવે વંચિત થઈ રહ્યા છે." [૫]

આહારના પૂરકતત્ત્વ તરીકે[ફેરફાર કરો]

તાજેતરમાં, અસાઈ ફળનું આહારના પૂરકતત્ત્વ તરીકે માર્કેટિંગ કરવામાં આવ્યું હતું. કંપનીઓ ગોળીઓ, રસ, પેસ્ટ, દહીં, તત્કાળ પેય પાઉડરો અને આખા ફળના રૂપમાં અસાઈના ફળનાં ઉત્પાદનો વેચે છે.

આ ઉત્પાદનોનાં વેચાણકર્તાઓ એવો દાવો કરે છે કે અસાઈથી ઊર્જાનું સ્તર વધે છે, જાતીય દેખાવમાં સુધારો આવે છે, પાચનમાં સુધારો થાય છે, વિષમુકત કરે છે, તેમાં વધુ રેષાઓ છે, તેનાથી ત્વચાની ગુણવત્તા સુધરે છે, હૃદય સ્વસ્થ બને છે, ઊંઘ સારી આવે છે અને કલેસ્ટોરલનું પ્રમાણ ઘટે છે. કવેકવૉચે નોંધ્યું છે, "અસાઈ રસમાં એન્ટીઓકિસડન્ટ્સ માત્ર મધ્યમ માત્રામાં હોય છે - કૉંકોર્ડ દ્રાક્ષ, બ્લૂબૅરી અને બ્લેક ચૅરીના રસ કરતાં ઓછું, પણ ક્રેનબૅરી, નારંગી, અને સફરજનના રસ કરતાં વધુ."

વધુમાં, આહાર એન્ટીઑકિસડન્ટોના રૂપમાં પોલિફીનોલ કેટલા અંશે સ્વાસ્થ્ય માટે સારું તે પણ શંકાની બાબત છે. સજીવોમાં પોલિફીનોલની એન્ટીઓકિસડન્ટ ભૂમિકા સૂચવતાં કોઈ વિશ્વસનીય પુરાવો નથી,[૬][૭] ઊલટાનું તેનું ચોક્કસ કેન્દ્રીકરણ કોષ-કોષ વચ્ચેના સંકેતોને, ગ્રહણશીલ સંવેદનશીલતાને, દાહક ઉત્પ્રેરકની ગતિવિધિને અથવા વંશીય નિયમન(જેન રેગ્યુલેશન)ને અસર કરી શકે છે.[૭][૮] ચોક્કસરૂપે, અસાઈને આહાર રૂપે લેવાથી તે શરીરના વજન પર કોઈ અસર નીપજાવી શકે અથવા વજન ઘટાડી શકે તેવા કોઈ વૈજ્ઞાનિક પુરાવો મળ્યા નથી.[૯]

વોશિંગ્ટન ડી.સી. સ્થિત સેન્ટર ફોર સાયન્સ ઈન ધ પબ્લિક ઈન્ટરેસ્ટ (CSPI) અનુસાર, હજારો ઉપભોગકર્તાઓ જયારે તેઓ અસાઈ-આધારિત નિઃશુલ્ક અજમાયશી ઉત્પાદનોને મેળવવા ન ચાહે ત્યારે તેમના ક્રેડિટ કાર્ડમાં ચઢતી રહેતી આવર્તક કિંમતો અટકાવવામાં મુશ્કેલી અનુભવતા હતા.[૧૦][૧૧] અસાઈ-સંબંધિત ગોટાળઓ/છેતરપિંડીઓ માટે ચેતવતી કેટલીક વેબસાઈટો પોતે જ ગોટાળા કરનારી સાઈટો છે.[૯] દેખીતા ખોટા દાવાઓમાં સામેલ છે - ડાયાબિટીસ(મધુપ્રમેહ)માંથી અને અન્ય હઠીલાં દર્દોમાંથી મુકિત તેમ જ શિશ્નના કદમાં વધારો અને પુરુષનું જાતીય પૌરુષત્વ તથા મહિલાની જાતીય આકર્ષકતામાં વધારો, વગેરે.[૧૨]

માર્ચ 2009 મુજબ, કોઈ વૈજ્ઞાનિક દષ્ટિથી નિયંત્રિત અભ્યાસો આ દાવાઓમાંથી એક પણને પુષ્ટિ આપતા નથી. એબીસી(ABC) ન્યુઝ ના ખબરપત્રી સુસાન ડૉનાલ્ડસન મુજબ, આ ઉત્પાદનો (યુનાઈટેડ સ્ટેટ્સમાં) એફડીએ (FDA) દ્વારા મૂલ્યાંકન પામેલાં નથી, અને તેમની ગુણકારિતા અંગે પ્રશ્નનાર્થ છે.[૧૩] 2008ના ઉત્તરાર્ધમાં, ધ ઓપરાહ વિનર્ફી શો ના વકીલોએ આ ઉત્પાદન-પુરવણીઓના નિર્માતાઓએ કથિતપણે કરેલાં નિવેદનો, કે ઓપરાહ ના કાયમી મહેમાન ડૉ. મેહમેટ ઓઝે વજન ઉતારવા માટે તેમનાં ઉત્પાદનો અથવા અસાઈનો સામાન્યપણે ઉપયોગ કરવાની ભલામણ કરી હતી અંગે તપાસ શરૂ કરી હતી.[૧૩]

અન્ય ઉપયોગો[ફેરફાર કરો]

આહાર તરીકે અથવા ટકિલા(એક પ્રકારનો દારૂ)ને ખુશ્બોદાર બનાવવા માટેના ઉપયોગો સિવાય, અસાઈ પામના બીજા વ્યાવસાયિક ઉપયોગો પણ છે. તેનાં પાંદડાઓમાંથી ટોપીઓ, સાદડીઓ, ટોપલીઓ અને ઘરનાં છાપરાં માટેનાં છાજ બની શકે છે, અને તેના જંતુપ્રતિરોધી એવા થડના લાકડાનો ઉપયોગ મકાન બનાવવા માટે થઈ શકે છે.[૧૪] વૃક્ષના થડ પર ખનિજો મેળવવા માટે પ્રક્રિયા કરી શકાય છે.[૧૫] એક સ્વાદિષ્ટ વાની તરીકે તાડફળીનો ઉપયોગ વ્યાપકપણે થાય છે.[૧૬]

ફળનો 80% ભાગ જેનાથી બનેલો છે, તે અસાઈના બીજ પશુધન માટે ખોરાક તરીકે અથવા વનસ્પતિ માટે સજીવ માટીના એક ઘટક રૂપે જમીનમાં નાખી શકાય છે. જમીનમાં વાવેલા બીજ નવાં પામ વૃક્ષો ઉગાડવા માટે વાપરવામાં આવે છે, જો વાતાવરણની સ્થિતિ યોગ્ય હોય તો, તેમાંથી પામ વૃક્ષના રોપાઓ બનતાં મહિનાઓ થાય છે.[સંદર્ભ આપો] આ બીજ પોલિ-અસંતૃપ્ત અને સંતૃપ્ત ફેટ્ટી ઍસિડના સ્રોત છે.[૧૪][૧૭][૧૮]

પોષકદ્રવ્યો[ફેરફાર કરો]

ફ્રીજ કરેલા-સૂકેવેલા અસાઈના ફળના ગર્ભ અને ત્વચાના (ઓપ્ટી-અસાઈ, K2A, Inc.) પાઉડર (પ્રતિ 100 ગ્રામ સૂકા પાઉડર) 533.9 કેલરી ધરાવે છે એવું નોંધવામાં આવ્યું હતું, જેમાં 52.2 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 8.1 ગ્રામ પ્રોટીન અને 32.5 ગ્રામ કુલ ચરબી હતી. કાર્બોહાઈડ્રેટનો હિસ્સો 44.2 ગ્રામનો રેષાયુકત આહાર અને ઓછું ગળપણ મૂલ્ય ધરાવે છે (ગર્ભ ગળ્યો નથી).[૧૮] આ પાઉડર (પ્રતિ 100 ગ્રામે) નહિવત્ વિટામિન સી, 260 મિગ્રા કૅલ્શિયમ, 4.4 મિગ્રા લોહતત્ત્વ અને 1002 U વિટામિન એ તેમ જ એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ ધરાવે છે; કુલ સૂકા વજનનો 7.59% હિસ્સો એમિનો એસિડ ધરાવે છે.

અસાઈમાં રહેલાં ચરબીના તત્ત્વોમાં ઓલિક એસિડ (કુલ ચરબીના 56.2%), પામિટિક એસિડ (24.1%), અને લિનોલીક એસિડ (12.5%) છે.[૧૮] અસાઈમાં બિટા-સિટોસ્ટિરોલ (કુલ સ્ટિરોલના 78–91%) પણ હોય છે.[૧૮][૧૯] અસાઈના ફળમાં રહેલા તૈલી ખંડો પ્રોકયાનિદિન ઓલિગોમર્સ અને વૅનિલિક એસિડ, સિરિન્જીક એસિડ, પી-હાઈડ્રોકસીબેન્ઝોઈક એસિડ, પ્રોટોકૅટેચ્યુઈક એસિડ અને ફેરુલિક એસિડ જેવા પોલિફીનોલ ધરાવે છે; જે તેના સંગ્રહ દરમ્યાન અથવા ગરમીમાં ખુલ્લા થવાથી સારા એવા પ્રમાણમાં ઘટતાં જોવા મળ્યાં હતાં.[૨૦]

કાચી સામગ્રીઓમાં પોલિફીનોલ[ફેરફાર કરો]

ઈન વિટ્રો અભ્યાસમાં કરવામાં આવેલા તુલનાત્મક પૃથક્કરણમાં, 11 પ્રકારના થીજવેલા રસના અર્કમાંથી અસાઈ મધ્યમ પ્રમાણમાં પોલિફીનોલ અને એન્ટીઓકિસડન્ટ પ્રભાવકતા ધરાવે છે એવું નોંધવામાં આવ્યું હતું, જે એસેરોલા, કેરી, સ્ટ્રૉબેરી અને દ્રાક્ષ કરતાં ઓછું હતું.[૨૧]

થીજાવેલા-સૂકા અસાઈ ફળના ગર્ભ અને ત્વચાનો પાઉડર એન્થોકયાનિન (3.19 મિગ્રા/ગ્રા) ધરાવતો હતો; અલબત્ત, ઈન વિટ્રોમાં એકંદર એન્ટીઑકિસડન્ટ ક્ષમતાના માત્ર 10% પૂરતો જ એન્થોકયાનિન જવાબદાર હતો.[૨૨] આ પાઉડરમાં બાર ફલેવોનોઈડ-જેવાં સંયોજનો પણ મોજૂદ હોવાનું નોંધવામાં આવ્યું હતું, જેમાં હોમોઓરિઈન્ટીન, ઓરિઈન્ટીન, ટેકસીફોલિન, ડીઓકસીહેકસોસ, ઈસોવિટેકસીન, સ્કોપારીન, તેમ જ પ્રોએન્થોકયાનિડિન (12.89 મિગ્રા/ગ્રા), અને ઓછી માત્રામાં રેસવેરાટ્રોલ (1.1 μg/ગ્રા.) સામેલ હતા.[૧૮] થીજાવેલા-સૂકવેલા અસાઈના એક બીજા ઉત્પાદન(ઓપ્ટી-અસાઈ)ના અભ્યાસ પરથી નોંધવામાં આવ્યું હતું કે તે બ્લૂબૅરી અને અન્ય એન્ટીઑકિસડન્ટ-સમૃદ્ધ ફળોની સરખામણીમાં ઘણી ઓછી માત્રામાં એન્થોકયાનિન, પ્રોએન્થોકયાનાડિન અને અન્ય પોલિફીનોલ સંયોજનો ધરાવે છે.[૨૩]

અસાઈની ભિન્ન ભિન્ન જાતોના, તેમની એન્ટીઑકિસડન્ટ ક્ષમતા અંગેના ઈન વિટ્રો અભ્યાસમાં, સફેદ જાતિએ વિવિધ ઑકિસજન રેડિકલ સામે કોઈ એન્ટીઑકિસડન્ટ પ્રતિક્રિયા દર્શાવી નહોતી, જયારે વ્યવસાયિક ધોરણે જેનો વધુ ઉપયોગ થાય છે તે જાંબુડિયા જાતિએ પેરોકસીલ રેડિકલ સામે અને કંઈક ઓછી માત્રામાં પેરોકસીનાઈટ્રાઈટ સામે એન્ટીઑકિસડન્ટ પ્રતિક્રિયા દર્શાવી હતી પણ હાઈડ્રોકસીલ રેડિકલ સામે અત્યંત ઓછી પ્રતિક્રિયા દર્શાવી હતી.[૨૨]

થીજાવીને સૂકવેલો અસાઈ પાઉડર ઈન વિટ્રોમાં સુપરઓકસાઈડ (1614 એકમો/ગ્રા.) અને પેરોકસીલ રેડિકલ (1027 μmol TE/g) સામે તથા પેરોકસીનાઈટ્રાઈટ અને હાઈડ્રોકસીલ રેડિકલો સામે હળવી એન્ટીઑકિસડન્ટ પ્રતિક્રિયા જોવા મળી હતી.[૨૩] આ પાઉડર ન્યુટ્રોફિલ્સમાં હાઈડ્રોજન પેરોકસાઈડ-પ્રેરિત ઑકિસડેશનને અટકાવતો હોવાનો અને ઈન વિટ્રોમાં લિપોપોલિસાકચારાઈડ-ઉત્પ્રેરિત મૅક્રોફાજ દ્વારા નાઈટ્રિક ઑકસાઈડ પર સહેજ ઉત્પ્રેરક અસર નીપજાવતો હોય તેવું જાણવામાં આવ્યું છે.[૨૩] જો કે, આ પરિણામો માત્ર ઈન વિટ્રો પરિસ્થિતિઓમાં જ લાગુ પડે છે અને તે શારીરિક ક્રિયાઓના સંદર્ભે કેટલા પ્રસ્તુત છે તે હજી નક્કી થઈ શકયું નથી. ઊલટાનું, સજીવતંત્રમાં બિન-એન્ટીઑકિસડન્ટ ભૂમિકા હોય તેવું સંભવ છે.[૭][૮]

અસાઈ ગરની જેમ જ, અસાઈ બીજના અર્ક પણ ઈન વિટ્રો સ્થિતિએ પેરોકસીલ રેડિકલ સામે એન્ટીઑકિસડન્ટ ક્ષમતા દાખવતા હોવાનું, અને પેરોકસીનાઈટ્રાઈટ અને હાઈડ્રોકસીલ રેડિકલ સામે વધુ તીવ્ર એન્ટીઑકિસડન્ટ ક્ષમતા દાખવતા હોવાનું નોંધવામાં આવ્યું છે.[૨૪]

રસની એન્ટીઑકિસડન્ટ સંભાવ્યતા[ફેરફાર કરો]

અસાઈ રસની અચોક્કસ ટકાવારી ધરાવતાં, બજારમાં ઉપલબ્ધ એવાં ત્રણ મિશ્ર રસો(જયુસ)ને જયારે ઈન વિટ્રો સ્થિતિએ તેમની એન્ટીઑકિસડન્ટ ક્ષમતા માટે લાલ દારૂ, ચ્હા, છ પ્રકારના શુદ્ધ ફળોના રસ અને દાડમના રસ સાથે સરખાવવામાં આવ્યા, ત્યારે તેમની સરેરાશ એન્ટીઑકિસડન્ટ ક્ષમતા દાડમના રસ, કૉંકોર્ડ દ્રાક્ષના રસ, બ્લૂબૅરીના રસ અને લાલ દારૂ કરતાં ઓછી જોવા મળી હતી. તેની સરેરાશ ક્ષમતા આશરે બ્લેક ચેરી અથવા ક્રેનબૅરીના રસ જેટલી, અને નારંગીના રસ, સફરજનના રસ તથા ચ્હા કરતાં વધુ જોવા મળી હતી.[૨૫]

12 સ્વસ્થ, ઉપવાસી માનવ સ્વયંસેવકો પર કરવામાં આવેલો એક અભ્યાસે દર્શાવ્યું હતું કે અસાઈ રસના વેપારી પીણાં અથવા સફરજનના સોસ લીધા પછીના બે કલાકની અંદર રકતની એન્ટીઑકિસડન્ટ ક્ષમતા વધી ગઈ હતી, પણ આ એન્ટીઑકિસડન્ટોની શારીરિક ક્રિયાઓ પરની અસર અંગે કોઈ તપાસ થઈ શકી નહોતી.[૨૬] ઑકિસજન પ્રતિક્રિયાશીલ પ્રજાતિઓની પેઢીને અસાઈ રસના ઉપભોગથી કોઈ નોંધપાત્ર અસર થઈ નહોતી.

ભલે અસાઈ તેનાં સંભવતઃ સમૃદ્ધ પોલિફીનોલ તત્ત્વ માટે જાણીતી છે,[૨૬] પણ આ ફળનું એન્થોકયાનિન માત્ર વનસ્પતિની કુદરતી પ્રતિરોધક રચનામાં[૨૭] અને ઈન વિટ્રો સ્થિતિમાં જ તેની એન્ટીઑકિસડન્ટ ક્ષમતા માટે પ્રસ્તુત બને છે.[૨૮] આ ફળ ખાઈ લીધા પછી અસાઈના ફિનોલીક એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો બચવા પામે તેવી સંભાવનાઓ ન હોવાથી આ તર્ક લાગુ પડી શકે છે, લિનસ પોઉલિંગ ઈન્સ્ટિટ્યૂટ અને યુરોપિયન ફૂડ સેફટી ઓથોરિટીએ તારવેલા અર્થઘટન મુજબ પાચનક્રિયા પછી આહારમાંના એન્થોકયાનિન અને અન્ય ફલેવોનોઈડ નહિવત્ અથવા ખૂબ ઓછી પ્રત્યક્ષ એન્ટીઑકિસડન્ટ ખોરાકની લાક્ષણિકતા ધરાવે છે.[૨૯][૩૦][૩૧] નિયંત્રિત ટેસ્ટ ટયૂબ પરિસ્થિતિઓથી વિપરીત, સજીવતંત્રમાં એન્થોકયાનિનની નિયતિ દર્શાવે છે કે તે ખૂબ ઓછી માત્રામાં બચી શકે છે (5% કરતાં પણ ઓછા), જે ચયાપચયની ક્રિયા પછી બચેલા રાસાયણિક-ફેરફારોયુકત પદાર્થો તરીકે માત્ર મળોત્સર્જન માટે બાકી રહ્યા હોય છે.[૩૨]

અન્ય સંશોધન[ફેરફાર કરો]

થીજાવેલો-સૂકવેલો અસાઈ પાઉડર સાયકલોઓકસીજિનીઝ ઉત્પ્રેરકો COX-1 અને COX-2 પર હળવી નિરોધાત્મક અસરો કરતો હોવાનું જોવા મળ્યું હતું,[૨૩] અને અસાઈમાંથી રાસાયણિક રીતે ખેંચેલા પોલિફીનોલિક-સમૃદ્ધ હિસ્સાઓ ઈન વિટ્રો સ્થિતિએ HL-60ના (પ્રાયોગિક લ્યુકેમિયાના) કોષોના અનેકગણા થવાની પ્રક્રિયાને ઘટાડતા હોવાનું નોંધાયું હતું.[૩૩] ઈન વિટ્રો સ્થિતિએ, અસાઈના ગરના તેલમાંના તારવેલા અંશો પણ અનેકગુણિત-વિરોધી અસરો કરતા હોવાનું જોવા મળ્યું હતું.[૩૪] ઉંદરો પરના એક અભ્યાસમાં, તેમને ઊંચો ચરબીયુકત આહાર અને સાથે સૂકા અસાઈ ગર પુરવણી રૂપે આપવામાં આવ્યો, તો તેનાથી તેમના એકંદર રકત સ્તરમાં ઘટાડો થયો હતો અને ઊંચી-ઘનતા-ન ધરાવતા લિપોપ્રોટીન કૅલેસ્ટોરલ અને સુપરઑકસાઈડ ડિસમ્યુટેઝ ગતિવિધિમાં ઘટાડો થયો હતો.[૩૫]

મુખ વાટે લેવાતા અસાઈનું, ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ તંત્રની વિદ્યુત-ચુંબકીય પ્રતિધ્વનિ છબિ માટે વિષમ એજન્ટ તરીકે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.[૩૬] તેનું એન્થોકયાનિન આહારના કુદરતી રંજક એજન્ટ તરીકેની પણ લાક્ષણિકતા ધરાવે છે.[૩૭]

આ પણ જોશો[ફેરફાર કરો]

વધુ વાંચન[ફેરફાર કરો]

 • Craft P, Riffle RL (2003). An encyclopedia of cultivated palms. Portland, Oregon, United States: Timber Press. ISBN 0-88192-558-6.

સંદર્ભો[ફેરફાર કરો]

 1. *Murrieta RSS, Dufour DL, Siqueira AD (1999). "Food consumption and subsistence in three Caboclo populations on Marajo Island, Amazonia, Brazil". Human Ecology. 27: 455–75. doi:10.1023/A:1018779624490.CS1 maint: multiple names: authors list (link)
 2. "AÇAÍ DE BELÉM". 10 March 2003. મૂળ માંથી 9 માર્ચ 2010 પર સંગ્રહિત. મેળવેલ 30 December 2009.
 3. "Açaí in the Bowl". મૂળ માંથી 2010-05-02 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-28.
 4. "Acai Berry Liquor". મૂળ માંથી 2010-04-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-28.
 5. "'Superfood' Promoted on Oprah's Site Robs Amazon Poor of Staple". 14 May 2009. મેળવેલ 30 Dec 2009.
 6. Williams RJ, Spencer JP, Rice-Evans C (2004). "Flavonoids: antioxidants or signalling molecules?". Free Radical Biology & Medicine. 36 (7): 838–49. doi:10.1016/j.freeradbiomed.2004.01.001. PMID 15019969. Unknown parameter |month= ignored (મદદ); line feed character in |journal= at position 5 (મદદ)CS1 maint: multiple names: authors list (link)
 7. ૭.૦ ૭.૧ ૭.૨ Frei B. "Controversy: What are the true biological functions of superfruit antioxidants?". મૂળ માંથી 2010-03-06 પર સંગ્રહિત. મેળવેલ February 5, 2010. Unknown parameter |source= ignored (મદદ); line feed character in |access-date= at position 12 (મદદ); Check date values in: |access-date= (મદદ)
 8. ૮.૦ ૮.૧ Virgili F, Marino M (2008). "Regulation of cellular signals from nutritional molecules: a specific role for phytochemicals, beyond antioxidant activity". Free Radical Biology & Medicine. 45 (9): 1205–16. PMID 18762244. Unknown parameter |month= ignored (મદદ)
 9. ૯.૦ ૯.૧ http://www.quackwatch.com/01QuackeryRelatedTopics/PhonyAds/acai.html
 10. "Oprah is coming after bad Internet Marketers". Adotas. મૂળ માંથી 2010-07-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-28.
 11. "AG warns about deceptive weight loss supplement offer". King5 News. મેળવેલ 2009-09-09.
 12. ""રિયાલિટી ચેક"". મૂળ માંથી 2011-01-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-28.
 13. ૧૩.૦ ૧૩.૧ સુસાન ડૉનાલ્ડસન જેમ્સ. "સુપરફૂડ" અસાઈ કદાચ તેની કિંમતને યોગ્ય નથીઃ ઓફરાહના ડૉ. ઓઝ કહે છે કે અસાઈ સ્વાસ્થ્યપ્રદ છે પણ તમામ રોગોને દૂર કરનાર નથી; આહારવિદ્ને તે કિંમતને યોગ્ય લાગતી નથી", એબીસી (ABC) ન્યુઝ, ડિસેમ્બર 12, 2008. ડિસે. 30, 2008ના મેળવેલ.
 14. ૧૪.૦ ૧૪.૧ સિલ્વા, એસ. અને તાસસારા, એચ. (2005). ફ્રુટ બ્રાઝિલ ફ્રુટ. સાઓ (São) પોઉલો, બ્રાઝિલ, ઈમ્પ્રેસા દસ આર્ટીસ
 15. ડયેર, એ. પી. 1996. લેટન્ટ એનર્જી ઈન યૂટેર્પે ઓલેરાસીઆ (યૂટેર્પે ઓલેરાસીઆમાંની સુષુપ્ત ઊર્જા). બાયોમાસ એનર્જી એન્વાયર્મેન્ટ, પ્રોક. બાયોએનર્જી કોન્ફ. 9મી.
 16. "Acai Fruit". મેળવેલ 2010-04-21.
 17. Plotkin MJ, Balick MJ (1984). "Medicinal uses of South American palms". J Ethnopharmacol. 10 (2): 157–79. doi:10.1016/0378-8741(84)90001-1. PMID 6727398. Unknown parameter |month= ignored (મદદ)
 18. ૧૮.૦ ૧૮.૧ ૧૮.૨ ૧૮.૩ ૧૮.૪ Schauss AG, Wu X, Prior RL, Ou B, Patel D, Huang D, Kababick JP (2006). "Phytochemical and nutrient composition of the freeze-dried amazonian palmberry, Euterpe oleraceae Mart. (acai)". J Agric Food Chem. 54 (22): 8598–603. doi:10.1021/jf060976g. PMID 17061839.CS1 maint: multiple names: authors list (link)
 19. Lubrano C, Robin JR, Khaiat A (1994). "Fatty-acid, sterol and tocopherol composition of oil from the fruit mesocarp of 6 palm species in French-Guiana". Oleagineux. 49: 59–6.CS1 maint: multiple names: authors list (link)
 20. Pacheco-Palencia LA, Mertens-Talcott S, Talcott ST (2008). "Chemical composition, antioxidant properties, and thermal stability of a phytochemical enriched oil from Açaí (Euterpe oleracea Mart.)". J Agric Food Chem. 56 (12): 4631–6. doi:10.1021/jf800161u. PMID 18522407. Unknown parameter |month= ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)
 21. Kuskoski EM, Asuero AG, Morales MT, Fett R (2006). "Wild fruits and pulps of frozen fruits: antioxidant activity, polyphenols and anthocyanins". Cienc Rural. 36 (4 (July/Aug)).CS1 maint: multiple names: authors list (link)
 22. ૨૨.૦ ૨૨.૧ Lichtenthäler R, Rodrigues RB, Maia JG, Papagiannopoulos M, Fabricius H, Marx F (2005). "Total oxidant scavenging capacities of Euterpe oleracea Mart. (Açaí) fruits". Int J Food Sci Nutr. 56 (1): 53–64. doi:10.1080/09637480500082082. PMID 16019315. Unknown parameter |month= ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)
 23. ૨૩.૦ ૨૩.૧ ૨૩.૨ ૨૩.૩ Schauss A.G., Wu X., Prior R.L., Ou B., Huang D., Owens J., Agarwal A., Jensen G.S., Hart A.N., Shanbrom E. (2006). "Antioxidant capacity and other bioactivities of the freeze-dried amazonian palm berry, Euterpe oleraceae Mart. (acai)". J Agric Food Chem. 54 (22): 8604–10. doi:10.1021/jf0609779. PMID 17061840.CS1 maint: multiple names: authors list (link)
 24. Rodrigues RB, Lichtenthäler R, Zimmermann BF; et al. (2006). "Total oxidant scavenging capacity of Euterpe oleracea Mart. (açaí) seeds and identification of their polyphenolic compounds". J Agric Food Chem. 54 (12): 4162–7. doi:10.1021/jf058169p. PMID 16756342. Unknown parameter |month= ignored (મદદ); Explicit use of et al. in: |author= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
 25. Seeram NP, Aviram M, Zhang Y; et al. (2008). "Comparison of antioxidant potency of commonly consumed polyphenol-rich beverages in the United States". J Agric Food Chem. 56 (4): 1415–22. doi:10.1021/jf073035s. PMID 18220345. Unknown parameter |month= ignored (મદદ); Explicit use of et al. in: |author= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  રિપ્રિન્ટ એટ પોમ વન્ડરફુલ સંગ્રહિત ૨૦૦૮-૦૮-૨૮ ના રોજ વેબેક મશિન
 26. ૨૬.૦ ૨૬.૧ Mertens-Talcott SU, Rios J, Jilma-Stohlawetz P; et al. (2008). "Pharmacokinetics of anthocyanins and antioxidant effects after the consumption of anthocyanin-rich acai juice and pulp (Euterpe oleracea Mart.) in human healthy volunteers". J Agric Food Chem. 56 (17): 7796–802. doi:10.1021/jf8007037. PMID 18693743. Unknown parameter |month= ignored (મદદ); Explicit use of et al. in: |author= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
 27. Simon PW (1997). "Plant Pigments for Color and Nutrition". મૂળ માંથી 2009-01-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-28. Unknown parameter |source= ignored (મદદ)
 28. De Rosso VV, Morán Vieyra FE, Mercadante AZ, Borsarelli CD (2008). "Singlet oxygen quenching by anthocyanin's flavylium cations". Free Radical Research. 42 (10): 885–91. doi:10.1080/10715760802506349. PMID 18985487. Unknown parameter |month= ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)
 29. Lotito SB, Frei B (2006). "Consumption of flavonoid-rich foods and increased plasma antioxidant capacity in humans: cause, consequence, or epiphenomenon?". Free Radic. Biol. Med. 41 (12): 1727–46. doi:10.1016/j.freeradbiomed.2006.04.033. PMID 17157175.
 30. Williams RJ, Spencer JP, Rice-Evans C (2004). "Flavonoids: antioxidants or signalling molecules?". Free Radical Biology & Medicine. 36 (7): 838–49. doi:10.1016/j.freeradbiomed.2004.01.001. PMID 15019969. Unknown parameter |month= ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)
 31. નિયમ (EC) નં. 1924/20061ની કલમ 13(1) મુજબ વિવિધ આહાર/ આહારના ઘટકોના સ્વાસ્થ્ય સંબંધી દાવાઓની સત્યતા અંગે વૈજ્ઞાનિક અભિપ્રાય અને કોષોને અકાળ વૃદ્ધત્વ સામે, એન્ટીઑકિસડન્ટ પ્રતિક્રિયા, એન્ટીઑકિસડન્ટ ઘટકો અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો સામે સંરક્ષણ તથા ઓકિસડેટીવ નુકસાન સામે ડીએનએ (DNA), પ્રોટીન અને લિપિડને સંરક્ષણ, આહાર ઉત્પાદનો પરની ઈએફએસએ (EFSA) પેનલ, ન્યુટ્રીશન એન્ડ એલર્જીસ (NDA)2, 3 યુરોપિયન ફૂડ સેફટી ઓથોરિટી (EFSA), પાર્મા, ઈટાલી, ઈએફએસએ (EFSA) જર્નલ 2010; 8(2):1489
 32. ડેવિડ સ્ટાઉથ, યુરેકએલર્ટ! કૃત "અભ્યાસ ફલેવોનોઈડ્સના જીવવિજ્ઞાન પર નવા દષ્ટિકોણો ધરવાની ફરજ પાડે છે". ઓરેગન સ્ટેટ યુનિવર્સિટી દ્વારા બહાર પડેલ સમાચારનોંધ પરથી તારવીને લેવાયેલું.
 33. Del Pozo-Insfran D, Percival SS, Talcott ST (2006). "Açai (Euterpe oleracea Mart.) polyphenolics in their glycoside and aglycone forms induce apoptosis of HL-60 leukemia cells". J Agric Food Chem. 54 (4): 1222–9. doi:10.1021/jf052132n. PMID 16478240. Unknown parameter |month= ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)
 34. Pacheco-Palencia LA, Talcott ST, Safe S, Mertens-Talcott S (2008). "Absorption and biological activity of phytochemical-rich extracts from açai (Euterpe oleracea Mart.) pulp and oil in vitro". J Agric Food Chem. 56 (10): 3593–600. doi:10.1021/jf8001608. PMID 18442253. Unknown parameter |month= ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)
 35. Oliveira de Souza M, Silva M, Silva ME, de Paula Oliveira R, Pedrosa ML. (2009). "Diet supplementation with acai (Euterpe oleracea Mart.) pulp improves biomarkers of oxidative stress and the serum lipid profile in rats". Nutrition. PMID 20022468. Unknown parameter |month= ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)
 36. Córdova-Fraga T, de Araujo DB, Sanchez TA; et al. (2004). "Euterpe Olerácea (Açaí) as an alternative oral contrast agent in MRI of the gastrointestinal system: preliminary results". Magn Reson Imaging. 22 (3): 389–93. doi:10.1016/j.mri.2004.01.018. PMID 15062934. Unknown parameter |month= ignored (મદદ); Explicit use of et al. in: |author= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
 37. Del Pozo-Insfran D, Brenes CH, Talcott ST (2004). "Phytochemical composition and pigment stability of Açaí (Euterpe oleracea Mart.)". J Agric Food Chem. 52 (6): 1539–45. doi:10.1021/jf035189n. PMID 15030208. Unknown parameter |month= ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]