ઈંડિયા ગેટ
India Gate, STEP JSSATE | |
---|---|
![]() | |
![]() ઈંડિયા ગેટ | |
For ભારતીય સિપાહીઓ જેઓ પ્રથમ વિશ્વ યુદ્ધ અને અફઘાન યુદ્ધોમાં શહીદ થયેલા | |
Established | ૧૯૨૧ |
Unveiled | ૧૯૩૧ |
Location | ૨૮° 36 ૪૬.૩૧° N near દીલ્હી, ભારત |
Designed by | એડવીન લ્યુટાઈંસ |
ઈંડિયા ગેટ (Hindi: इंडिया गेट) ભારતનું એક રાષ્ટ્રીય સ્મારક છે. તે ભારતના સૌથી મોટા યુદ્ધ સ્મારકોમાંનું એક છે. નવી દીલ્હી હૃદય સ્થાને આવેલ આ સ્મારકની પ્રતિકૃતિ સર એડવીન લ્યુટાઈંસ દ્વારા પરિકલ્પીત હતી . શરૂઆતમાં તેને અખિલ ભારતીય યુદ્ધ સ્મારક તરીકે ઓળખાતું આ સ્થળ દીલ્હીનું પ્રમુખ સ્થળ છે અને તે સમયની બ્રિટિશ ભારતીય સેનાના ૯૦,૦૦૦ સૈનિકિના નામ પોતાના પર સમાવે છે જેમણે ભારતભૂમિ માટે લડતા ખરેખર તો ભારતમાંની બ્રિટિશ સત્તા પ્રથમ વિશ્વ યુદ્ધમાં અને અફઘાન યુદ્ધોમાટે લડતાં લડતાં પોતાના પ્રાણ ગુમાવ્યા હતાં.
શરુઆતમાં કિંગ જ્યોર્જ - ૫ ની પ્રતિમા આ ગેટની સામેની અત્યારની ખાલી ચંદરવામાં બીરાજમાન હતીૢ જેને અત્યારે અન્ય મૂર્તિઓ સાથે કોરોનેશન પાર્કમાં મુકવામાં આવી છે. ભારતની સ્વતંત્રતા પછીૢ આ સ્થળ ભારતીય સેનાના અજ્ઞાત સિપાહીનો મકબરો જેને અમર જવાન જ્યોતતરીકે પણ ઓળખાય છે તેણે લીધું છે.
અનુક્રમણિકા
ચંદરવો[ફેરફાર કરો]
આ ગેટની એકદમ પાછળ એક ખાલી ચંદરવો આવેલો છે તેની રુપરેખા પણ લ્યુટાઈંસ દ્વારા જ તૈયાર થઈ. આ ચંદરવો ૧૮મી સદીમાં સ્થાપિત મહાબલીપુરમ મંડપોથી પ્રેરીત છે. તેમાં ભારની સ્વતંત્રતા સુધી કિંગ જ્યોર્જ -૫ ની પ્રતિમાઅ મૂકાયેલી હતી જેને અત્યારે કોરોનેશન પાર્કમાં મુકવામાં આવી છે. પરમ વીર ચક્ર નામના વીરતા પુરસ્કાર મેળવના જવાનોના નામ આ ગેટ પર લખવામાં આવ્યાં છે.[સંદર્ભ આપો
]
અમર જવાન જ્યોતી[ફેરફાર કરો]
ઈંડિયા ગેટૅની કમાનની નીચે જવાનની સમાધિ પર ૧૯૭૧થી અગ્યાત શહીદ સિપાહીની યાદમાં એક જ્યોત અવિરત સળગે છે જેને અમર જવાન જ્યોત કહે છે. આ સમાધિ એક કાળા આરસના કેનોટાફ સ્વરુપે છે જેના પર એક નાળચા પર ઉભેલી એક રાઈફલ (બંદૂક) છે જેના પર સિપાહીનું હેલ્મેટ છે.
આ કેનોટાફ પોતે પણ એક મંચ પર છે જેના ચાર ખૂણે ચાર મશાલ અવિરત બળ્યાં કરે છે. આને ૨૬ જાન્યૂઆરી ૧૯૭૨માં વડા પ્રધાને ઈંદીરા ગાંધી દ્વારા ૧૯૭૧નું ભારત-પાક યુદ્ધના ચાલતે પ્રદીપ્ત કરાઈ હતી.
આજે રાષ્ટ્રપતિૢ વડા પ્રધાને અને રાજ મહેમાન માટે આ સ્મારક પર રાષ્ટ્રીય પર્વના દિવસે અને ગણતંત્ર દિવસએ શ્રદ્ધાંજલી અર્પિત કરવી આવશ્યક છે. આમ કર્યાં પછી જ તેઓ રાજપથ પર થી પસાર થતી વાર્ષિક પરેડની સલામી ઝીલવા જાય છે.
સ્થળ[ફેરફાર કરો]
૪૨મી ઊંચા ઈંડિયા ગેટની રચના એવા સ્થળ પર છે જ્યાંથી વિવ્ધ દિશામાં અનેક રસ્તાઓ ફૂટે છે. ત્રાસવાદેઓના હુમલાના ભયને ટાળવા આ સ્થળની આજુ બાજું વાહન પર બંદી આવવાથી હવે વાહન વ્યવહાર ઓછોથયો છે. આ પહેલાં અહીં સતત ટ્રાફેક વહેણ રહેતું.
રાજ પથની આસ પાસ બનાવાયેલી ઘાસ બગીચા સાંજના સમયે લોકો દ્વારા ભરાઈ જાય છે, જ્યારે ઈંડિયા ગેટને રોશનીથી સજાવાય છે.
ચિત્રમાલા[ફેરફાર કરો]
આ પણ જુઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર category:India Gate વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |
- Satellite picture by Google Maps
- India Gate at Night
- Pictures of India Gate From a backpacker's trip around India in 2005.
- Photos and 360° panoramic view of adjacent Children Garden