એકતા નગર રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
એકતા નગર રેલવે સ્ટેશન
ભારતીય રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનસરદાર સરોવર રીસોર્ટની સામે, કેવડીયા, નર્મદા જિલ્લો, ગુજરાત
 ભારત
અક્ષાંશ-રેખાંશ21°52′30″N 73°41′27″E / 21.87506°N 73.69074°E / 21.87506; 73.69074
ઊંચાઇ63.01 metres (206.7 ft)
માલિકભારતીય રેલ્વે
સંચાલકપશ્ચિમ રેલ્વે વિભાગ
લાઇનડભોઈ-કેવડીયા લાઇન
પ્લેટફોર્મ
પાટાઓ
બાંધકામ
બાંધકામ પ્રકારજમીન પર
પાર્કિંગહા
સાયકલ સુવિધાઓહા
AccessibleHandicapped/disabled access પ્રાપ્ત
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડKDCY
વિસ્તાર પશ્ચિમ રેલ્વે વિભાગ
વિભાગ વડોદરા
ઈતિહાસ
શરૂઆત૧૭ જાન્યુઆરી ૨૦૨૧
વીજળીકરણહા
સ્થાન
એકતા નગર રેલ્વે સ્ટેશન is located in ગુજરાત
એકતા નગર રેલ્વે સ્ટેશન
એકતા નગર રેલ્વે સ્ટેશન
Location within ગુજરાત

એકતા નગર રેલ્વે સ્ટેશન (સ્ટેશન કોડ: EKNR) જે પહેલા કેવડીયા રેલ્વે સ્ટેશન (જૂનો સ્ટેશન કોડ: KDCY) તરીકે ઓળખાતું હતું[૧], ગુજરાતમાં આવેલું રેલ્વે સ્ટેશન છે. તે કેવડીયાથી ૭ કિમી દૂર નર્મદા નદીના કાંઠા પર આવેલું છે. આ સ્ટેશનના નિર્માણનો હેતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે પ્રવાસ વધુ સુલભ બનાવવાનો છે. આ રેલ્વે સ્ટેશન સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર ૫ કિલોમીટરના અંતરે આવેલું છે.[૨][૩]

ભારતના રાષ્ટ્રપતિ, રામનાથ કોવિંદે ૧૫ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ આ સ્ટેશનનું ખાતમૂર્હત કર્યું હતું. તે ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્ર ધરાવતું ભારતનું પહેલું રેલ્વે સ્ટેશન પણ છે.[૪][૫] [૬]

રેલ્વે સ્ટેશનના નિર્માણ માટે અંદાજીત ૨૦૦ કરોડ ભારતીય રૂપિયાનો ખર્ચ થયો છે. રેલ્વે લાઇન કેવડીયાને ચાંદોદ, મોરીયા, તિલકવાડા અને ગરૂડેશ્વરથી જોડશે. ચાંદોદ અને ડભોઇ વચ્ચેની હાલની નેરો ગેજ રેલ્વે લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે. ચાંદોદ અને કેવડીયા વચ્ચે વધુ ૩૨ કિમીના માર્ગનું કામ ચાલી રહ્યું છે.

સ્ટેશન ત્રણ માળ ધરાવે છે. પ્રથમ બે માળમાં મુસાફરો માટે સુવિધાઓ છે અને ત્રીજા માળે કલાકૃતિ કક્ષ આવેલો છે. તેનું ઉદ્ઘાટન ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ કરવામાં આવ્યું હતું.

ટ્રેન[ફેરફાર કરો]

 • ૧૨૯૨૭/૨૮ કેવડિયા - દાદર વેસ્ટર્ન એસ.એફ. એક્સપ્રેસ
 • ૨૦૯૦૩/૦૪ કેવડિયા - વારાણસી મહામાના એક્સપ્રેસ
 • ૨૦૯૦૫/૦૬ કેવડિયા - રીવા મહામાના એક્સપ્રેસ
 • ૨૦૧૧૯/૧૨૦ કેવડિયા – ચેન્નાઈ સેન્ટ્રલ એક્સપ્રેસ
 • ૨૦૯૪૫/૪૬ કેવડિયા – હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ
 • ૨૦૯૪૭/૪૮ કેવડિયા – અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ
 • ૨૦૯૪૯/૫૦ કેવડિયા – અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ
 • ૬૯૨૦૧/૦૨ કેવડિયા – પ્રતાપનગર મેમુ
 • ૬૯૨૦૩/૦૪ કેવડિયા – પ્રતાપનગર મેમુ
 • ૬૯૨૦૫/૦૬ કેવડિયા – પ્રતાપનગર મેમુ

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Kevadiya Railway Station in Gujarat renamed as Ekta Nagar Railway Station". Desh Gujarat.
 2. "Indian Railways building swanky new Kevadiya railway station near the Statue of Unity! Top 10 facts".
 3. "You could soon take a train to see Statue of Unity".
 4. "Train to Statue of Unity! Kevadiya railway station coming up soon; President Kovind lays foundation stone". The Financial Express. 15 December 2018. મેળવેલ 28 March 2019.
 5. "President Kovind visits Statue of Unity, to lay foundation for railway station". ટાઇમ્સ ઑફ ઇન્ડિયા. મેળવેલ 28 March 2019.
 6. "Town made famous by Statue of Unity to now get a railway station". The Indian Express. 12 December 2018. મેળવેલ 28 March 2019.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]