ચાંદોદ (તા. ડભોઇ)

વિકિપીડિયામાંથી
ચાંદોદ
—  ગામ  —
ચાંદોદનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°07′46″N 73°25′03″E / 22.129471°N 73.417557°E / 22.129471; 73.417557
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વડોદરા
તાલુકો ડભોઇ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, બાજરી, તુવર, શાકભાજી

ચાંદોદ (તા. ડભોઇ), જે ચાણોદ તરીકે પણ ઓળખાય છે. આ ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલું એક ગામ છે. ચાંદોદ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય કર્મકાંડ, નૌકાચાલન, ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ચાંદોદ ખાતે ગાયકવાડી સમયની ડભોઇ નેરોગેજ લાઇનનું સ્ટેશન આવેલું છે.

ધાર્મિક મહત્વ[ફેરફાર કરો]

અહીં ઓરસંગ નદી અને નર્મદા નદીનો સંગમ થતો હોવાને કારણે આ ગામ સંગમતીર્થ તરીકે તેમજ પિતૃ શ્રાદ્ધ માટે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે.[૧] અહીં નદીઓ પર અનેક જગ્યા પર પાકાં પગથિયાંવાળા ઘાટ બાંધવામાં આવેલા છે. એક ઘાટ પરથી બીજા ઘાટ પર જવા તેમ જ સંગમસ્થળે પંહોચવા માટે હોડીઓ ઉપલબ્ધ હોય છે.

જાણીતા વ્યક્તિઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Chandod, Temples, Pilgrimage centre, Vadodara, Tourism Hubs, Gujarat, India". Gujarattourism.com. મૂળ માંથી 4 ફેબ્રુઆરી 2019 પર સંગ્રહિત. મેળવેલ 4 February 2019.
  2. Parikh, Dhiru (૧૯૯૫). Dayaram Na Shreshtha Kavyo. Navbharat Sahitya Mandir Ahmedabad. પૃષ્ઠ ૩–૬.