કાંતિ ભટ્ટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કાંતિ ભટ્ટ
જન્મ૧૫ જુલાઇ ૧૯૩૧
વ્યવસાયલેખક
રાષ્ટ્રીયતાભારતીય

કાંતિ ભટ્ટ જાણીતાં ગુજરાતી લેખક, પત્રકાર અને કટારલેખક છે. તેઓ મોટાભાગે સમાચાર પત્રોમાં કટાર લેખન માટે જાણીતા છે.[૧] તેઓએ અભિયાન સામયિકની શરૂઆત કરેલી.

જીવન[ફેરફાર કરો]

કાંતિ ભટ્ટનો જન્મ ૧૫ જુલાઇ ૧૯૩૧ના રોજ ભાવનગર જિલ્લાના સાંચરા ગામમાં થયો હતો. તેમનાં પિતાનું નામ હરગોવિંદભાઇ અને માતાનું નામ પ્રેમકુંવર છે. તેમના કુટુંબનું મૂળ ગામ ઝાંઝમેર હતું. તેમને ચાર ભાઇઓ અને ત્રણ બહેનો છે. મહુવામાં શાળાજીવન દરમિયાન તેઓ ઝાંઝર સામયિકના સંપાદક હતા. ૧૯૫૨માં તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્યના સ્નાતકની પદવી મેળવી. તેમણે ભાવનગર નગરપાલિકામાં થોડો સમય કામ કર્યું. બિમારીને કારણે તેઓ યુરુલી કંચનના નિસોર્પચાર આશ્રમમાં દાખલ થયા. તેમણે ૯ વર્ષ પેનાંગ, મલેશિયામાં તેમના કાકા જોડે કામ કર્યું.[૨][૩]

૧૯૬૬માં મુંબઈમાં તેમણે પત્રકાર તરીકે કાર્ય શરૂ કર્યું. ૧૯૬૭માં તેઓ વ્યાપારના સહ-સંપાદક તરીકે હતા. ત્યારબાદ તેમણે વિવિધ ગુજરાતી સામયિકો જેવાં કે ચિત્રલેખા, મુંબઇ સમાચાર, જનશક્તિ, સંદેશ, યુવા દર્શન, જનસત્તા જોડે કામ કર્યું. ૧૯૭૭માં તેમણે કેનિયામાં થોડો સમય કામ કર્યું. તેઓ સંશોધક પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. દિવ્ય ભાસ્કરમાં તેઓ આસપાસ અને ચેતનાની ક્ષણે નામની કટારો લખે છે.[૪] તેમણે કેટલીક ટૂંકી વાર્તાઓ પણ લખી છે.[૨][૫]

અંગત જીવન[ફેરફાર કરો]

૧૯૬૦માં કાંતિ ભટ્ટના લગ્ન રંજન સાથે થયા અને ૧૯૭૭માં તેમણે છૂટાછેડા લીધા. ૧૯૭૯માં પત્રકાર શીલા ભટ્ટ સાથે તેમણે લગ્ન કર્યા.[૬] તેમની પુત્રી શક્તિનું અવસાન ૨૦૦૭માં થયું હતું.[૨]

સર્જન[ફેરફાર કરો]

પુસ્તકો[ફેરફાર કરો]

  • ચેતનાની ક્ષણે

કટાર[ફેરફાર કરો]

  • ચેતનાની ક્ષણે ‍(દિવ્ય ભાસ્કર)
  • આસપાસ ‍(દિવ્ય ભાસ્કર)
  • કૈલાશ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. McDonald, Hamish (૭ ઓગસ્ટ ૨૦૧૫). "Ambani & Sons". Google Books. Retrieved ૨૩ ઓગસ્ટ ૨૦૧૫. 
  2. ૨.૦ ૨.૧ ૨.૨ સુરેશ (૧૯ ઓગસ્ટ ૨૦૦૬). "કાન્તિ ભટ્ટ, Kanti Bhatt". ગુજરાતી પ્રતિભા પરિચય. Retrieved ૨૩ ઓગસ્ટ ૨૦૧૫. 
  3. "Interview/Kanti Bhatt". Rediff.com. Retrieved ૨૩ ઓગસ્ટ ૨૦૧૫. 
  4. "શું છઠ્ઠી ઈન્દ્રીય થકી માણસ ભવિષ્ય જાણી શકે ખરો ?". divyabhaskar.co.in. Retrieved ૨૩ ઓગસ્ટ ૨૦૧૫. 
  5. Vibhakar, Devang (૨૦ માર્ચ ૨૦૧૨). "Interview of Kanti Bhatt". SpeakBindas. Retrieved ૨૩ ઓગસ્ટ ૨૦૧૫. 
  6. Bhatt, Sheela. "BookHouse! Sheela Bhatt's Diary". Rediff.com. Retrieved ૨૩ ઓગસ્ટ ૨૦૧૫. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]