કારેલી (તા. વાવ)ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા વાવ તાલુકામાં આવેલું એક ગામ છે. કારેલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે જીરુ, , બાજરી,મગ ,મઠ,તલ,બીજડાં તેમ જ અન્ય પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામ માં રાજપૂત ,દરબાર, હરિજન ,બ્રાહ્મણ ,સુથાર,વજીર રબારી વગેરે જાતિના લોકો રહે છે.આ ગામમાંથી અલગ પડીને એક ગામ બન્યું છે જેનું નામ કારેલીગામડી છે , હજુ સુધી રેવન્યુ ગામ બન્યું ન હોવાથી સરકારી દફતરે કારેલીગામના હિસ્સા તરીકે ઓળખાય છે ,તે ગામમાં ચૌધરી,ઠાકોર,જૈન,બ્રાહ્મણ ,રબારી,પ્રજાપતિ વગેરે જાતિના લોકો રહે છે,તે ગામ માં પણ સ્વતંત્ર પ્રાથમિક શાળા,આંગણવાડી વગેરે આવેલા છે
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.