કે.લાલ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

કે. લાલ ભારત દેશનાં એક મહાન જાદુગર હતા, તેઓ ગુજરાતી હોવાને નાતે ગુજરાતનું ગૌરવ સમાન છે. તેઓનો જન્મ ૧૭ જાન્યુઆરી, ૧૯૨૪ના રોજ થયો હતો. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ પાસેના વંથલી ગામે ૧૬ વર્ષની કિશોરવયે સૌ પ્રથમ જાદુનો ખેલ કરીને કરી હતી.[૧] કે. લાલે 61 વર્ષની તેમની કારકિર્દીમાં 22,400 જેટલા મેજિક શૉ યોજીને વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો. કે.લાલના 60 વર્ષીય પુત્ર હસુભાઇ પિતાના માર્ગે આગળ વધ્યા અને તેમની સાથે શૉ કરતા હતા. તેમની ચોથી પેઢી પણ આ ક્ષેત્રમાં આવી છે. [૨] ૨૩ સપ્ટેમ્બર -૨૦૧૨ના રોજ તેમણે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી.

જન્મ અને બાળપણ[ફેરફાર કરો]

કે. લાલનું મૂળ નામ કાંતિલાલ અને પિતાનું નામ ગિરધરલાલ વોરા હતું, તેઓનો જન્મ અમરેલી જિલ્લાના બગસરા ગામમાં થયો હતો. તેમના દાદા નગરશેઠ હોવાને નાતે કલાના પુજારીઓ તેમને આંગણે હર હંમેશ ઉતારા નાંખતા. ૩૦ના દાયકામાં તેમાનાં કુટુંબ સાથે તેઓ કલકત્તા સ્થાયી થયા, જ્યાં તેમના પિતાએ કાપડનો વ્યવસાય શરૂ કર્યો હતો. બંગાળ કે જે ભારતમાં જાદુનું પાટનગર ગણાય છે, તેનું પાટનગર કલકત્તા બાળ કે.લાલને જાદુ શીખવાનો માર્ગ મોકળો કરી આપવા તેમાના જીવનમાં આવ્યું જ્યાં તેમની મુલાકાત તે સમયનાં મહાન જાદુગર ગણપતી ચક્રવર્તી સાથે થઈ, અને તેઓએ કાંતિલાલને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા..[૩]

જીવન ઝરમર[ફેરફાર કરો]

'''મહંમદ છેલ'''ની જાદુની વાતો સાંભળીને કાંતિલાલને જાદુ પ્રત્યે આકર્ષણ થયેલું. ઇ.સ. ૧૯૩૮માં માઇટી ચેંગના જાદુના ખેલ જોઇને પોતે પણ જાદુગર બનવાનો નિર્ણય કર્યો. મદારીઓ અને નાના જાદુગરો પર તેમને પહેલેથી પ્રેમ હતો. તેમની પાસેથી જાદુના નાના પ્રયોગો બાળપણમાં શીખ્યા.

 • 1931 – કાકાને ઘેર કલકત્તા વસવાટ; બંગાળના જાણીતા જાદુગર ગણપતિ ચક્રવર્તી તેમના ગુરૂ;
 • 1939- વિશ્વ યુધ્ધ ફાટી નીકળતાં બગસરા પાછા;
 • 1940- વંથળી એક જાનમાં જતાં અડધો કલાક જાદુનો પ્રયોગ કર્યો, લોકોને ગમ્યો પણ કુટુંબ અને સમાજમાં ‘ કાંતિયો સ્મશાનમાં જઇ કાળો જાદુ શીખી લાવ્યો છે’ તેવી નામોશી મળી;
 • 1943- કલકત્તા પાછા સ્થળાંતર; ગીતાકુમાર નામના જાદુગર પાસેથી જાદુના શો કરવાનું શીખ્યા;
 • 1947- શ્યામબજાર , કલકત્તામાં જાદુગરોના અધિવશનમાં અપમાન થતાં ઉપરના શબ્દો ઉચ્ચાર્યા અને જીવન જાદુને સમર્પિત;
 • 1951- રોક્સી થીયેટર , કલકત્તામાં 200 જાદુગરોને આમંત્રણ આપી, અડધા કલાકના જાદુના શોનો રિવાજ છોડી ત્રણ કલાકનો પૂર્ણ ભારતીય પહેરવેશ સાથે અને અવનવી લાઇટીંગ અને સાઉન્ડ *સીસ્ટમ સાથે પ્રયોગ કર્યો ;
 • જાદુના શોનું ભારતીયકરણ કરનાર પહેલા જાદુગર;
 • 60 વર્ષમાં 18,000 થી વધુ જાદુના શો કર્યા;
 • જાદુ વિદ્યાના 10,000 થી વધુ પુસ્તકોનું અંગત પુસ્તકાલય.


સન્માન

 • જાપાન સરકારનો સર્વોચ્ચ ગણાતો ‘સાકી’ ખિતાબ;
 • જુદા જુદા દેશના 250 થી વધુ એવોર્ડ મળ્યા છે;
 • 1968 – અમેરીકામાં ’ઇ ન્ટરનેશનલ બ્યુરો ઓફ મેજીશીયન્સ’ તરફથી દુનિયાના સૌથી મહાન અને ઝડપી જાદુગર તરીકેનો એવોર્ડ.[૪]


સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]