ખંડાલા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ખંડાલા
खंडाळा
ગિરિમથક
રાજમાચી ઉદ્યાન, ખંડાલા ખાતેથી પસાર થતો મુંબઇ-પુના દ્રુતગતિ માર્ગ
રાજમાચી ઉદ્યાન, ખંડાલા ખાતેથી પસાર થતો મુંબઇ-પુના દ્રુતગતિ માર્ગ
ખંડાલા is located in Maharashtra
ખંડાલા
ખંડાલા
Coordinates: 18°45′29″N 73°22′19″E / 18.758°N 73.372°E / 18.758; 73.372
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોપુના
ઉંચાઇ૫૫૦
ભાષાઓ
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારIST (UTC+5:30)
વેબસાઇટhttp://www.khandala.com

ખંડાલા (મરાઠી: खंडाळा), ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં પશ્ચિમ ઘાટ સ્થિત એક ગિરિમથક (હિલ સ્ટેશન) છે.[૧] તે લોનાવાલા થી ત્રણ કિલોમીટર અને કર્જત થી સાત કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.

ખંડાલા, ભોર ઘાટ ખાતેના એક છેડા (ઉપર તરફ) પર સ્થિત છે, કે જે દખ્ખણના ઉચ્ચપ્રદેશ અને કોંકણના મેદાની ક્ષેત્ર વચ્ચેના સડક માર્ગ પર સ્થિત એક મુખ્ય સ્થાન છે. આ ઘાટ પરથી ભારે પ્રમાણમાં રોડ અને રેલ યાતાયાત પસાર થાય છે. મુંબઇ અને પુના શહેરોને જોડતી મુખ્ય કડી મુંબઇ-પુના દ્રુતગતિ માર્ગ, ખંડાલા ખાતેથી પસાર થાય છે.

નજીકના શહેરો ખાતેથી સહેલાઈથી પહોંચી શકવાને કારણે, ખંડાલા પગપાળા તેમ જ પર્વતારોહણ પર્યટન (ટ્રેકિંગ, હાઇકિંગ) પ્રવાસીઓમાં ખાસ કરીને લોકપ્રિય છે. ડ્યુકનું નાક (ડ્યૂક્સ નોઝ) નામક પહાડી ટોચ પરથી ખંડાલા અને ભોર ઘાટની સુંદર દૃશ્યાવલિઓની મજા માણી શકાય છે.

લોકપ્રિય સંસ્કૃતિમાં[ફેરફાર કરો]

ખંડાલાનો ઉલ્લેખ હિંદી ફિલ્મ ગુલામનું પ્રખ્યાત ગીત "આતી ક્યા ખંડાલા"માં કરવામાં આવ્યો છે. વર્ષ ૧૯૭૫ની યાદગાર હિંદી ફિલ્મ છોટી સી બાતમાં અશોક કુમાર દ્વારા અભિનિત પાત્ર, કે જે લશ્કરના નિવૃત્ત કર્નલ છે, ખંડાલા ખાતે નિવાસ કરે છે.

ચિત્ર દર્શન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Khandala, Maharashtra | Expert Bulletin". Archived from the original on 2016-10-20. Retrieved 2018-09-28.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]