લખાણ પર જાઓ

ચૌધરી બોલી

વિકિપીડિયામાંથી

ચૌધરી બોલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા પૂર્વ સરહદના વિસ્તારમાં રહેતા ચૌધરી જાતિના આદિવાસીઓની બોલી છે. આ બોલી ગુજરાતી ભાષા કરતાં ઘણી અલગ હોય છે, તેમ છતાં કેટલાક શબ્દો ગુજરાતી ભાષાના પણ એકસરખા હોય છે.

ગુજરાત રાજ્યમાં આ બોલી તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા તેમ જ ભરુચ જિલ્લાઓમાં રહેતા ચૌધરી જાતિના લોકો અંદરોઅંદરના સામાન્ય વહેવારમાં ઉપયોગ કરે છે.