જનક દવે
જનક દવે | |
---|---|
જનક દવે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, (૧૧ મે ૨૦૧૯) | |
જન્મ | જનક હરિલાલ દવે 14 June 1930 ભાવનગર, બ્રિટીશ ભારત |
વ્યવસાય | નાટ્યકાર, નાટ્ય અભિનેતા અને નાટ્ય શિક્ષક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
જનક હરિલાલ દવે (જ. ૧૪ જૂન ૧૯૩૦) એ ગુજરાત, ભારતના ગુજરાતી નાટ્યકાર, નાટ્ય અભિનેતા અને નાટ્ય શિક્ષક છે.
જીવન
[ફેરફાર કરો]દવેનો જન્મ બ્રિટીશ ભારતના ભાવનગર ખાતે ૧૪ જૂન ૧૯૩૦ ના રોજ પિતા હરિલાલ અને માતા ચતુરાબહેનને ત્યાં થયો હતો. તેમણે ૧૯૫૫માં મેટ્રિક પાસ કર્યું, અને સાત કે આઠ વર્ષ પ્રિસ્કુલમાં નોકરી કરી હતી. ૧૯૫૭માં તેઓ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા, સંલગ્ન મ્યુઝીક કોલેજમાં જોડાયા. અહીં તેમણે ચંદ્રવદન મહેતા અને જશવંત ઠાકરના માર્ગદર્શન હેઠળ નાટ્યકલામાં પ્રથમ વર્ગ સાથે સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી.[૧]
૧૯૬૩ થી ૧૯૬૭ દરમિયાન, તેમણે સંગીત નાટ્ય ભારતી, રાજકોટ ખાતે નાટ્ય વિભાગના અધ્યક્ષ તરીકે કામ કર્યું. ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી, તેમણે પંજાબ યુનિવર્સિટીના નાટ્ય વિભાગમાં વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી. ૧૯૭૧માં, તેઓ ગુજરાત કોલેજમાં જોડાયા જ્યાં તેમણે નાટ્યકળાનું પ્રશિક્ષણ આપ્યું, અને ૧૯૮૮માં વિભાગના વડા તરીકે ત્યાંથી નિવૃત્ત થયા.[૧]
સર્જન
[ફેરફાર કરો]દવે એક નાટ્ય શિક્ષક, મંચ અભિનેતા અને નાટ્યકાર તરીકે ઓળખાય છે. તે ભવાઈ સ્વરૂપ (મોટાભાગે પશ્ચિમી ભારતમાં લોકપ્રિય લોકમંચ સ્વરૂપ) ના વિદ્વાન છે. તેમણે નાટકો-નાટક-અધ્યાપન પર પુસ્તકો લખ્યા છે અને અનેક પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.[૧]
તેમણે આખરી કસબનો ઉગાડ (૧૯૯૭) અને અભિનય પ્રશિક્ષણ (૨૦૦૨) નામના પુસ્તકો લખ્યાં છે, જે 'કોન્સ્ટેન્ટિન સ્ટેનિસ્લાવસ્કી'ની નાટ્યપદ્ધતિ પર આધારિત છે. તેમની હેતુલક્ષી એકાંકીઓ (૨૦૦૧) માં કેટલાક મૂળ નાટક છે જ્યારે કેટલાક અનુવાદિત નાટકો છે. તેમના ભવાઈ-વેશ ( ભવાઈના રૂપમાં બનેલા શાબ્દિક રીતે જુદા જુદા કથન) લોકરંજન ભવાઈ (૧૯૮૮), દેહનો દુશ્મન અને વેશવંશ (૧૯૮૮) તરીકે પ્રકાશિત થયા છે.[૧]
દવેએ ગુજરાતીમાં થિયેટરના વિકાસમાં પણ નોંધપાત્ર ભૂમિકા ભજવી છે, અને આ ક્ષેત્રમાં ઘણા પુસ્તકો પ્રકાશિત કર્યા છે : રંગલો ચાલ્યો ફરવા (૧૯૮૯), નાટક ખેલે બાળગોપાલ (૧૯૯૭) અને બાળનાટ્ય દિગ્દર્શન કલા (૧૯૯૭) તેમના સંગ્રહો છે. તે બાળકોમાં 'જનક દાદા' તરીકે જાણીતા હતા[૧]
નાટ્ય શિક્ષણમાં તેમના યોગદાન આપવા બદલ ૧૯૯૩માં ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ પંડ્યા, પ્રવીણ (September 2015). દેસાઈ, પારૂલ કંદર્પ (સંપાદક). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (સ્વાતંત્ર્યોત્તર યુગ - 1). 7. અમદાવાદ: કે. એલ. સ્ટડી સેન્ટર, ગુજરાત સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 324–325. ISBN 978-81-930884-5-6.