જનરલ સામ માણેકશા

વિકિપીડિયામાંથી
ફિલ્ડમાર્શલ

સામ માણેકશા

એમસી (મિલેટ્રી ક્રોસ)
ફિલ્ડમાર્શલ સામ માણેકશા
ભારતના ૭મા થલસેના અધ્યક્ષ
પદ પર
8 June 1969 (1969-06-08) – 15 January 1973 (1973-01-15)
રાષ્ટ્રપતિવી. વી. ગીરી
મોહમદ હિદાયતુલ્લા
પ્રધાન મંત્રીઈન્દિરા ગાંધી
પુરોગામીજનરલ પી. પી. કુમારમંગલમ
અનુગામીજનરલ ગોપાલ ગુરુનાથ બેવૂર
૯મા જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, પૂર્વીય પાંખ
પદ પર
૧૬ નવેમ્બર ૧૯૬૪ – ૮ જૂન ૧૯૬૯
પુરોગામીલેફ્ટનન્ટ જનરલ પી. પી. કુમારમંગલમ
અનુગામીલેફ્ટનન્ટ જનરલ જગજિતસિંહ અરોડા
૯મા જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, પશ્ચિમી પાંખ
પદ પર
૪ ડિસેમ્બર ૧૯૬૩ – ૧૫ નવેમ્બર ૧૯૬૪
પુરોગામીલેફ્ટનન્ટ જનરલ દૌલત સિંઘ
અનુગામીલેફ્ટનન્ટ જનરલ હરબક્ષ સિંઘ
અંગત વિગતો
જન્મ(1914-04-03)3 April 1914
અમૃતસર, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત
મૃત્યુ27 June 2008(2008-06-27) (ઉંમર 94)
વેલિંગ્ટન, તમિલનાડુ, ભારત
જીવનસાથીસિલ્લૂ બોડે
પુરસ્કારો
સૈન્ય સેવાઓ
અન્ય નામોસામ બહાદુર[૪]
Allegianceઢાંચો:Country data British India
 India
શાખા/સેવાઢાંચો:Country data British India
 ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૩૪ – ૨૦૦૮[lower-alpha ૧][૩]
હોદ્દો ફિલ્ડ માર્શલ
દળ ૧૨મી ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટ
૮ ગુરખા રાઇફલ્સ
કમાન્ડ
  • ઇસ્ટર્ન આર્મી
  • વેસ્ટર્ન આર્મી
  • IV કોર્પ્સ
  • ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન
  • ૨૬મો ઇન્ડિયન ઇન્ફન્ટ્રી ડિવિઝન
  • ધ ઇન્ફન્ટ્રી સ્કૂલ
  • ૧૬૭મી ઇન્ફન્ટ્રી બ્રિગેડ
લડાઈઓ/યુદ્ધો


સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા (૩ એપ્રિલ, ૧૯૧૪ – ૨૭ જૂન, ૨૦૦૮) જે સામ માણેકશા અને સેમ બહાદુર ("સેમ ધ બ્રેવ") તરીકે વ્યાપકપણે જાણીતા હતા, તેઓ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાની યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના આર્મી સ્ટાફના વડા હતા અને ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનારા ભારતીય સેનાના પ્રથમ અધિકારી હતા. તેમની સક્રિય લશ્કરી કારકિર્દી ચાર દાયકા અને પાંચ યુદ્ધો સુધી ફેલાયેલી હતી, જેની શરૂઆત બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ ભારતીય સેનામાં સેવાથી થઈ હતી.

જીવન[ફેરફાર કરો]

સામ માણેકશાનો જન્મ ૩ એપ્રિલ, ૧૯૧૪ના દિવસે અમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો. એમનો પરિવાર ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ શહેરમાંથી પંજાબ રાજ્યમાં આવી ગયો હતો. માણેકશાએ પ્રારંભિક શિક્ષણ અમૃતસર ખાતે મેળવ્યું હતું, ત્યારબાદ તેઓ નૈનીતાલ શહેર ખાતે શેરવુડ કૉલેજમાં દાખલ થયા હતા. તેઓ દેહરાદૂન ખાતે ઇંડિયન મિલિટ્રી એકેડમીની પહેલા બેચ માટે પસંદગી પામેલા કુલ ૪૦ છાત્રો પૈકીના એક હતા. ત્યાંથી તેઓ કમીશન પ્રાપ્તિ થયા બાદ ભારતીય સેનામાં ભરતી થયા હતા.

૧૯૩૭માં એક સાર્વજનિક સમારોહમાં ભાગ લેવા માટે લાહોર ગયેલા સામની મુલાકાત સિલ્લો બોડે સાથે થઈ હતી. બે સાલ જેટલા સમય ચાલેલી આ દોસ્તી ૨૨ એપ્રિલ ૧૯૩૯ ના રોજ વિવાહમાં પરિણમી હતી. ૧૯૬૯માં તેમણે સેનાધ્યક્ષ બનાવવામાં આવ્યાં. ૧૯૭૩માં તેમણે ફીલ્ડ માર્શલ નું સન્માન પ્રદાન કરાયું.

૧૯૭૩માં સેના પ્રમુખના પદ થી સેવાનિવૃત્ત થયા બાદ તેઓ વેલિંગટનમાં વસી ગયા હતાં. વૃદ્ધાવસ્થામાં તેમને ફેફસા સંબંધી બિમારી થઈ ગઈ હતી અને તેઓ કોમામાં ચાલ્યાં ગયા હતા. તેમનું મૃત્યુ વેલિંગટનના સૈન્ય રુગ્ણાલયના આઈસીયુમાં રાત્રે ૧૨.૩૦ વાગ્યે થયું હતું.

સૈન્ય કારકિર્દી[ફેરફાર કરો]

૧૭મી ઇન્ફેંટ્રી ડિવીઝનમાં તૈનાત સૅમે પહેલી વાર દ્વિતીય વિશ્વયુદ્ઘમાં યુદ્ધનો સ્વાદ ચાખ્યો, ૪-૧૨ ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટના કેપ્ટન પદે બર્મા (બ્રહ્મદેશ) અભિયાન દરમ્યાન સેતાંગ નદીના તટ પર જાપાનીઓથી યુદ્ધ લડતા તેઓ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા હતાં.

સ્વસ્થ થતા માણેકશા પહલાં સ્ટાફ કૉલેજ ક્વેટા, પછી જનરલ સ્લિમ્સની ૧૪મી સેના ના ૧૨ ફ્રંટિયર રાઇફલ ફોર્સ માં લેફ્ટિનેંટ બની બર્મા ના જંગલોમાં ફરી એક વાર જાપાનીઓ સાથી દ્વંદ્વ કરવા જઈ પહોંચ્યા, અહીં તેઓ ભીષણ લડ઼ાઈ માં ફરી ખરાબ રીતે ઘાયલ થયા, દ્વિતીય વિશ્વયુદ્ઘ પૂર્ણ થયા બાદ સૅમ ને સ્ટૉફ આફિસર બનાવી જાપાનીઓના આત્મસમર્પણ માટે ઇંડો-ચાયના મોકલવામાં આવ્યાં જ્યાં તેમણે લગભગ ૧૦૦૦૦ યુદ્ઘબંદિઓ ના પુનર્વસનમાં પોતાનું યોગદાન આપ્યું.

૧૯૪૬ માં તેઓ ફર્સ્ટ ગ્રેડ સ્ટાફ ઑફીસર બની મિલિટ્રી આપરેશંસ ડાયરેક્ટ્રેટ માં સેવારત રહ્યાં, વિભાજન બાદ ૧૯૪૭-૪૮ ની કાશ્મીર ની લડાઈમાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી. ભારતની આઝાદી બાદ ગોરખાની કમાન સંભાળવા વાળા તેઓ પ્રથમ ભારતીય અધિકારી હતાં. ગોરખા ઓએ જ તેમને સૅમ બહાદુર ના નામથી સૌથી પહલા બોલાવવાની શરૂઆત કરી. બઢતીની સીડી ચઢ઼તા સૅમને નાગાલેંડ સમસ્યા ને સુલઝાવવા ના અવિસ્મરણીય યોગદાન માટે ૧૯૬૮ માં પદ્મભૂષણથી પુરસ્કૃત કરાયા.

૭ જૂન ૧૯૬૯ ના સૅમ માનેકશૉ જનરલ કુમારમંગલમ પછી ભારત ના ૮મા ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ નું પદ ગ્રહણ કર્યું, તેમના આટલા વર્ષોના અનુભવ ની પરીક્ષાની ઘડ઼ી ત્યારે આવી જ્યારે હજારોં શરણાર્થિયોં ના જથ્થા પૂર્વી પાકિસ્તાન થી ભારત આવવા લાગ્યાં અને યુદ્ઘ અવશ્યંભાવી થઈ ગયો, ડિસેમ્બર ૧૯૭૧માં એ આશંકા સત્ય સિદ્ઘ હુઈ, સૅમ ના યુદ્ઘ કૌશલ સામે પાકિસ્તાન ની કરારી હાર થઈ તથા બાંગ્લાદેશ નું નિર્માણ થયું, તેમના દેશપ્રેમ અને દેશ પ્રતિ નિસ્વાર્થ સેવા ને અનુલક્ષી તેમને ૧૯૭૨ માં પદ્મવિભૂષણ તથા ૧ જાન્યુઆરી ૧૯૭૩ ના ફીલ્ડ માર્શલ ના માનદ પદ થી અલંકૃત કરવામાં આવ્યાં. ચાર દાયકાઓ સુધી દેશની સેવા કર્યા બાદ સૅમ બહાદુર ૧૫ જનવરી ૧૯૭૩ ના ફીલ્ડ માર્શલ ના પદ થી સેવાનિવૃત્ત થયાં.

વ્યક્તિત્વ[ફેરફાર કરો]

માણેકશા ખુલીને પોતાની વાત કરવા વાળા હતાં. તેમણે એક બાર તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી ને 'મૈડમ' કહવા નો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આ સંબોધન 'એક ખાસ વર્ગ' માટે થાય છે. માણેકશા એ કહ્યું કે તેઓ તેમને પ્રધાનમંત્રી જ કહેશે.

નોંધો અને સંદર્ભો[ફેરફાર કરો]

  1. માણેકશા ૧૯૭૩માં સક્રિય સેવામાંથી નિવૃત્ત થયા હતા,[૧] જોકે, ભારતીય લશ્કરી પંચસિતારા રેન્કના અધિકારીઓ આજીવન તેમનો હોદ્દો ધરાવે છે અને તેમના મૃત્યુ સુધી તેઓ સેવારત અધિકારી મનાય છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Mehta, Ashok (27 January 2003). "Play It Again, Sam: A tribute to the man whose wit was as astounding as his military skill". Outlook. મૂળ સંગ્રહિત માંથી 19 August 2012 પર સંગ્રહિત. મેળવેલ 15 August 2012.
  2. Disha Experts 2018, p. A–7.
  3. "Part I-Section 4: Ministry of Defence (Army Branch)" (PDF). The Gazette of India-Extraordinary. 2 January 1973. પૃષ્ઠ 1. મૂળ (PDF) માંથી 25 એપ્રિલ 2021 પર સંગ્રહિત. મેળવેલ 28 જૂન 2021.
  4. "Sam Manekshaw: Leaders Pay Tribute To India's Greatest General". NDTV. 2019-04-03. મેળવેલ 2019-12-17.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]