લખાણ પર જાઓ

જન્મભૂમિ (સમાચારપત્ર)

વિકિપીડિયામાંથી
જન્મભૂમિ
પ્રકારદૈનિક વર્તમાનપત્ર
સ્થાપકઅમૃતલાલ શેઠ
પ્રકાશકસૌરાષ્ટ્ર ટ્રસ્ટ
સંપાદકકુંદન વ્યાસ[] રમેશ જાદવ
સ્થાપના૯ જૂન ૧૯૩૪
ભાષાગુજરાતી
વડુમથકમુંબઈ, ભારત
અધિકૃત વેબસાઇટjanmabhoominewspapers.com


જન્મભૂમિગુજરાતી ભાષાનું સાંજ દૈનિક અખબાર છે, જેની માલિકી સૌરાષ્ટ્ર ટ્રસ્ટની છે. તેનું મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્રમાં છે. જન્મભૂમિ ૧૯૩૪માં સાંજના અખબાર તરીકે શરૂ કરવામાં આવ્યું હતું [][] અખબારમાં દરરોજ ૧૦-૧૨ પૃષ્ઠો પ્રકાશિત થાય છે, જેમાં સંપાદકીય પૃષ્ઠ અને ઓપ-ઍડ[upper-alpha ૧] પૃષ્ઠનો સમાવેશ થાય છે.[] અખબારનું સૂત્ર છે 'जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी' (માતા અને માતૃભૂમિ સ્વર્ગથી શ્રેષ્ઠ છે). []

ઇતિહાસ

[ફેરફાર કરો]

જન્મભૂમિની સ્થાપના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અમૃતલાલ શેઠ દ્વારા કરવામાં આવી હતી, જેમણે ૧૯૩૧માં સૌરાષ્ટ્ર ટ્રસ્ટની સ્થાપના પણ કરી હતી. શરૂઆતમાં, અમૃતાલાલે ધ સન નામનું અંગ્રેજી ભાષાનું સમાચારપત્ર શરૂ કર્યું હતું, જેનું પ્રદર્શન ખરાબ રહ્યું.[] ૯ જૂન ૧૯૩૪ના રોજ અમૃતલાલે રાષ્ટ્રવાદી પ્રકાશન રૂપે ગુજરાતીમાં જન્મભૂમિ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું.[] આ સમાચારપત્ર ગાંધીવાદનું સમર્થક હતું અને તેણે સનસનાટીભર્યા પત્રકારત્વને ટાળવાની નીતિની સ્થાપના કરી હતી. લોકપ્રિય ગુજરાતી રાષ્ટ્રવાદી કવિ ઝવેરચંદ મેઘાણી શરૂઆતથી જ આ અખબાર સાથે જોડાયેલા હતા. શરૂઆતમાં, આ અખબાર કાઠિયાવાડ રજવાડાઓ પરના અત્યાચાર સામેની ચળવળનો ચહેરો બની ગયું. બર્મા અભિયાનના સમાચારો અને આઝાદ હિંદ ફોજને લગતા સમાચારોને આવરી લઈને, આ સમાચારપત્ર રાષ્ટ્રીય દરજ્જા સુધી પહોંચ્યું. ૧૯૭૯માં, અખબારે પ્રવાસી નામથી સવારની આવૃત્તિ શરૂ કરી. રવિવારે, અખબારની સવાર અને સાંજ આવૃત્તિઓ એકીકૃત મથાળા જન્મભૂમિ પ્રવાસી હેઠળ એકસાથે પ્રકાશિત થાય છે.

૧૯૭૦ના દાયકામાં, અખબારમાં ૪૫,૦૦૦ થી ૫૦,૦૦૦ નકલોનું વેચાણ થતું હતું. ૧૯૮૦ના દાયકા દરમિયાન, તે ઘટીને ૪૦,૦૦૦ થઈ ગયું હતું.[] ઇલા આરબ મહેતા દ્વારા રચિત ગુજરાતી બત્રીસ પુતળીની વેદાતિયાની પ્રથમ નારીવાદી નવલકથા, રવિવાર આવૃત્તિમાં લોકપ્રિય થઈ હતી. કુન્દનિકા કાપડિયા દ્વારા લખાયેલી અન્ય નારીવાદી નવલકથા સાત પગલાં આકાશમાં પણ જન્મભૂમિમાં હપ્તાવાર પ્રકટ થઈ હતી.

સંપાદકો

[ફેરફાર કરો]

જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યૂઝપેપરના મુખ્ય સંપાદકોમાં હરીન્દ્ર દવે અને કાંતિ ભટ્ટ (૧૯૬૭-૧૯૭૭)નો સમાવેશ થાય છે.[][][]

  1. ઓપ-ઍડ, “સંપાદકીય પૃષ્ઠની સામેનું પૃષ્ઠ” અથવા “અભિપ્રાયો અને સંપાદકીય પૃષ્ઠ”નું સંક્ષિપ્ત રૂપ. અખબાર અથવા સામયિક દ્વારા પ્રકાશિત કરવામાં આવતો આ ગદ્યટુકડો પ્રકાશનના સંપાદકીય બોર્ડ સાથે સંલગ્ન ન હોય એવા લેખકોનો અભિપ્રાય વ્યક્ત કરે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "પ્રવિણભાઈની કલમે માત્ર મનોરંજન નહી, માહિતી પ્રદાન કરી". www.akilanews.com. મૂળ માંથી 2019-08-23 પર સંગ્રહિત. મેળવેલ 2019-08-23. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "Janmabhumi E Paper". Janmabhumi E Paper. 23 August 2019. મૂળ માંથી 27 માર્ચ 2019 પર સંગ્રહિત. મેળવેલ 5 ફેબ્રુઆરી 2021. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૯-૦૩-૨૭ ના રોજ વેબેક મશિન
  3. "Janma bhoomi epaper, Gujarati Newspaper, Janma bhoomi newspaper online". www.epaper-hub.com. મૂળ માંથી 27 માર્ચ 2019 પર સંગ્રહિત. મેળવેલ 23 August 2019. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૯-૦૩-૨૭ ના રોજ વેબેક મશિન
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Joseph, Ammu; Sharma, Kalpana (7 August 2006). Whose News?: The Media and Women's Issues. SAGE Publications India. pp. 327–328. ISBN 978-93-5150-021-6. {{cite book}}: Check date values in: |date= (મદદ)
  5. ":: જન્મભૂમિ ગુજરાતી સમાચાર :: Gujarati News :: Janamabhoomi News". www.janmabhoominewspapers.com. મેળવેલ 2019-08-25. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  6. ઠાકર, મહેશ (1996). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ  VII. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. 429. OCLC 164765976.
  7. "સવિશેષ પરિચય: હરીન્દ્ર દવે, ગુજરાતી સાહિત્ય પરિષદ". Gujaratisahityaparishad.com. મેળવેલ 2012-08-11. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  8. Amaresh Datta (1987). Encyclopaedia of Indian Literature: A-Devo. ખંડ  1. Sahitya Akademi. pp. 907–908. ISBN 978-81-260-1803-1.
  9. "પ્રૂફરીડર કોને કહેવાય?". khabarchhe.com. મેળવેલ 2019-08-23. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડી

[ફેરફાર કરો]