જલારામ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
જલારામ
Jalaram Bapa Idol.JPG
જલારામ જયંતિના દિવસે સુંદર વસ્ત્રો દ્વારા શણગારેલી તેમની મૂર્તિ
જન્મની વિગત (1799-11-14)નવેમ્બર 14, 1799 કારતક સુદ સાતમ, વિક્રમ સંવત ૧૮૫૬
વીરપુર, ગુજરાત, ભારત
મૃત્યુની વિગત ફેબ્રુઆરી 23, 1881(1881-02-23) (81 વયે) વિક્રમ સંવત ૧૯૩૭
વીરપુર , ગુજરાત, ભારત
જીવનસાથી વીરબાઈ ઠક્કર
માતા-પિતા પ્રધાન ઠક્કર, રાજબાઈ ઠક્કર


જલારામ (૧૪ નવેમ્બર ૧૭૯૯ - ૨૩ ફેબ્રુઆરી ૧૮૮૧) કે જેઓ શ્રી જલારામ બાપા તરીકે ઓળખાય છે. તે ગુજરાતમાં થઈ ગયેલા એક હિંદુ સંત છે.

જીવન વૃત્તાંત[ફેરફાર કરો]

સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. ૧૭૯૯ની સાલમાં એટલે કે વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા.

જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા જાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું.

૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન અટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરી દેવામાં આવ્યાં. તેઓ પણ ધાર્મિક અને સંત આત્મા હતા આથી તેમણે પણ જલારામબાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાત વાળાઓની સેવાના કાર્યમાં જીવનભર પતિને મદદ કરી માનવસેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. વીસ વર્ષની વયે જલારામ બાપાએ આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રા એ જવાનું નક્કી કર્યું ત્યારે તેઓ પણ તેમની સાથે જોડાયા.

૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને "ગુરુ મંત્ર", માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશિર્વાદથી તેમણે "સદાવ્રત"ની શરૂઆત કરી. સદાવ્રત એ એવું સ્થળ કે જ્યાં સાધુઓ , સંતો અને જરૂરિયાત મંદ લોકોને વર્ષના બારે મહિના અને ૨૪ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે.

એક દિવસ એક સાધુ ત્યાં આવ્યાં અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્ય વાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવાર ના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષમણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.[૧][૨] આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધુ કાર્ય જલારામજી એ શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ મા ના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું. બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામનો સહયોગ કર્યો. એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા જાદુઈ અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહીં.[૩] ત્યાર બાદ થોડા સમયમઆં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી. વીરપુર આવતા દરેક વ્યક્તિને નાતજાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું. આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે. [૩]

એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દરદની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા. જલારામે તેઅમ્ની માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તમનું દર્દ શમી ગયું. આમ થતા તેઓ સંત જલારામ ના ચરણે પડી ગયા અને તેમને "બાપા: કહી સંબોધ્યા. ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું. [૪] આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઇલાજ અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યાં. જલારામ બાપા ભગવાન રામ પાસે તેમની માટે પ્રાર્થના કરતા અને તેઓના દુઃખ દૂર થઈ જતા. હિંદુ તેમજ મુસ્લીમ બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા. ૧૮૨૨ માં જમાલ નામનો એક મુસ્લીમ વ્યાપારીનો પુત્ર બિમાર પડ્યો અને દાક્તરો-હકીમોએ આશા મુકી દીધી હતી. તે સમયે હરજીએ તેમને પોતાને મેળેલા પરચાની વાત કરી. તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં ૪૦ ચાલીસ મણ અનાજ દાન કરશે. તેમનો પુત્ર સાજો થતા જમાલ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું "જલા સો અલ્લાહ".[૫][૬]

એક સમયે સ્વયં ભગવાને એક વૃદ્ધ સંતનું રૂપ લઈને આવ્યાં અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાને પત્ની વીરબાઈમા ને તેમને દાન કરી દેવી. જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવામાટે મોકલી આપ્યાં. પણ અમુક અંતર ચાલીને જંગલમઆં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું. તેણીએ ત્યા રાહ જોઈ પણ તે સંત પાછા ન આવ્યા. તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતિની મહેમાન ગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલા તેમણે વીરબાઈ માં પાસે એક દંડો અને ઝોળી મૂકતાં ગયાં. વીરબાઈ માં ઘેર આવ્યાં અને જલારામબાપાને આકાશવાણી, દંડા અને ઝોળીની વાત કરી. આ દંડો અને ઝોળી આજે પણ વીરપુરમાં જોઈ શકાય છે. તેને કાંચની પેટીમાં પ્રદર્શન માટે મૂકેલી છે.[૭][૮]

વીરપુર[ફેરફાર કરો]

જલારામ બાપાનું મુખ્ય સ્મારક ગુજરાત રાજ્યના રાજકોટ નજીક વીરપુરમાં આવેલી છે. આ સ્મારક તે જ ઘર છે જ્યાં જલારામ બાપા તેમના જીવન કાળ દરમ્યાન રહેતાં હતાં. તેને તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે. આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવતી વસ્તુઓ, અને તેમના દ્વારા પૂજાતી રામ સીતા લક્ષમણ અને હનુમાનની મૂર્તિઓ મૂકવામાં આવી છે. અહી સ્વ્યં પ્રભુ દ્વારા અપાયેલી ઝોળી અને દાંડો પણ જોઈ શકાય છે. [૭] પણ અહીંનું મુખ્ય આકર્ષણ છે જલારામ બાપાનો ફોટોગ્રાફ, જે જલારામ બાપાના જીવતા લેવાયેલો એક માત્ર ફોટો છે. જે જલારામ બાપાના મૃત્યુના એક વર્ષ પહેલાં બ્રિટીશ ફોટોગ્રાફર દ્વારા લેવાયેલો છે.[૧]

અહીં ભક્તોએ ભૂતકાળમાં એટલું બધું દાન આપ્યું છે કે ૯ ફેબ્રુઆરી ૨૦૦૦ પછી અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. આ ભારતનું એકમત્ર એવું દેવસ્થાન છે કે જે કોઈપણ જાત નું દાન લેતુ નથી.[૩]

પરચા[ફેરફાર કરો]

આજના જમાનામાં પણ લોકો એમ માને છે કે જો ખરા હ્રદયથી જલારામબાપાને પ્રાર્થાના કરવામાં આવે તો તેઓ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. આ મનોકામના પૂર્તિને "પરચા" કહેવાય છે. લોકો એવી પ્રાર્થના કરે છે કે જો તેમની મનોકામના પૂર્ણ થઈ તો તેઓ ગુરુવારે ઉપવાસ કરશે અથવા જલારામબાપાના મંદિરે જશે.[૫][૯][૧૦] અથવા તેમને મળેલા પરચનાએ રાજકોટથી પ્રસિદ્ધ થતા સામાયિક "જલારામ જ્યોત"માં છપાવશે. આવા અગનિત પ્રચા લોકોઇને થયા છે તેથી જલારામ બાપાની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી અને તેમના મંદિર દરેક સ્થળે જોવા મળે છે. આવા પરચાઓને તે સામાયિકમાં ભક્તના નામ આને સરનામા સાથે વિના મૂલ્યે છપાવાય છે. [૧૧]

આજે જલારામ બાપાની ભક્તિ કરનારો એક બહોળો વર્ગ છે.[૧૨]

જલારામ જયંતિ[ફેરફાર કરો]

જલારામબાપાનો જન્મ દિવસ કે જન્મ જયંતિ કારતક સુદ ૭ ના દિવસે ઉજવવમાં આવે છે. દિવાળી પછી સાતમના દિવસે આ તહેવાર આવે છે. આ દિવસે જલારામના ભક્તો કે ભક્ત સમૂહો પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે છે. આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે. આ દિવસે અહીં જલારામ બાપાના દર્શન માટે ખીચડી અને બુંદી-ગાંઠીયાનો પ્રસાદ લેવા ભક્તોનો ધસારો થાય છે. [૧][૨][૧૩] આ દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલા સર્વ જલારામ મંદિરમાં ઉત્સવ ઉજવાય છે. [૧૪]

જલારામ મંદિરો[ફેરફાર કરો]

જલારામ મંદિરમાં પ્રાયઃ જલારામ બાપાની પ્રતિમા હોય છે. આ પ્રતિમા હસમુખી, સફેદ પાઘડી, કુર્તો અને ધોતીયું પહેરેલી અને હાથમાં દંડો ધરેલી હોય છે.[૧૫] તે સાથે તેમના પૂજનીય એવા રામ લક્ષમણ સીતા અને હનુમાનની મૂર્તિઓ પણ હોય છે. ભારતના દરેક નાના મોટાં શહેરોમાં તેમના મંદિરો જોવા મળે છે. [૧૬][૧૭] ભારત બહાર આમના મંદિરો પૂવ આફ્રિકા,[૫][૧૮] યુનાઇટેડ કિંગડમ,[૧૯][૨૦] સંયુક્ત રાજ્ય અમેરિકા[૨૧][૨૨] અને ન્યુ ઝિલેન્ડમાં પણ[૨૨] જોવા મળે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ Census of India, 1961: Volume 5. 1965. p. 199.  Check date values in: 1965 (help)
 2. ૨.૦ ૨.૧ Fairs and Festivals of India: Chhattisgarh, Dadra and Nagar Haveli, Daman and Diu, Goa, Gujarat, Madhya Pradesh, Maharashtra by Madan Prasad Bezbaruah, Dr. Krishna Gopal, Phal S. Girota - 2003, page:104
 3. ૩.૦ ૩.૧ ૩.૨ Sages Through Ages - Volume IV: India's Heritage By K. K. Nair. 2007.  Check date values in: 2007 (help)
 4. Saints and sages of India. 1992.  Check date values in: 1992 (help)
 5. ૫.૦ ૫.૧ ૫.૨ Shree Jalaram Bapa : Life & Message સંદર્ભ ત્રુટિ: Invalid <ref> tag; name "k" defined multiple times with different content
 6. Life-sketch of Jalarambapa by Councillor Dhiraj Kataria
 7. ૭.૦ ૭.૧ Holy people of the world: a cross-cultural encyclopedia, Volume 1 By Phyllis G. Jestice. 2004.  Check date values in: 2004 (help)
 8. This is Hinduism By Dave Symmons. 1998.  Check date values in: 1998 (help)
 9. Today we will go to Jalaram temple near Paldi railway crossing, as hundreds of devotees will pay visit on Thursday.:Be aware of fake cops: Police Daily Bhaskar, Ahmedabad 23-12-2011
 10. Hinduism in Great Britain: the perpetuation of religion in an alien cultural ... By Richard Burghart. 1987. p. 56.  Check date values in: 1987 (help)
 11. Parchas
 12. Jainism: the world of conquerors, Volume 2 By Natubhai Shah. 1998.  Check date values in: 1998 (help)
 13. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 14. Liluah (Howrah), will hold religious procession on the birth day of Guru Shree Jalaram Bapa at about 08.00 hours on 14.11.2010. Kolkata Police Press Release
 15. Intercultural education: ethnographic and religious approaches By Eleanor M. Nesbitt. 2004.  Check date values in: 2004 (help)
 16. List of some Jalaram temples spread in various cities of India
 17. www.jalaramonline.org : Has list of Jalaram temples in India]
 18. [૧]
 19. The spiritual traveler: England, Scotland, Wales : the guide to sacred sites ... By Martin Palmer, Nigel Palmer. 2000.  Check date values in: 2000 (help)
 20. Hinduism in Great Britain: the perpetuation of religion in an alien cultural ... By Richard Burghart. 1987.  Check date values in: 1987 (help)
 21. Hindu temples in USA
 22. ૨૨.૦ ૨૨.૧ Hind temples worldwide

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]