આ ગામ જાણીતા ભક્તકવિ ભોજા ભગતે વસાવ્યું હોવાની નોંધ મળે છે.[૧] તેઓ લોહાણા સમાજના સંત જલારામ ના તેઓ ગુરુ હતા.[૨] તેમનાં અનુયાયીઓ ફતેપુરના દર્શને આવે છે, જ્યાં તેમણે તેમના જીવનનો મોટા ભાગનો સમય ગુજાર્યો હતો. ભોજા ભગતના આશ્રમમાં તેમની પાઘડી, ઢોલિયો અને પાદુકાઓ રાખેલ છે.[૩][૪] તેમનું ઇંટોનું બનેલું મૂળ ઘર એમનું એમ છે અને તેમની અંગત વસ્તુઓ ત્યાં રાખવામાં આવી છે. આશ્રમને ગાદી-પતિ કહેવાતા મહંત સંભાળે છે.[૫][૬]
↑Gujarat State Gazetteers: Amreli. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. ૧૯૭૨. પૃષ્ઠ ૬૪૧. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૧૫.