ડુમસ (તા. ચોર્યાસી)
Appearance
(ડુમસ થી અહીં વાળેલું)
ડુમસ | |
— ગામ — | |
ડુમસ દરિયાકિનારો
| |
અક્ષાંશ-રેખાંશ | 21°02′40″N 72°25′32″E / 21.0445°N 72.4255°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
તાલુકો | ચોર્યાસી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર તેમજ શાકભાજી |
ડુમસ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં દરિયાકિનારે આવેલું ગામ છે. ડુમસ ગામમાં મુખ્યત્વે માછીમારો, કોળી પટેલો ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે માછીમારી, ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરીની સવલતો પ્રાપ્ય છે.
ડુમસમાં દરિયાકિનારો અત્યંત રળિયામણો હોવાને કારણે અહીં પ્રવાસધામનો વિકાસ થયો છે. શનિ-રવિની રજાઓમાં આખું સુરત અહીં ઊમટી પડતું હોય એવું લાગે એટલી હદે સહેલાણીઓની ભીડ જામે છે. અહીંથી સુરત શહેર માત્ર ૧૫ કિલોમીટર અંતરેના અંતરે પશ્ચિમ દિશામાં આવેલું છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ડુમસ ગામના દરિયાકિનારા વિશે ગુજરાત પ્રવાસન નિગમની વેબસાઇટ પર સંગ્રહિત ૨૦૧૦-૦૧-૦૩ ના રોજ વેબેક મશિન
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |