દીનદયાલ ઉપાધ્યાય

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
દીનદયાલ ઉપાધ્યાય
જન્મની વિગત(1916-09-25)25 September 1916
મૃત્યુની વિગત11 February 1968(1968-02-11) (ઉંમર 51)
ટ્રેનમાં
મૃત્યુનું કારણખૂન
રાષ્ટ્રીયતાભારતીય
નાગરીકતાભારતીય
ક્ષેત્રનૃત્ય
વ્યવસાયવિચારક, સમાજ સેવક અને રાજકારણી
વતનભારત
ધર્મહિંદુ
માતા-પિતાભગવતી પ્રસાદ અને શ્રીમતી રામપ્યારી


પંડિત દીનદયાલ ઉપાદ્યાય (૨૫ સપ્ટેમ્બર ૧૯૧૬ – ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૮) એ એક ભારતીય વિચારક, સમાજ સેવક અને રાજકારણી હતા. તેઓભારતીય જનતા પાર્ટી ની પિતૃ સંસ્થા ભારતીય જનસંઘ ના એક નેતા હતા.

પ્રારંભિક જીવન અને અભ્યાસ[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૯૧૬માં મથુરાથી ૨૬ કિમી દૂર આવેલા ચન્દ્રભાણ નામના ગામમાં થયો હતો. એ ગામને હવે દીનદયાલ ધામ તરીકે ઓળખાય છે.  તેમના પિતા ભગવતી પ્રસાદ એક જાણીતા જ્યોતીષ શાસ્ત્રી હતા અને તેમના માતા શ્રીમતી રામપ્યારી એક ધર્મિષ્ઠ નારી હતા. તેઓ આઠ વર્ષના હતા ત્યારે તેમના માતા અને પિતા, બન્ને અવસાન પામ્યા અને તેમના મામાએ તેમને ઉછેરીને મોટો કર્યો.[૧]  તેમના મામા અને મામીના ઉછેર હેઠણે તેમણે અભ્યાસમાં સુંદર પ્રદર્શન કર્યું. તેઓ રાજસ્થાનના પીલાની ઝુન્ઝુનુની શાળામાંથી મેટ્રીક્યુલેશન ની પરીક્ષા પાસ થયા. તેઓ તે પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે આવ્યા જેથી તેમને સીકરના મહારાજા કલ્યાણ સિંહ તરફથી સુવર્ણ ચંદ્રક મળ્યો અને તે સાથે ૧૦ રૂપિયા માસિક શિષ્યવૃત્તિ અને ૨૫૦ રૂપિયા પુસ્તક આદિના ખર્ચ પેટે મળ્યા. તેમણે પિલાનીની બિરલા કૉલેજમાંથી ઈણ્ટરમીડિયેટની પરીક્ષા પાસ કરી. ઈ.સ. ૧૯૩૯માં તેમણે કાનપુરની સનાતન ધર્મ કૉલેજમાંથી પ્રથમ શ્રેણીમાં બી.એ.ની પરીક્ષા પાસ કરી. તેમણે આગ્રાની સેંટ જ્હોન કૉલેજમાંથી અંગ્રેજી વિષયમાં  પ્રથમ ક્રમાંકે અનુસ્નાતકની પદવી મેળવી અને સુવર્ણચંદ્રક મેળવ્યો. તેમના મામાએ તેમને પ્રાંતીય સેવા પરીક્ષા આપવા જણાવ્યું. આ પરીક્ષા આપી તેઓ પાસ થયા પરંતુ તેમણે સરકારી નોકરી સ્વીકારી નહીં કેમકે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે સેવા આપવા માંગતા હતા. તેમણે પ્રયાગમાં બી. એડ. અને એમ. ઍડ.ની પદવીઓ મેળવી અને લોક સેવામાં જોડાયા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘ[ફેરફાર કરો]

જ્યારે ૧૯૩૭ના વર્ષ દરમ્યાન તેઓ કાનપુરની સનાતન ધર્મ કૉલેજમાં અભ્યાસ કરતા હતા, ત્યારે તેમના મિત્ર બાલુજી મહાશબ્દે દ્વારી તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર. એસ. એસ.)નો પરિચર થયો. તે દરમ્યાન તેમની મુલાકાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કે. બી. હેગડેવાર સાથે થઈ. તેમની સાથે તેઓ સંઘની કોઈ એક શાખામાં બૌદ્ધિક ચર્ચામાં ઉતર્યા. સુંદરસિંહ ભંડારી પણ તેમના એક વર્ગ મિત્ર હતા.  આગળ વધી તેમણે પૂરો સમય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સેવા કરવાનો નિર્ણય કર્યો. તેમણે નાગપુરમાં સંઘની ૪૦ દિવસીય ઉનાળુ શિબિરમાં ભાગ લીધો અને સંઘ સંબંધે તાલીમ લીધી.  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બે વર્ષની તાલીમ પુરી કરી તેઓ આજીવન સંઘ પ્રચારક બન્યા. તેઓ લખમી પુરજીલ્લાના પ્રચાર રહ્યા. ત્યાર બાદ એઓ ઉત્તરપ્રદેશના (પ્રાંતીય આયોજક) બન્યા. તેમને આદર્શ સંઘ પ્રચારક તરીકે જોવામાં આવતા. કેમકે તેમની રહેની કરણી વગેરે સંઘની વિચારધારાને એકદમ અનુકુળ હતી. [૨]

૧૯૪૦માં તેમણે લખનૌથી રાષ્ટ્ર ધર્મનામનું પ્રકાશન બહાર પાડ્યું. હિંદુ રાષ્ટ્રવાદ નો પ્રચાર એ આ પ્રકાશનનો ઉદ્દેશ્ય હતો. તેના પ્રકાશનમાં તંત્રી તરીકે તેમણે ક્યારે પણ પોતાનું નામ છપાવ્યું નહિ. ત્યારબાદ તેમણે પંચજન્ય નામનું સામાયિક અને  સ્વદેશનામનું વર્તમાન પત્ર બહાર પાડ્યું.[૩]


૧૯૫૧માં જ્યારે શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી ત્યારે તેના બીજા ક્રમના વરિષ્ઠ નેતા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દીનદયાલની વરણી કરી. આ પક્ષને સંઘ પરિવારનીએ વિચારધારાને અનુકુળ બનાવવાની કામગિરી તેમને સોંપાઈ. તેમને ઉત્તરપ્રદેશ શાખાના જનરલ સેક્રેટરી બનાવાયા અને ત્યાર બાદ તેઓ સમગ્ર પક્ષના અખિલ ભારતીય જનરલ સેક્રેટરી બન્યા. ૧૯૫૩માં મુખર્જીના અવસાન પછી સમગ્ર જનસંઘની જવાબદારી દીનદાયલ પર આવી. તેઓ ૧૫ વર્ષ ઉધી જનસંઘના સેક્રેટરી રહ્યા. તેમણે ઊત્તર પ્રદેશથી લોકસભાની ચૂંટણી પણ લડી. પણ જીતી શક્યા નહિ.

તત્વચિંતન અને સામાજીક વિચારો[ફેરફાર કરો]

ઉપાધ્યાયે અભિન્ન માનવતાવાદની સંકલ્પના વિચારી હતી. અભિન્ન માનવતાવાદ દરેક વ્યક્તિના શરીરિક, માનસિક અને આત્મિક એ ત્રણેના અભિન્ન વિકાસનો વિચાર કરે છે. આ સંકલ્પના ભૌતિક અને આત્મીક, એકલ અને સામૂહિક વિકાસના વિચારનો સમન્વય કરે છે. તેમણે ભારત માટે ગ્રામ્ય આધારિત વિકેંદ્રીય અને સ્વાવલંબી અર્થવ્યસ્થાની કલ્પના કરી હતી.

દીન દયાલ ઉપાધ્યાયનો મત હતો કે એક સ્વતંત્ર દેશ તરીકે ભારત પશ્ચિમી વ્યવસ્થાઓ જેમ કે એકવાદ, લોકશાહી, સમાજવાદ, સામ્યવાદ કે મૂડીવાદ પર આધાર રાખી શકે નહિ અને સ્વાતંત્ર્યોત્તર ભારતીય રાજનીતિ તે આધારવિહીન વ્યવસ્થા તરફ વળી રહી હતી. આ કારણે પારંપારિક ભારતીય મૂલ્યોનાશ પામતા હતા. તેઓ મનતા કે પશ્ચિમિ વિચારસરણી નીચે ભારતીય વૈચારિક શક્તિ ગૂંગળાઈ છે. જેને કારણે મૂળ ભારતીય વિચારધારા ખીલી નથી. તેઓ કહેતા કે ભારતને તાજી વૈચારિક હવાની સખત જરૂર છે.

તેઓ નવી તકનીકોનું સ્વાગત કરતા પણ તેને તેઓ ભારતીય પરીપેક્ષમાં સુધારવા માંગતા. તેઓ સ્વરાજમાં વિશ્વાસ ધરાવતા. તેમણે ચંદ્રગુપ્ત મૌર્ય નામનું નાટક લખ્યું અને ત્યાર બાદ તેમણે શંકરાચાર્યની જીવન કથા પણ આલેખી હતી. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક હેગડેવારની મરાઠી જીવન કથાનો અનુવાદ કર્યો .

નાનાજી દેશમુખ અને સુંદર સિંહ ભંડારી તેમના અનુગામીઓ હતા. તેમની સાથે મળી તેમણે ૧૯૬૦ અને ૧૯૭૦ ના દશકની કોંગ્રેસ વિરોધી મોરચાની આગેવાની કરી. તેમણ પંચજન્ય નામનું સામાયિક કાઢ્યું હતું . તેના પર પ્રતિબંધ મુકાતા તેમણે અન્ય સામાયિક શરૂ કર્યું . તેના પર પણ પ્રતિબંધ મુકાયો અને તેમણે ત્રીજું સામાયિક પણ શરૂ કર્યું. તેઓ જ આયોજક, મશીન ચલાવનાર અને પોસ્ટ કરનાર હતા. તેમણે એક પણ અંક ચૂક્યો ન હતો.

કે. એન ગોવિંદાચાર્યએ એક ભાષણમાં જણાવ્યું હતું કે કેવી રીતે દીનજદયાલજીએ રાજસ્થાનમાં જમીનદારી નિર્મૂલનના કાયદાનો વિરોધ કરનાર જનસંઘના ૯ માંના ૭ ધારાસભ્યોને નિષ્કાસિત કર્યા હતા. 

દીનદયાલ રીસર્ચ ઈન્સટીટ્યૂટ તેમની વિચાર સરણી આદિ પર સંશોધન કરે છે.[૪]

મૃત્યુ[ફેરફાર કરો]

તેમનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું હતું. તેઓ લખનૌથી પટના પ્રવાસ કરતા હતા અને ત્યારે તેમનું કતલ કરવામાં આવ્યું. ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૮ના તેમનો મૃતદેહ મુગલસરાઈના રેલ્વેયાર્ડમાં મળી આવ્યો હતો. [૫][૬]

વારસો[ફેરફાર કરો]

દીનદયાલ ઉપાધ્યાય કૉલેજ, દીલ્હી વિશ્વવિદ્યાલય

 • પંડિત દીનદયાલ ઉપાધ્યાય પશુ ચિકિત્સા વિજ્ઞાન વિશ્વવિદ્યાલય, મથુરા[૭]
 • પં. દીનદયાલ ઉપાધ્યાય શેખાવટી યુનીવર્સીટી, સિકર, (રાજસ્થાન)
 • પં. દીનદયાલ ઉપાધ્યાય સનાતન ધર્મ વિદ્યાલય, કાનપુર
 • દીનદયાલ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સીટી
 • દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટક દીલ્હી[૮][૯]
 • પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગાંધીનગર, ગુજરાત[૧૦]
 • પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કૉલેજ, રાજકોટ[૧૧]
 • દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલ, શિમલા, હિમાચલ પ્રદેશ
 • પંડિત દીનદયાલ ઉપાધ્યાય પાર્ક, ઈસરો લે આઉટ, બેંગલુરુ
 • પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઉડ્ડન પુલ, યશવંતપુર, બેંગલુરુ.
 • પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલ, વારાણસી
 • પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઊર્જાભવન, દીલ્હી
 • પંડિત દીનદયાલ ઉપાધ્યાય નેશનલ એકેડેમી ઑફ સોશિયલ સીક્યૂરીટી, જનકપુરી , દીલ્હી.
 • પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ મંચ
 • પંડિત દીનદયાલ ઉપાધ્યાય રોડ, ડોમ્બીવલી, મુંબઈ
 • પંડિત દીનદયાલ ઉપાધ્યાય એરપોર્ટ, આગ્રા
 • પંડિત દીનદયાલ ઉપાધ્યાય ડેન્ટલ કૉલેજ, સોલાપુર
 • મેક ઈન ઈંડિયા પહેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને સમ્ર્પિત હતી. તેમના જન્મ દિવસે તે ચાલુ કરાઈ.
 • પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેમોરિયલ હેલ્થ સાયંસિસ એન્ડ આયુશ યુનિવર્સીટી, છત્તીસગઢ

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "Who was Deendayal Upadhyay, the man PM Narendra Modi often refers to in his speeches?", India Today, 21 September 2017, http://m.indiatoday.in/story/who-was-deendayal-upadhyay-narendra-modi/1/1052743.html 
 2. Jaffrelot 2007.
 3. "Deendayal Upadhyaya". Bharatiya Janata party. મેળવેલ 12 September 2014.
 4. https://in.news.yahoo.com/who-is-this-man-who-features-in-every-modi-speech-063715210.html
 5. Pandey, Devesh K. (25 May 2015). "Probe murder of Deendayal Upadhyaya afresh: Swamy". The Hindu (અંગ્રેજીમાં). મેળવેલ 23 March 2018.Check date values in: 25 May 2015 (help)
 6. PTI (11 August 2017). "Congress seeks Narendra Modi's intervention to reopen Deendayal Upadhyaya death probe - Firstpost". Firstpost. મેળવેલ 23 March 2018.Check date values in: 11 August 2017 (help)
 7. "DUVASU". મેળવેલ 23 March 2018.
 8. "Deen Dayal Upadhyay Hospital". National Health Portal. મેળવેલ 23 March 2018.
 9. Bindu Shajan Perappadan (19 June 2014). "Deen Dayal Upadhyay Hospital to become a medical college-cum-hospital". મેળવેલ 23 March 2018.Check date values in: 19 June 2014 (help)
 10. "Pandit Deendayal Petroleum University". મેળવેલ 23 March 2018.
 11. "Medical Colleges". Medadmbjmc. in. મેળવેલ 27 October 2013.