નાતાલ
નાતાલ | |
---|---|
Christmas decorations on display. | |
બીજું નામ | Christ's Mass Nativity Noel |
ઉજવવામાં આવે છે | Christians Many non-Christians[૧] |
પ્રકાર | Christian, cultural |
મહત્વ | Traditional birthday of Jesus |
ધાર્મિક ઉજવણીઓ | Gift giving, church services, family and other social gatherings, symbolic decorating |
તારીખ | December 25 (or January 7[૨] in Eastern Orthodox / Catholic churches) |
સંબંધિત | Annunciation, Advent, Epiphany, Baptism of the Lord |
નાતાલ [૩] અથવા તો નાતાલ દિન [4][5] ખ્રિસ્તી ધર્મના લોકોની વાર્ષિક રજા છે. આ દિનની ઉજવણી ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી તારીખ 25મી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે, પરંતુ સાચા અર્થમાં આ દિવસને ઈશુનો જન્મદિવસ માનવામાં આવતો નથી. કદાચ નાતાલના દિન તરીકે આ દિવસની પસંદગી એટલા માટે કરવામાં આવી હશે કારણ કે ઈશુ ખ્રિસ્ત દ્વારા[૪] ઐતિહાસિક રોમન તહેવાર[૫] અથવા તો સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી શિયાળાના સમયે વિષુવવૃત્તથી દૂરમાં દૂર જતો હોય તે દિવસથી ઉજવવાની શરૂઆત કરવામાં આવી તેના બરાબર 9 માસ બાદ આ તારીખ એટલે કે 25મી ડિસેમ્બર આવે છે.[૬] નાતાલ એ નાતાલ અને રજાઓની મોસમનો કેન્દ્ર દિવસ છે. ખ્રિસ્તી ધર્મમાં એમ માનવામાં આવે છે કે નાતાલની મોસમ 12 દિવસ સુધી ચાલે છે.[૭]
ખ્રિસ્તી ધર્મની રજા હોવા છતાં પણ નાતાલની ઉજવણી કેટલાક બિનખ્રિસ્તીઓ[૧][૮] દ્વારા પણ ઉજવવામાં આવે છે અને આ તહેવારની ઉજવણીના કેટલાક રીતિરિવાજો ખ્રિસ્તી ધર્મ પૂર્વેના અથવા તો બિનસાંપ્રદાયિક વિષયવસ્તુ ઉપર આધારિત મૂળના છે. નાતાલની આધુનિક ઉજવણીમાં પ્રખ્યાત બનેલા રીતિરિવાજોમાં ભેટ-સોગાદોની આપ-લે, સંગીત, અભિવાદન પત્રિકાઓની આપ-લે, દેવળોમાં થતી ઉજવણી, ખાસ પ્રકારનું ખાણું, વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડ, લાઇટ વડે રોશની, તોરણો બાંધવા, એક જાતનાં લીલાં રંગનાં વૃક્ષની સજાવટ, ઈશુનાં જન્મનું દ્રશ્ય અને લાલ ટેટાં વાળું એક સદાપર્ણી ઝાડવાંનું સુશોભન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. વધુમાં ફાધર ક્રિસમસ (ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અને આયર્લેન્ડ સહિત ઘણા બધા દેશોમાં સાન્તાક્લોઝને નામે જાણીતા) ઘણા દેશોમાં એક દંતકથા જેવું કાલ્પનિક પાત્ર છે જે આ દિવસે બાળકો માટે ભેટો લઇને આવે છે.[૯]
ભેટ-સોગાદોની આપ-લે ઉપરાંત અન્ય પાસાંઓના કારણે નાતાલના તહેવારમાં ખ્રિસ્તી અને બિનખ્રિસ્તી બંને ધર્મમાં આર્થિક ગતિવિધિનું પ્રમાણ ખૂબ જ તીવ્ર બની જાય છે. લોકો માટે આ એક નોંધપાત્ર ઘટના અને વેપારીઓ માટે વેચાણનો મુખ્ય સમયગાળો બની જાય છે. નાતાલની આર્થિક અસરો એક એવું પાસું છે કે જે છેલ્લી કેટલીક સદીઓથી વિશ્વના ઘણા પ્રદેશોમાં સ્થિરતાપૂર્વક વધી રહ્યું છે.
વ્યુત્પત્તિ શાસ્ત્ર
[ફેરફાર કરો]નાતાલ એટલે કે અંગ્રેજી ભાષામાં ક્રિસમસ નામનો શબ્દ "ક્રાઇસ્ટ્સ માસ" નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. આ શબ્દ મધ્યકાલિન અંગ્રેજી ભાષાના શબ્દ ક્રિસ્ટેમાસે અને પૌરાણિક અંગ્રેજી ભાષાના શબ્દ ક્રાઇસ્ટેસ માએસે ઉપરથી ઉતરી આવ્યો છે. આ શબ્દસમૂહનો પ્રથમ વખત પ્રયોગ 1038માં કરવામાં આવ્યો હતો.[૧૦] "ક્રાઇસ્ટેસ" શબ્દ ગ્રીક ભાષાના શબ્દ ક્રિસ્ટોસ ઉપરથી અસ્તિત્વમાં આવ્યો છે જ્યારે "માએસે" શબ્દ લેટિન ભાષાના મિસા (પવિત્ર સમૂહ) નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. ગ્રીક ભાષામાં ઈશુ ખ્રિસ્તના નામ ક્રાઇસ્ટના પ્રથમ અક્ષર તરીકે અંગ્રેજી મૂળાક્ષર X (ચિ)નો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે રોમન ભાષામાં અંગ્રેજી મૂળાક્ષર X નો ઉપયોગ 16મી સદીના મધ્ય ભાગથી ક્રાઇસ્ટ એટલે કે ઈશુ ખ્રિસ્તના નામનાં ટૂંકા સ્વરૂપ તરીકે ઉપયોગમાં લેવાની શરૂઆત કરવામાં આવી હતી.[૧૧] તેના કારણે ઘણી વખત ક્રિસમસનાં ટૂંકા સ્વરૂપ માટે અંગ્રેજી ભાષામાં Xmas શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
ઉજવણીફોનvivo
[ફેરફાર કરો]વિશ્વના મોટાભાગના દેશોમાં નાતાલના તહેવારની ઉજવણી મુખ્ય તહેવાર અને જાહેર રજા તરીકે કરવામાં આવે છે. એવા દેશોમાં પણ ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે કે જે દેશોમાં ખ્રિસ્તીઓની બહુમતી નથી હોતી. ભૂતકાળમાં સંસ્થાકીય શાસનના સમયગાળા દરમિયાન કેટલાક બિનખ્રિસ્તી દેશો જેવા કે હોંગકોંગમાં નાતાલની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે અન્ય દેશોમાં લઘુમતિ ખ્રિસ્તીઓ અને વિદેશી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ લોકો આ તહેવારની ઉજવણી કરતા થયા છે. જે દેશોમાં નાતાલના તહેવારને જાહેર રજા નથી ગણવામાં આવતી તેવા અપવાદરૂપ દેશોમાં ચીની લોકગણ રાજ્યો (હોંગકોંગ અને મકાઉ સિવાય), જાપાન, સાઉદી અરેબિયા, અલ્જિરિયા, થાઇલેન્ડ, નેપાળ, ઇરાન, તુર્કી અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે.
વિશ્વભરમાં નાતાલની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવે છે. જેના થકી વિવિધ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ પ્રતિબિંબિત થાય છે. જાપાન અને કોરિયા જેવા દેશોમાં ખ્રિસ્તીઓની સંખ્યા ખૂબ જ ઓછી માત્રામાં હોવા છતાં પણ ત્યાં ક્રિસમસનો તહેવાર ખૂબ જ લોકપ્રિય થયો છે. આ દેશોએ નાતાલના ભેટ-સોગાદોની આપ-લે, સજાવટ અને નાતાલનાં વૃક્ષ જેવી બિનસાંપ્રદાયિક પરંપરાઓને અપનાવી છે.
ખ્રિસ્તી ધર્મસંઘની પૂર્વની કે ગ્રીક શાખા
[ફેરફાર કરો]રશિયા, જ્યોર્જિયા, ઇજિપ્ત, યુક્રેન, મેસેડોનિયા, સર્બિયા અને જેરૂસ્લેમના ગ્રીક ધર્માધ્યક્ષો જેવા પૂર્વીય રૂઢિચુસ્તોએ જૂનાં જુલિયાન કેલેન્ડરનો ઉપયોગ હજી સુધી ચાલુ રાખ્યો છે. આ કેલેન્ડર પ્રમાણે તેઓ નાતાલની ઉજવણી તારીખ 25મી ડિસેમ્બરના રોજ કરે છે. આધુનિક જ્યોર્જિયન કેલેન્ડરની 2100ની સાલ સુધી તે 7મી જાન્યુઆરીના રોજ ઉજવાય છે. જેનો ઉપયોગ સત્તાધિશો અને ખ્રિસ્તી દેવળો દ્વારા પણ કરવામાં આવે છે. પૂર્વ કે એશિયાઇ રૂઢિગત દેવળોનાં પોતાનાં અલાયદાં કેલેન્ડર છે. સામાન્યતઃ તે તમામ જુલિયન કેલેન્ડરો સાથે મળતાં આવે છે. આર્મેનિયા સ્થિત અમેરિકન એપોસ્ટોલિક ચર્ચ નાતાલની ઉજવણી ચર્ચનાં કેલેન્ડર પ્રમાણે 6ઠ્ઠી જાન્યુઆરી (હાલમાં જ્યોર્જિયન કેલેન્ડરો પ્રમાણે 19મી જાન્યુઆરીના રોજ) મેજાઇને ઈશુનો સાક્ષાત્કાર કર્યો હતો તે ઉત્સવનાં સંમિશ્રણ સાથે કરે છે.
ઈશુના જન્મનું સ્મરણ
[ફેરફાર કરો]ખ્રિસ્તી ધર્મમાં નાતાલની ઉજવણી ઈશુના જન્મદિન તરીકે કરવામાં આવે છે. ખ્રિસ્તીઓની એવી માન્યતા છે કે મસિહા (યહૂદી લોકોનો ભાવિ તારણહાર ઈશુ)એ આ દિવસે નવા કરારની ભવિષ્યવાણીમાં જણાવ્યા મુજબ કુંવારી મેરીની કૂખે જન્મ લીધો હતો. નાતાલની વાર્તા બાઇબલને આધારિત છે. આ વાર્તા ગોસ્પેલ ઓફ મેથ્યૂઢાંચો:Sourcetextઢાંચો:Sourcetext અને ગોસ્પેલ ઓફ લ્યૂકઢાંચો:Sourcetextઢાંચો:Sourcetextમાં આપવામાં આવેલી છે. આ વાર્તા અનુસાર ઈશુ ખ્રિસ્તનો જન્મ મેરી અને તેનાં પતિ જોસેફના ઘરે બેથલહેમમાં થયો હતો. પ્રચલિત પરંપરા અનુસાર ઈશુનો જન્મ પાલતુ પ્રાણીઓથી ભરેલા તબેલામાં થયો હતો. જોકે બાઇબલની વાર્તામાં પ્રાણીઓ કે તબેલાનો કોઇ ચોક્કસ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ બાઇબલમાં ગમાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેLuke 2:7, કે જ્યાં તેઓ રહેતા હતા "તેણીની (મેરીએ) તેને (ઈશુ)ને કપડાંઓમાં લપેટ્યો અને તેને ગમાણમાં મૂક્યો કારણ કે તેમની પાસે રહેવા માટે ઓરડી નહોતી." પૌરાણિક ધાર્મિક ચિત્રોમાં ઈશુના જન્મસ્થળ પાસે ગમાણ અને પ્રાણીઓ બતાવવામાં આવ્યા છે. ગમાણ ગુફામાં આવેલું છે. (પરંપરાગત માન્યતા પ્રમાણે આ સ્થળ બેથલહેમમાં ચર્ચ ઓફ નેટિવિટીની નીચે આવેલું છે.) બેથલહેમની આજુબાજુમાં આવેલાં ખેતરોમાં કામ કરી રહેલા ભરવાડોના જણાવ્યા અનુસાર આ જન્મ પરોપકારી વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યો હતો અને બાળકને સૌપ્રથમ તેમણે જોયું હતું.[૧૨]
ઘણા ખ્રિસ્તીઓનું માનવું છે કે ઈશુનો જન્મ જૂના કરારમાં કરેલી તારણહારના જન્મની ભવિષ્યવાણીને સાર્થક કરે છે.[૧૩] ગોસ્પેલ ઓફ મેથ્યૂમાં પણ એવું વર્ણન કરવામાં આવ્યું છે કે કેટલાક સંતો અથવા તો ભવિષ્યવેતાઓ તાજાં જન્મેલાં બાળક (ઈશુ)ને સોનું, લોબાન-ધૂપ અને સુગંધી દ્રવ્યોની ભેટ લઇને જોવા મળવા આવ્યા હતા. મુલાકાતીઓએ એમ જણાવ્યું હતું કે એક રહસ્યમય તારો કે જેને સામાન્યતઃ બેથલહેમના તારા તરીકે ઓળખવામાં આવે છે તેણે યહૂદીઓના રાજાના જન્મની જાહેરાત કરી હતી.[૧૪] આ મુલાકાતનું સ્મરણ મેજાઇને ઈશુનો સાક્ષાત્કાર તરીકે 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે કેટલાક દેવળોમાં આ દિવસ નાતાલની મોસમની પૂર્ણાહૂતિ તરીકે ઉજવવામાં આવે છે.
ખ્રિસ્તીઓ ઘણા પ્રકારે નાતાલની ઉજવણી કરે છે. આ દિવસે દેવળોમાં હાજરી આપીને પ્રભુની ભક્તિનું વિશેષ મહત્વ હોય છે પરંતુ તે ઉપરાંત પણ સંખ્યાબંધ ભક્તિની રીતો અને પ્રખ્યાત રીતિરિવાજો આવેલા છે. ક્રિસમસની ઉજવણી પહેલા પૂર્વીય રૂઢિગત દેવળો ઈશુના જન્મની અપેક્ષા સાથે 40 દિવસનો ઇશુના જન્મના પર્વની ઉજવણી કરતાં હતા. જ્યારે પશ્ચિમી ખ્રિસ્તીઓ 4 સપ્તાહ સુધી એડ્વેન્ટ એટલે કે નાતાલ પૂર્વેના કાળની ઉજવણી કરતા હતા. નાતાલની ઉજવણીની અંતિમ તૈયારીઓ નાતાલના આગલા દિવસે એટલે કે તારીખ 24મી ડિસેમ્બરે કરવામાં આવે છે.
નાતાલના સમયગાળા દરમિયાન લોકો તેમનાં ઘરોને સુશોભને છે અને ભેટ-સોગાદોની આપ-લે કરે છે. કેટલાક ખ્રિસ્તી સમુદાયોનાં પંથોમાં બાળકો ઈશુ ખ્રિસ્તના જન્મ દ્રશ્યને નાટક સ્વરૂપે ભજવે છે અથવા તો આ જ ઘટનાને લગતા નાતાલનાં પ્રાર્થના ગીતો ગાય છે. કેટલાક ખ્રિસ્તીઓ ઈશુ જન્મનાં દ્રશ્યનાં નાનાં પૂતળાં બનાવીને પોતાને ઘરે મૂકે છે. આને જન્મ દ્રશ્ય અથવા તો ખ્રિસ્ત જન્મની શિલ્પકૃતિ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઈશુના જન્મ સમયે હાજર રહેલાં ચાવીરૂપ પાત્રોને દર્શાવવામાં આવે છે. ઈશુ જન્મના દ્રશ્યની જીવંત ભજવણી અને ટેબ્લોમાં તેનું પ્રદર્શન પણ ભજવવામાં આવે છે. જેમાં સજીવ માનવી અને પ્રાણીઓનો ઉપયોગ કરીને આ દ્રશ્યને વધારે જીવંત બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.[૧૫]
આ દ્રશ્યનાં ચિત્રો દોરીને પણ રજૂ કરવાની પ્રથા ઘણા લાંબા સમયથી અસ્તિત્વમાં છે જેને નેટિવિટી ઇન આર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઈશુ જન્મનાં દ્રશ્યમાં પરંપરાગત રીતે તબેલો કે ગમાણ દર્શાવવામાં આવે છે જેની અંદર મેરી, જોસેફ, બાળ ઈશુ ખ્રિસ્ત, દેવદૂતો, ભરવાડો અને ત્રણ ડહાપણ ભરેલા પુરુષો બાલ્થાઝાર, મેલ્શિયોર અને કાસ્પરને દર્શાવવામાં આવે છે. આ ત્રણ વિશે એમ માનવામાં આવે છે કે તેમણે બેથલહેમના તારાનો પીછો કર્યો હતો અને ઈશુના જન્મ બાદ તેઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.[૧૬]
વિવિધ પરંપરાઓ
[ફેરફાર કરો]જે દેશોમાં ખ્રિસ્તી પરંપરા મજબૂત રીતે ફેલાયેલી છે તેવા દેશોમાં નાતાલની વિવિધ પ્રકારની ઉજવણી વિકાસ પામી છે. આવી પરંપરાઓમાં પ્રાદેશિક તેમજ સ્થાનિક સંસ્કૃતિઓનો સમાવેશ થાય છે. ઘણા ખ્રિસ્તીઓ માને છે કે આ મોસમ દરમિયાન ધાર્મિક નાટકોમાં ભાગ લેવો તે નાતાલનો એક અગત્યનો હિસ્સો છે. નાતાલ અને ઇસ્ટરના તહેવારો દરમિયાન વાર્ષિક ધોરણે દેવળોમાં સૌથી વધુ માત્રામાં ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે.
ઘણાં કેથલિક રાષ્ટ્રોમાં નાતાલના દિવસ પૂર્વે લોકો ધાર્મિક સરઘસોનું કે પરેડનું આયોજન કરે છે. અન્ય દેશોમાં બિનસાંપ્રદાયિક ધાર્મિક સરઘસો કે પરેડનું આયોજન કરવામાં આવે છે જેમાં સાન્તાક્લોઝ અને નાતાલને લગતા અન્ય પાત્રોનો સમાવેશ કરવામાં આવે છે. કૈટુંબિક મેળાવડો અને ભેટ-સોગાદોનું આદાન-પ્રદાન આ તહેવારની સૌથી વધુ પ્રચલિત પરંપરા છે. મોટા ભાગના દેશોમાં નાતાલના દિવસોમાં ભેટ-સોગાદોની આપ-લે કરવામાં આવે છે. તારીખ 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ સંત નિકોલસ દિન અને તારીખ 6ઠ્ઠી જાન્યુઆરી મેજાઇને ઈશુનો કરેલો સાક્ષાત્કારના દિવસે પણ ભેટ-સોગાદોની આપ-લે કરવામાં આવે છે.
ઘણા લોકો માટે ખ્રિસ્તી કુટુંબનું ખાસ ભોજન આ તહેવારનું એક અગત્યનું અંગ છે. આ ભોજનમાં પિરસાતી વાનગીઓ દરેક દેશ પ્રમાણે ખૂબ જ અલગ અલગ હોય છે. સિસિલી જેવા કેટલાક પ્રાંતોમાં નાતાલના આગલા દિવસે ખાસ પ્રકારના ભોજનમાં 12 અલગ-અલગ જાતની માછલી પીરસવામાં આવે છે. ઇંગ્લેન્ડ અને તેની સંસ્કૃતિથી પ્રભાવિત થયેલા દેશોમાં ખાસ ભોજન તરીકે ઉત્તર અમેરિકાથી લાવવામાં આવેલી ટર્કી મરઘી, બટાકા, શાકભાજી, કુલમો અને તેનો રસો પીરસવામાં આવે છે ત્યારબાદ નાતાલની મીઠાઇ, માંસની પાઇ અને ફ્રૂટ કેક પીરસવામાં આવે છે. પોલેન્ડ તેમજ પૂર્વીય યુરોપ અને સ્કેન્ડેનેવિયાના અન્ય ભાગોમાં નાતાલના ખાણાં તરીકે સામાન્યતઃ માછલી પીરસવામાં આવે છે. આ ઉપરાંત ઘેટાંનાં માંસ જેવું મોંઘું માંસ પણ પીરસવામાં આવે છે. જર્મની, ફ્રાન્સ અને ઓસ્ટ્રિયામાં હંસનું અને ડુક્કરનું માંસ નાતાલનાં ખાસ ખાણાં તરીકે ઉપયોગમાં લેવાય છે. સમગ્ર વિશ્વમાં નાતાલનાં ખાસ ભોજન તરીકે ગૌમાંસ, પ્રાણીની જાંઘ કે કુલાનું માંસ અને મરઘી પીરસવાનો રિવાજ પ્રચલિત છે. ફિલિપાઇન્સમાં પ્રાણીની જાંઘ કે કુલાનું માંસ મુખ્ય ખાણું છે.
નાતાલના તહેવાર નિમિત્તે ખાસ પ્રકારની મીઠાઇઓ પીરસવામાં આવે છે માલ્ટા દેશના લોકો પરંપરાગત રીતે ઇમ્બુલજ્યુટા તાલ- ક્વાસ્તાન ,[33] નામની મીઠાઇ પીરસે છે. આ ચોકલેટ અને બદામ જેવાં એક ફળમાંથી બનાવવામાં આવેલું એક પીણું હોય છે જેને મધ્યરાત્રિની વિધિ કે નાતાલની સમગ્ર મોસમ દરમિયાન પીરસવામાં આવે છે. સ્લોવાક લોકો નાતાલની પરંપરાગત બ્રેડ પોટિકા બનાવે છે. બુચ દ નોએલ નામની વાનગી ફ્રાન્સના લોકો બનાવે છે. ઇટાલીમાં પેનેટોન બનાવવામાં આવે છે તેમજ ઝીણવટભરી રીતે તૈયાર કરવામાં આવેલી ફળસુખડી અને કેક બનાવે છે. નાતાલના દિન નિમિત્તે ચોકલેટ અને મીઠાઇઓ આરોગવી એ વિશ્વભરમાં પ્રખ્યાત છે. નાતાલના દિવસે બનાવવામાં આવતી મીઠાઇઓમાં જર્મનીની સ્ટોલેન , માર્ઝિપાન કેક અથવા કેન્ડી અને જમૈકાના રમ પ્રકારના દારૂમાંથી બનાવવામાં આવેલી ફ્રૂટ કેકનો સમાવેશ થાય છે. પરંપરાગત રીતે ઉત્તરના દેશોમાં શિયાળાની મોસમમાં ખૂબ જ ઓછાં ફળો મળતાં હોવાને કારણે નારંગીનો સમાવેશ નાતાલના ખાસ ભોજનમાં કરવામાં આવે છે.
સુશોભન
[ફેરફાર કરો]નાતાલના દિવસે કરવામાં આવતા ખાસ સુશોભન પાછળ લાંબો ઇતિહાસ રહેલો છે. નાતાલના પહેલાના સમયથી રોમન શાસનના લોકો સદાય લાલાં રહેનારાં વૃક્ષની ડાળીઓને ઘરે લઇ આવતા હતા. જેમજેમ રીતિરિવાજો વિકસતા ગયા તેમતેમ ખ્રિસ્તી લોકોએ પણ આ પ્રથા અપનાવી 15મી સદીમાં એવું નોંધવામાં આવ્યું હતું કે લંડનમાં એવો રિવાજ પ્રચલિત બન્યો હતો જેમાં "તમામ ઘરો અને પરગણાંનાં દેવળોને નાતાલના દિવસે સદાપર્ણી ઓકનાં વૃક્ષ, વેલ, વિવિધ પ્રકારના સ્તંભો અને આ મોસમ દરમિયાન જેટલી પણ લીલી વસ્તુઓથી તેને સજાવી શકાય તેનો ઉપયોગ કરીને સજાવવામાં આવતાં હતા."[૧૭] વેલોનાં હ્રદય આકારનાં પાનોને ઈશુના પૃથ્વી ઉપરના આગમનનાં પ્રતિક તરીકે માનવામાં આવે છે જ્યારે હોલી નામના કાંટાળા અને સદાપ્રણી વૃક્ષને મૂર્તિપૂજકો તેમજ ડાકણોથી રક્ષણ આપનારું માનવામાં આવે છે તેનાં કાંટાઓ અને લાલ બોરને ઈશુ ખ્રિસ્તને જ્યારે વધસ્તંભ ઉપર ચડાવ્યા અને તેમનું જે લોહી વહ્યું તે વખતે પહેરાવવામાં આવેલા કાંટાળા તાજનાં પ્રતિક તરીકે માનવામાં આવે છે.[૧૮]
જન્મના દ્રશ્યની ભજવણી 10મી સદીમાં રોમથી જાણીતી બની છે. આ પ્રથાને આસિસીના સંત ફ્રાન્સિસ દ્વારા પ્રખ્યાત બનાવવામાં આવી હતી જેનો પ્રસાર ખૂબ જ ઝડપથી યુરોપમાં થઇ ગયો હતો.[૧૯] ખ્રિસ્તી વિશ્વમાં સુશોભનની વિવિધ શણગારો પ્રચલિત બન્યાં હતા જે જે-તે દેશની સંસ્કૃતિ અને તોમના સ્રોતો ઉપર આધારિત હતા. પ્રથમ વ્યાવસાયિક સુશોભનની શરૂઆત વર્ષ 1860માં જર્મનીમાં કરવામાં આવી હતી. જેની પ્રેરણા બાળકો દ્વારા બનાવવામાં આવેલા કાગળની સાંકળો ઉપરથી મેળવવામાં આવી હતી.[૨૦]
નાતાલનું વૃક્ષનું સુશોભન એ મૂર્તિપૂજક પરંપરાનું ખ્રિસ્તીકરણ છે. અને શિયાળાના સમયમાં સૂર્ય જ્યારે વિષુવવૃત્તમાંથી દૂર જાય તે વખતે કરવામાં આવતી તમામ ધાર્મિક વિધીમાં સદાપર્ણી ઝાડની ડાળીઓનો ઉપયોગ કરવામાં આવે છે જે મૂર્તિપૂજકો દ્વારા કરવામાં આવતી ઝાડની પૂજામાંથી લેવામાં આવી છે.[૨૧] અંગ્રેજી ભાષામાં નાતાલનું વૃક્ષ એટલે કે ક્રિસમસ ટ્રી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 183પાંચમા[૨૨]ં કરવામાં આવ્યો હતો. આ શબ્દ જર્મન ભાષામાંથી આયાત કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. નાતાલનાં વૃક્ષની આધુનિક પરંપરા [૨૧]18મી સદીમાં જર્મનીમાં થઇ હોવાનું માનવામાં આવે છે. જોકે ઘણા લોકોનો એવો દાવો છે કે આ પ્રથા માર્ટિન લ્યુથર દ્વારા 18મી સદીમાં શરૂ કરવામાં આવી હતી.[૨૩][૨૪] જર્મનીમાંથી આ રિવાજ બ્રિટનમાં જ્યાર્જ ત્રીજાની પત્ની રાણી શેરલોટ મારફતે રજૂ કરવામાં આવ્યો જે રાણી વિક્ટોરિયાના રાજમાં રાજકુમાર આલ્બર્ટ દ્વારા સફળ કરવામાં આવ્યો. વર્ષ 1841ની સાલ સુધીમાં નાતાલના વૃક્ષનો રિવાજ સમગ્ર બ્રિટનમાં બહોળા પ્રમાણમાં ફેલાઇ ગયો.[૨૫] વર્ષ 1870 સુધીમાં અમેરિકાના લોકોએ પણ નાતાલનું વૃક્ષ સજાવીને મૂકવાની પરંપરાનો સ્વીકાર કર્યો.[૨૬] નાતાલનાં વૃક્ષને લાઇટ્સ તેમજ ઘરેણાંઓથી સુશોભની શકાય છે.
19મી સદી સુધી મેક્સિકોમાં થતો પોઇન્સેટિયા નામના છોડને નાતાલ સાથે સાંકળવામાં આવતો હતો. આ તહેવાર સાથે સંકળાયેલા અન્ય છોડોમાં કાંટાળા પાંદડાંવાળાં સદાપર્ણી ઝાડ, મિઝલૂટો નામનું સદાય લીલું રહેતું વૃક્ષ, લાલ રંગના ફૂલો વાળો એક છોડ અને નાતાલના થોરનો સમાવેશ થાય છે. નાતાલનાં વૃક્ષ ઉપરાંત ઘરની સજાવટ પણ ઉપરોક્ત છોડો દ્વારા કરવામાં આવે છે. તેની સાથે હાર-તોરણો અને સદાય લીલાં રહેતાં પર્ણો વાળા વૃક્ષોનો પણ સમાવેશ કરવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા તથા યુરોપમાં ઘરની બહારના ભાગને લાઇટની રોશની અથવા તો કેટલીક વખત લાઇટથી સજાવેલી બરફમાં ચાલનારી ગાડી, બરફનો માનવી વગેરે જેવા નાતાલના પાત્રોથી સજાવવાની પરંપરા રહેલી છે. ઘણી વખત નગરપાલિકાઓ પણ સુશોભનને પ્રાયોજિત કરે છે. નાતાલના વાંસ ઉપર ચડાવેલા વાવાટાઓ શેરીમાં રહેલી લાઇટ્સ ઉપર ટીંગાડવામાં આવે છે. અને નાતાલનાં વૃક્ષો ચાર રસ્તા ઉપર મૂકવામાં આવે છે.[૨૭]
પશ્ચિમી દુનિયામાં નાતાલના પ્રસંગને અનુરૂપ કે બિનસાંપ્રાદાયિક ચિત્રો કે ડિઝાઇનવાળા ભપકાદાર રંગના કાગળોનું જથ્થાબંધ માત્રામાં ઉત્પાદન કરવામાં આવે છે. જેની પાછળનો આશય ભેટ-સોગાદોને તેમાં વીંટીને આપવાનો હોય છે. આ મોસમ દરમિયાન ઘણાં ઘરોની બહાર નાતાલનાં ગામડાંઓ પણ પ્રદર્શનાર્થે મુકવામાં આવે છે. અન્ય પરંપરાગત સુશોભનોમાં ઘંટ, મિણબત્તીઓ, કૂલ્ફીની લાકડીઓ, ઘૂંટણ સુધીનાં મોજાં, માળાઓ અને દેવદૂતોનો સમાવેશ થાય છે.
ઘણા દેશોમાં ઈશુના જન્મદ્રશ્યની ભજવણી ખૂબ જ પ્રખ્યાત છે. લોકો તીવ્ર સ્પર્ધા કરીને આ દ્રશ્ય આબેહૂબ ભજવવાનો પ્રયત્ન કરતા હોય છે. કેટલાંક કુટુંબોમાં ખાસ વસ્તુઓ પ્રદર્શનમાં મૂકવામાં આવે છે જેને કુટુંબની મૂલ્યવાન વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. પરંપરાગત રીતે 12મી રાત્રિએ એટલે કે તારીખ 5મી જાન્યુઆરીની સાંજે નાતાલના સુશોભનો ઉતારી લેવામાં આવે છે. નાતાલના પરંપરાગત રંગોમાં પાઇન વૃક્ષ જેવો લીલો, સદાબહાર લીલો, બર્ફીલો સફેદ, અને હ્રદય પ્રકારના લાલ રંગનો સમાવેશ થાય છે.
સંગીત અને નાતાલનાં પ્રાર્થના ગીતો
[ફેરફાર કરો]આપણી જાણમાં આવ્યા અનુસાર નાતાલને લગતું ચોક્કસ પ્રકારની સ્તુતિ 4થી સદીના રોમમાં અસ્તિત્વમાં આવી હતી. મિલાનના વડાપાદરી એમ્બ્રોસ દ્વારા રચિત વેની રિડમ્પટર જેન્ટિયમ જેવી લેટિન સ્તુતિઓમાં આરિએનિઝમની વિરુદ્ધમાં મૂર્તરૂપ અવતાર સંબંધી બ્રહ્મવિદ્યા અંગેનો બોધ આપવામાં આવ્યો છે. સ્પેનિશ કવિ પ્રુડેન્ટિયસ (ડી. 413) દ્વારા રચિત કોર્ડ નેટસ એક્સ પારેન્ટિસ (ઓફ ધ ફાધર્સ લવ બિગોટન ) આજે પણ કેટલાંક દેવળોમાં ગવાય છે.[૨૮]
9મી અને 10મી સદી દરમિયાન ઉત્તર યુરોપીય મઠોમાં નાતાલનાં પ્રસંગો અથવા તો ગદ્યોની રજૂઆત કરવામાં આવી હતી, જેને ક્લેરવોક્સના બર્નાર્ડ દ્વારા વિકસાવવામાં આવી હતી. આને પ્રસંગોના અનુપ્રાસ તેમજ ગીતની કડીઓ સાથે રચવામાં આવી હતી. 12મી સદીમાં પેરિસના સંત એડેમ ઓફ સેઇન્ટ વિક્ટરે જાણીતાં ગીતોનાં સંગીતનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું જે નાતાલનાં ગીતોનાં સ્વરૂપની ખૂબ જ નજીકનું હતું.
13મી સદી દરમિયાન ફ્રાન્સ, જર્મની અને ખાસ કરીને ઇટાલીમાં એસિસીના ફ્રાન્સિસના પ્રભાવ હેઠળ દેશી ભાષામાં નાતાલનાં ગીતોની પ્રથા મજબૂત રીતે વિકાસ પામી.[52] અંગ્રેજી ભાષામાં નાતાલના ગીતો સૌપ્રથમ વખત 1426માં લખવામાં આવ્યાં હતા. આ ગીત જ્હોન આઉડલે દ્વારા લખવામાં આવ્યાં હતા. શ્રોપ્સાયર ચેપ્લિનનાં ખાનગી દેવળે 25 નાતાલનાં ગીતોની યાદી બનાવી હતી આ ગીતો ઘરે-ઘરે ફરીને ગાતાં વેસેઇલર્સ દ્વારા ગાવામાં આવ્યાં હોવાનું મનાય છે.[53] જે ગીતોને આપણે નાતાલનાં ગીતો તરીકે ઓળખીએ છીએ તે હકીકતમાં લણણીની મોસમ અને નાતાલ દરમિયાન ગવાતાં લોકગીતો છે. નાતાલનાં ગીતો દેવળોમાં ગાવાની શરૂઆત મોડેથી કરવામાં આવી હતી. પરંપરાગત રીતે નાતાલનાં ગીતો મધ્યકાલિન સ્વરમેળ ઉપર આધારિત હોય છે, જેના કારણે તેમનાં સંગીતનો અવાજ જરા વિભિન્ન પ્રકારનો હોય છે. "પર્સોનેટ હોડાઇ [[]]", "ગુડ કિંગ ઓફ વેન્સિસ્લેસ", અને "ધ હોલી એન્ડ ધ આઇવી" જેવાં નાતાલનાં ગીતો સીધા મધ્યયુગમાંથી લેવામાં આવ્યાં છે. આ ગીતો નાતાલનાં એવાં સૌથી જૂનાં ગીતો છે કે જે આજની તારીખે પણ ગાવામાં આવે છે. હાલમાં ગાવામાં આવી રહેલું એડેસ્ટે ફિડિલિસ (ઓ કમ ઓલ યે ફેઇથફુલ) જે સ્વરૂપે ગવાય છે તેની રચના 18મી સદીમાં થઇ હોવાનું માનવામાં આવે છે. જોકે તેના શબ્દો 13મી સદીમાં રચાયા હોવાનું માનવામાં આવે છે.
ઉત્તરીય યુરોપમાં ધાર્મિક સુધારા બાદ શરૂઆતમાં નાતાલનાં ગીતો ગાવાની લોકપ્રિયતામાં ઘટાડો નોંધાયો હતો. જોકે માર્ટિન લ્યુથર જેવા કેટલાક સુધારાવાદીઓએ નાતાલનાં ગીતો લખ્યાં હતા અને ધાર્મિક વિધિમાં તેનો ઉપયોગ કરવાની બાબતને ઉત્તેજન આપ્યું હતું. 19મી સદી દરમિયાન પ્રખ્યાત ગીતોમાં લોકોનો રસ પુનઃજીવિત થયો તે પહેલાં નાતાલનાં ગીતો માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં રહેતાં લોકોમાં વધારે પ્રખ્યાત હતા. 18મી સદીમાં અંગ્રેજી સુધારાવાદી ચાર્લ્સ વેસ્લીએ ભક્તિમાં સંગીતનું મહત્વ જાણ્યું. ભક્તિગીતોને સંગીતમાં ઢાળવા ઉપરાંત તેણે ત્રણ નાતાલનાં ગીતો લખેલાં છે. તેના દ્વારા લખવામાં આવેલું ગ્રેટ અવેકનિંગ અમેરિકામાં ખૂબ જ પ્રભાવશાળી રહ્યું હતું. શ્રેષ્ઠત્તમ જાણીતું ગીતના મૂળ શબ્દો "હાર્ક! હાઉ ઓલ ધ વેલ્કિન રિંગ્સ" હતા જે પૈકી પાછળથી માત્ર "હાર્ક! ધ હેરાલ્ડ એન્જલ્સ સિંગ" શબ્દો પ્રચલિત બન્યા હતા.[૨૯] આ શબ્દોને સંગીતબદ્ધ કરવા માટે ફેલિક્સ મેન્ડેલહ્સોને ધૂન તૈયાર કરી હતી. 1818માં ઓસ્ટ્રિયા ખાતે આવેલા ઓબેર્નડ્રોફના સંત નિકોલસ દેવળ માટે મોર અને ગ્રુબરે "સાઇલેન્ટ નાઇટ" નામનું નવું ભક્તિગીત તૈયાર કરીને ભક્તિસંગીતની નવી શૈલી રજૂ કરી હતી. વિલિયમ. બી. સેન્ડીએ ક્રિસમસ કેરોલ્સ એન્સિયેન્ટ એન્ડ મોર્ડન નામનું પુસ્તક 1833માં લખ્યું. નાતાલ ગીતો ઉપર લખવામાં આવેલું આ પ્રથમ પુસ્તક હતું. તેના ઉપરથી હાલમાં પણ પ્રચલિત એવા ઘણાં ઉત્તમ અંગ્રેજી નાતાલનાં ગીતો લખાયાં છે. આ ગીતોએ વિક્ટોરિયન સમયગાળાના મધ્ય ભાગ દરમિયાન આ તહેવારના પુનરુત્થાનમાં પણ ખાસ્સું એવું પ્રદાન કર્યું છે.[56]
18મી સદીના અંત ભાગમાં સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક નાતાલની મોસમનાં ગીતો ઉભરી આવ્યાં. 1784માં બનેલું "ડેક ધ હોલ્સ" અને અમેરિકન ગીત "જિંગલ બેલ્સ"ના 1857માં કોપીરાઇટ કરવામાં આવ્યા હતા. 19મી અને 20મી સદીમાં આફ્રિકન અને અમેરિકન ધાર્મિક રિવાજો આધારિત તેમજ નાતાલને લગતાં ગીતો કે જે તેમની ધાર્મિક વિધિને અનુસરીને લખવામાં આવ્યાં હોય તે ખૂબ જ પ્રચલિત બન્યાં. 20મી સદીમાં રજાની મોસમનાં ગીતોનું નિર્માણ વ્યાવસાયિક રીતે પણ વધવા માંડ્યું, જેમાં જાઝ અને બ્લુસ પ્રકારનાં સંગીતનો ઉપયોગ પણ શરૂ થયો. વધુમાં રેવેલ્સ જેવાં જૂથો જૂનાં લોકગીતો ગાતાં હતા તે પ્રકારનાં ગીતોમાં લોકોનો રસ ફરી જાગૃત થયો. આ પ્રકારનાં કલાકારો મધ્યયુગની શરૂઆતના શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા હતા.
અભિવાદન પત્રિકાઓ (કાર્ડ્ઝ)
[ફેરફાર કરો]નાતાલની અભિવાદન પત્રિકાઓમાં નાતાલનો શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હોય છે. આ પ્રકારની પત્રિકાઓની આપ-લે નાતાલનાં એક સપ્તાહ અગાઉથી મિત્રો અને કુટુંબીજનોની વચ્ચે થાય છે. આ પ્રથા વિશ્વનાં ઘણાં લોકોમાં પ્રચલિત બની છે, જેમાં પશ્ચિમી સમાજના બિનખ્રિસ્તી લોકો અને એશિયાનો સમાવેશ થાય છે. પરંપરાગત અભિવાદન પત્રિકામાં લખ્યું છે કે "તમારી નાતાલ આનંદપૂર્વક પસાર થાઓ અને નવાં વર્ષની શુભકામનાઓ" કે તેનાં જેવું જ સમાન લખાણ પ્રથમ નાતાલની વ્યાવસાયિક ધોરણે બહાર પાડવામાં આવેલી નાતાલની અભિવાદન પત્રિકામાં લખવામાં આવ્યું છે. આ અભિવાદન પત્રિકા લંડન ખાતે 1843માં સર હેનરી કોલ દ્વારા બનાવવામાં આવી હતી. જોકે આ પ્રકારની પત્રિકાઓનાં અસંખ્ય પ્રકાર હોય છે. ઘણી અભિવાદન પત્રિકાઓમાં ધાર્મિક લાગણીઓ વધુ પ્રમાણમાં હોય છે અથવા તો કવિતાઓ ટાંકેલી હોય છે, તો વળી કોઇમાં પ્રાર્થના અથવા તો બાઇબલની રચનાનાં અમુક વાક્યો હોય છે. જ્યારે અન્ય પત્રિકાઓમાં કે જેઓ પોતાની જાતને ધર્મથી દૂર રાખે છે તેવી પત્રિકાઓમાં "મોસમની શુભકામનાઓ" માત્ર એટલું જ લખાણ લખેલું હોય છે.
નાતાલની અભિવાદન પત્રિકાઓની ખરીદી નોંધપાત્ર માત્રામાં કરવામાં આવે છે. આ પત્રિકાઓ કલાકારીગરીવાળી, વ્યાવસાયિક રીતે તૈયાર કરવામાં આવેલી અને મોસમને અનુરૂપ બનાવવામાં આવે છે. અભિવાદન પત્રિકાની રચના પ્રત્યક્ષ રીતે નાતાલનાં વર્ણન અંગેની હોઇ શકે છે. જેમાં ઈશુના જન્મદ્રશ્યનું ચિત્રાંકન અથવા તો ખ્રિસ્તી ધર્મનાં પ્રતિકો જેવા કે બેથલહેમનો તારો અથવા તો સફેદ કબૂતર કે જે પૃથ્વી ઉપર પવિત્ર આત્મા અને શાંતિ બંનેનું પ્રતિક માનવામાં આવે છે વગેરેની રચના બનાવવામાં આવે છે. નાતાલને લગતી અન્ય અભિવાદન પત્રિકાઓ વધુ બિનસાંપ્રદાયિક હોય છે જેમાં નાતાલના રીતિરિવાજોનું ચિત્રાંકન કરવામાં આવે છે.આ ઉપરાંત સાન્તાક્લોઝ જેવાં કાલ્પિનક પાત્રો, નાતાલ સાથે પ્રત્યક્ષ રીતે સંલગ્ન વસ્તુઓ જેમ કે મિણબત્તી, હોલી નામનું સદાપર્ણી ઝાડ, જાદૂઇ છડી વગેરે જેવાં પ્રતિકો ધરાવતી પત્રિકાઓ પણ જોવા મળે છે. ઉપરાંત નાતાલની મોસમને લગતી પ્રવૃત્તિઓ, બરફનાં ચિત્રો કે ઉત્તરીય પ્રદેશોની વન્યસૃષ્ટિને લગતી તસ્વીરોવાળી અભિવાદન પત્રિકાઓ પણ જોવા મળે છે. ઘણી અભિવાદન પત્રિકાઓ હાસ્ય નિષ્પન્ન કરનારી પણ હોય છે જેમાં ભૂતકાળનાં સંસ્મરણોનાં દ્રશ્યો યાદ આવે તેવાં ચિતરવાંમાં આવ્યાં હોય છે. જેવા કે 19મી સદીની શેરીઓ ઉપર ખરીદારો જૂનાં જમાનાનો ઘાઘરો પરિધાન કરીને ફરતાં હોય.
ટપાલ ટિકિટો
[ફેરફાર કરો]સંખ્યાબંધ દેશો દ્વારા નાતાલની યાદગીરી રૂપે ટપાલ ટિકિટ બહાર પાડતા હોય છે. ટપાલ ખાતાના ગ્રાહકો ઘણી વખત નાતાલની અભિવાદન પત્રિકા મોકલવા માટે આ પ્રકારની ટિકિટોનો ઉપયોગ કરતાં હોય છે તેમજ આ ટિકિટો ટપાલ ટિકિટનો સંગ્રહ કરનારા લોકોમાં પણ ખૂબ જ પ્રખ્યાત બની છે. નાતાલના સિક્કાઓથી ભિન્ન આ ટપાલ ટિકિટોનો ઉપયોગ નિયમિત રીતે પણ કરી શકાય છે અને તે પોસ્ટ ખાતા દ્વારા નિયત કરવામાં આવેલાં અમુક વર્ષો સુધી ચલણમાં રહે છે. આ ટિકિટોનું વેચાણ ઓક્ટોબર માસની શરૂઆત અને ડિસેમ્બર માસની શરૂઆતમા કરવામાં આવે છે અને તેને નોંધપાત્ર જથ્થામાં છાપવામાં આવે છે.
1898ની સાલમાં ઇમ્પિરિયલ પેની પોસ્ટેજ રેટની શરૂઆત કરવા માટે કેનેડિયન ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આ ટિકિટમાં દુનિયાનો નક્શો અને રીંછ દર્શાવવામાં આવ્યાં છે તેમજ નીચે લખાણ લખવામાં આવ્યું છે "નાતાલ 1898". વર્ષ 1937માં ઓસ્ટ્રિયા દ્વારા નાતાલનું અભિવાદન કરતી બે ટપાલ ટિકિટો બહાર પાડવામાં આવી હતી જેમાં ગુલાબ અને રાશિચક્રની સંજ્ઞાઓ દર્શાવવામાં આવ્યાં હતા. 1939માં બ્રાઝિલ દ્વારા ચાર અર્ધ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી જેમાં ત્રણ રાજા અને બેથલહેમનો તારો, દેવદૂત અને બાળક, ક્રોસ અને બાળક તેમજ માતા અને બાળકને દર્શાવવામાં આવ્યાં હતા.
યુએસની ટપાલ સેવા અને રોયલ મેઇલ નિયમનકારી દર વર્ષે નાતાલને લગતી ટપાલ ટિકિટો બહાર પાડે છે.
સાન્તાક્લોઝ અને ભેટ લાવનારા અન્ય પાત્રો
[ફેરફાર કરો]ઘણી સદીઓથી નાતાલને ભેટ-સોગાદોની આપ-લે કરવાનો તહેવાર માનવામાં આવે છે. આ ભેટોનું આદાન-પ્રદાન ખાસ કરીને મિત્રો અને કુટુંબીજનો વચ્ચે કરવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મ અને પુરાણો સાથે સંકળાયેલા સંખ્યાબંધ પાત્રો નાતાલ સાથે સંકળાયેલા છે અને તેઓ આ મોસમ દરમિયાન ભેટ-સોગાદો આપતા હોય છે તેવી માન્યતા છે. આ પાત્રોમાં ફાધર ક્રિસમસ કે જેમને સાન્તાક્લોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, પેરે નોએલ અને વેઇનાન્સ્ટમેન; સંત નિકોલસ અથવા તો સિન્ટરક્લાસ; ક્રાઇસ્ટકાઇન્ડ; ક્રિસ ક્રિન્ગલ; જોઉલુપુક્કી; બેબો નાતાલે; સંત બસિલ અને ફાધર ફ્રોસ્ટનો સમાવેશ થાય છે.
આ તમામ પાત્રો પૈકી નાતાલની આધુનિક ઉજવણીમાં સૌથી વધારે પ્રખ્યાત બનેલું પાત્ર સાન્તાક્લોઝ છે. એક એવું કાલ્પનિક પાત્ર કે જે નાતાલના દિવસે ભેટસોગાદો આપે છે. તે લાલ રંગના કપડાં પહેરે છે અને તેનાં મૂળિયાં વિવધ પ્રકારનાં જોવા મળે છે. સાન્તાક્લોઝ ડચ નામ સેઇન્ટરક્લાસ નું અપભ્રંશ થયેલું નામ છે જેનો સરળ મતલબ થાય છે સંત નિકોલસ. નિકોલસ ચોથી સદી દરમિયાન તુર્કીના આધુનિક યુગમાં માયરાનો ધર્માધ્યક્ષ હતો. સંતોની અન્ય પુણયશાળી પ્રવૃત્તિઓ ઉપરાંત તે બાળકોનું ખાસ ધ્યાન રાખતા, તેઓ ઉદાર સ્વભાવના હતા અને ભેટ-સોગાદો આપતાં. ઘણા દેશોમાં તેમનો તહેવાર તારીખ 6ઠ્ઠી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે અને તે દિવસે ભેટ-સોગાદોની આપ-લે કરવામાં આવે છે. પરંપરાગત રીતે સંત નિકોલસ ધર્માધ્યક્ષનો પોષાક પહેરીને તેમના મદદનીશો સાથે આવતા અને બાળકોને ભેટ-સોગાદો આપતાં પૂર્વે તેઓ બાળકે છેલ્લાં એક વર્ષ દરમિયાન કેવું વર્તન કર્યું તે અંગેની તપાસ કરીને પછી નક્કી કરતાં હતા કે બાળક ભેટ આપવાને લાયક છે કે નહીં. 13મી સદી દરમિયાન સંત નિકોલસ નેધરલેન્ડમાં ખૂબ જ પ્રખ્યાત થઇ ગયા અને તેમના નામ હેઠળ ભેટ આપવાની પ્રથા સમગ્ર મધ્ય અને દક્ષિણ યુરોપનાં પ્રદેશોમાં પ્રખ્યાત થઇ ગઇ. 16મી અને 17મી સદી દરમિયાન યુરોપ આવેલા ધાર્મિક સુધારામાં ઘણા પ્રોટેસ્ટન્ટ્સે ભેટ આપનારાં પાત્ર તરીકે બાળ ઈશુ અથવા તો ક્રાઇસ્ટકાઇન્ડલ ને પ્રસિદ્ધ કર્યા. અંગ્રેજી ભાષામાં આ નામનું અપભ્રંશ થઇને ક્રિસ ક્રિન્ગલ થઇ ગયું, તેમજ ભેટ આપવાનો સમયગાળો પણ 6ઠ્ઠી ડિસેમ્બરથી ક્રિસમસના આગલા દિવસ સુધીનો કરવામાં આવ્યો.[61]
જોકે સાન્તાક્લોઝનું આધુનિક અને પ્રખ્યાત પાત્રનિરૂપણ અમેરિકા ખાતે ન્યૂ યોર્કમાંથી ઉતરી આવ્યું છે તેનાં તબદિલીકરણની પ્રક્રિયા પૂરી કરવામાં છ મહાનુભાવોએ ભાગ ભજવ્યો હતો જેમાં વોશિંગ્ટન ઇરવિંગ અને જર્મન-અમેરિકી વ્યંગ ચિત્રકાર થોમસ નાસ્ટ (1840થી 1902)નો સમાવેશ થાય છે. અમેરિકી ક્રાન્તિકારક યુદ્ધ બાદ ન્યૂ યોર્ક શેહરનાં કેટલાંક રહેવાસીઓએ શહેરનાં બિન-અંગ્રેજી ભૂતકાળનાં પ્રતિકોની માગણી કરી. ન્યૂ યોર્કની મૂળ સ્થાપના ડચ વસાહતીનાં નાનકડાં શહેર ન્યૂ આમ્સ્ટરડેમ તરીકે કરવામાં આવી હતી અને ડચની સિન્ટરક્લાસ પરંપરા ત્યાં સંત નિકોલસ તરીકે ફરી શરૂ કરવામાં આવી હતી.[62] ઇ. સ. 1809માં ન્યૂ યોર્ક હિસ્ટોરિકલ સોસાયટીએ ન્યૂ યોર્ક શહેરનાં ડચ નામ નિએયુવ આમ્સ્ટરડેમના પ્રખ્યાત સંત સાન્ક્ટે ક્લાઉઝ નું નામ પ્રચલિત બનાવ્યું.[63] અમેરિકામાં 1810માં સાન્તાક્લોઝની જ્યારે પ્રથમ વખત રજૂઆત કરવામાં આવી ત્યારે તેને ધર્માધ્યક્ષના પહેરવેશે રજૂ કરવામાં આવ્યો હતો. જોકે નવા કલાકારોએ સાન્તાક્લોઝની નવી વેશભૂષા આપતાં તેનો પોષાક વધુ બિનસાંપ્રદાયિક બની ગયો હતો.[64] નાસ્ટે 1863થી શરૂ કરી દર વર્ષે સાન્તાક્લોઝનું નવું ચિત્ર દોરવાનું શરૂ કર્યું. 1880ના દાયકા સુધીમાં, નાસ્ટ દ્વારા દોરવામાં આવેલા સાંતાનો પહેરવેશ રૂંવાટીવાળા કોટનો થઇ ગયો જેને આપણે આજે ઓળખીએ છીએ. જેનું નિરૂપણ અંગ્રેજી સંસ્કૃતિના ફાધર ક્રિસમસ ઉપર આધારિત હોવાનું માનવામાં આવે છે. 1920માં આ છબીને જાહેરખબરોના માધ્યમ દ્વારા વધુ પ્રમાણિત અને પ્રચલિત કરવામાં આવી.[65]
શરીરે અલમસ્ત, દાઢીવાળા અને આનંદી સ્વભાવના ફાધર ક્રિસમસની તેમજ હંમેશા આનંદમાં રહેવાની માનસિકતા ધરાવનારા હતા. જે તમામ ગુણો સાન્તાક્લોઝના પાત્રમાં આવરી લેવામાં આવ્યાં છે. તેમનું પાત્ર 17મી સદીની શરૂઆતમાં ઇંગ્લેન્ડ ખાતે પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ તત્કાલિન સમયે તેમનું પાત્ર માત્ર રજાનો આનંદ માણવાના તેમના સ્વભાવ અને તેમની દારૂ પીવાની લતના ગુણો ધરાવતું હતું નહીં કે ભેટ-સોગાદો આપવાના.[66] વિક્ટોરિયન કાળના બ્રિટનમાં તેમની છબીનું પુનઃ નિર્માણ કરીને તેને સાંતાની સુસંગત મુજબ બનાવવામાં આવી. ફ્રાન્સના પેરે નોએલનું પાત્ર પણ આ જ રીતે વિકસાવવામાં આવ્યું હતું અને કાળક્રમે તે પણ સાંતા જેવું બની જવા પામ્યું હતું. ઇટાલીમાં બેબો નાતાલે સાન્તાક્લોઝ જેવું જ પાત્ર છે જ્યારે લા બેફાના મેજાઇને ઈશુનો સાક્ષાત્કાર થયો હતો તે સાંજે ભેટ-સોગાદો લઇને આવે છે. માનવામાં આવે છે કે લા બેફાના બાળ ઈશુની ભેટ-સોગાદો લઇને આવે છે. ત્યારબાદ તે અલોપ થઇ જાય છે. જોકે હવે તેણીની દરેક બાળક માટે ભેટ-સોગાદો લઇને આવે છે. ઘણા દેશોમાં સાન્તાક્લોઝ તેની સાથે નેશ્ટ રૂપરેશ્ત અથવા તો બ્લેક પિટરને લઇને આવે છે. ઘણા દેશોમાં એવી પણ માન્યતા છે કે એલ્વ રમકડાંઓ બનાવે છે. સાન્તાક્લોઝની પત્નીને શ્રીમતિ ક્લોઝ તરીકે ઓળખવામાં આવે છે.
આધુનિક સાન્તાક્લોઝનાં પાત્રમાં અમેરિકી સંત નિકોલસના ગુણોનો ક્રમિક વિકાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે થોડો વિરોધ પણ પ્રદર્શીત કરવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાની સ્વતંત્રતાની લડાઇ પૂરી થઇ તેની અડધી સદી સુધી એટલે કે 1835 સુધી સંત નિકોલસ સોસાયટીની સ્થાપના કરવામાં નહોતી આવી.[68] વધુમાં ન્યૂ આમ્સ્ટરડેમના ચાર્લ્સ જોન્સ દ્વારા લિખિત "ચિલ્ડ્રન્સ બુક્સ, પિરિયોડિકલ્સ એન્ડ જર્નલ્સ" નામના અભ્યાસલક્ષી પુસ્તકમાં સંત નિકોલસ અને સિન્ટરક્લાસનો કોઇ જ ઉલ્લેખ નથી, તેમ જણાવવામાં આવ્યું છે.[70] આ વાત1978[૩૦]માં છપાયેલાં તે અભ્યાસ પુસ્તકમાં વારેવારે કહેવાઇ હોવા છતાં પણ ઘણા વિદ્વાનો જોન્સનાં તારણ સાથે સહમત નથી. ન્યૂ બ્રન્સવિક થિયોલોજિકલ સેમિનારીના હોવાર્ડ.જી.હેગમેને એ બાબત ભારપૂર્વક જણાવી છે કે ન્યૂ યોર્કમાં સિન્ટરક્લાસની ઉજવણી હજી પણ જીવંત છે અને તે હડસન ખીણની સંસ્કૃતિની શરૂઆતથી ચાલી આવે છે.[૩૧]
લેટિન અમેરિકાના વેનેઝુએલા અને કોલંબિયા જેવા દેશોમાં હજી પણ એ પ્રથા ચાલે છે કે સાંતા રમકડાં બનાવીને બાળ ઈશુને અર્પણ કરે છે. તેમજ હકીકતે સાંતા દ્વારા આપવામાં આવેલા બાળ ઇશુ બાળકોને વહેંચી દે છે. પરંપરાગત ધાર્મિક માન્યતા અને સાંતાની પાત્ર નિરૂપણતા યુએસથી આવી છે.
ઇટાલીમાં ઓલ્ટો એડિગે/ સુટ્રિયોલ, ઓસ્ટ્રિયા, ચેક રિપબ્લિક, દક્ષિણ જર્મની, હંગેરી, લિશ્ટેનસ્ટાઇન, સ્લોવાકિયા અને સ્વિટ્ઝરલેન્ડમાં ક્રાઇસ્ટકાઇન્ડ (ચેકમાં જેઝિસેક, હંગેરીમાં જેઝુસ્કા, સ્લોવાકિયામાં જેઝિસ્કો તરીકે જાણીતા) ભેટ-સોગાદો લઇને આવે છે. જર્મનીના સંત નિકોલાઉસને જર્મનીના સાન્તાક્લોઝના સ્વરૂપ વેઇનાશ્તમાન સાથે સાંકળવામાં આવતાં નથી. સંત નિકોલાઉસ ધર્માધ્યક્ષનો પહેરવેશ પહેરીને આવતાં હોવા છતાં પણ તેઓ તારીખ 6 ડિસેમ્બરના રોજ નાની ભેટ-સોગાદો જેવી કે કેન્ડી, ફળો અને સૂકોમેવો લઇને આવે છે. તેમની સાથે નેશ્ત રૂપ્રેશ્ત પણ આવે છે. વિશ્વભરનાં ઘણાં મા-બાપો પોતાનાં બાળકોને સાન્તાક્લોઝ અને ભેટ-સોગાદો આપનારાં પાત્રો વિશે સમજ આપતાં હોય છે પરંતુ કેટલાંક તેમને નકારી દેતા હોય છે અને જણાવતા હોય છે કે આ એક ભ્રામક ખ્યાલ છે.[૩૨]
ઇતિહાસ
[ફેરફાર કરો]ઘણી સદીઓથી ખ્રિસ્તી લેખકો માનતા આવ્યા છે કે નાતાલનો દિવસ એટલે એ જ દિવસ કે જે દિવસે ભગવાન ઈશુનો જન્મ થયો હતો.[૩૩] જ્યુડિયો ખ્રિસ્તી પરંપરા અનુસાર સૃષ્ટિનાં સર્જનની તારીખ 25મી માર્ચ માનવામાં આવે છે.[૩૪] પૂરાતન ખ્રિસ્તી લેખક સેક્સટ્સ જ્યુલિયસ આફ્રિકાનુસે (220 એ.ડી.) એવો વિચાર કર્યો હતો કે આ તારીખ વાજબી છે અને એવું સૂચન કર્યું હતું કે આ દિવસે ભગવાન ઈશુએ માનવદેહ ધારણ કર્યો હતો.[79] જુલિયસના જણાવ્યા અનુસાર ઇશ્વરનાં શબ્દોએ માનવસ્વરૂપ ધારણ કર્યું અને તેમનું ગર્ભાધાન થયું તેનો મતલબ એ થયો કે આ ઘટના થકી કુંવારી મેરીએ ગર્ભ ધારણ કર્યો અને બરાબર નવ માસ બાદ તારીખ 25મી ડિસેમ્બરના રોજ ભગવાન ઈશુનો જન્મ થયો.[૩૪] જોકે 18મી સદીની શરૂઆતથી ઘણા બધા વિદ્વાનોએ વૈકલ્પિક સ્પષ્ટતાઓ આપવાની શરૂઆત કરી. આઇઝેક ન્યૂટને એવી દલીલ કરી હતી કે ઉત્તરીય ગોળાર્ધ[૬]માં નાતાલની તીથિ સૂર્ય વિષુવવૃત્તથી દૂર જાય તે દિવસોમાં પસંદ કરવામાં આવી છે. જૂના યુગમાં આ ઘટના 25મી ડિસેમ્બરની આસપાસ બનતી હતી.[૩૫] ઇ. સ. 1743માં જર્મનીના પ્રોટેસ્ટન્ટ પોલ અર્ન્સ્ટ જાબ્લોન્સ્કીએ એવી દલીલ કરી હતી કે નાતાલની તારીખ 25મી ડિસેમ્બર રોમન સૌર રજા ડિએસ નાતાલિસ સોલિસ ઇનવિક્ટી સાથે સંલગ્ન છે, જેના કારણે સાચાં દેવળોમાં મૂર્તિપૂજાનું પ્રમાણ ઘટી જવાં પામ્યું હતું.[83] 1889માં લ્યુઇસ ડ્યુશેને એવું સૂચન કર્યું હતું કે નાતાલની તારીખની ગણતરી તારીખ 25મી માર્ચના રોજ ઈશુનાં આગમનની જાહેરાત બાદ બરાબર નવ માસ બાદની કરવામાં આવી છે પરંપરાગત રીતે આ દિવસે ઇશુનું માનવરૂપે ગર્ભાધાન થયું હોવાનું માનવામાં આવે છે.[84] જોકે આજના જમાનામાં મુખ્યપ્રવાહમાં તારીખ 25મી ડિસેમ્બર ઈશુનો જન્મદિવસ હોય કે ન હોય તેનું ખાસ મહત્વ નથી. તેના બદલે ખ્રિસ્તી ધર્મ સમુદાયો[86] જણાવે છે કે માનવ સમુદાય દ્વારા આચરવામાં આવેલાં પાપને સરભર કરી આપવા માટે ઇશ્વરે પૃથ્વી ઉપર માનવરૂપે જન્મ લીધો તે નાતાલની ઉજવણીનું પ્રાથમિક કારણ છે.[૩૬][૩૭] નાતાલની સૌપ્રથમ ઉજવણી યુએસના ફ્લોરિડા ખાતે આવેલા ટેલાહાસી ખાતે કરવામાં આવી હતી.[૩૬][૩૮]
ખ્રિસ્તી ધર્મનો પશ્ચાદભૂ
[ફેરફાર કરો]ડિએસ નાતાલિસ સોલિસ ઇન્વિક્ટી
[ફેરફાર કરો]દિએસ નાતાલિસ સોલિસ ઇન્વિક્ટી નો અર્થ "અપરાજિત સૂર્યનો જન્મદિન" થાય છે. સોલ ઇન્વિક્ટસ શબ્દોનો ઉપયોગ કેટલાક સૂર્યમંડળનાં દેવ-દેવીઓની ઉપાસના સંયુક્ત રીતે કરવાની પરવાનગી આપે છે. જેમાં સિરિયાના સૂર્યદેવ એલાહ-ગેબેલ, ઓરિલિયન સામ્રાજ્યના દેવતા સોલ અને પર્સિયન મૂળના સૈનિકોના દેવ મિથ્રાસનો સમાવેશ થાય છે.[૩૯] આ તહેવાર ઉજવવાની શરૂઆત એલાગાબાલુસ સામ્રાજ્ય (218-222[95])થી કરવામાં આવી હતી. ઓરેલિયનનાં શાસનકાળ દરમિયાન તે તેની લોકપ્રિયતાની પરાકાષ્ઠાએ પહોંચી હતી. ઓરેલિયને આ રજાને સમગ્ર સામ્રાજ્યની જાહેર રજાનો દરજ્જો આપ્યો હતો.[૪૦] અગાઉ બ્રુમાલિયાના તહેવારમાં આ દિવસ બાકચુસને સમર્પિત કરવામાં આવ્યો હતો. લેટિન ભાષામાં બ્રુમા શબ્દનો અર્થ "ટૂંકામાં ટૂંકો દિવસ" થાય છે.[૪૧]
સૂર્ય જ્યારે વિષુવવૃત્તથી દૂર જાય ત્યારે આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હતી કારણ કે આ દિવસે સૂર્ય તેની દક્ષિણાયન પીછેહઠથી વિપરીત દિશામાં ગતિ કરીને પોતાની જાતને અપરાજિત પુરવાર કરે છે. કેટલાક શરૂઆતના ખ્રિસ્તી લેખકોએ ઈશુના જન્મને સૂર્યના પુનર્જન્મ સાથે સાંકળ્યો છે.[૧૦] "ઓહ, જે દિવસે સૂર્યનો જન્મ થયો તે દિવસે પરમેશ્વરે કેવું સુંદર કાર્ય કર્યું હશે.... ઈશુનો જન્મ પણ તે જ દિવસે થયો હશે." તેમ સાઇપ્રિયન નામના લેખક દ્વારા લખવામાં આવ્યું હતું.[૧૦] જ્હોન ક્રિસોસ્ટોમ નામના લેખકે પણ આ અંગે એવી ટિપ્પણી કરી છે કે "તેઓ તેને 'અપરાજિતના જન્મદિન' તરીકે સંબોધે છે. ખરેખર આપણા ઇશ્વર સિવાય બીજું અપરાજિત કોણ હોઇ શકે.....?"[૧૦]
શિયાળુ તહેવારો
[ફેરફાર કરો]ઘણી સંસ્કૃતિમાં શિયાળુ તહેવારો ખૂબ જ પ્રખ્યાત બન્યા છે. આ પાછળનાં મુખ્ય કારણોમાં જોઇએ તો શિયાળાની મોસમ દરમિયાન ખેતીનું કામ ખૂબ જ ઓછાં પ્રમાણમાં હોય છે. તેમજ વસંત ઋતુ સામે આવી રહી હોવાથી તે સારી રહેવાની અપેક્ષા હોય છે.[૪૨] આધુનિક નાતાલના રીતરિવાજોમાં ભેટ-સોગાદો આપવાની અને મોજમજા કરવાની પરંપરા રોમન રિવાજ સેટુર્નાલિયા; લીલોતરી, લાઇટ્સની રોશની અને દાનની પરંપરા રોમન નવાં વર્ષ; અને નાતાલ વખતે બાળવામાં આવતું મોટું ઢીમચું તેમજ વિવધ પ્રકારનાં ખાન-પાનની પરંપરા જર્મનીના તહેવારોમાંથી લેવામાં આવી છે.[૪૩] મૂર્તિપૂજક સ્કેન્ડેનેવિયામાં શિયાળુ તહેવાર યુલ ઉજવવામાં આવે છે. આ તહેવારની ઉજવણી ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીની શરૂઆત સુધી કરવામાં આવે છે. ઉત્તરીય યુરોપમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર છેલ્લે કરવામાં આવ્યો હોવાથી નાતાલ ઉપર તેની મૂર્તિપૂજક પ્રથાનો વિશેષ પ્રભાવ રહેલો છે. સ્કેન્ડેનેવિયાના લોકો નાતાલને આજે પણ જૂલ ના નામથી ઓળખે છે. અંગ્રેજી ભાષામાં યુલ શબ્દ એ નાતાલનો પર્યાય છે,[૪૪] જેનો પ્રયોગ સૌપ્રથમ વખત 900ની સાલમાં કરવામાં આવ્યો હતો.
ખ્રિસ્તી ધર્મની સ્થાપના
[ફેરફાર કરો]પહેલી સદીમાં નાતાલની ઉજવણી ઈશુ ખ્રિસ્તના જન્મદિનની યાદમાં કરવામાં આવતી હતી તેવા કોઇ જ લિખિત, ધાર્મિક ગ્રંથોમાં કે ઐહિક પુરાવાઓ નથી. ખરેખર તો અગાઉના યહૂદી કાયદાઓ અને પરંપરાઓ સાથે સરખાવવામાં આવે તો જન્મદિનની ઉજવણીઓ કરવામાં જ નહોતી આવતી. ધ વર્લ્ડ બુક એનસાઇક્લોપેડિયા અનુસાર "અગાઉ નાતાલની ઉજવણી કોઇના જન્મદિન નિમિત્તે કરવામાં આવે તો તેને મૂર્તિપૂજાના રિવાજ તરીકે ઓળખવામાં આવતી હતી." (ગ્રંથ 3, પા. નં. 416) તેના જન્મદિનને યાદ કરવા કરતા ઈશુએ જે વસ્તુને યાદ કે સ્મરણમાં રાખવાની આજ્ઞા આપી છે તેનો સંબંધ તે તેનાં મૃત્યુ સાથે સંકળાયેલી છે (લ્યુક 22:19). ઈશુના મૃત્યુને અમુક સો વર્ષો પણ નહીં થયા હોય અને નાતાલની ઉજવણીનો સૌપ્રથમ કિસ્સો ઐતિહાસિક તવારિખમાં નોંધાયેલો છે. નવા વિશ્વકોશ બ્રિટાનિકામાં જણાવ્યા અનુસાર જે લોકો પાછળથી ખ્રિસ્તી હોવાનો દાવો કરવા લાગ્યા કે "રોમન મૂર્તિપૂજક રિવાજ કે જેને 'અપરાજિત સૂર્યના જન્મદિન' તરીકે મનાવવામાં આવે છે તેની અને નાતાલની એક જ દિવસે ઉજવણી થવી એક અકસ્માત છે." આજના જમાનામાં નાતાલની જે રીતે ઉજવણી કરવામાં આવે છે (ઙેટ-સોગાદો આપીને કે મીઠાઇઓ ખાઇને) તે જ રીતે આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હતી.
નવા કરારની નકલમાં ઈશુના જન્મની તારીખ આપવામાં આવી નથી.[૧૦][૪૫] ઇ.સ. 200ની સાલમાં ક્લેમેન્ટ ઓફ એલેક્ઝાન્ડ્રિયાએ લખ્યું હતું કે પાશોન્સ મહિનાની 25મી તારીખે ઇજિપ્તનાં એક જૂથે જન્મદ્રશ્ય ભજવ્યું હતું.[૧૦] જેને તારીખ 20મી મે ગણાવી શકાય.[૪૬] રોમન આફ્રિકાનાં દેવળોમાં નાતાલને મોટો કે મહત્વનો તહેવાર ગણવામાં આવતો હોવાના કોઇ જ ઉલ્લેખ ટેર્ટુલિયન (ડી. 220)માં નથી.[૧૦] જોકે વર્ષ 221માં પ્રકાશિત કરવામાં આવેલા સંદર્ભગ્રંથ ક્રોનોગ્રાફાઇ માં સેક્સ્ટસ જુલિયસ આફ્રિકાનુસે એવું સૂચન કર્યું હતું કે ઈશુની માતાને ગર્ભાધાન વસંત ઋતુના વિષુવકાળ દરમિયાન થયું હોવાને કારણે એ વિચાર ખૂબ જ પ્રચલિત થયો છે કે તેમનો જન્મ તારીખ 25મી ડિસેમ્બરના રોજ થયો હશે.[૪૭][૪૮] રોમન કેલેન્ડર અનુસાર વિષુવકાળનો દિવસ તારીખ 25મી માર્ચ ગણવામાં આવે છે, તેથી ડિસેમ્બરમાં તેમનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે.[૪૯] દે પાસ્કા કોમ્પ્યુટસ નામનું ઉજાણીનું કારીખીયું વર્ષ 243માં બનાવવામાં આવ્યું હતું જેમાં જન્મદિવસની તારીખ 28મી માર્ચ દર્શાવવામાં આવી હતી.[૫૦] વર્ષ 24પાંચમાં પ્રસિદ્ધ થયેલા ધર્મવિજ્ઞાની ગ્રંથ ઓરિજેન ઓફ એલેક્ઝાન્ડ્રિયામાં જણાવવામાં આવ્યું હતું કે "ફારાઓહ અને હેરોડ જેવા પાપીઓ જ તેમના જન્મદિનની ઉજવણી કરે છે.[૫૧] ઇ.સ. 303માં ખ્રિસ્તી લેખક આર્નોબિયસે ભગવાનના જન્મદિનની ઉજવણી કરવાની આકરી ટીકા કરી હતી અને તેણે સૂચન કર્યું હતું કે નાતાલ આ સમયે ઉજવણી કરવાનો તહેવાર નથી.[૧૦]
તહેવારની ઉજવણીની સ્થાપના
[ફેરફાર કરો]વર્ષ 336માં રોમના દેવળ ખાતે પ્રથમ વખત જન્મદ્રશ્યની ઉજવણીની શરૂઆત થઇ હોવાનું માનવામાં આવે છે.[૫૨] વર્ષ 354માં લખવામાં આવેલા કાલ લેખમાં ઈશુના જન્મદિનની તારીખ 25મી ડિસેમ્બરના રોજ હોવાનો સંદર્ભ છે. આ પ્રકાશિત હસ્તપ્રતનું સંપાદન વર્ષ 354માં રોમ ખાતે કરવામાં આવ્યું હતું.[૫૩] વર્ષ 350માં પોપ જુલિયસ 1એ તારીખ 25મી ડિસેમ્બરને ઈશુનો જન્મદિન તરીકે ઉજવવાની અધિકૃત જાહેરાત કરી.[૫૨] પૂર્વના દેશોમાં પુરાતન ખ્રિસ્તીઓ મેજાઇને ઈશુના કરેલા સાક્ષાત્કાર ના દિવસ (તારીખ 6ઠ્ઠી જાન્યુઆરી)ના ભાગરૂપે તેમના જન્મદિવસની ઉજવણી કરતાં હતા. જોકે આ તહેવારમાં કે ઉજવણીમાં ઈશુની ખ્રિસ્તી ધર્મની દિક્ષાવિધિ ઉપર વધારે ભાર પાતો હતો.[૫૪]
વર્ષ 378માં એડ્રિયાનોપલનાં યુદ્ધમાં આરિયાન તરફી શાસક વેલેન્સનાં મૃત્યુ બાદ કેથલિક ધર્મસંઘના અનુયાયિત્વનું પુનરુત્થાન થયું જેના ભાગરૂપે પૂર્વના ખ્રિસ્તીઓમાં નાતાલની ઉજવણીનો પ્રચાર કરવામાં આવ્યો. કોન્સ્ટેન્ટિનોપલમાં આ તહેવારની ઉજવણીની શરૂઆત વર્ષ 379માં તેમજ એન્ટિઓકમાં આ તહેવારની ઉજવણી વર્ષ 380માં કરવામાં આવી હતી. વર્ષ 381માં ગ્રેગોરીના નાઝિઆન્ઝુસે ધર્માધ્યક્ષના પદેથી રાજીનામું આપી દીધાં બાદ આ તહેવારની ઉજવણી લુપ્ત થઇ ગઇ હતી. જોકે વર્ષ 400 દરમિયાન જ્હોન ક્રિસોસ્ટોને આ પ્રથા ફરી પાછી શરૂ કરી.[૧૦]
મધ્ય યુગ
[ફેરફાર કરો]મધ્ય યુગની શરૂઆતમાં નાતાલની ઉજવણી કરતાં ઈશુનો મેજાઇને કરેલા સાક્ષાત્કારના દિવસનું મહત્વ ખૂબ જ વધારે હતું. પશ્ચિમી માન્યતા અનુસાર આ દિવસે સંતોની મુલાકાત ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું. પરંતુ મધ્યયુગીન કેલેન્ડરમાં નાતાલ આધારિત રજાઓનું વર્ચસ્વ વધારે પ્રમાણમાં હતું. નાતાલ પહેલાંના 40 દિવસ "સંત માર્ટિનના 40 દિવસ" (કે જેની શરૂઆત તારીખ 11મી નવેમ્બરથી થાય છે અને તેને ટૂર્સના સંત માર્ટિનના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.) હાલમાં તે એડવેન્ટના નામથી ઓળખાય છે.[૫૫] ઇટાલીમાં સાટુરનાલિયાન પરંપરાઓને એડવેન્ટ સાથે સાંકળવામાં આવી છે.[૫૫] 12મી સદીની આસપાસ આ પરંપરાઓ ફરી પાછી નાતાલના 12 દિવસો (તારીખ 25મી ડિસેમ્બરથી 5મી જાન્યુઆરી)ની પરંપરામાં તબદિલ થઇ. જાહેર ઉપાસનાને લગતાં કેલેન્ડરમાં આ સમયગાળાને નાતાલની મોસમ અથવા તો 12 પવિત્ર દિવસો તરીકે ઓળખવામાં આવે છે.[૫૫]
વર્ષ 800 બાદ નાતાલના દિવસે શેર્લેમેગ્નેને શાસક તરીકેનો તાજ પહેરાવવામાં આવ્યો ત્યારબાદ નાતાલની ઉજવણીનું મહત્ત્વ ધીમેધીમે વધવા લાગ્યું. વર્ષ 85પાંચમાં શહીદ રાજા એડમન્ડનો રાજ્યાભિષેક નાતાલના દિવસે કરવામાં આવ્યો હતો અને ઇંગ્લેન્ડનો રાજા વિલિયમ પહેલાને વર્ષ 1066માં નાતાલના દિવસે તાજ પહેરાવવામાં આવ્યો હતો.
ઉચ્ચ મધ્યમ યુગ દરમિયાન નાતાલની રજાનું પ્રભુત્વ ખૂબ જ વધી જવા પામ્યું. આ બાબતને વારંવાર ઇતિહાસકારોએ નોંધી હતી અને લખ્યું હતું કે વિવિધ પ્રકારના ધનાઢ્ય લોકો પણ નાતાલની ઉજવણી કરતા હતા. વર્ષ 1377માં ઇંગ્લેન્ડના રાજા રિચાર્ડ 2જાએ નાતાલના તહેવારનું આયોજન કર્યું હતું. જેમાં લોકો દ્વારા આઠ બળદો અને 300 જેટલાં ઘેટાંઓ આરોગવામાં આવ્યા હતા.[૫૫] મધ્યકાલિન યુગમાં ઉજવાતી નાતાલમાં નાતાલનાં ડુક્કરનું માંસ નિયમિતપણે પીરસવામાં આવતું હતું. કેરોલિન્જ પ્રજાતિનાં લોકો પણ ખૂબ જ પ્રખ્યાત બન્યાં હતા. તેઓ મૂળ ગીત ગાનારાં નૃત્યકારો હતાં. આ જૂથમાં એક મુખ્ય ગાયક રહેતો અને આજુબાજુમાં વર્તુળ બનાવીને અન્ય લોકો નાચતાં તેમજ સમૂહગાન ગાતાં. ઘણા લેખકોએ કેરોલિન્જનાં નૃત્યોને અશ્લીલ ગણાવીને તેનો વિરોધ કર્યો હતો. તેમણે એવો નિર્દેશ કર્યો હતો કે આવી અણઘડ પ્રથાને વશ ન થઇને સાટુર્નાલિયા અને યુલની ઉજવણી તેનાં મૂળસ્વરૂપે ચાલુ રાખવી જોઇએ.[૫૫] "ગેરકાયદે કામો" જેવા કે દારૂ પીવો, લૈંગિક સંબંધો, જુગાર વગેરે બાબતો પણ આ તહેવારનો એક અગત્યનો દ્રષ્ટિકોણ છે. ઇંગ્લેન્ડમાં ભેટસોગાદોની આપ-લે નવાં વર્ષના દિવસે કરવામાં આવે છે અને તે દિવસે નાતાલ નિમિત્તે બનાવવામાં આવેલો ખાસ દારૂ પીવામાં આવે છે.[૫૫]
મધ્યકાલિન યુગમાં ઉજવાતી નાતાલ એક જાહેર તહેવાર હતો. જેમાં વેલો, સદાપર્ણી વૃક્ષ અને અન્ય સદાય લીલાં છમ રહેતાં વૃક્ષોનો સમાવેશ કરવામાં આવતો હતો.[૫૬] મધ્યકાલિન યુગમાં નાતાલના દિવસે ભેટ-સોગાદોની આપ-લે કરવાનો વ્યવહાર કાયદેસરના સંબંધ ધરાવનારા લોકો જેવાકે ભાડૂઆત અને મકાનમાલિક વચ્ચે થતો હતો.[૫૬] વાર્ષિક ધોરણે ખાન-પાન, નાચ-ગાન, રમત-ગમત અને પત્તાં રમવાની ઉજાણીની પ્રથાનો ઇંગ્લેન્ડમાં ક્રમશઃ વધારો થયો અને 17મી સદી સુધીમાં નાતાલની મોસમ દરમિયાન વૈભવી ખાન-પાન, ઝીણવટભરી રીતે તૈયાર કરવામાં આવેલા સંગીત જલસાઓ અને જાહેર ઉજવણીઓ શરૂ કરવામાં આવી. વર્ષ 1607માં રાજા જેમ્સ પહેલાએ એવું સૂચન કર્યું કે નાતાલની રાત્રિએ નાટકની ભજવણી કરવામાં આવવી જોઇએ અને રાજ પરિવારોમાં રમત-ગમતની ઉજવણી શરૂ થઇ.[૫૭]
19મી સદીમાં આવેલા સુધારાઓ
[ફેરફાર કરો]પ્રોટેસ્ટન્ટ સમુદાય દ્વારા કરવામાં આવેલા સુધારાઓને અનુસરતા પ્યુરિટન કે રૂઢિચુસ્ત જેવાં જૂથોએ નાતાલની ઉજવણીનો સખત વિરોધ કર્યો હતો. આ તહેવારને તેમણે કેથલિક પંથનો આવિષ્કાર ગણાવીને તેને "પોપની પરંપરાનો સુશોભન" અથવા તો "જંગલીઓનું હાસ્યાસ્પદ સરઘસ" જેવાં બિરુદો આપ્યાં હતા.[૫૮] કેથલિક દેવળો દ્વારા ઉપરોક્ત બાબતનો પ્રતિભાવ આ તહેવારની ઉજવણી વધુ ધાર્મિક રીતે કરીને જોરશોરથી કરવી જોઇએ તેવો પ્રચાર કરીને આપવામાં આવતો હતો. ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ પહેલાએ તેના ઉમરાવો અને સરદારોને સૂચના આપી કે શિયાળાના મધ્યભાગમાં તેમની જમીનો ઉપર પાછા આવી જઇને તેમની જૂની પદ્ધતિ મુજબની નાતાલની ઉદ્દામતા ચાલુ રાખવી.[૫૭] અંગ્રેજી આંતરવિગ્રહ દરમિયાન ચાર્લ્સ પહેલા ઉપર સંસદીય વિજય થયા બાદ વર્ષ 1647માં પ્યુરિટન કે રૂઢિચુસ્ત લોકોએ નાતાલની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.[૫૮] આ ઘટનાનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો જેના કારણે કેટલાંક શહેરોમાં નાતાલની તરફેણમાં લોકોએ તોફાનો કર્યા હતા. કેટલાંક અઠવાડિયાંઓ સુધી કેન્ટરબરી ઉપર તોફાનીઓએ કબજો જમાવી દીધો હતો અને તે શહેરનાં દરવાજાઓને સદાપર્ણી વૃક્ષોથી સુશોભનીને રાજાશાહી સૂત્રોચ્ચારો કર્યા હતા.[૫૮] પુસ્તક ધ વિન્ડિકેશન ઓફ ક્રિસમસ (લંડન 1652)માં રૂઢિચુસ્ત લોકોની વિરોધમાં દલીલ કરવામાં આવી છે અને નોંધવામાં આવ્યું છે કે નાતાલની જૂની અંગ્રેજી પ્રથા અનુસાર તે દિવસે રાત્રિભોજન, અગ્નિ ઉપર સફરજનો શેકવાં, પત્તાં રમવાં, ગુલામો અને નોકરાણીઓ સાથે નૃત્ય કરવું અને નાતાલનાં ગીતો ગવાતાં હતા.[૫૯] વર્ષ 1660માં રાજા ચાર્લ્સ બીજો પુનઃ સત્તારૂઢ થતાં તેણે નાતાલની ઉજવણી ઉપરનો પ્રતિબંધ રદ કર્યો તેમ છતાં પણ ઘણાં દીક્ષા પામેલા ખ્રિસ્તી પાદરીઓ આજે પણ નાતાલની ઉજવણીનો વિરોધ કરે છે. સ્કોટલેન્ડ ખાતે આવેલાં સ્કોટલેન્ડનાં દેવળ પ્રેસ્બિટેરિયને પણ નાતાલની ઉજવણીને હતોત્સાહ કરી છે. વર્ષ 1618માં જેમ્સ પાંચમાએ નાતાલની ઉજવણીની આજ્ઞા આપી જોકે દેવળમાં લોકોની હાજરી ખૂબ જ પાંખી હતી.[૬૦]
વસાહતી અમેરિકામાં નવા ઇંગ્લેન્ડના રૂઢિચુસ્તોએ નાતાલની ઉજવણીનો ધરમૂળથી વિરોધ કર્યો હતો. વર્ષ 1659થી 1681 સુધી બોસ્ટન ખાતે ઉજવણીને કાયદાનાં રક્ષણમાંથી બાકાત રાખવામાં આવી હતી. વર્ષ 1681માં યાત્રાળુ પાદરીઓ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને અંગ્રેજ ગવર્નર સર એડમન્ડ એન્ડ્રોસ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો હતો. જોકે વર્ષ 1800 સુધી તે નહોતો ઉઠાવવામાં આવ્યો છતાં પણ ત્યાં સુધીમાં બોસ્ટન ખાતે નાતાલની ઉજવણી કરવી એક ફેશન જેવું બની ચૂક્યું હતું.[૬૧] આ જ સમયગાળા દરમિયાન વર્જિનિયા અને ન્યૂ યોર્કના ખ્રિસ્તી કુટુંબો નાતાલની ઉજવણી મુક્તપણે કરતા હતા. પેન્સિલવેનિયાનાથી જર્મની ખાતે સ્થિત થયેલા લોકો ખાસ કરીને મોરાવિયન લોકો કે જેઓ બેથલહેમમાં સ્થાયી થયા છે, પેન્સિલવેનિયાના નાઝારેથ અને લિતિત્ઝ લોકો અને ઉત્તર કેરોલિનામાં સ્થિત થયેલા વાશોવિયા લોકો નાતાલની ઉજવણી ઉત્સાહભેર કરે છે. બેથલહેમમાં રહેતા મોરાવિયન લોકોએ સૌપ્રથમ વખત અમેરિકામાં નાતાલનાં વૃક્ષને તેમજ જન્મદ્રશ્યને રજૂ કર્યું હતું.[૬૨] અમેરિકી ક્રાંતિ બાદ નાતાલને અંગ્રેજી રિવાજ તરીકે ગણવામાં આવતાં યુનાઇટેડ સ્ટેટ્સમાં તેની ઉજવણી મંદ પડી ગઇ હતી.[૬૩] 1777માં ટ્રેન્ટનના યુદ્ધ દરમિયાન જ્યોર્જ વોશિંગ્ટને નાતાલના દિવસે હેસિયનના ભાડૂતી સિપાઇઓ ઉપર હુમલો કર્યો. (આ સમયગાળા દરમિયાન અમેરિકા કરતાં જર્મનીમાં નાતાલની ઉજવણી વધારે પ્રખ્યાત બની હતી.)
1820 સુધીમાં બ્રિટન ખાતે સાંપ્રદાયિક તણાવ ઓછો થયો અને વિલિયમ વિન્સ્ટેન્લી જેવા લેખકો સહિત અન્ય લોકોએ એવી ચિંતા કરવાની શરૂ કરી કે નાતાલની ઉજવણી મરી પરવારી રહી છે. આ લેખકો એમ માનતા હતા કે ટ્યુડોર નાતાલની ઉજવણી દિલ ખોલીને કરવી જોઇએ અને આ રજાને ફરી પ્રચલિત કરવા માટેના તમામ પ્રયાસો કરવા જોઇએ. 1843માં ચાર્લ્સ ડિકન્સે અ ક્રિસમસ કેરોલ નામની એક નવલકથા લખી જેણે નાતાલની ઉજવણી અને મોજમજા કરવાની ધગશ ફરી પાછી જીવંત કરવામાં મદદ કરી.[૬૪][૬૫] નવલકથાની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી હોવાને કારણે તેણે નાતાલનું કુટુંબીજનો, દયા અને ભલમનસાઇ અંગેનું મહત્વ સમજાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો.[૬૬] ઇતિહાસકાર રોનાલ્ડ હ્યુટને એવી દલીલ કરી હતી કે ડિકન્સ નાતાલને ઉદારતા અને કુટુંબ કેન્દ્રી તહેવાર માને છે પરંતુ તેથી વિપરીત જ્ઞાતિ આધારિત અને દેવળ કેન્દ્રિત અવલોકન કરતાં એવું લાગે છે કે 18મી સદીના અંત ભાગમાં અને 19મી સદીની શરૂઆતના ભાગમાં નાતાલની ઉજવણી ક્ષીણ થઇ રહી છે.[૬૭] નાતાલની બિનસાંપ્રદાયિક આવૃત્તિને ઉપર મૂકીને ડિકન્સે નાતાલની ઉજવણીના ઘણા દ્રષ્ટિકોણ આપ્યા છે કે જે આજની તારીખે પણ પશ્ચિમી સંસ્કૃતિમાં મનાવવામાં આવે છે, જેમ કે કૌટુંબિક મેળાવડો, મોસમનું ખાણું અને દારૂ, નૃત્ય, રમતો અને તહેવારોની ઉદારતા.[૬૮] 'મેરી ક્રિસમસ' નામની વાર્તા પ્રસિદ્ધ થયા બાદ આ શબ્દોનો ઉપયોગ ખૂબ જ પ્રચલિત બન્યો હતો.[૬૯] સ્ક્રૂજ નામનો શબ્દ કંજૂસનો પર્યાય બની ગયો, જ્યારે 'બાહ! હંબગ!' તહેવારોના જોશને રૂખસત આપનારો બન્યો.[૭૦] 1843માં સર હેનરી કોલે વ્યાપારિક ધોરણે નાતાલની અભિવાદન પત્રિકા પ્રથમ વખત ઉત્પાદિત કરી.[૭૧] વર્ષ 1847માં નાતાલના ફટાકડાનું સંશોધન લંડનના થોમસ જે. સ્મિથ દ્વારા કરવામાં આવ્યું.[૭૨] નાતાલનાં ગીતો વિલિયમ .બી. સેન્ડિસનાં પુસ્તક ક્રિસમસ કેરોલ્સ એન્સિયેન્ટ એન્ડ મોર્ડન (1833)થી ફરી સજીવન થયા. પ્રથમ વખત પ્રકાશિત થયા હોય તેવા ગીતોમાં 'ધ ફર્સ્ટ નોએલ' , 'આઇ સો થ્રી શિપ્સ' , 'હાર્ક ધ હેરાલ્ડ એન્જલ્સ સિંગ' , અને 'ગોડ રેસ્ટ યે મેરી, જેન્ટલમેન' વગેરે ડિકન્સની નવલકથા અ ક્રિસમસ કેરોલ માં ખૂબ જ પ્રખ્યાત થયા હતા. અન્ય અંગ્રેજી નાતાલ ગીતો જેવાં કે 'વી વિશ યુ અ મેરી ક્રિસમસ' અને 'ઓહ કમ ઓલ યે ફેઇથફુલ' પણ પ્રખ્યાત થયાં હતા. 1880થી નાતાલનાં ગીતો દેવળોમાં નાતાલનાં આગલા દિવસે ગાવાનો રિવાજ શરૂ થયો. (નવ પાઠો અને નાતાલનાં ગીતો) આ ગીતો શરૂઆતમાં ટ્રુરો કેથેડ્રેલ, કોર્નવોલ અને ઇંગ્લેન્ડમાં ગવાતાં હવે તે વિશ્વભરનાં દેવળોમાં ગવાય છે.[૭૩]
બ્રિટનમાં નાતાલનાં વૃક્ષની શરૂઆત 1800ની સાલની શરૂઆતથી કરવામાં આવી. આ શરૂઆત મેકલેનબર્ગ સ્ટર્લાઇઝના શેરલોટે હેનોવર સાથેનાં તેનાં અંગત જોડાણ થકી કરી હતી, રાણી થકી રાજાને આપવાની શરૂઆત જ્યોર્જ ત્રીજા દ્વારા કરવામાં આવી હતી પરંતુ આ પ્રથા રાજાશાહી કુટુંબમાં ઝડપથી પ્રસરી નહોતી. રાણી વિક્ટોરિયા બાળપણથી જ આ પ્રથાથી પરિચિત હતા. વર્ષ 1832માં યુવા રાજકુમારીએ મેળવેલાં નાતાલનાં વૃક્ષ અંગે થયેલા આનંદ વિશે તેમણે લખ્યું હતું આ વૃક્ષને તેના ઉપર લાઇટોની રોશની, ઘરેણાં અને ભેટ-સોગાદો લગાડીને સુશોભિત કરવામાં આવ્યું હતું.[૭૪] વર્ષ 1841માં જ્યારે તેમનાં જર્મન પિતરાઈ ભાઈ રાજકુમાર આલ્બર્ટ સાથે તેમનાં લગ્ન થયા ત્યાં સુધીમાં આ પ્રથા બ્રિટનમાં ખૂબ જ પ્રચલિત થઇ ચૂકી હતી.[૨૫] બ્રિટનનાં રાજવી કુટુંબનું તેમના વિન્ડસર કિલ્લામાં કુટુંબનાં નાતાલનાં વૃક્ષ સાથેનું શક્તિશાળી ચિત્ર સૌપ્રથમ 1848માં ઇલસ્ટ્રેટેડ લંડન ન્યૂઝ નામના અખબારમાં છપાયું હતું. ત્યારબાદ નાતાલના દિવસે યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે 1850માં તેની નકલ ગોડેસ લેડીસ બુક માં કરવામાં આવી હતી (ચિત્ર, ડાબે). ગોડેસે તેની બેઠી નકલ કરી હતી પરંતુ તેણે દ્રશ્યને અમેરિકાની સંસ્કૃતિનો ઓપ આપવા માટે રાણીનો તાજ અને રાજકુમાર આલ્બર્ટની મૂછો કાઢી નાંખ્યાં હતા.[૨૬] વર્ષ 1850માં ગોડેસ દ્વારા બનાવવામાં આવેલું ચિત્ર પુનઃ પ્રકાશિત થયું તે ચિત્ર અમેરિકામાં સુશોભનેલાં નાતાલનાં વૃક્ષનું સૌપ્રથમ સૌથી વધુ ફેલાવો ધરાવનારું ચિત્ર હતું. ઇતિહાસકાર કારાલ એન માર્ટિને તેને "પ્રથમ પ્રભાવશાળી અમેરિકન નાતાલનું વૃક્ષ" ગણાવ્યું હતું.[૭૫] લોકસાંસ્કૃતિક ઇતિહાસકાર આલ્ફ્રેડ શુમાકરે જણાવ્યું હતું કે "1850થી 1860ના દાયકામાં અમેરિકા ખાતે નાતાલનાં વૃક્ષની પ્રખ્યાતિ વધારનારું ગોડેસ લેડીસ બુક સિવાય અન્ય કોઇ જ અગત્યનું માધ્યમ નથી." વર્ષ 1860માં આ છબી ફરીથી છાપવામાં આવી અને 1870 સુધીમાં અમેરિકામાં નાતાલનું વૃક્ષ સજાવીને મૂકવું તે રિવાજ સામાન્ય બની ગયો.[૨૬]
1820 દરમિયાન વોશિંગ્ટન ઇરવિંગની કેટલીક ટૂંકી વાર્તાઓ મારફતે અમેરિકામાં ક્રિસમસની ઉજવણીમાં લોકોનો રસ ફરી જાગૃત થયો. ઇરવિંગે ધ સ્કેચ બુક ઓફ જ્યોફ્રી ક્રેયોન અને "ઓલ્ડ ક્રિસમસ" નામનાં પુસ્તકમાં આ વાર્તાઓ પ્રસિદ્ધ કરી હતી. જેમાં તેણે વિન્ડિકેશન ઓફ ક્રિસમસ (1652)માં જૂની અંગ્રેજી નાતાલની પરંપરાઓનું આબેહૂબ વર્ણન વાર્તા સ્વરૂપે કર્યું હતું.[૫૭] ઇરવિંગની વાર્તાઓમાં સદભાવના ભરેલાં તહેવારોનું વર્ણન કરવામાં આવતું. તેનો દાવો હતો કે આ તમામ ઘટનાઓનુંઅવલોકન તેણે ઇંગ્લેન્ડમાં કર્યું હતું. જોકે ઘણા લોકોનો એવો દાવો છે કે ઇરવિંગ દ્વારા કરવામાં આવેલું વર્ણન તેનાં મગજની પેદાશ છે, પરંતુ તેના અમેરિકી વાચકો દ્વારા તેણે વર્ણવેલી પ્રથા બહોળા પ્રમાણમાં અનુસરવામાં આવે છે. 1822માં ક્લિમેન્ટ ક્લાર્ક મૂરેએ અ વિઝિટ ફ્રોમ સેઇન્ટ નિકોલસ નામની એક કવિતા લખી (જેને તેની પ્રથમ પંક્તિ ત્વાસ ધ નાઇટ બિફોર ક્રિસમસ દ્વારા વધારે સારી રીતે ઓળખવામાં આવે છે).[૭૬] આ કવિતા દ્વારા ભેટ-સોગાદો આપવાની પરંપરા ખૂબ જ પ્રચલિત બની અને નાતાલના સમયે કરવામાં આવતી ખરીદીનું આર્થિક મહત્વ વધવા માંડ્યું.[૭૭] આના કારણે નાતાલની ભક્તિભાવના અને વ્યાપારીકરણ અંગે સાંસ્કૃતિક સંઘર્ષો થવા માંડ્યા. કેટલાંક લોકોને લાગવા માંડ્યું કે નાતાલનું વ્યાપારીકરણ કરીને તેને ભ્રષ્ટ કરવામાં આવી રહી છે. હેરિયેટ બિશેર સ્ટોવે 1850માં પ્રસિદ્ધ થયેલાં તેનાં પુસ્તક "ધ ફર્સ્ટ ક્રિસમસ ઇન ન્યૂ ઇંગ્લેન્ડ"માં તેનાં પાત્રનાં મુખે એવો ઉલ્લેખ કરાવતી ફરિયાદ મૂકી છે કે ખરીદીની પળોજણમાં નાતાલનો ખરો મતલબ ખોવાઇ જાય છે.[૭૮] જોકે યુએસના કેટલાક પ્રાંતોમાં નાતાલની ઉજવણી હજી પણ પ્રચલિત નથી બની. હેનરી વેડ્સવર્થ લોન્ગફેલોએ તપાસ કરીને શોધી કાઢ્યું છે કે "નાતાલ અંગેનું સંક્રમણ અહીં ન્યૂ ઇંગ્લેન્ડમાં છે" 1856માં. "જૂની રૂઢિચુસ્ત પ્રથા સાચવી રાખવામાં આવી છે કે નાતાલની ઉજવણી આનંદભરી રીતે અને દિલ ખોલીને ન કરવી; જોકે દર વર્ષે ઉજવણીનું મહત્વ વધતું જાય છે."[૭૯] 1861 દરમિયાન ઇન રિડિંગ, પેન્સિલવેનિયા નાંમના એક અખબારમાં એવી નોંધ લેવામાં આવી હતી કે "આપણા પ્રેસ્બિટેરિયન મિત્રો કે જેઓ નાતાલની અવગણના કરતાં હતા તેમણે પણ તેમનાં દેવળોના દરવાજા ખોલીને ઈશુના જન્મદિવસની ઉજવણી શરૂ કરી છે."[૭૯] રોકફોર્ડનાં પ્રથમ ઉપાસના મંડળ દેવળ ઇલિનોઇસ 'રૂઢિચુસ્ત હોવા છતાં પણ' નાતાલની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે. - વર્ષ 1864માં એક અખબારના સંવાદદાતા દ્વારા લખવામાં આવેલું લખાણ.[૭૯] 1860માં ન્યૂ ઇંગ્લેન્ડનાં કેટલાંક રાજ્યો સહિતનાં 14 રાજ્યોએ નાતાલને કાયદેસરની રજા જાહેર કરી.[૮૦] 1870માં યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે નાતાલના દિવસને રાજકીય રજા જાહેર કરવામાં આવી જેના ઉપર રાષ્ટ્રપ્રમુખ યુલિસિસ એસ.ગ્રાન્ટે હસ્તાક્ષર કરીને તેને કાયદેસર અમલમાં મૂકી હતી.[૮૦] કાળક્રમે 1875માં લુઇસ પ્રાન્ગે અમેરિકનો માટે નાતાલની અભિવાદન પત્રિકાઓ રજૂ કરી. તેને "અમેરિકાની નાતાલની અભિવાદન પત્રિકાઓના પિતા" તરીકે ઓળખવામાં આવે છે.[૮૧]
વિવાદ અને ટીકા
[ફેરફાર કરો]પોતાના સમગ્ર ઇતિહાસ દરમિયાન નાતાલ વિવિધ સ્રોતો મારફતે હંમેશા વિવાદ અને ટીકા બંનેનો વિષય બની રહી છે. નાતાલ અંગેનો પ્રથમ દસ્તાવેજિત વિવાદ ખ્રિસ્તીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને તે અંગ્રેજી પ્રજાનાં બે રાજ્યો વચ્ચે થયેલા ગજગ્રાહ દરમિયાન શરૂ થયો હતો. આ સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં પ્યૂરિટન સંસદનું રાજ હતું.[૮૨] પ્યૂરિટન (જે લોકો અમેરિકા જઇને સ્થાયી થયા તેમના સહિત)એ નાતાલની પરંપરામાં રહેલા મૂર્તિપૂજાના રિવાજોને દૂર કરવાની માગણી કરી હતી. આ સમયગાળા દરમિયાન અંગ્રેજી સંસદે સમગ્ર દેશમાં નાતાલની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકી દેતાં તેને "બાઇબલનો આધાર લઇને બનાવવામાં આવેલો પોપનો તહેવાર" ગણાવ્યો હતો. અને તેમ પણ જણાવ્યું હતું કે આ સમય બગાડવાનો અને અનૈતિક વર્તણૂકનો તહેવાર છે.[૮૩]
વિવાદ અને ટીકાનો વંટોળ આજની તારીખે પણ ચાલી રહ્યો છે, જેમાં કેટલાક ખ્રિસ્તી અને બિનખ્રિસ્તીઓએ નાતાલનું છડેચોક અપમાન કર્યું છે, (કેટલાક લોકો તેને "નાતાલ અંગેના યુદ્ધ" તરીકે ઓળખાવે છે.) જે હજી પણ ચાલુ છે.[૮૪][૮૫] યુનાઇટેડ સ્ટેટ્સમાં અભિવાદન આપવા માટે મેરી ક્રિસમસ ને બદલે હેપ્પી હોલિડેઝ કહેવાનો ઝોક વધ્યો છે.[૮૬] અમેરિકન સિવિલ લિબર્ટિઝ યુનિયન જેવાં કેટલાંક જૂથોએ શાળાઓ સહિતની જાહેર અસ્ક્યામતો ઉપરથી નાતાલને લગતાં ચિત્રો અને અન્ય સામગ્રીઓ ન લગાડવા માટે અદાલતમાં દાવાઓ દાખલ કરવાની શરૂઆત કરી.[૮૭] આ જૂથોએ એવી દલીલ કરી કે સરકાર દ્વારા પ્રાયોજિત નાતાલને લગતા ચિત્રો કે પ્રથા અમેરિકન બંધારણમાં થયેલા પ્રથમ સુધારાનો ભંગ કરે છે. આ સુધારામાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ દ્વારા દેશમાં રાષ્ટ્રધર્મની પ્રસ્થાપના કરી શકાશે નહીં.[૮૮] 1984માં યુએસની સર્વોચ્ચ અદાલતે લિન્ચ વિરુદ્ધ ડોનેલી કેસમાં ચૂકાદો આપતાં જણાવ્યું હતું કે પાવટુકેટ રોહ્ડ આઇલેન્ડ શહેર દ્વારા લગાવવામાં આવેલાં નાતાલને લગતાં પ્રદર્શનો (જન્મદ્રશ્યની ઉજવણી સહિત) પ્રથમ સુધારાનો ભંગ કરનારાં નથી.[૮૯] નવેમ્બર 2009 દરમિયાન ફેડરલ અપિલ કોર્ટે ફિલાડેલ્ફિયા જિલ્લાની શાળાઓમાં નાતાલનાં ગીતો ગાવા ઉપર પ્રતિબંધ મૂક્યો.[૯૦]
ખાનગી વર્તુળોમાં પણ જાહેરખબરો આપનારાં તેમજ રિટેલર્સ દ્વારા વેપાર માટે ઉપયોગમાં લેવામાં આવતાં "નાતાલ" કે ધર્મને લગતાં અન્ય શબ્દો પણ કાપી નાખવામાં આવ્યા કે તેની અવગણના કરવામાં આવી અને તેમને હતોત્સાહિત કરવામાં આવ્યા. જેના પ્રતિભાવમાં અમેરિકન ફેમિલી અસોસિએશન અને અન્ય મંડળો દ્વારા વ્યક્તિગત રિટેલર્સનો બહિષ્કાર કરવામાં આવ્યો.[૯૧] યુનાઇટેડ કિંગડમમાં પણ આ અંગે કેટલાક વિવાદો ઊભા થયા હતા, જે પૈકી સૌથી વધુ જાણીતો બન્યો હોય તો તે છે વર્ષ 1998માં બર્મિંગહામ સિટી કાઉન્સિલ દ્વારા નાતાલની મોસમને હંગામી ધોરણે વિન્ટરવલ તરીકે જાહેર કરવામાં આવી હતી તે કહી શકાય. શરૂઆતમાં જ્યારે ડંડી શહેર દ્વારા વર્ષ 2009 દરમિયાન નાતાલનો કોઇ જ પ્રકારનો ઉલ્લેખ કર્યા વિના આ તહેવારની જાહેરાત શિયાળાના રાત્રિની રોશનીના તહેવાર તરીકે કરવામાં આવી હતી ત્યારે પણ મોટો વિવાદ થયો હતો.[૯૨]
અર્થશાસ્ત્ર
[ફેરફાર કરો]વિશ્વનાં ઘણા દેશો માટે નાતાલ એ વર્ષનું સૈથી મોટું આર્થિક ઉદ્દીપક છે. તમામ રિટેલ દુકાનોમાં આ મોસમ દરમિયાન ખરીદીનું પ્રમાણ નાટ્યાત્મક ઢબે વધી જાય છે અને લોકો ભેટ-સોગાદો, સુશોભનોની ખરીદી કરતા હોવાને કારણે દુકાનદારો નવી વસ્તુઓ વેચાણ અર્થે બજારમાં રજૂ કરે છે. અમેરિકામાં નાતાલને લગતી વસ્તુઓનાં વેચાણની શરૂઆત ઓક્ટોબર માસ દરમિયાન કરવામાં આવતી હોવા છતાં પણ યુએસમાં નાતાલની ખરીદીની મોસમ સામાન્યતઃ થેંક્સગિવિંગના બીજા દિવસે (ઘણી વખત તેને બ્લેક ફ્રાઇડે તરીકે પણ ઓળખવામાં આવે છે) થાય છે.[૯૩] કેનેડામાં વેપારીઓ આ અંગેની જાહેરખબરોનો મારો હેલોવીન પહેલાં (તારીખ 31મી ઓક્ટોબર)ના રોજ કરે છે અને તારીખ 11મી નવેમ્બરના એટલે કે રિમેમ્બરન્સ ડે પછી તેમના માર્કેટિંગમાં વધારો કરે છે. અમેરિકામાં એ બાબતની ગણતરી કરવામાં આવે છે કે નાતાલ/રજાઓની મોસમની ખરીદી દરમિયાન વ્યક્તિગત રીતે લોકોએ માથાદીઠ કેટલાં નાણાંનો ખર્ચ કર્યો.[૯૪] દેશના યુએસ સેન્સસ બ્યુરો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દેશભરના ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં લોકો દ્વારા કરવામાં આવતો ખર્ચ નવેમ્બર 2004માં 20.8 અબજ ડોલરનો હતો જે 54 ટકા વધીને ડિસેમ્બર 2004 દરમિયાન 31.9 અબજ ડોલરનો થવા પામ્યો હતો. અન્ય ક્ષેત્રોમાં નાતાલ પૂર્વે કરવામાં આવતો ખર્ચ તેના કરતાં પણ વધી જાય છે. નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન પુસ્તકોની દુકાનમાં વેચાણ 100 ટકા અને ઘરેણાંની દુકાનમાં વેચાણનું પ્રમાણ 170 ટકા જેટલું વધી જાય છે. આ જ વર્ષના સમાન સમયગાળા દરમિયાન નાતાલ પૂર્વેના બે મહિનાથી લઇને નાતાલ સુધી અમેરિકાના રિટેલ સ્ટોર્સમાં રોજગારીનું પ્રમાણ 16 લાખથી વધીને 18 લાખનું થઇ જાય છે.[૯૫] કેટલાક ઉદ્યોગો માત્ર નાતાલને જ આધારિત છે, જેમ કે નાતાલની અભિવાદન પત્રિકાઓ દર વર્ષે યુએસમાં 1.9 અબજ જેટલી નાતાલની અભિવાદન પત્રિકાઓ મોકલવામાં આવે છે. જીવિત નાતાલનાં ઝાડ લગાડવા માટે વર્ષ 2002માં યુએસ ખાતે 2.08 કરોડ વૃક્ષો કાપવામાં આવ્યાં હતા.[૯૬]
મોટા ભાગના પશ્ચિમી દેશોમાં નાતાલનો દિવસ વેપાર-ધંધાની રીતે વર્ષનો ખૂબ જ નિષ્ક્રિય માનવામાં આવે છે. આ દિવસે લગભગ કોઇ જ કામ થતું નથી. આ દિવસે મોટા ભાગના રિટેલ, વ્યાપારી અને સંસ્થાકીય વેપારો બંધ રહે છે. ઉદ્યોગજગત પણ (અન્ય દિવસની સરખામણીએ) તેની પ્રવૃત્તિ બંધ રાખે છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ક્રિસમસ ડે (ટ્રેડિંગ) એક્ટ 2004 અનુસાર નાતાલના દિવસે મોટી દુકાનોને વેપાર કરવા ઉપર રોક લગાવવામાં આવી છે. સ્કોટલેન્ડ પણ આ જ પ્રકારનો કાયદો લાવવા અંગે વિચારી રહ્યું છે. ફિલ્મ સ્ટુડિયો તહેવારોની મોસમ દરમિયાન ઊંચા બજેટની ફિલ્મો રજૂ કરે છે, જેમાં નાતાલને લગતી ફિલ્મો, કાલ્પનિક કથાઓ વાળી ફિલ્મો કે પછી ખૂબ જ ઉંચુ પ્રોડક્શન મૂલ્ય ધરાવતી ફિલ્મોનો સમાવેશ થાય છે.
એક અર્થશાસ્ત્રીના વિશ્લેષણમાં એવી ગણતરી કરવામાં આવી છે કે લોકોની ખર્ચ કરવાની ક્ષમતા વધી રહી હોવા છતાં પણ નાતાલના દિવસે ભેટ આપવાની પરંપરાને કારણે રૂઢિગત સૂક્ષ્મલક્ષી અર્થતંત્રના સિદ્ધાંત અનુસાર નાતાલ એ ભારરૂપ ખોટ ગણાવી શકાય. આ નુક્શાનની ગણતરી એ રીતે કરી શકાય કે ભેટ આપનારે જે ભેટ આપી તેની પાછળ તેણે કેટલો ખર્ચ કર્યો અને ભેટ સ્વીકારનારે તેની પાછળ કેટલો ખર્ચ કર્યો આ બંનેની રકમ વચ્ચનો જે તફાવત આવે તેની ગણતરી દ્વારા કરી શકાય છે. એક અંદાજ અનુસાર વર્ષ 2001માં ખાલી યુએસમાં જ નાતાલના કારણે 4 અબજ ડોલરનું ભારરૂપ નુક્શાન થવાં પામ્યું છે.[૯૭][૯૮] ગૂંચવણ ભરેલા ઘટકોને કારણે કેટલીક વખત આ વિશ્લેષણને હાલની સૂક્ષ્મલક્ષી અર્થતંત્રની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેના સંભવિત પ્રવાહની ચર્ચા કરવા માટે ગણતરીમાં લેવામાં આવે છે. નાતાલને કારણે થતાં અન્ય ભારરૂપ નુક્શાનમાં પર્યાવરણને થતું નુક્શાન પણ ગણાવી શકાય વળી કેટલીક ભેટો એવી પણ હોય છે કે જે સફેદ હાથી સમાન પુરવાર થાય છે. તેને સાચવણી પૂર્વક રાખવી હોય તો તેની પાછળ ખર્ચ કરવો પડે છે અન્યથા તે કચરાનાં ઢગલા ભેગી થઇ જાય છે.[૯૯]
વધુ જુઓ
[ફેરફાર કરો]ઢાંચો:Christmas portal ઢાંચો:Portalpar
|
સંદર્ભો
[ફેરફાર કરો]નોંધ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Christmas as a Multi-faith Festival—BBC News. Retrieved September 30, 2008.
- ↑ Christmas: January 7 or December 25? — Coptic Orthodox Church Network. John Ramzy. Retrieved on December 31, 2009.
- ↑ કેનેડિયન હેરિટેજ - પબ્લિક હોલિડેઝ સંગ્રહિત ૨૦૦૯-૧૧-૨૪ ના રોજ વેબેક મશિન - ગવર્નમેન્ટ ઓફ કેનેડા સુધારો તારીખ 27મી નવેમ્બર, 2009
- ↑ "હાઉ ડિસેમ્બર 25 બિકેમ ક્રિસમસ, બિબ્લીકલ આર્કેઓલોજી રિવ્યૂ, સુધારો 2009-12-13". મૂળ માંથી 2012-12-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-07.
- ↑ "ક્રિસમસ સંગ્રહિત ૨૦૦૯-૦૮-૩૧ ના રોજ વેબેક મશિન", એન્કાર્ટા
રોલ, સુસાન કે., ટુવર્ડ ધ ઓરિજિન્સ ઓફ ક્રિસમસ , (પીટર્સ પબ્લિશર્સ, 1995), પી. 130.
ટિઘે, વિલિયમ જે.."કેલ્ક્યુલેટિંગ ક્રિસમસ". EjdkeFbd[ 2009-10-31 - ↑ ૬.૦ ૬.૧ ન્યૂટન આઇસેક ઓબ્ઝર્વેશન્સ ઓન ધ પ્રોફેસિસ ઓફ ડેનિયલ એન્ડ ધ એપોકેલિપ્સ ઓફ સેઇન્ટ જ્હોન (1733). પ્રકરણ 11
સૂર્ય સાથેનું તેમનું જોડાણ શક્ય છે કારણ કે ખ્રિસ્તીઓ ઈશુને અલંકારિક ભાષામાં "પ્રામાણિકતાના સૂર્ય" તરીકે માનતા હતા. - ↑ "The Christmas Season". CRI / Voice, Institute. મૂળ માંથી 2008-12-17 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-25.
- ↑ બિનખ્રિસ્તીઓ નાતાલની બિનસાંપ્રદાયિકતા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. - સિઓક્સ સિટી જર્નલ . સુધારો તારીખ 18મી નવેમ્બર, 2009
- ↑ "પોલ: ઇન ચેન્જિંગ નેશન, સાંતા એન્ડ્યોર્સ સંગ્રહિત ૨૦૧૦-૧૨-૩૧ ના રોજ વેબેક મશિન", એસોસિયેટેડ પ્રેસ, ડિસેમ્બર 22, 2006 સુધારો તારીખ 18મી નવેમ્બર, 2009
- ↑ ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ ૧૦.૩ ૧૦.૪ ૧૦.૫ ૧૦.૬ ૧૦.૭ ૧૦.૮ Martindale, Cyril Charles."Christmas". The Catholic Encyclopedia. Vol. 3. New York: Robert Appleton Company, 1908.
- ↑ "ઓક્સફર્ડ ઇન્ગલિશ ડિક્શનરી". મૂળ માંથી 2008-10-06 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-07.
- ↑ લ્યુક 2:1-6
- ↑ ગેઝા વેર્મેસ ધ નેટિવિટી: હિસ્ટ્રી એન્ડ લિજન્ડ , લંડન, પેગ્વિન, 2006, પી22.; ઇ.પી. સેન્ડર્સ, ધ હિસ્ટોરિકલ ફિગર ઓફ જિસસ , 1993, પી85
- ↑ Matthew 2:2.Matthew 2:2
- ↑ ક્રુગ, નોરા. "લિટલ ટાઉન્સ ઓફ બેથલહેમ", ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ , નવેમ્બર 25, 2005.
- ↑ મેથ્યૂ 2:1-11
- ↑ માઇલ્સ ક્લિમેન્ટ .એ. ક્રિસમસ કસ્ટમ્સ એન્ડ ટ્રેડિશન્સ , કુરિયર ડોવર પબ્લિકેશન્સ, 1976, ISBN 0-486-23354-5, પી. 272
- ↑ હેલેર, રૂથ ક્રિસમસ: ઇટ્સ કેરોલ્સ, કસ્ટમ્સ એન્ડ લેજન્ડ્સ , આલ્ફ્રેડ પબ્લિશિંગ (1985), ISBN 0-7692-4399-1, પી. 12
- ↑ કોલિન્સ, એસ, સ્ટોરિઝ બિહાઇન્ડ ધ ગ્રેટ ટ્રેડિશન્સ ઓફ ક્રિસમસ , ઝોન્ડેરવાન, (2003), ISBN 0-310-24880-9 પી. 47
- ↑ કોલિન્સ પી. 83
- ↑ ૨૧.૦ ૨૧.૧ વેન રેન્ટરેમ, ટોની. વેન સાંતા વોસ અ શેમેન સેઇન્ટ પોલ: લવલિન પબ્લિકેશન્સ, 1995. ISBN 1-56718-765-X
- ↑ હાર્પર, ડગ્લાસ, ક્રાઇસ્ટ, ઓનલાઇન એટિમોલોજી ડિક્શનરી , 2001.
- ↑ "The Chronological History of the Christmas Tree". The Christmas Archives. મેળવેલ 2007-12-18.
- ↑ "Christmas Tradition - The Christmas Tree Custom". Fashion Era. મૂળ માંથી 2007-12-18 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-18.
- ↑ ૨૫.૦ ૨૫.૧ લેજિયુને, મેરી ક્લેર. કમ્પેન્ડિયમ ઓફ સિમ્બોલિક એન્ડ રિચ્યુઅલ પ્લાન્ટ્સ ઇન યુરોપ , પી. 550. University of Michigan ISBN 90-77135-04-9 યુનિવ્રસિટી ઓફ મિશિગન ISBN 90-77135-04-9
- ↑ ૨૬.૦ ૨૬.૧ ૨૬.૨ શુમેકર, આલ્ફ્રેડ લ્યુઇસ. (1959) ક્રિસમસ ઇન પેન્સિલવેનિયાના: અ ફોક-કલ્ચર સ્ટડી. આવૃત્તિ 40. પી. 52,53. સ્ટેકપોલ બુક્સ 1999. ISBN 0-8117-0328-2
- ↑ મરે, બ્રિયાન. "ક્રિસમસ લાઇટ્સ એન્ડ કમ્યુનિટી બિલ્ડિંગ ઇન અમેરિકા" સંગ્રહિત ૨૦૦૬-૧૦-૨૬ ના રોજ વેબેક મશિન, હિસ્ટ્રી મેટર્સ , સ્પ્રિંગ 2006.
- ↑ માઇલ્સ, ક્લિમેન્ટ, ક્રિસમસ કસ્ટમ્સ એન્ડ ટ્રેડિશન્સ , કુરિયર ડોવર પબ્લિકેશન્સ, 1976, ISBN 0-486-23354-5, પી. 32
- ↑ Dudley-Smith, Timothy (1987). A Flame of Love. London: Triangle/SPCK. ISBN 0-281-04300-0. CS1 maint: discouraged parameter (link)
- ↑ ચાર્લ્સ ડબલ્યુ. જોન્સ, સેઇન્ટ નિકોલસ ઓફ માઇરા, બારી એન્ડ મેનહટન: બાયોગ્રાફી ઓફ અ લેજન્ડ (શિકાગો: યુ ઓફ શિકાગો પી, 1978).
- ↑ Hageman, Howard G. (1979), "Review of Saint Nicholas of Myra, Bari, and Manhattan: Biography of a Legend", Theology Today (Princeton: Princeton Theological Seminary) 36 (3), archived from the original on 2008-12-07, https://web.archive.org/web/20081207061529/http://theologytoday.ptsem.edu/oct1979/v36-3-bookreview15.htm, retrieved 2008-12-05.
- ↑ માટેરા, મારિયાને. "સાંતા ધ ફર્સ્ટ ગ્રેટ લાઇ" સંગ્રહિત ૨૦૦૭-૦૯-૧૪ ના રોજ વેબેક મશિન, સિટીબિટ , અંક 304
- ↑ ઉદાહરણ તરીકે પોપ બેનેડિક્ટ 14માએ 1761માં એવી દલીલ કરી હતી કે ચર્ચના પાદરીઓને જન્મની ચોક્કસ તારીખ તેમને રોમન વસ્તી ગણતરીની નોંધોમાંથી મળી જશે. રોલ, સુસાન કે., ટુવર્ડ ધ ઓરિજિન્સ ઓફ ક્રિસમસ , (પીટર્સ પબ્લિશર્સ, 1995), પી. 129.)
- ↑ ૩૪.૦ ૩૪.૧ "Choosing the Date of Christmas: Why is Christmas Celebrated on December 25?". Ancient and Future Catholics. મૂળ માંથી 2009-04-18 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-02.
- ↑ "બ્રુમા સંગ્રહિત ૨૦૦૬-૧૦-૧૦ ના રોજ વેબેક મશિન", સિઝનલ ફેસ્ટિવલ્સ ઓફ ધ ગ્રીક્સ એન્ડ રોમન્સ
પ્લિની ધ એલ્ડર, નેચરલ હિસ્ટ્રી, 18:59 - ↑ ૩૬.૦ ૩૬.૧ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ;Got Questions-Christmas
નામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી - ↑ "The Christmas Season". CRI / Voice, Institute. મેળવેલ 2009-04-02.
- ↑ "The Christmas Season". CRI / Voice, Institute. મેળવેલ 2009-04-02.[હંમેશ માટે મૃત કડી]
- ↑ " "મિથ્રેઇઝમ", ધ કેથલિક એનસાઇક્લોપેડિયા , 1913.
- ↑ "સોલ," એનસાઇક્લોપેડિયા બ્રિટાનિકા , શિકાગો (2006).
- ↑ બાઇબલ ટૂલ્સ બ્રુમાલિયા (પૂર્વગામી ભાષ્યમાંથી)
- ↑ " "ક્રિસમસ- એન એન્સિયન્ટ હોલિડે", ધ હિસ્ટ્રી ચેનલ , 2007.
- ↑ કોફમેન, એલેશા. વ્હાય ડિસેમ્બર 25? સંગ્રહિત ૨૦૦૮-૦૯-૧૯ ના રોજ વેબેક મશિન ક્રિશ્ચન હિસ્ટ્રી એન્ડ બાયોગ્રાફી , ક્રિશ્ચાનિટી ટુડે , 2000.
- ↑ યુલ. ધ અમેરિકન હેરિટેજ ડિક્શનરી ઓફ ધ ઇન્ગલિશ લેન્ગવેજ , ચોથી આવૃત્તિ. 5 ડીસેમ્બર, 2008ના રોજ સુધારો.
- ↑ "ક્રિસમસ, એનસાઇક્લોપેડિયા બ્રિટાનિકા શિકાગો: એનસાઇક્લોપેડિયા બ્રિટાનિકા, 2006.
- ↑ રોલ, પી. 78, સાઇટિંગ કેલ્ક્યુલેશન્સ બાય રોજર બેકવર્થ. રોલ, પીપી. 79-80 જ્યારે રોલેન્ડ બેઇનટોન દાખલો આપતાં જણાવે છે કે ક્લિમેન્ટે કદાચ બે અલગ-અલગ કેલેન્ડરનો ઉપયોગ કર્યો હશે. અને તે બંને વચ્ચેનો તફાવત કાળક્રમે 2 સીઇમાં 6 જાન્યુઆરી ઉપર આવીને અટક્યો હશે.
- ↑ "ક્રિસમસ, એનસાઇક્લોપેડિયા બ્રિટાનિકા શિકાગો: એનસાઇક્લોપેડિયા બ્રિટાનિકા, 2006.
- ↑ રોલ, પી. 79,80. ક્રોનોગ્રાફાઇ ના માત્ર ટુકડાઓ જ બચી શક્યા છે. એક ટુકડામાં આફ્રિકાનુસે "બેથલહેમના પેગે"નો ઉલ્લેખ કર્યો છે. અને લેડી પેગેનો "સ્પ્રિંગ બેઅરર" તરીકેનો ઉલ્લેખ છે. જુઓ "નેરેટિવ નેરેટિવ ઓફ ઇવેન્ટ્સ હેપનિંગ ઇન પર્શિયન ઓન ધ બર્થ ઓફ ક્રાઇસ્ટ નેરેટિવ"
- ↑ બ્રાડ, હેલ, એસ્ટ્રોનોમી મેથડ્સ , (2004), પી. 69.
રોલ, પી. 87. - ↑ રોલ પી. 81એફ
- ↑ ઓરિજેન, "લેવિટ., હોમ. 8" ; મિગ્ને પી.જી. , 12, 495.
"નાતાલ ડે", ધ કેથલિક એનસાઇક્લોપેડિયા , 1911. - ↑ ૫૨.૦ ૫૨.૧ "Why Christmas is Celebrated on December 25th". A&E Television Networks. મેળવેલ 2009-12-25.
- ↑ આ દસ્તાવેજ રોમનના ઉમરાવ માટે અંગત રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે પ્રશ્ન સૂચક વાક્ય પૂછવામાં આવ્યું હતું કે "VIII kal. ian. natus Christus in Betleem Iudeæ".[૧] વર્ષ 336માં બનાવવામાં આવેલી હસ્તપ્રતમાંથી આ વિભાગની નકલ કરવામાં આવી હતી.[૨] આ દસ્તાવેજમાં જૂના જમાનમાં સોલ ઇન્વિક્ટસ તરીકે ઉજવાતા તગેવારનો પણ સંદર્ભ આપવામાં આવ્યો છે.[૩]
- ↑ પોખિલ્કો હાઇરોન્મોન્ક નિકોલસ, "હિસ્ટ્રી ઓફ એપિફેની"
- ↑ ૫૫.૦ ૫૫.૧ ૫૫.૨ ૫૫.૩ ૫૫.૪ ૫૫.૫ મરે, એલેક્ઝાન્ડર. "મેડિયેવલ ક્રિસમસ"[હંમેશ માટે મૃત કડી], હિસ્ટ્રી ટુડે , ડિસેમ્બર 1986, 36 (12), પીપી. 31-39.
- ↑ ૫૬.૦ ૫૬.૧ મેકગ્રીવી, પેટ્રિક. "પ્લેસ ઇન ધ અમેરિકન ક્રિસમસ," (જેએસટીઓઆર), જ્યોગ્રોફિકલ રિવ્યૂ , ગ્રંથ 80, નંબર 1 જાન્યુઆરી 1990, પીપી. 32-42. સુધારો સપ્ટેમ્બર 10,2007
- ↑ ૫૭.૦ ૫૭.૧ ૫૭.૨ Restad, Penne L. (1995), Christmas in America: a History, Oxford: Oxford University Press, ISBN 0-19-510980-5
- ↑ ૫૮.૦ ૫૮.૧ ૫૮.૨ ડર્સટન, ક્રિસ, "લર્ડ્ઝ ઓફ મિસરૂલ: ધ પ્યુરિટન વોર ઓન ક્રિસમસ 1642-60" સંગ્રહિત ૨૦૦૭-૦૩-૧૦ ના રોજ વેબેક મશિન, હિસ્ટ્રી ટુડે , ડિસેમ્બર 1985, 35 (12) પીપી. 7-14.
- ↑ http://mercuriuspoliticus.wordpress.com/2008/12/21/a-christmassy-post/
- ↑ ચેમ્બર્સ, રોબર્ટ (1885). ડોમેસ્ટિક એનિમલ્સ ઓફ સ્કોટલેન્ડ , પી. 211.
- ↑ "વ્હેન ક્રિસમસ વોસ બેન્ડ-ધ ્ર્લી કોલોનિસ એન્ડ ક્રિસમસ". મૂળ માંથી 2010-01-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-07.
- ↑ નાન્સી સ્મિથ થોમસ. મોરાવિયન ક્રિસમસ ઇન સાઉથ. પી. 20. 2007 ISBN 0-8078-3181-6
- ↑ Andrews, Peter (1975). Christmas in Colonial and Early America. USA: World Book Encyclopedia, Inc. ISBN 7-166-2001-4 Check
|isbn=
value: length (મદદ). Cite has empty unknown parameter:|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ લેસ સ્ટેન્ડફોર્ડ. ધ મેન હુ ઇન્વેન્ટેડ ક્રિસમસ: હાઉ ચાર્લ્સ ડિકન્સ અ ક્રિસમસ કેરોલ રેસક્યુડ હિસ કરિયરએન્ડ રિવાઇવ્ડ અવર હોલિડે સ્પિરિટ્સ , ક્રાઉન, 2008. માર્ચ 1992), ISBN 978-0-7567-5548-5.
- ↑
"Dickens' classic 'Christmas Carol' still sings to us". USA Today. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ રોવેલ જ્યોફ્રી, ડિકન્સ એન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ક્રિસમસ , હિસ્ટ્રી ટુડે, ગ્રેંથ: 43, અંક : 12, ડિસેમ્બર 1993, પીપી. 17-24
- ↑ Ronald Hutton Stations of the Sun: The Ritual Year in England . રોનાલ્ડ હટન સ્ટેશન્સ ઓફ ધ સન: ધ રિચ્યુઅલ યર ઇન ઇંગ્લેન્ડ 1996.ઓક્સફર્ડ: ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ આએસબીએન 0-19-512350-6
- ↑ રિચાર્ડ માઇકલ કેલી (ઇડી.) (2003), અ ક્રિસમસ કેરોલ. પીપી. 9.12 બ્રોડવ્યૂ લિટરરી ટેક્સટ્સ, ન્યૂ યોર્ક, બ્રોડ વ્યૂ પ્રેસ ISBN 1-55111-476-3
- ↑ રોબર્ટ્સન કોશરેન વર્ડ પ્લે: ઓરિજિન્સ, મિનિંગ્સ એન્ડ યુસેજ ઓફ ધ ઇંગ્લિશ લેન્ગવેજ, પી. 126 યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો પ્રેસ, 1996 ISBN 0-8020-7752-8
- ↑ જોએ એલ. વ્હીલર; ક્રિસમસ ઇન માય હાર્ટ , ગ્રંથ 10, પી. 97 રિવ્યૂ એન્ડ હેરાલ્ડ પબ. એસો, 2001. ISBN 0-8280-1622-4
- ↑ Earnshaw, Iris (November 2003). "The History of Christmas Cards". Inverloch Historical Society Inc. મેળવેલ 2008-07-25. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ); External link in|publisher=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ માર્ગારેટ બેકર. ડિસ્કવરિંગ ક્રિસમસ કસ્ટમ્સ એન્ડ ફોકલોર: અ ગાઇડ ટુ સિઝનલ રાઇટ્સ. પી. 72. ઓસ્પ્રે પબ્લિશિંગ, 1992. ISBN 0-7478-0175-4
- ↑ "Festival of Nine Lessons and Carols". BBC. 16 December 2005.
- ↑ ધ ગર્લહૂડ ઓફ ક્વીન વિક્ટોરિયા: અ સિલેક્શન ફ્રોમ હર મેજેસ્ટીસ ડાયરીઝ, પી. 61. લોન્ગમેન્સ, ગ્રીન એન્ડ કંપની., 1912. યુનિવર્સિટી ઓફ વિસકોન્સિન
- ↑ માર્લિંગ કારાલ એન. (2000) મેરી ક્રિસમસ! સેલિબ્રેટિંગ અમેરિકાસ ગ્રેટેસ્ટ હોલિડે. પી. 4, પી. 244. હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ ISBN 0-674-00318-7
- ↑ મૂરેની કવિતાએ ન્યૂ યોર્કમાં નવાં વર્ષ નિમિત્તે ઉજવાતી જૂની ડચ પરંપરાને તબદિલ કરી નાખી. જેમાં નાતાલના દિવસે ભેટ-સોગાદોની આપ-લે, પરિવારજનો સહિતની ઉજવણી અને સિન્ટરક્લાસની કથાઓ (સંત નિકોલસનાં ડચ નામ ઉપરથી ઉતરી આવેલો શબ્દ જેનો અપભ્રંશ થઇને પાછળથી સાન્તાક્લોઝ શબ્દ બન્યો.)ધ હિસ્ટ્રી ઓફ ક્રિસમસ: ક્રિસમસ હિસ્ટ્રી ઇન અમેરિકા સંગ્રહિત ૨૦૧૮-૦૪-૧૯ ના રોજ વેબેક મશિન, 2006
- ↑ યુએસઇન્ફો.સ્ટેટ. ગવ "અમેરિકન્સ સેલિબ્રેટ ક્રિસમસ ઇન ડાઇવર્સ વેઝ" સંગ્રહિત ૨૦૦૬-૧૨-૧૦ ના રોજ વેબેક મશિન નવેમ્બર 26, 2006
- ↑ ફર્સ્ટ પ્રેસ્બિટેરિયન ચર્ચ ઓફ વોટરટાઉન "ઓહ... એન્ડ વન મોર થિંગ" સંગ્રહિત ૨૦૦૭-૦૨-૨૫ ના રોજ વેબેક મશિન ડિસેમ્બર 11, 2005
- ↑ ૭૯.૦ ૭૯.૧ ૭૯.૨ રેસ્ટાડ પેને એલ.(1995), ક્રિસમસ ઇન અમેરિકા: અ હિસ્ટ્રી, પી. 96. ઓક્સફર્ડ: ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ISBN 0-19-510980-5
- ↑ ૮૦.૦ ૮૦.૧ "ક્રિશ્ચન ચર્ચ ઓફ ગોડ- હિસ્ટ્રી ઓફ ક્રિસમસ". મૂળ માંથી 2010-12-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-07.
- ↑ મેગ્સ, ફિલિપ બી. અ હિસ્ટ્રી ઓફ ગ્રાફિક ડિઝાઇન. © 1998 જ્હોન વિલે એન્ડ સન્સ, આઇએનસી.પી 148 ISBN 0-471-29198-6
- ↑ માર્ટા પટિનો, ધ પ્યુરિટન બેન ઓન ક્રિસમસ
- ↑ "Why did Cromwell abolish Christmas?". Oliver Cromwell. The Cromwell Association. 2001. મેળવેલ 2006-12-28. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ ક્રિસમસ કોન્ટ્રોવર્સી આર્ટિકલ સંગ્રહિત ૨૦૧૨-૦૯-૦૪ ના રોજ archive.today- મુસ્લિમ કેનેડિયન કોંગ્રેસ.
- ↑ "જ્યુઝ ફોર ક્રિસમસ" સંગ્રહિત ૨૦૦૭-૦૨-૨૮ ના રોજ વેબેક મશિન- ન્યૂઝમેક્સ આર્ટિકલ
- ↑ ડોન ફેડર ઓન ક્રિસમસ- જ્યુઇશ વર્લ્ડ રિવ્યૂ
- ↑ ગિબ્સન, જ્હોન. ધ વોર ઓન ક્રિસમસ , સેન્ટિનલ ટ્રેડ, 2006. પીપી. 1-6
- ↑ Richard N. OstlingThe Associated PressNovember 14, 2005. "Law.com - Have Yourself a Merry Little Lawsuit Now". Law.com. મેળવેલ 2008-12-08.
- ↑ લિન્ચ વર્સિઝ ડોનેલી (1983)
- ↑ "Appeals Court: School district can ban Christmas carols". Philly.com. Philadelphia Inquirer. 2009-11-25. મેળવેલ 2009-11-28.CS1 maint: date and year (link)
- ↑ "બોયકોટ ગેપ, ઓલ્ડ નેવી, એન્ડ બનાના રિપબ્લિક ધીસ ક્રિસમસ". મૂળ માંથી 2013-01-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-07.
- ↑ April Mitchinson (2009-11-29). "Differences set aside for Winter Night Light festival in Dundee". The Press and Journal. મેળવેલ 2009-11-29.
- ↑ વાર્ગા, મેલોડી. "બ્લેક ફ્રાઇડે સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૭ ના રોજ વેબેક મશિન, અબાઉટ: રિટેઇલ ઇન્ડસ્ટ્રી .
- ↑ Gwen Outen (2004-12-03). "ECONOMICS REPORT - Holiday Shopping Season in the U.S." Voice Of America. મૂળ સંગ્રહિત માંથી 2007-11-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-07.
- ↑ યુએસ સેન્સસ બ્યુરો. "ફેક્ટ્સ. ધ હોલિડે સિઝન" ડિસેમ્બર 19, 2005. (એક્સેસ્ડ નવે. 30, 2009)
- ↑ યુએસ સેન્સસ 2005
- ↑ "ધ ડેડ વેઇટલોસ ઓફ ક્રિસમસ", અમેરિકન ઇકોનોમિક રિવ્યૂ , ડિસેમ્બર 1993, 83 (5)
- ↑ "ઇઝ સાંતા અ ડેડ વેઇટલોસ?" ધ ઇકોનોમિસ્ટ ડિસેમ્બર 20, 2001
- ↑ રોઇટર્સ "ક્રિસમસ ઇઝ ડેમેજિંગ ધ એન્વાયર્નમેન્ટ, રિપોર્ટ સેઇસ" ડિસેમ્બર 16, 2005.
આગળ વધુ વાંચો
[ફેરફાર કરો]- Restad, Penne L. (1995). Christmas in America: A History. New York: Oxford University Press. ISBN 0-19-509300-3.
- સ્ટિફન નિસેનબાઉમ (1996; ન્યૂ યોર્ક; વિન્ટેજ બુક્સ, 1997) દ્વારા લિખિત ધ બેટલ ફોર ક્રિસમસ ISBN 0-231-12962-9
- જોસેફ.એફ.કેલી દ્વારા લિખિત ધ ઓરિજિન્સ ઓફ ક્રિસમસ (ઓગસ્ટ 2004: લિટર્જિકલ પ્રેસ) ISBN 978-0-8146-2984-0
- ક્લિમેન્ટ.એ.માઇલ્સ દ્વારા લિખિત ક્રિસમસ કસ્ટમ્સ એન્ડ ટ્રેડિશન્સ (1976: ડોવર પબ્લિકેશન્સ) ISBN 978-0-486-23354-3
- જેરી બોલર દ્વારા લિખિત ધ વર્લ્ડ એનસાઇક્લોપેડિયા ઓફ ક્રિસમસ (ઓક્ટોબર 2004: મેક્લેલેન્ડ એન્ડ સ્ટુઅર્ટ) ISBN 978-0-7710-1535-9
- દેરી બોલર દ્વારા લિખિત સાન્તાક્લોઝઃ અ બાયોગ્રાફી (નવેમ્બર 2007: મેક્લેલેન્ડ એન્ડ સ્ટુઅર્ટ) ISBN 978-0-7710-1668-4
- વિલિયમ.જે.ફેડરર દ્વારા લિખિત ધેર રિયલી ઇઝ અ સાન્તાક્લોઝ: ધ હિસ્ટ્રી ઓફ સેઇન્ટ નિકોલસ એન્ડ ક્રિસમસ હલિડે ટ્રેડિશન્સ (ડિસેમ્બર 2002: અમેરિસર્ચ) ISBN 978-0-9653557-4-2
- જિમ રોસેન્થલ દ્વારા લિખિત સેઇન્ટ નિકોલસ : અ ક્લોઝર લુક એટ ક્રિસમસ (જુલાઇ 2006: નેલ્સન રેફરન્સ) ISBN 1-4185-0407-6
- ડેવિડ કમ્ફર્ટ દ્વારા લિખિત જસ્ટ સે નોએલ: અ હિસ્ટ્રી ઓફ ક્રિસમસ ફ્રોમ ધ નેટિવિટી ટુ નાઇન્ટિઝ (નવેમ્બર 1995: ફાયરસાઇડ) ISBN 978-0-684-80057-8
- અર્લ.ડબલ્યુ.કાઉન્ટ દ્વારા લિખિત 4000 યર્સ ઓફ ક્રિસમસ : અ ગિફ્ટ ફ્રોમ ધ એજિસ (નવેમ્બર 1997: યુલિસિસ પ્રેસ) ISBN 978-1-56975-087-2
- Sammons, Peter (May 2006). The Birth of Christ. Glory to Glory Publications (UK). ISBN 0-9551790-1-7.
બાહ્ય લિંક્સ
[ફેરફાર કરો]Christmas વિષય પર વધુ જાણવા માટે જુઓ: | |
---|---|
શબ્દકોશ | |
પુસ્તકો | |
અવતરણો | |
વિકિસ્રોત | |
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો | |
સમાચાર | |
અભ્યાસ સામગ્રી |
- Christmas at the Open Directory Project
- વિલિયમ ફ્રાન્સિસ ડાઉસન દ્વારા લિખિત ક્રિસમસ: ઇટ્સ ઓરિજિન એન્ડ અસોસિએશન્સ 1902, પ્રોજેક્ટ ગુટેન્બર્ગમાંથી
- નાતાલ ૨૦૧૪[હંમેશ માટે મૃત કડી]
- નાતાલ વિશે નિબંધ (મારો સૌથી પ્રિય તહેવાર ક્રિસમસ) સંગ્રહિત ૨૦૨૧-૧૨-૧૯ ના રોજ વેબેક મશિન