પીએસએલવી-સી૩

વિકિપીડિયામાંથી

પીએસએલવી-સી૩
પીએસએલવી રોકેટનો નમૂનો
નામધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન
અભિયાન પ્રકારત્રણ ઉપગ્રહોની તૈનાતી
ઑપરેટરઇસરો
વેબસાઈટઇસરો વેબસાઇટ
અભિયાન અવધિ૧૬૫૮ સેકંડ
ઉપભૂ (એપોજી)586.7 kilometres (365 mi)
અવકાશયાન ગુણધર્મો
અવકાશયાનધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન
અવકાશયાન પ્રકારવિસ્તરણક્ષમ પ્રક્ષેપક-વાહન
નિર્માતાઇસરો
પ્રક્ષેપણ દ્રવ્યમાન294,000 kilograms (648,000 lb)
વહનભાર દ્રવ્યમાન1,294 kilograms (2,853 lb)
પરિમાણો44.4 metres (146 ft)
(overall height)
અભિયાન પ્રારંભ
પ્રક્ષેપણ તારીખ10:23:00, October 22, 2001 (IST) (2001-10-22T10:23:00IST) (IST)
રોકેટપીએસએલવી
પ્રક્ષેપણ સાઇટશ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર
કોન્ટ્રાક્ટરઇસરો
અભિયાન સમાપન
નિવર્તનદટામણી કક્ષમાં તરતો મૂક્યો
નિરસ્તOctober 22, 2001 (2001-10-22)
કક્ષાકીય પેરામીટર
સંદર્ભ કક્ષાસૂર્યાચલ કક્ષા
કાર્યકાળપૃથ્વીની અધઃ કક્ષા
વહનભાર
તકનીકી પ્રયોગ ઉપગ્રહ (TES)
બીઆઈઆરડી ઉપગ્રહ
પ્રોબા
દ્રવ્યમાન1,294 kilograms (2,853 lb)
ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનનાં અભિયાનો
 

પીએસએલવી-સી૩ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા ચાલતા પીએસએલવી કાર્યક્રમનું છઠ્ઠું અભિયાન અને ત્રીજું કાર્યાન્વિત (operational) અભિયાન હતું. ૧ જાન્યુઆરી ૧૯૬૨થી ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા શરૂ થયેલાં અંતરિક્ષ અભિયાનોની શ્રેણીમાં આ ૪૬મું ઉડાણ હતું. આ વાહને પૃથ્વીની સૂર્યાચલ અધઃ કક્ષામાં કુલ ત્રણ ઉપગ્રહો તરતા મૂક્યા.[૧][૨] આ અભિયાન અંતર્ગત નીચે મુજબના ત્રણ ઉપગ્રહોને ભૂકેન્દ્રી સૂર્યાચલ અધઃ કક્ષામાં તૈનાત કરવામાં આવ્યા.

  • ભારતનો ઉપગ્રહ તકનીકી પ્રયોગ ઉપગ્રહ, જેનું કાર્ય પ્રક્ષેપણથી લઈને તેના જીવનકાળ સુધી ધરતીનું અંતરિક્ષમાંથી અવલોકન કરી તેની માહિતી મોકલવાનું હતુ.
  • જર્મનીનો બીઆઈઆરડી ઉપગ્રહ જેનું કામ પણ આપણા તકનીકી પ્રયોગ ઉપગ્રહને મળતું જ હતુ.
  • પ્રોબા નામનો બેલ્જિયમનો ઉપગ્રહ જે પ્રાયોગિક રૂપે બનાવવામાં આવ્યો હતા.

પીએસએલવી-સી૨થી શરૂ થયેલો વાણિજ્યિક ઉપયોગ ઇસરોએ આ અભિયાનમાં પણ ચાલુ રાખ્યો. પીએસએલવીએ શ્રીહરિકોટે વિસ્તાર પરના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના પ્રક્ષેપણ પેડ પરથી ૨૨ ઓક્ટોબર ૨૦૦૧ ના સવારે ૧૦:૨૩(IST) વાગે સફળતાથી ઉડાણ કર્યું.[૩][૪][૫][૬][૭][૮]

અભિયાનની મુખ્ય બાબતો[ફેરફાર કરો]

આ અભિયાન દરમિયાન પહેલાં તકનીકી પ્રયોગ ઉપગ્રહ અને બાઇસ્પેક્ટ્રમ અને અધોરક્ત સુદૂર જ્ઞાપક ઉપગ્રહ(બીઆઈઆરડી)ને ૫૬૮ કિ.મી.ની વૃત્તીય અને ત્યારબાદ ભારતના ઓન બોર્ડ સ્વાયત્ત ઉપગ્રહ (પ્રોબા)ને ૫૬૮ કિ.મી. x ૬૩૮ કિ.મી.ની દીર્ઘવૃત્તીય કક્ષામાં તરતા મૂક્યા. આ અભિયાનમાં ઇસરોએ ફરી એકવાર એકાધિક ઉપગ્રહોને નિર્ધારિત કક્ષામાં તૈનાત કરીને દસલાખ અમેરિકી ડોલરની કમાણી પણ કરી.[૧][૨][૯]

અભિયાન પારામીટર[ફેરફાર કરો]

  • દ્રવ્યમાન:
    • ઉડ્ડયન વખતનું કુલ વજન: 294,000 kg (648,000 lb)
    • વહનભાર વજન: 1,294 kg (2,853 lb)
  • સમગ્રતયા ઊંચાઈ : 44.4 m (146 ft)
  • નોદક:
    • તબક્કો ૧: ઘન-ઈંધણ રોકેટ (હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલિબ્યુટીન) (૧૩૮.૦ + ૫૪ ટન)
    • તબક્કો ૨: પ્રવાહી ઈંધણ રોકેટ અસંમિત ડાયમિથાઇલ હાઇડ્રેઝાઇન + N
      2
      O
      4
      (૪૦ ટન)
    • તબક્કો ૩: ઘન-ઈંધણ રોકેટ (હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલિબ્યુટીન) (૭ ટન)
    • તબક્કો ૪: પ્રવાહી ઈંધણ રોકેટ (મોનોમિથાઇલહાયડ્રેઝાઇન + મિક્સ ઓક્સાઇડ ઓફ નાઇટ્રોનલ) (૨.૦ ટન)
  • એન્જિન:
    • તબક્કો ૧: એસ૧૩૯
    • તબક્કો ૨: વિકાસ (રોકેટ એન્જિન)
    • તબક્કો ૩:
    • તબક્કો ૪: ૨ x પીએસ-૪
  • પ્રણોદ:
    • તબક્કો ૧: ૪૪૩૦ + ૬૬૭ x ૬ કિલો ન્યૂટન
    • તબક્કો ૨: ૭૨૪ કિલો ન્યૂટન
    • તબક્કો ૩: ૩૨૪ કિલો ન્યૂટન
    • તબક્કો ૪: ૭.૨ x ૨ ન્યૂટન
  • ઊંચાઈ: 586.7 kilometres (365 mi)
  • મહત્તમ વેગ:7,593 metres per second (24,911 ft/s) (ચોથા તબક્કાના પ્રજ્વલન વખતે)
  • કુલ ઉડાન સમય: ૧,૬૫૮ સેકંડ[૧][૨][૧૦]
  • પ્રકીર્ણ[૨]
    • પ્રક્ષેપકની કુલ ઊંચાઈ: ૪૪.૪મી
    • ઉડ્ડયન દિનાંક: ૨૨ ઓક્ટોબર ૨૦૦૧
    • ઉડ્ડયન સમય: ૧૦:૨૩ (IST)
    • ઇસરોના ઉડ્ડયન ક્રમ: ૪૬
    • કક્ષા: સૂર્યાચલ
    • આ અભિયાનના ઉપગ્રહોની સંખ્યા:
દેશ નામ સંખ્યા દ્રવ્યમાન પ્રકાર હેતુ
ભારત ભારત ટીઈએસ ૧૧૦૮ કિલો ઉપગ્રહ ધરતીનું અવલોકન
બેલ્જિયમ બેલ્જિયમા બીઆઈઆરડી ૯૪ કિલો સૂક્ષ્મ ઉપગ્રહ દૂર સંવેદન અને તકનીકી નિદર્શન
જર્મની જર્મની પ્રોબા ૯૨ કિલો સૂક્ષ્મ ઉપગ્રહ ધરતીનું અવલોકન


પ્રક્ષેપણ અને આયોજિત ઉડાણ રેખાંકન[ફેરફાર કરો]

પીએસએલવીના ઉષ્મા કવચનું હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ.ના ધરોહર કેન્દ્ર ખાતે પ્રદર્શન.

પીએસએલવી-સી૩નું પ્રક્ષેપણ આજના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર એટલે કે, તે વખતના શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર ખાતે ૨૨ ઓક્ટોબર ૨૦૦૧ની સવારે ૧૦:૨૩ વાગે (IST) થયું.

ઉડ્ડયનની યોજના મુજબ કુલ સેકંડના ઉડાણ દરમિયાન પીએસએલવી-સી૩ને 586.668 kilometres (365 mi)નું અંતર કાપવાનું હતું કારણકે પહેલાં ટીઈએસ અને બીઆઈઆરડીની ભૂકેન્દ્રી વર્તુળાકાર કક્ષામાં તૈનાતી કરીને પછી છેલ્લા મુસાફરને ઉપવલયાકાર કક્ષામાં ઉતારવાનો હતો. અને રોકેટે આ કામ સફળતાથી પુરું પણ કર્યું. [૯] આરસીએસ પ્રણોદકથી કક્ષોન્નતિ કરવામાં આવી.[૧૧]

ઉડાણની યોજનામાં નિયત કાર્યક્રમ નીચે જણાવ્યા મુજબનો છે. [૧][૨][૩][૫][૬][૭][૮]


બહુસ્તરીય રોકેટ સમય
(સેકન્ડ)
ઊંચાઈ
(કિ.મી.)
વેગ
(મી/સે)
ઘટના ટિપ્પણી
પ્રથમ તબક્કો T+૦ ૦.૦૨ ૪૫૨ પહેલા તબક્કાનું પ્રજ્વલન ઉડાણ
T+1.24 ચાર સ્ટ્રેપ ઓન મોટરનું પ્રજ્વલન
T+૨૫.૪ ૨.૫૧૫ ૫૫૧ બે સ્ટ્રેપ ઓન મોટરનું હવામાં પ્રજ્વલન
T+૬૮.૦૪ ૨૩.૪૭૨ ૧,૧૫૫ જમીન પર પ્રજ્વલિત ચાર મોટરનું વિચ્છેદ
T+૯૦.૦૪ ૪૦.૦૬૧ ૧,૬૪૪ હવામાં પ્રજ્વલિત બે મોટરનો વિચ્છેદ
T+૧૧૨.૭૩ ૬૭.૬૦૧ ૨,૦૨૮ પ્રથમ તબક્કાના રોકેટનું વિચ્છેદન
દ્વિતીય તબક્કો T+૧૧૨.૯૩ ૬૭.૮૨૮ ૨,૦૨૭ બીજા તબક્કાનું પ્રજ્વલન
T+૧૫૬.૭૩ ૧૧૫.૬૦૪ ૨,૨૮૪ ઉષ્મા કવચ વિચ્છેદન
T+૨૭૮.૮૧ ૨૩૬.૭૨ ૪,૦૯૯ દ્વિતીય તબક્કાનું વિચ્છેદન
ત્રીજો તબક્કો T+૨૮૦.૦૧ ૨૩૭.૪૩૩ ૪,૦૯૭ ત્રીજા તબક્કાનું પ્રજ્વલન
T+૪૯૮.૩૩ ૪૫૫.૪૮૭ ૬,૦૮૬ ત્રીજા તબક્કાનું વિચ્છેદન
ચોથો તબક્કો T+૫૨૦.૬૦ ૪૬૦.૮૧૮ ૬,૦૬૫ ચોથા તબક્કાનું પ્રજ્વલન
T+૯૧૪.૯૨ ૫૭૧.૨૪૭ ૭,૫૭૫ ચોથા તબક્કાના પ્રણોદનું કપાણ
T+૯૭૧.૯૨ ૫૭૨.૦૮૦ ટીઈએસ છૂટો પડ્યો
T+૧,૦૧૧.૯૨ ૫૭૨.૭૦૯ બીઆઈઆરડી છૂટો પડ્યો
T+૧૦૯૧.૯૨ ૫૭૪.૦૬૪ પ્રોબા કક્ષોન્નતિ શરૂ
T+૧,૫૫૨.૫૦ ૫૮૫.૦૧૮ ૭,૫૯૩ પ્રોબા કક્ષોન્નતિ સમાપ્ત
T+૧,૬૦૨.૫૦ ૫૮૬.૬૮૮ ૭,૫૯૨ પ્રોબા કક્ષામાં છૂટો પડ્યો અભિયાન પૂર્ણ


Fourth Stage Break-up event[ફેરફાર કરો]

ચોથા તબક્કામાં વિસ્ફોટના પરીણામે પીએસએલવી ૧૯ ડીસેમ્બરના રોજ તૂટી ગયું હતુ.[૧૨] આ વિસ્ફોટ બાદ નાસાએ ઇસરોએ ઉપરના તબક્કાનું નિષ્ક્રિયનની ચોજના અમલમાં મૂકી.[૧૩] ઇસરોના જણાવ્યા મુજબ આ ઘટનાના કારણે અવકાશમાં કાટમાળના નવા ૩૮૬ ટુકડાઓ ઉમેરાયા, જેમાંથી ૩૧૦ પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશના કારણે બળી ગયા, પણ ૭૬ ટુકડાઓ હજુ પણ પૃથ્વીની નીચલી કક્ષામાં ફરે છે.[૧૪][૧૫]



આ પણ જુઓ[ફેરફાર કરો]

References[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "પીએસએલવી-સી૩". ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન. મૂળ માંથી 5 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જુલાઈ ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "પીએસએલવી-સી૩ બ્રોશર" (PDF). ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન. મૂળ (PDF) માંથી 20 માર્ચ 2022 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જુલાઈ ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ "પીએસએલવીનું સફળતાથી ઉડ્ડયન : ત્રણ ઉપગ્રહોને તરતા મૂક્ય". defense-aerospace.com. મૂળ માંથી 12 મે 2017 પર સંગ્રહિત. મેળવેલ 10 જુલાઇ 2016. CS1 maint: discouraged parameter (link)
  4. "૧૯૬૦થી ઇસરોની સમયરેખા #46". ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન. મૂળ માંથી 20 નવેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જુલાઈ ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)
  5. ૫.૦ ૫.૧ "સ્પેશવોર્ન પ્રવૃત્તિ". નાસા. મેળવેલ ૧૦ જુલાઈ ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  6. ૬.૦ ૬.૧ "અંતરિક્ષ પ્રક્ષેપણ અહેવાલ-પીએસએલવી". spacelaunchreport.com. મેળવેલ ૧૦ જુલાઈ ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)
  7. ૭.૦ ૭.૧ "પીએસએલવી-સી૩ સફળતાથી પ્રક્ષેપિત : ત્રણ ઉપગ્રહો કક્ષામાં તૈનાત". Press Information Bureau. મેળવેલ ૧૦ જુલાઈ ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  8. ૮.૦ ૮.૧ "પીએસએલવીએ ત્રણ ઉપગ્રહો તરતા મૂક્યા". The Hindu Business Line. મેળવેલ ૧૦ જુલાઈ ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  9. ૯.૦ ૯.૧ SUBRAMANIAN, T. S. "ઇસરોનું સીમાચિહ્ન". Frontline (અંગ્રેજીમાં). મેળવેલ 25 માર્ચ 2022.
  10. "પીએસએલવી વિગત". ઇસરો. મૂળ માંથી 22 ડિસેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જુલાઈ ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  11. "PSLV-C4". www.isro.gov.in. મૂળ માંથી 23 મે 2022 પર સંગ્રહિત. મેળવેલ 26 માર્ચ 2022.
  12. Bandyopadhyay, Parthasarathi; Sharma, Radhey; Adimurthy, V. (ઓક્ટોબર 2002). પીએસએલવી બ્રેકઅપના કારણોનું વિશ્લેષણ. 34th COSPAR Scientific Assembly. Houston, Texas: The Second World Space Congress. પૃષ્ઠ 1374. Bibcode:2002cosp...34E1374B.
  13. Kosambe, Santosh (2019). "Overview of the Space Debris Mitigation Activities in ISRO". Journal of Aircraft and Space Technology. 3: 199–200 – ResearchGate વડે.
  14. Chethan Kumar (25 માર્ચ 2022). "In 2021, 135 launches put 1.8k objects in space, 102 launches put 522 objects in 2020; Isro flags off debris concern | India News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 26 માર્ચ 2022.
  15. "Space Situational Assessment 2021 - ISRO". www.isro.gov.in. મૂળ માંથી 15 જુલાઈ 2022 પર સંગ્રહિત. મેળવેલ 2022-03-26. Check date values in: |archive-date= (મદદ)

ઢાંચો:વિસ્તરણક્ષમ પ્રક્ષેપણ પ્રણાલિ