પુનાદ્રા (તા. દહેગામ)
દેખાવ
પુનાદ્રા | |
|---|---|
ગામ | |
| અક્ષાંશ-રેખાંશ: 23°09′22″N 72°50′02″E / 23.15605°N 72.83385°E | |
| દેશ | ભારત |
| રાજ્ય | ગુજરાત |
| તાલુકો | દહેગામ |
| સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પુનાદ્રા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા દહેગામ તાલુકામાં આવેલું એક ગામ છે. પુનાદ્રા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]પુનાદ્રા ચોથી કક્ષાનું રજવાડું હતું, જેમાં દસ બીજા ગામોનો સમાવેશ થતો હતો અને તેનો વિસ્તાર ૧૧ ચો.માઇલ હતો.[૧][૨]
ઇ.સ. ૧૯૦૧માં તેની વસ્તી ૨,૬૬૨ વ્યક્તિઓની હતી અને રાજ્યની આવક ૧૫,૫૯૮ રૂપિયા હતી જેમાંથી ૩૭૫ રૂપિયા ગાયકવાડ બરોડા સ્ટેટને કર તરીકે ચૂકવાતા હતા.
ગામમાં મહમદ બેગડાના સમયનો કિલ્લો છે.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Jhala, Jayasinhji (2018-07-19). Genealogy, Archive, Image: Interpreting Dynastic History in Western India, c. 1090-2016 (અંગ્રેજીમાં). Walter de Gruyter GmbH & Co KG. ISBN 9783110601299.
{{cite book}}: Check date values in:|date=(મદદ) - ↑ Not Available (1931). List Of Ruling Princes And Chiefs In Political Relations.
- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. pp. ૪૩૯.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |