બાપ્સી સિધવા

વિકિપીડિયામાંથી
બાપ્સી સિધવા
باپسا سادہوا
Bapsi Sidhwa
વર્ષ ૨૦૦૮માં ટેક્સાસ બુક ફેસ્ટિવલ ખાતે બાપ્સી સિધવા
વર્ષ ૨૦૦૮માં ટેક્સાસ બુક ફેસ્ટિવલ ખાતે બાપ્સી સિધવા
જન્મ (1938-08-11) August 11, 1938 (ઉંમર 85)
કરાચી, પાકિસ્તાન
વ્યવસાયલેખિકા
રાષ્ટ્રીયતાઅમેરિકન (પાકિસ્તાની)[૧]
નોંધપાત્ર પુરસ્કારોસિતારા-ઇ-ઇમ્તિઆઝ (૧૯૯૧)
વેબસાઇટ
www.bapsisidhwa.com/about.html

બાપ્સી સિધવા (Bapsi Sidhwa; ઉર્દૂ: باپسا سادہوا; જન્મ: ઓગસ્ટ ૧૧, ૧૯૩૮) એક પાકિસ્તાની લેખિકા (નવલકથાકાર) છે. તેણી ગુજરાતી પારસી મૂળના[૨] છે અને ઇંગલિશ ભાષાના લેખક છે. હાલમાં તેણી અમેરિકા ખાતે રહે છે.

બાપ્સી સિધવા તેના સહયોગી ઇન્ડો-કેનેડિયન ફિલ્મ નિર્માતા દીપા મહેતા સાથેના કાર્ય માટે ખાસ પ્રસિદ્ધ છે: તેણીએ વર્ષ ૧૯૯૧માં લખેલ નવલકથા આઇસ કેન્ડી મેન : જેના પરથી દીપા મહેતાએ ફિલ્મ પૃથ્વી (૧૯૯૮) તેમજ વર્ષ ૨૦૦૬માં લખેલ નવલકથા વૉટર: એ નોવેલ જેના પરથી દીપા મહેતાએ ફિલ્મ વૉટર ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

બાપ્સી સિધવાનો જન્મ ગુજરાતી, પારસી ઝોરાષ્ટ્રીયન માતા-પિતા પેસ્તન અને તેહમીના ભંડારાને ત્યાં કરાચી ખાતે થયો હતો અને ત્યારબાદ તેણી પોતાના પરિવાર સાથે લાહોરમાં રહેવા ગયા હતા.[૩] તેણીની ઉંમર બે વર્ષની હતી, ત્યારે તેણી પોલિયો ભોગ બન્યા હતા ( જેની અસર તેમના સમગ્ર જીવન દરમિયાન રહી છે) અને વર્ષ ૧૯૪૭ના સમયમાં ભારત પાકિસ્તાનના ભાગલા ( જે સમયની ઘટનાઓ તેણીની નવલકથા આઇસ કેન્ડી મેન ના લેનીના પાત્રમાં તેમજ પૃષ્ઠભૂમિમાં આકાર લેતી જોવા મળે છે).[૪] તેણીએ સ્નાતક (બી. એ.)ની ઉપાધિ લાહોર શહેરની મહિલાઓ માટેની કિન્નાયર્ડ કોલેજ ફોર વુમન ખાતેથી વર્ષ ૧૯૫૭માં પ્રાપ્ત કરેલ છે.

તેણીનાં લગ્ન ૧૯ વર્ષની ઉંમરે થયાં હતાં અને તેણી મુંબઈ રહેવા માટે આવ્યા હતાં. પાંચ વર્ષ પછી તેમણે છૂટાછેડા લીધા હતા અને લાહોર ખાતે રહેતા તેના હાલના પતિ નોશીર (જે પણ પારસી છે) સાથે પુન:લગ્ન કર્યાં હતાં. તેણીએ પાકિસ્તાનમાં લેખક તરીકે કારકિર્દી શરૂ કરી, તે પહેલાં ત્રણ બાળકો થયા હતા. તે પૈકી એક બાળકો મોહુર સિધવા,[૫] છે, જે એરિઝોના રાજ્યના પ્રતિનિધિ તરીકેના એક ઉમેદવાર રહી ચૂક્યા છે.[૬]

તેણી હાલમાં હ્યુસ્ટન, અમેરિકા ખાતે રહે છે. તેણી પોતાને "પંજાબી-પારસી-પાકિસ્તાની" તરીકે વર્ણવે છે. તેણીની પ્રથમ ભાષા ગુજરાતી, બીજી ભાષા ઉર્દુ અને ત્રીજી ભાષા અંગ્રેજી છે.[૭][૮] તેણી માટે વાંચવા અને લખવા માટેની શ્રેષ્ઠ ભાષા અંગ્રેજી છે, પરંતુ વાતચીત સમયે વધુ આરામદાયક વાત ગુજરાતી અથવા ઉર્દુ ભાષા કરવાનું પસંદ કરે છે અને ઘણી વખત ગુજરાતી અથવા ઉર્દુ ભાષામાંથી અંગ્રેજી ભાષામાં ભાષાંતર પણ કરે છે.[૭]

તેણીની પાકિસ્તાની મિત્ર, સાદિયા રહેમાનને વર્ષ ૨૦૧૨ના ઓગસ્ટ મહિનામાં તેણીએ એક ઓનલાઇન ઇન્ટરવ્યૂ વેળા જણાવ્યું હતું કે, "ફિરોઝા મારા માટે તેમ જ મારા વિચારોથી સૌથી નજીક છે". યુએસમાં રહેતા પાકિસ્તાની પારસી ઇમિગ્રન્ટ્સની જીવનશૈલી અને તેમની સંસ્કૃતિના વિષયે આ મુલાકાતમાં ચર્ચાઓ થઈ હતી.

શિક્ષણ-કાર્ય[ફેરફાર કરો]

તેણી પહેલાં યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટન, રાઇસ યુનિવર્સિટી, કોલંબિયા યુનિવર્સિટી, માઉન્ટ હોલીઓક કોલેજ અને બ્રાન્ડેઇસ યુનિવર્સિટી ખાતે શિક્ષિકા તરીકે કાર્ય કરી ચૂક્યાં છે.

એવોર્ડ[ફેરફાર કરો]

  • બન્ટિંગ ફેલોશિપ રેડક્લિફ/હાર્વર્ડ ખાતે (૧૯૮૬)
  • મુલાકાતી વિદ્વાન રોકફેલર ફાઉન્ડેશન સેન્ટર, બેલાજિયો, ઇટાલી ખાતે (૧૯૯૧)
  • સિતારા-ઇ-ઇમ્તિઆઝ, (૧૯૯૧, પાકિસ્તાનનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આર્ટસ ક્ષેત્રમાં)[૧]
  • લીલા વોલેસ-રીડર્સ ડાયજેસ્ટ લેખક એવોર્ડ (૧૯૯૪)[૧]
  • પ્રિમિઓ મોન્ડેલા ફોર ફોરેન ઓથર્સ પાણી ફિલ્મ માટે (૨૦૦૭)[૯]
  • પારસી હોલ ઓફ ફેમ યાદીમાં સમાવેશ (૨૦૦૦)[૧]

કાર્યો[ફેરફાર કરો]

  • ધેર લેંગ્વેજ ઓફ લવ રીડીંગ્સ લાહોર દ્વારા પ્રકાશિત (૨૦૧૩, પાકિસ્તાન.)
  • જંગલ વાલા સાહિબ (અનુવાદ) (ઉર્દુ): રીડીંગ્સ લાહોર દ્વારા પ્રકાશિત (૨૦૧૨, પાકિસ્તાન)
  • લાહોર વિશે લખાણો (૨૦૦૬, યુએસ)
  • વૉટર: એ નોવેલ (૨૦૦૬, યુએસ અને કેનેડા)
  • બાપ્સી સિધવા ઓમ્નીબસ (૨૦૦૧, પાકિસ્તાન)
  • એન અમેરિકન બ્રેટ (૧૯૯૩, યુએસ; ૧૯૯૫, ભારત)
  • ક્રેકિંગ ઇન્ડિયા (૧૯૯૧, યુએસ; ૧૯૯૨, ભારત; આઇસ કેન્ડી મેન તરીકે મૂળ પ્રકાશિત, ૧૯૮૮, ઈંગ્લેન્ડ)
  • ધ બ્રાઇડ (૧૯૮૨, ઈંગ્લેન્ડ; ૧૯૮૩;૧૯૮૪, ભારત; ધ પાકિસ્તાની બ્રાઇડ તરીકે પ્રકાશિત, ૧૯૯૦ યુએસ અને ૨૦૦૮ યુએસ)
  • ધ ક્રોવ ઇટર્સ (૧૯૭૮, પાકિસ્તાન; ૧૯૭૯ અને ૧૯૮૧, ભારત; ૧૯૮૦, ઈંગ્લેન્ડ; ૧૯૮૨, યુએસ)

નોંધો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Bio. Official website. મૂળ માંથી 2015-02-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૪-૧૨-૨૬.
  2. Sharma, Pranay (જુન ૨, ૨૦૧૪). "Those Nights In Nairobi". આઉટલૂક ઈન્ડિયા. Check date values in: |date= (મદદ)
  3. Sharma, Pranay (જુન ૨, ૨૦૧૪). "Those Nights In Nairobi". આઉટલૂક ઈન્ડિયા. Check date values in: |date= (મદદ)
  4. "Bapsi Sidhwa". www.litencyc.com (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦૧૮-૦૩-૧૪.
  5. Allen, Howard. "Worldly Lessons". Tucson Weekly (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦૧૮-૦૩-૧૪.
  6. "Meet Our Candidates: Mohur Sidhwa for State Representative, LD 9". Planned Parenthood Advocates of Arizona (અંગ્રેજીમાં). ૨૦૧૨-૦૭-૧૧. મૂળ માંથી 2012-07-14 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૮-૦૩-૧૪.
  7. ૭.૦ ૭.૧ Jussawalla, Feroza F.; Dasenbrock, Reed Way (૧૯૯૨). Interviews with Writers of the Post-colonial World. University Press of Mississippi. પૃષ્ઠ 214. ISBN 9780878055722.
  8. Deshmukh, Ajay Sahebrao (૨૦૧૪). Ethnic Angst: A Comparative Study of Bapsi Sidhwa & Rohinton Mistry. Partridge Publishing. પૃષ્ઠ 247. ISBN 9781482841534. Gujarati is the first language of Bapsi Sidhwa and most Parsis.
  9. "Bapsi Sidhwa wins Italy's Premio Mondello". Milkweed Editions. મૂળ માંથી September 27, 2007 પર સંગ્રહિત. મેળવેલ 2007-09-03. Unknown parameter |deadurl= ignored (|url-status= suggested) (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]