લખાણ પર જાઓ

ભારતીય ચૂંટણી પંચ

વિકિપીડિયામાંથી
Election Commission of India
ભારતીય ચૂંટણી પંચ
भारत निर्वाचन आयोग
સંસ્થા નિરીક્ષણ
રચના ૨૫ જાન્યુઆરી ૧૯૫૦ (જે ૨૦૧૧ થી રાષ્ટ્રીય મતદાતા દિવસ‎ તરીકે ઉજવાય છે)
અધિકારક્ષેત્ર ભારત
મુખ્ય મથક નવી દિલ્હી
28°36′50″N 77°12′32″E / 28.61389°N 77.20889°E / 28.61389; 77.20889
સંસ્થાના સત્તાધારીઓ સુશીલ ચંદ્રા, મુખ્ય ચૂંટણી આયુક્ત
રાજીવ કુમાર, ચૂંટણી આયુક્ત
અનુપમ ચંદ્રા પાંડે, ચૂંટણી આયુક્ત[૧]
વેબસાઈટ
eci.nic.in
ભારત

આ લેખ આ શ્રેણી સંબંધિત છે:

ભારતની રાજનીતિ


કેન્દ્ર સરકાર

બંધારણ

કાર્યકારિણી

વિધાયિકા

ન્યાયપાલિકા

સ્થાનીક

ભારતીય ચૂંટણી


અન્ય દેશ પ્રવેશદ્વાર:રાજનીતિ
પ્રવેશદ્વાર:ભારત સરકાર
view  talk  edit


ભારતીય ચૂંટણી પંચ (અંગ્રેજી:Election Commission of India, હિન્દી: भारत निर्वाचन आयोग), ભારતમાં સઘળી ચૂંટણી પ્રક્રિયાઓ માટે આયોજન અને જવાબદારી ધરાવતું, બંધારણ દ્વારા સ્થાપિત, સ્વાયત, સમવાયી સત્તાતંત્ર છે. બંધારણ માન્ય યોગ્ય સમયાંતરાલે, પંચની દેખરેખ હેઠળ, ભારતમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓનું આયોજન થાય છે. ચૂંટણીપંચને ભારતની સંસદીય, રાજ્યના ધારાગૃહોની અને ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓના સંચાલન, દિશાનિર્દેશન અને નિયંત્રણની સત્તા છે.[૨] સ્થાનિક સરકાર/નગરપાલિકાઓ વગેરેની ચૂંટણીના સંચાલન, દિશાનિર્દેશન અને નિયંત્રણની સત્તા રાજ્ય ચૂંટણીપંચ હસ્તક રહે છે.

ભારતના ચૂંટણી પંચની રચના ૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે થયેલી, જે દિવસને પછીથી રાષ્ટ્રીય મતદાતા દિવસ‎ તરીકે ઉજવવામાં આવે છે.

સંરચના[ફેરફાર કરો]

આયોગમા હાલ એક મુખ્ય ચૂંટણી આયુક્ત અને બે ચૂંટણી આયુક્ત હોય છે. ૧૫ ઓક્ટોબર, ૧૯૮૯ સુધી ફક્ત મુખ્ય ચૂંટણી આયુક્ત એવા એક જ સભ્ય હતા. ૧૬ ઓક્ટોબર, ૧૯૮૯ થી ૧ જાન્યુઆરી, ૧૯૯૦ સુધી આ આર. વી. એસ. શાસ્ત્રી (મુ.નિ.આ.) અને ચૂંટણી આયુક્ત એસ.એસ. ધનોવા અને વી.એસ. સહગલ સહિત ત્રણ-સભ્ય રચના બની. ૨ જાન્યુઆરી, ૧૯૯૦ થી ૩૦ સપ્ટેમ્બર, ૧૯૯૩ સુધી આ એક એકકી-સભ્ય રચના બની અને ફરી ૧ ઓક્ટોબર, ૧૯૯૩થી આ ત્રણ-સભ્ય રચના બની.[૩]

હાલમા મુખ્ય ચૂંટણી આયુક્ત સુનીલ અરોરા અને અન્ય ચૂંટણી આયુક્ત અશોક લેવાસા તથા સુશીલચંદ્ર છે.[૪]

ચૂંટણી આયુક્તોની નિમણૂક તેમજ કાર્યપ્રણાલી[ફેરફાર કરો]

મુખ્ય ચૂંટણી આયુક્ત અને અન્ય ચૂંટણી આયુક્તો ની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે. મુખ્ય ચૂંટણી આયુક્તનો સમયગાળો ૬ વર્ષ કે ૬૫ વર્ષની આયુ, જે પહેલા આવે, એ પ્રમાણેનો હોય છે. જ્યારે અન્ય ચૂંટણી આયુક્તોનો સમયગાળો ૬ વર્ષ કે ૬૨ વર્ષની આયુ, જે પહેલા આવે, એ પ્રમાણેનો હોય છે. ચૂંટણી આયુક્તનું સન્માન અને વેતન ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ સમાન હોય છે. મુખ્ય ચૂંટણી આયુક્તને સંસદ દ્વારા ૨/૩ બહુમતીથી મહાભિયોગ પ્રસ્તાવ વડે જ હટાવી શકાય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Balaji, J (૪ ઓગસ્ટ ૨૦૧૨). "Zaidi is new Election Commissioner". The Hindu. Chennai, India.
  2. "A Constitutional Body". Election Commission of India.[હંમેશ માટે મૃત કડી]
  3. "अक्सर पूछे जाने वाले प्रश्न – निर्वाचन तन्त्र". Election Commission of India.
  4. . Election Commission of India https://eci.gov.in/about/about-eci/. Missing or empty |title= (મદદ)