માધાપર (તા. ભુજ)

વિકિપીડિયામાંથી
માધાપર (તા. ભુજ)
—  ગામ  —
માધાપરનો મુખ્ય દરવાજો
માધાપરનો મુખ્ય દરવાજો
માધાપર (તા. ભુજ)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°13′50″N 69°42′36″E / 23.230576°N 69.710026°E / 23.230576; 69.710026
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

26.67 square kilometres (10.30 sq mi)

• 105.156 metres (345.00 ft)

કોડ
  • • પીન કોડ • ૩૭૦૦૨૦
    • ફોન કોડ • +૨૮૩૨
    વાહન • GJ-12

માધાપર (તા. ભુજ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક અને મોટું ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

માધાપર કચ્છના ગુર્જર ક્ષત્રિયો વડે સ્થાપિત ૧૮ ગામોમાંનું એક છે. ૧૨મી સદી દરમિયાન ગૂર્જર ક્ષત્રિય સમુદાયના ઘણાં લોકો ધાણેટી ગામમાં સ્થાયી થયા અને પછી અંજાર અને ભુજ વચ્ચેના ગામોમાં વસ્યા.[૨][૩][૪][૫] માધાપરનું નામ માધા કાનજી સોલંકી પરથી પડ્યું છે જે ધાનેતીમાંથી માધાપરમાં ૧૪૭૩-૧૪૭૪માં (વિ.સ. ૧૫૨૯) વસ્યા હતા.[૬] માધા કાનજી એ સોલંકી વંશના હેમરાજ હરદાસની ત્રીજી પેઢીના વંશજ હતા, જેઓ હાલાર વિસ્તારમાંથી ધાનેતીમાં વસ્યા હતા અને ત્યાંથી માધાપર આવ્યા હતા.[૭] આ શરૂઆતનું માધાપર અત્યારે જૂના વાસ તરીકે ઓળખાય છે. તેમના વ્યવસાયને કારણે આ ક્ષત્રિયો પછીથી મિસ્ત્રી તરીકે ઓળખાવા લાગ્યા. તેમણે જૂના વાસની સ્થાપના કરી અને શરૂઆતના વિકાસ, મંદિરો અને કચ્છના શરૂઆતના બાંધકામમાં અગત્યનો ફાળો આપ્યો હતો.

પટેલ કણબી સમુદાયના લોકો ૧૫૭૬ની સાલમાં વસ્યા હતા. નવા વાસની સ્થાપના આશરે ૧૮૫૭માં થઇ હતી, જે સમય દરમિયાન માધાપર ગીચ બન્યું અને કણબી અને સમુદાયના લોકોની સંખ્યા વધી અને તેઓ સમૃદ્ધ બન્યા.[૮]

૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન માધાપર ગામની ૩૦૦ મહિલાઓએ હવાઇ પટ્ટીના સમારકામમાં અગત્યનો ભાગ ભજવીને માત્ર ૩ દિવસમાં પુન:નિર્માણ કરી હતી. તેમના સન્માનમાં અહીં વીરાંગના સ્મારક બનાવવામાં આવ્યું હતું.[૯]

૨૦૦૧ના ધરતીકંપ દમિયાન આ ગામને બહુ અસર થઇ નહોતી. જોકે, જૂના વાસના કેટલાંક સદીઓ જૂનાં મકાનો નુકશાન પામ્યા હતા.

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભુજ તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી ૨૫ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત.
  2. "18 villages founded by Kutch Gurjar Kshatriyas". મૂળ માંથી 2011-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-08.
  3. Gurjar Kshatriyas, also known as Mistris, came to Kutch from Rajasthan. They are skilled in building construction. They first established themselves at Dhaneti and were granted 18 villages by the rulers of Kutch. They are famous designers and developers of buildings and bridges
  4. Report after earthquake Giving details of Villages, Art & Skills of Mistris of Kutch[હંમેશ માટે મૃત કડી]
  5. "Press Report on Houses, History of Mistiris of Kutch". મૂળ માંથી 2012-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-08.
  6. "The name of village Madhapar was given on the name of one Mr. Madha Kanji Solanki (3rd generation of Mr. Hemraj Hardas) who had shifted from Dhaneti village to Madhapar in the year 1473-74". મૂળ માંથી 2011-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-08.
  7. Mistri of Kutch, Madhapur History, Madhapar was founded by Madha Kanji Solanki, Suralbhit Temple Renovation, History of development of Madhapar over centuries, etc. in Patel community document
  8. Patel Community moved in around 1576 AD. Navo Vaas was founded in 1857 by which time Kanbis had also prospered.
  9. "પાકિસ્તાન ઉપર વિજય મેળવનાર ટેન્ક તેમજ ફાઇટર પ્લેન કચ્છનાં વીરાંગના સર્કલને અપાશે". ૨૮ ઓગસ્ટ ૨૦૧૫. મૂળ માંથી 2015-09-13 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૬.