લખાણ પર જાઓ

ધાણેટી (તા. ભુજ)

વિકિપીડિયામાંથી
ધાણેટી (તા. ભુજ)
—  ગામ  —
ધાણેટી (તા. ભુજ)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°15′25″N 69°55′11″E / 23.256956°N 69.919710°E / 23.256956; 69.919710
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ધાણેટી (તા. ભુજ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧] ધાણેટી ગામ જિલ્લા અને તાલુકાના મુખ્યમથક ભુજથી ર૫ કિમી અને અંજાર તાલુકાના મુખ્યમથક અંજારથી ૧૮ કિમીના અંતરે આવેલું છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

ગામના તળાવની નજીક ઈસ ૧૧૭૮ની સાલના કચ્છના યુદ્ધ શહીદો ગૂર્જર ક્ષત્રિયો ના પાળિયાઓ

ધાણેટી ગામ કચ્છ ગુર્જર ક્ષત્રિયો નું ગામ છે.ગૂર્જર ક્ષત્રિયો કચ્છમાં પ્રવેશ્યા અને તેમણે અહીંની ધરતી પર ૧૧૭૭-૭૮ (વિક્રમ સંવત ૧૨૩૪)ની સાલમાં યુદ્ધ કરેલું અને પટેલ ગંગા મારૂના નેતૃત્વ હેઠળ અહીં સ્થાયી થયા.[૨][૩][૪][૫][૬][૭][૨]

આજે પણ ગુર્જર ક્ષત્રિયોના દાદાઓ અથવા શુરપુરાઓ (વડવાઓ જેઓ યુદ્ધમાં માર્યા ગયા હોય)ના પાળિયાઓ અને દેરીઓ ગામના તળાવની નજીક આવેલા છે અને યુદ્ધના મૂક સાક્ષીઓ છે.[૨] યુદ્ધના એક હજાર વર્ષ પછી પણ સમાજના લોકો આ પાળિયાઓની મુલાકાત લે છે અને આ વીરોની પૂજા કરે છે.[૨][૮]

૧૪થી ૧૫મી સદી દરમિયાન ગૂર્જર ક્ષત્રિયોએ ધાણેટી ગામ છોડ્યું અને કચ્છના ૧૮ ગામોમાં સ્થાયી થયા જે તેમને રાજા દ્વારા સોંપવામાં આવ્યા હતા. તેઓ નિષ્ણાત કલાકાર અને સ્થપતિ હતા અને તેમણે કિલ્લાઓ, મહેલો અને કચ્છના સ્થાપ્ત્યમાં મોટો ફાળો આપ્યો હતો.[૪] તેમના કાર્યની ગુણવત્તાને કારણે અને તેમના રોજગાર ને કારણે કચ્છના મિસ્ત્રીઓ તરીકે જાણીતા બન્યા હતા.[૨]

હાલની સ્થિતિ[ફેરફાર કરો]

હાલમાં ગામમાં વસતા મુખ્ય લોકો આહિર સોરઠિયા, આહિર અને રબારી સમુદાયોના છે. ધાણેટી આહિર અને રબારી સમાજની સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતા ભરતકામ માટે જાણીતું છે અને કળા અને પર્યટન માટેનું સ્થળ બન્યું છે.

રામક્રિષ્ન મિશન અહીં ૧૯૯૨થી શાળા, છાત્રાલય અને અન્ય પ્રવૃત્તિઓ ચલાવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભુજ તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી ૨૫ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ કચ્છ ગુર્જર ક્ષત્રિય કોમ્યુનિટી : અ બ્રિફ હિસ્ટરી & ગ્લોરી: રાજા પવન જેઠવા. (૨૦૦૭) કલકત્તા.
  3. "૧૨મી સદીમાં (૧૧૭૮-૭૯)માં અમારા વડવાઓએ ભુજ અને અંજાર વચ્ચે આવેલા ધાણેટી નામના ગામમાં પ્રવેશ મેળવ્યો હતો". મૂળ માંથી 2017-07-17 પર સંગ્રહિત. મેળવેલ 2015-11-21.
  4. ૪.૦ ૪.૧ ગુર્જર ક્ષત્રિયો, અથવા મિસ્ત્રીઓ રાજસ્થાનથી કચ્છ આવ્યા હતા. તેઓ મકાન બાંધકામમાં નિષ્ણાત હતા. તેઓ સૌપ્રથમ ધાણેટીમાં સ્થાયી થયા અને અને કચ્છના રાજવીઓએ તેમને ૧૮ ગામો આપ્યા હતા.
  5. Hemraj Hardasana Solanki a descandant of Solanki dynasty from Saurashtra moved from the Halar region to Dhanety in Kutch with other Kshatriyas. His son Madha Kanji Solanki later founded Madhapar.
  6. "History: In Vikram Samvant 1234 Gurjar Kshatriyas with leader Patel Ganga Maru came to Dhanetee". મૂળ માંથી 2016-02-21 પર સંગ્રહિત. મેળવેલ 2015-11-21.
  7. Book :Kadia Kshatriya Ithishas : Published by Kumar Praksahan in 1896 in Gujarati Language : Dhaneti was founded (toran bandhyu) in 1179 AD ( Vikram Samvant 1234) by them (Gurjar Kshatriyas a.k.a. Mistris Of Kutch) under leadership of Patel Ganga Maru, when Rao Raydhan Ratto was Ruler of Kachchh.
  8. "ધાણેટી ખાતે કચ્છ ગુ.ક્ષ. સમાજ...(Pooja held at Dhaneti by Kutch Gurjar Kshatriya for their Shurapura & Dada)". Kutch Mitra Daily. ૨૩ જૂન ૨૦૧૨. મૂળ માંથી 2016-01-29 પર સંગ્રહિત. મેળવેલ ૯ જુલાઇ ૨૦૧૩.
ભુજ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન