ભારાસર (તા. ભુજ)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ભારાસર (તા. ભુજ)
—  ગામ  —

ભારાસર (તા. ભુજ)નું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°11′42″N 69°33′41″E / 23.195005°N 69.561439°E / 23.195005; 69.561439
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 137 metres (449 ft)

ભારાસર (તા. ભુજ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, કન્યા શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી, બેંક,ગૌશાળા, લાયબ્રેરી, વોલિબોલ ગ્રાઉન્ડ,ફિજીયોથરાપી, ક્રિકેટ ગ્રાઉન્ડ,પાંચાતળાવ, બગીચો, જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].

નજીકના ગામોમાં માનકુવા, નારણપુર, સુખપર અને સમાત્રાનો સમાવેશ થાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ વિસ્તારમાં પ્રાચીન હડપ્પીય ભારાસર બંધ આવેલો છે, જે ભારાસર નજીક ખાટરોડ લાંકી ટેકરી પરથી ઉદ્ભવતી ઝાડકો ઉપનદીનું ઉદગમ સ્થાન છે.

મૂળ હડપ્પીય બંધ ૫૦૦ મીટર દક્ષિણે આવેલો હતો. આ બંધનું પૂરક પાણી જૂના ભારાસર નજીક નાનાં તળાવમાં એકઠું થતું હતું (ઇસ પૂર્વે ૨૦૦૦). તેને ભારા સર કહેવાતું હતું, જે સરોવર ત્યાં હતું એમ દર્શાવે છે. ત્યારબાદ, મહારાવ શ્રી ભારામલજીએ ગામને ફરીથી વસાવ્યું હતું. બંધના વધારાના પાણીથી બનેલાં સરોવરમાંથી સિંચાઇ થાય છે.

ભુજ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભુજ તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. the original માંથી ૨૫ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત. Check date values in: |archive-date= (મદદ)