લખાણ પર જાઓ

સામત્રા (તા. ભુજ)

વિકિપીડિયામાંથી
સામત્રા
—  ગામ  —
સામત્રા તળાવ
સામત્રા તળાવ
સામત્રાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°11′32″N 69°29′55″E / 23.192322°N 69.498482°E / 23.192322; 69.498482
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

સામત્રા ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે.[] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[]

આ ગામની નજીકમાં ચાવડા રખાલ નામનું પ્રવાસસ્થળ આવેલું છે જે કચ્છના રાજવીઓની માલિકીનું આરક્ષિત વનક્ષેત્ર છે.

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]
મહાદેવ મંદિર, સામત્રા

ગામમાં મહાદેવનું મંદિર આવેલું છે.

સામત્રા ટેલિવિઝન ટાવર

[ફેરફાર કરો]
સામત્રા ટેલિવિઝન ટાવર

સામત્રા ગામ નજીક આવેલો ટેલિવિઝન અને રેડિયો ટાવર ૧૯૯૯માં બાંધવામાં આવ્યો હતો અને તે 300 m (984 ft) ઉંચાઇ ધરાવે છે. તે ઉંચાઇમાં ભારતમાં ૮મો અને વિશ્વમાં ૨૧૦મો ક્રમ ધરાવે છે.[]

ભુજ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભુજ તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2020-03-29 પર સંગ્રહિત.
  2. "Ten Tallest Television Tower of India". www.walkthroughindia.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2015-12-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૧૭.