મીરા કુમાર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મીરા કુમાર
Meira Kumar.jpg
૧૫મી લોકસભાના ભુતપૂર્વ અધ્યક્ષ
In office
૪ જૂન, ૨૦૦૯ – ૧૮ મે, ૨૦૧૪
Deputy કારીયા મુંડા
Preceded by સોમનાથ ચેટરજી
Succeeded by સુમિત્રા મહાજન
Member of the ભારતીય Parliament
for સાસારામ
In office
૧૦ મે, ૨૦૦૪ – ૧૨ મે, ૨૦૧૪
Preceded by મુનિ લાલ
Succeeded by છેદી પાસવાન
અંગત વિગતો
જન્મ ૩૧-૩-૧૯૪૫
પટના, બિહાર, બ્રિટિશ ભારત
રાજકીય પક્ષણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવન સાથી(ઓ) મંજુલ કુમાર
સંતાનો ૧ પુત્ર ૨ પુત્રીઓ
માતા-પિતા જગજીવન રામ (પિતા)
ઈન્દ્રાણી દેવી (માતા)
અભ્યાસ દિલ્હી વિશ્વવિદ્યાલય
વ્યવસાય વકિલ, રાજકારણી, રાજદ્વારી

મીરા કુમાર હાલ (૨૨ જૂન, ૨૦૧૭) ભારતના રાષ્ટ્રપતિ પદનાં, તત્કાલીન કેન્દ્રિય વિરોધપક્ષો દ્વારા ટેકો જાહેર કરાયેલા, ઉમેદવાર છે.[૧]

તેઓ એક ભારતીય રાજકારણી અને પાંચ વખત ચૂંટાયેલા સાંસદ છે. તેઓ લોક સભાના સર્વપ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયેલા અને ૨૦૦૯ થી ૨૦૧૪ સુધી એ પદભાર સંભાળેલો.[૨][૩]

તેઓ વકિલ અને ભુતપૂર્વ રાજદ્વારી છે. ૧૫મી લોક સભાનાં સાંસદ બન્યા પહેલાં તેઓ ૮મી લોક સભા, ૧૧મી લોક સભા, ૧૨મી લોક સભા અને ૧૪મી લોક સભાના સાંસદ પદે પણ ચૂંટાયેલા હતા.

મનમોહન સિંહની આગેવાની હેઠળની કોંગ્રેસ શાશિત સરકારમાં તેઓ સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતાનાં કેબિનેટ પ્રધાન રહી ચૂક્યા છે. (૨૦૦૪-૨૦૦૯)

૨૦૧૭ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે તેઓ મુખ્ય વિરોધ પક્ષોનાં સંયુક્ત ઉમેદવાર તરીકે નિયુક્ત કરાયા છે.[૪]

જન્મ અને શિક્ષણ[ફેરફાર કરો]

મીરા કુમારનો જન્મ બિહારના ભોજપુર જિલ્લાના આરામાં, ભુતપૂર્વ નાયબ વડાપ્રધાન અને દલીત નેતા, જગજીવન રામ અને સ્વતંત્રતા સેનાની ઈન્દ્રાણી દેવીને ત્યાં થયો હતો.[૫]

તેમણે વિલ્હેમ કન્યા શાળા, દહેરાદૂન અને મહારાણી ગાયત્રીદેવી કન્યા શાળા જયપુરમાં અભ્યાસ કરેલો. થોડા સમય માટે તેમણે બનસ્થલી વિદ્યાપીઠમાં પણ અભ્યાસ કરેલો. તેમણે આર્ટ્સ વિભાગમાં અનુસ્તાકપદ (એમ.એ.) અને કાયદાવિદ્દ (એલ.એલ.બી.)નું શિક્ષણ ઈન્દ્રપ્રસ્થ મહાવિદ્યાલય અને મિરાન્ડા હાઉસ, દિલ્હી વિશ્વવિદ્યાલય ખાતે પૂર્ણ કરેલું. ૨૦૧૦માં બનસ્થલી વિદ્યાપીઠ દ્વારા તેમને માનદ ડૉક્ટરેટની ઉપાધી પ્રદાન થયેલી છે.[૬][૭]

કારકિર્દી[ફેરફાર કરો]

વિદેશ સેવા[ફેરફાર કરો]

૧૯૭૫માં, તેઓ ’ભારતીય વિદેશ સેવા’માં જોડાયા અને વિશ્વનાં ઘણાં દેશોમાં ફરજ બજાવી ચૂક્યા છે.

રાજકીય કારકિર્દી[ફેરફાર કરો]

૧૯૮૫માં તેઓ રાજકારણમાં પ્રવેશ્યા.[૮] અને ઉત્તર પ્રદેશની બિજનૌર બેઠક પરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ચૂંટાયા, આ ચૂંટણીમાં તેમના હરીફ તરીકે ભારતીય રાજકારણનાં નિવડેલા રાજકારણીઓ અને દલિત આગેવાનો એવા માયાવતી અને રામ વિલાસ પાસવાન હતા જેમને એમણે હરાવ્યા. મીરા કુમાર ૭મી, ૧૧મી અને ૧૨મી લોક સભાના સભ્ય તરીકે દિલ્હીની કારોલબાગ લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા. ૧૯૯૬માં ભારતીય જનતા પાર્ટીની લહેર વખતે તેમણે આ બેઠક ગુમાવી હતી પણ, ૨૦૦૪ અને ૨૦૦૯માં તેઓ તેમનાં પિતાની અગાઉની બેઠક, બિહારની સાસારામ લોકસભા બેઠક, પર નોંધપાત્ર બહુમતીથી ફરી ચૂંટાયેલા. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં તેઓ સાસારામ બેઠક પર છેદી પાસવાન સામે ૩૨૭ મતના ફેરથી હાર્યા હતા.[૯][૧૦]

કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારમાં તેઓ ૨૦૦૪થી ૨૦૦૯ સુધી સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતાનાં પ્રધાન હતા. ૨૦૦૯માં તેઓને જળ સંશાધન મંત્રાલય સોંપાયું હતું પણ લોક સભાનાં અધ્યક્ષ તરીકે તેમની નિમણુંક થતાં તેઓએ ત્રીજા જ દિવસે પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ લોકસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા હતા. તેમણે ૨૦૦૯થી ૨૦૧૪ સુધી અધ્યક્ષ પદે સેવાઓ આપી હતી.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Political offices
Preceded by
સોમનાથ ચેટરજી
લોકસભાનાં અધ્યક્ષ
૨૦૦૯–૨૦૧૪
Succeeded by
સુમિત્રા મહાજન