લખાણ પર જાઓ

રાણકદેવી (ચલચિત્ર)

વિકિપીડિયામાંથી
રાણકદેવી
દિગ્દર્શકવી.એમ. વ્યાસ
લેખકવી.એમ. વ્યાસ, મોહનલાલ જી. દવે (કથા), કરસનદાસ માણેક (સંવાદ)
આધારીતરાણકદેવી
નિર્માતાવી.એમ. વ્યાસ
કલાકારો
  • ભગવાનદાસ
  • છનાલાલ ઠાકુર
  • માસ્ટર ધુલિયા
  • અંજના
  • મોતીબાઈ
  • દુલારી
  • નિરુપા રોય
છબીકલાઆર. એમ. રેલે
સંગીતછનાલાલ ઠાકુર
નિર્માણ
નિર્માણ સંસ્થા
સનરાઈઝ પિક્ચર્સ
રજૂઆત તારીખ
૧૯૪૬
અવધિ
૧૨૩ મિનિટ
દેશભારત
ભાષાગુજરાતી


રાણકદેવી એ ૧૯૪૬ની ભારતીય ગુજરાતી ઐતિહાસિક ફિલ્મ છે જે વી.એમ. વ્યાસ દ્વારા લિખિત, દિગ્દર્શિત અને નિર્મિત છે. આ ફિલ્મ રાણકદેવીની લોકકથા આધારિત હતી.

સિદ્ધરાજ જયસિંહ પાટણના સોલંકી શાસક છે. તે નિઃસંતાન હતો અને તેણે તેની રાણીઓ સાથે શિવની પૂજા કરવાનું નક્કી કર્યું. રાણક સિંધના પરમારની પુત્રી અને જૂનાગઢ નજીકના મજેવડી ગામના હડમત કુંભારની દત્તક પુત્રી છે. રાજાનો ચારણ શ્રીકાંત બારોટ રાણક સાથે ખાંડા-લગ્ન ગોઠવે છે કારણ કે તે આગાહી કરે છે કે તે જયસિંહના બાળકની માતા બનશે. ખાંડા-લગ્ન પહેલાં, જૂનાગઢનો રાજા ખેંગાર તેના પિતા નવઘણનો બદલો લેવા રાણકનું અપહરણ કરે છે. જયસિંહે જૂનાગઢ પર હુમલો કર્યો અને ખેંગારના ભત્રીજાઓ દેશળ અને વિશળની મદદથી યુદ્ધ જીત્યું. તે રાણક સાથે પાટણ પરત ફરે છે પરંતુ તેમના માર્ગમાં, ભોગાવો નદીના કિનારે વઢવાણમાં સતી થાય છે.[]

કલાકારો

[ફેરફાર કરો]

આ ફિલ્મમાં નીચેના કલાકારોએ અભિનય કર્યો હતો:[]

  • અંજના
  • મોતીબાઈ
  • દુલારી
  • નિરુપા રોય
  • લીલાવતી
  • લીલા જયવંત
  • મલ્લિકા
  • દમયંતી
  • ચંદ્રબાલા
  • અમુબાઈ
  • સુમતિ
  • દક્ષા
  • કવિતા
  • ભગવાનદાસ
  • પાંડે
  • છનાલાલ ઠાકુર
  • નટવરલાલ ચોહાણ
  • માસ્ટર ધુલિયા
  • શ્યામ
  • ગંગારામ
  • ગૌતમ

નિર્માણ

[ફેરફાર કરો]

આ ફિલ્મ પશ્ચિમ ભારતના સૌરાષ્ટ્ર વિસ્તારના ચુડાસમા શાસક ખેંગારની ૧૨મી સદીની રાણી રાણકદેવીની સ્થાનિક લોકકથા પર આધારિત છે. ફિલ્મમાં, ઐતિહાસિક ઘટનાઓને લોકકથા-દંતકથાઓ સાથે મિશ્રિત કરવામાં આવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન અને નિર્માણ વિષ્ણુકુમાર એમ.એમ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. વાર્તા મોહનલાલ જી. દવેએ લખી હતી જ્યારે પટકથા વિષ્ણુકુમાર એમ. વ્યાસે લખી હતી. સંવાદો કરસનદાસ માણેકે લખ્યા હતા.[][] નિરૂપા રોયે આ ફિલ્મ દ્વારા અભિનય ક્ષેત્રે પ્રદાર્પણ કર્યું હતું.[]

બધા ગીતો મનસ્વી પ્રાંતિજવાલાએ લખ્યા છે; તમામ સંગીત છનાલાલ ઠાકુરે કમ્પોઝ કર્યું છે.

ટ્રૅક સૂચિ
ના. શીર્ષક ગાયકો લંબાઈ
1. "લાખ લાખ દીવડાની આરતી" મોતીબાઈ, સમૂહગીત
2. "મ્હારે તે ગામડે, રાસડો" અમીરબાઈ, સમૂહગીત

રજૂઆત અને પ્રતિક્રિયા

[ફેરફાર કરો]

આ ફિલ્મ ૧૯૪૬માં રજૂ થઈ હતી. તે વર્ષે સિનેમાઘરોમાં રજૂ થયેલી આ એકમાત્ર ગુજરાતી ફિલ્મ હતી. તેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ રઘુવંશી, હરીશ. "રાણકદેવી". ગુજરાતી વિશ્વકોશ.
  2. Rajadhyaksha, Ashish; Willemen, Paul (10 જુલાઇ 2014). Encyclopedia of Indian Cinema. Taylor & Francis. પૃષ્ઠ 1994–. ISBN 978-1-135-94325-7. મૂળ માંથી 15 મે 2016 પર સંગ્રહિત.
  3. "Nirupa Roy passes away". Bollywood Hungama (અંગ્રેજીમાં). 2004-10-14. મેળવેલ 2023-02-28.

બાહ્ય કડી

[ફેરફાર કરો]