લખાણ પર જાઓ

લોકમાન્ય ટિળક હાઇસ્કૂલ

વિકિપીડિયામાંથી
લોકમાન્ય ટિળક હાઇસ્કૂલ
Address
નકશો
તિલક નગર, ચેમ્બુર

, ,
૪૦૦ ૦૮૯

Coordinates19°03′56″N 72°53′43″E / 19.0655°N 72.8954°E / 19.0655; 72.8954
Information
Typeસંલગ્ન શાળા
MottoLearning leads to light
Establishedજૂન ૧૯૬૭
School boardમહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ[૧]
School districtમુંબઈ ઉપનગરી જિલ્લો
School code33 – 03 – 003
Genderમિશ્ર
Number of students૧૫૦૦
Classes offeredબાલમંદિરથી માધ્યમિક
Languageઅંગ્રેજી
Campus typeશહેરી
Housesલાલ, પીળું, લીલું અને વાદળી (Red, Yellow, Green and Blue)
Colour(s)  
Team nameલોકમાન્યાઇટ્સ
Websitewww.lths.co.in

લોકમાન્ય ટિળક હાઇસ્કૂલ (ઘણી વખત LTHS અથવા LTES તરીકે સંક્ષિપ્તમાં ઓળખાય છે), એ એક અંગ્રેજી માધ્યમની શાળા છે જે તિલક નગર, ચેમ્બુર, મુંબઈમાં આવેલી છે. શાળાનું સંચાલન ૧૯૬૭માં શરૂ થયું હતું જેમાં મુખ્યત્વે તિલક નગરની આસપાસના વિસ્તારમાં મધ્યમ-વર્ગના પરિવારોમાંથી વિદ્યાર્થીઓ જોડાયા હતાં. આ મહારાષ્ટ્ર એસએસસી બોર્ડ સાથે સંલગ્ન એક અર્ધ-સરકારી શાળા છે જે તિલક નગર એજ્યુકેશન સોસાયટીની માલિકીની છે અને તેનું સંચાલન મહારાષ્ટ્ર સરકાર કરે છે.[૧] શાળાનું નામ બાલ ગંગાધર તિલક (૧૮૫૬–૧૯૨૦)ના નામ પરથી રાખવામાં આવ્યું છે.

શાળાની ઇમારત બે માળની છે. ભોંયતળિયે ૮ વર્ગખંડો અને પ્રાથમિક શાળાના આચાર્ય કાર્યાલયનો સમાવેશ થાય છે. તેમાં માધ્યમિક વિભાગના આચાર્યની કેબિન અને લગભગ ચાર ક્લાસ રૂમ ધરાવતી ઓફિસ પણ છે. આ ઉપરાંત તેમાં વિજ્ઞાન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને પુસ્તકાલયની સુવિધા પણ છે.

બીજા માળ પર સાત વર્ગખંડો બનેલા છે. જગ્યાની મર્યાદાને કારણે શાળામાં રમતનું મેદાન હાજર નથી પરંતુ તેમાં લાંબી કૂદ માટેનો ખાડો છે અને પરિસરમાં ઊંચી કૂદ પણ રમાય છે. બાજુના મ્યુનિસિપલ ગ્રાઉન્ડનો ઉપયોગ રમતગમત અને વાર્ષિક રમતગમત દિવસની પ્રવૃત્તિઓ માટે થાય છે. તિલક નગર પોલીસ સ્ટેશન શાળા પરિસરની બાજુમાં આવેલું છે.

માધ્યમિક શિક્ષણ (એસ.એસ.સી.) અભ્યાસક્રમ[ફેરફાર કરો]

શીખવવામાં આવતા વિષયોમાં પ્રથમ ભાષા તરીકે અંગ્રેજી, બીજી ભાષા તરીકે મરાઠી, હિંદી, સંસ્કૃત અને અન્ય વિષયોમાં ઇતિહાસ, ભૂગોળ, ગણિત અને વિજ્ઞાનનો સમાવેશ થાય છે.

પ્રવૃત્તિઓ[ફેરફાર કરો]

શાળા વાર્ષિક દિવસ, વાર્ષિક રમતગમત દિવસ અને અન્ય રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરે છે. વિદ્યાર્થીઓ રમતગમત, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ અને નિબંધ લેખન સ્પર્ધાઓ, નૃત્ય, પ્રશ્નોત્તરી સ્પર્ધાઓ અને સ્કાઉટ તથા ગાઇડ સહિતની આંતર-શાળા પ્રવૃત્તિઓમાં શાળાનું પ્રતિનિધિત્વ કરતાં હોય છે. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ટીમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને આમંત્રિત કરીને વર્ષ ૨૦૧૬માં 'સ્વર્ણર્પણ' નામથી શાળાની સુવર્ણજયંતિ ઉજવણીનું આયોજન કર્યું હતું.

સૂત્ર[ફેરફાર કરો]

શાળાનું સૂત્ર; "Learning leads to light" (શિક્ષણ પ્રકાશ તરફ દોરી જાય છે) એ શિક્ષણના માધ્યમ દ્વારા સમાજમાં અંધકારને પ્રકાશિત કરવાનો ઉલ્લેખ કરે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Affiliation". Maharashtra Schools. મૂળ માંથી 10 એપ્રિલ 2012 પર સંગ્રહિત. મેળવેલ 2 June 2012. CS1 maint: discouraged parameter (link)