લખાણ પર જાઓ

વાદળ ફાટવું

વિકિપીડિયામાંથી

વાદળ ફાટવું, (અન્ય નામઃ મેઘસ્ફોટ, મૂસળધાર વૃષ્ટિ) વરસાદનું એક વરવું રૂપ છે. આ ઘટનામાં વરસાદની સાથે ક્યારેક ક્યારેક ગર્જના સાથે કરા પણ પડતા હોય છે. સામાન્યત: વાદળ ફાટવાને કારણે માત્ર થોડી મિનિટના સમયમાં જ મૂસળધાર વરસાદ થતો હોય છે, પરંતુ આ વખતે એટલું પાણી વરસે છે કે તે ક્ષેત્રમાં પૂર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ જતી હોય છે. વાદળ ફાટવાની ઘટના આશરે પૃથ્વીની સપાટીથી ૧૫ કિલોમીટર જેટલી ઊંચાઈ પર થતી હોય છે, આને કારણે થતી વર્ષા લગભગ ૧૦૦ મિલીમીટર પ્રતિ કલાક જેટલા ભારે દરથી થતી હોય છે. થોડી જ મિનિટ જેટલા સમયમાં ૨ સેન્ટિ મીટરથી પણ અધિક વર્ષા થતી હોય છે, જેને કારણે ભારે તબાહી થતી હોય છે.

કારણ[ફેરફાર કરો]

માર્ગમાં અવરોધ[ફેરફાર કરો]

મોસમ વિજ્ઞાન અનુસાર જ્યારે વાદળ ભારે માત્રામાં આદ્રતા એટલે કે પાણી લઇને આસમાનમાં ચાલતાં હોય અને તેના માર્ગમાં કોઈ બાધા આવી જાય છે, ત્યારે વાદળ અચાનક ફાટી પડે છે, એટલે કે સંઘનન ખુબ જ ઝડપથી થતું હોય છે. આ સ્થિતિમાં એક સીમિત વિસ્તારમાં કેટલાઈ લાખ લીટર પાણી એક સાથે ધરતી પર પડતું હોય છે, જેના કારણે તે ક્ષેત્રમાં તેજ વહેણ ધરાવતું પૂર ધસમસતું આવે છે. આ પાણીના તેજ પ્રવાહના રસ્તામાં આવતી દરેક વસ્તુ ક્ષતિગ્રસ્‍ત થઇ જતી હોય છે. ભારત દેશના સંદર્ભમાં જોઇએ તો દર વરસે ચોમાસાના સમયે ભેજ લઇને જતાં વાદળો ઉત્તર દિશા તરફ આગળ વધે છે, ત્યારે હિમાલય પર્વતમાળાના પર્વતો એક મોટા અવરોધકના રૂપમાં સામે આવતો હોય છે.

ગરમ હવા સાથે અથડાવું[ફેરફાર કરો]

જ્યારે કોઈ ગરમ હવા નો પ્રવાહ આવા વાદળ સાથે અથડાઇ છે ત્યારે પણ તેના ફાટવાની શક્યતાઓ વધી જાય છે. ઉદાહરણ તરીકે જોઇએ તો ૨૬ જુલાઈ, ૨૦૦૫ના દિવસે મુંબઈ શહેરમાં વાદળ ફાટવાની ઘટના થઇ હતી, ત્યારે ત્યાં વાદળ કોઇ પર્વત જેવી ઠોસ વસ્‍તુ સાથે નહીં પરંતુ ગરમ હવા સાથે ટકરાઇ હતી.

ભારતીય ઉપમહાદ્વીપમાં ઘટનાઓ[ફેરફાર કરો]

ભારત દેશમાં બંગાળની ખાડી અને અરબ સાગર માંથી આવતાં ચોમાસાનાં વાદળો જ્યારે ઉત્તર દિશા તરફ આગળ વધતાં હોય, ત્યારે તેનો હિમાલય પર્વતમાળા ક્ષેત્રમાં ફાટવાનું જોખમ સૌથી અધિક રહેતું હોય છે. જ્યારે આ વાદળ હિમાલય પર્વતમાળાના પહાડો સાથે ટકરાઇને ફાટે છે ત્યારે તે ક્ષેત્રમાં ૭૫ મિમી/કલાકના દરથી વરસાદ થતો હોય છે.[૧]

ભારત દેશમાં વાદળ ફાટવાની સૌથી વધારે ઘટનાઓ હિમાચલ પ્રદેશમાં થતી હોય છે. ૨૬ જુલાઈ ૨૦૦૫ના રોજ ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં વાદળ ફાટવાની ઘટના થઇ જેના કારણે આખું શહેર જળમય થઇ ગયું હતું. એવી જ રીતે ૧૮ જુલાઈ ૨૦૦૯ના દિવસે પાકિસ્તાનમાં આવેલા શહેર કરાચી ખાતે વાદળ ફાટવાને કારણે ભારે તબાહી થઈ હતી, જ્યાં માત્ર બે કલાક જેટલા સમયમાં ૨૫૦ મિમી વર્ષા નોંધાઈ હતી.

૬ ઓગસ્ટ, ૨૦૧૦ના રોજ ભારતીય રાજ્ય જમ્મૂ અને કશ્મીરમાં આવેલા લદ્દાખ ક્ષેત્રના મુખ્ય શહેર લેહમાં ઉપરાઉપરી ઢંગથી ફાટેલાં કેટલાંય વાદળોએ લગભગ આખા પુરાણા લેહ શહેરને તબાહ કરી દિધું. આ ઘટનામાં ૧૧૫ લોકોનાં મૃત્યુ થયાં તેમ જ ૩૦૦થી પણ અધિક લોકો ઘાયલ થયા હતા.[૨]

વિશ્વની મુખ્ય ઘટનાઓ[ફેરફાર કરો]

અવધિ વર્ષા સ્થાન દિનાંક
૧ મિનિટ 1.9 inches (48.26 mm) લેહ, જમ્મૂ અને કશ્મીર, ભારત ૦૬ ઓગસ્ટ, ૨૦૧૦
૧ મિનિટ [convert: invalid number] બરોત, હિમાચલ પ્રદેશ, ભારત ૨૬ નવેમ્બર, ૧૯૭૦
૫ મિનિટ [convert: invalid number] પોર્ટ બેલ્સ, પનામા ૨૯ નવેમ્બર, ૧૯૧૧
૧૫ મિનિટ [convert: invalid number] પ્લમ્બ પૉઇંટ, જમૈકા ૧૨ મે, ૧૯૧૬
૨૦ મિનિટ [convert: invalid number] કર્ટી-દે-આર્ગસ, રોમાનિયા ૭ જુલાઈ, ૧૯૪૭
૪૦ મિનિટ [convert: invalid number] ગિની, વર્જીનિયા, સંયુક્ત રાજ્ય અમેરિકા ૨૪ ઓગસ્ટ, ૧૯૦૬

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]