વૈતરણા નદી
Appearance
વૈતરણા | |
---|---|
સાયલન્ટ હિલ રિસોર્ટથી દેખાતી વૈતરણા નદી | |
સ્થાન | |
રાજ્ય | મહારાષ્ટ્ર |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | ત્રંબકેશ્વર, નાસિક |
નદીનું મુખ | અરબી સમુદ્ર |
• સ્થાન | પાલઘર જિલ્લો, મહારાષ્ટ્ર |
લંબાઇ | ૧૫૪ કિમી |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
ઉપનદીઓ | |
• ડાબે | તાન્સા |
• જમણે | પિંજાલ, દેહરાજા, સુર્યા |
વૈતરણા મુંબઈની ઉત્તરે આવેલી નદી છે.[૧] તે ગુજરાતની સરહદ નજીકથી પાલઘર જિલ્લામાંથી વહે છે.
નદીનો ઉપરી ભાગ સ્વચ્છ છે પરંતુ ઉદ્યોગો અને જન સામાન્ય વપરાશને કારણે નદીનો નીચલો ભાગ પ્રદૂષિત બન્યો છે. વૈતરણા ભારતની સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાંની એક ગણાય છે.[૨]
માર્ગ
[ફેરફાર કરો]તે સહ્યાદ્રિ પર્વતમાળામાંથી ત્રંબકેશ્વર નજીકથી ઉદ્ભવે છે. ગોદાવરી નદીથી તે માત્ર ૨ કિમીના અંતરેથી ઉદ્ભવે છે. વૈતરણા નદી અરબી સમુદ્રમાં વિલિન થતાના થોડા અંતર પહેલા જ તાન્સા નદીમાં ભળી જાય છે. જ્હો અને વાઢીવ ટાપુઓ તેના માર્ગમાં અને અર્નાલા ટાપુ તેના મુખપ્રદેશમાં આવેલા ટાપુઓ છે.
મહત્વ
[ફેરફાર કરો]વૈતરણા પર આવેલા ત્રણ બંધોમાંથી મુંબઈનું પીવાનું પાણી આ નદી પૂરુ પાડે છે અને ઉત્તર-કોંકણ વિસ્તારની સૌથી મોટી નદી છે.
વૈતરણા (વીજળી) જહાજનું નામ આ નદી પરથી પડ્યું હતું.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |