શંકર પેઇન્ટર

વિકિપીડિયામાંથી

શંકર પેઇન્ટર (જન્મ: શંકરભાઇ સવાભાઇ પરમાર; ૧૭ નવેમ્બર ૧૯૪૬ - ૮ ડિસેમ્બર ૨૦૨૦), ભારતના ગુજરાત રાજ્યના, ગુજરાતી કવિ અને લેખક હતા.

જીવનચરિત્ર[ફેરફાર કરો]

શંકર પેઇન્ટરનો જન્મ ૧૭ નવેમ્બર ૧૯૪૬ માં પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામે થયો હતો. તેઓ સિદ્ધપુર તાલુકાના ગામ વારસીલાના વતની હતા. તેમણે ૧૧મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને ઓ.એન.જી.સી. મહેસાણા પ્રોજેક્ટમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે કામ કર્યું હતું.[૧]

૮ ડિસેમ્બર ૨૦૨૦ ના દિવસે ગુજરાતના અમદાવાદમાં તેમનું અવસાન થયું. તેમના વારસદારોમાં તેમની પત્ની, ત્રણ પુત્રો અને એક પુત્રી છે.[૨]

રચનાઓ[ફેરફાર કરો]

પેઇન્ટરનો પહેલો કાવ્યસંગ્રહ, બુંગીયો વાગે ૧૯૮૨ માં પ્રકાશિત થયો હતો. તે પછી દાતેડાના દેવતા (૧૯૮૯) અને હાચે હાચુ બોલન ફડ્યા (૨૦૧૦) આવ્યા હતા. શ્રી જુહનુમાની જુક્તિ (૨૦૧૦) એ ધાર્મિક લોકવાયકાઓનો સંગ્રહ છે અને શંકર સુમન (બે ભાગમાં) ભજનોનો સંગ્રહ છે. તેમનો લઘુ વાર્તા સંગ્રહ ‘ઉજળીયાત’ ૨૦૧૪માં પ્રકાશિત થયો હતો. તેમણે માંહ્યલો ભીતર જલે (૨૦૧૫) શીર્ષક હેઠળ તેમની આત્મકથા લખી હતી.[૧][૩]

પેઇન્ટર જાતિ આધારિત દમન પર આધારિત તેની કવિતાઓ માટે જાણીતા છે, તેમની આ કવિતાઓ ઉત્તર ગુજરાતમાં બોલાતી ભાષા, સામાન્ય મહેસાણી બોલીમાં લખાયલી છે. તેમણે મહેસાણી બોલીના લોકગીતો પર તેમની કવિતાઓનું માળખું ગોઠવ્યું છે. લેખક રાજુ સોલંકી અનુસાર તે તેમની આગવી શૈલી હતી.[૨]

પ્રતિભાવ[ફેરફાર કરો]

લેખક રાજુ સોલંકીએ પેઇન્ટરના ગુજરાતી દલિત કાવ્યમાંના યોગદાનને 'નોંધપાત્ર સીમાચિહ્ન' ગણાવ્યું છે.[૨] ૨૦૧૦ માં ગુજરાત સરકારે તેમને સંત કબીર પુરસ્કારથી નવાજ્યા હતા. તેમને તેમની કવિતા એ લોકો માટે દલિતચેતના માટે મેગેઝિન તરફથી દેશવીર વાઘેલા શ્રેષ્ઠ કવિતા પુરસ્કાર (૨૦૧૩) મળ્યો હતો. [૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Parmar, Manoj (October 2017). Pratiti. Ahmedabad: Rannade Prakashan. પૃષ્ઠ 359–360. ISBN 978-93-86685-28-5.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Noted Dalit poet Shankar Painter passes away at 74". The Indian Express. 9 December 2020. મૂળ માંથી 10 December 2020 પર સંગ્રહિત. મેળવેલ 10 December 2020.
  3. Jani, Navneet (November 2018). Desai, Parul Kandarp (સંપાદક). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (સ્વાતંત્રયોત્તર યુગ - ૨). 8. 2. Ahmedabad: K. L. Study Centre, ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 241. ISBN 978-81-939074-1-2.

પૂરક વાચન[ફેરફાર કરો]

  • Patel, Shweta (2017). શંકર પેઇન્ટર: એક અભ્યાસ. Ahmedabad: Dalit Sahitya Abhiyan. ISBN 9789387079038.