લખાણ પર જાઓ

સંગીત વાદ્ય

વિકિપીડિયામાંથી

સંગીતનાં સાધન ની બનાવટ કે તેનો ઉપયોગ સંગીતનાં સૂરો ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે. સૈદ્ધાંતિક રીતે જોઇએ તો જે વસ્તુ અવાજ ઉત્પન્ન કરી શકે છે તેને સંગીતનાં સાધન તરીકે ગણાવી શકાય. સંગીતનાં સાધનોનો ઇતિહાસ માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી શરૂ થયો છે તેમ ગણાવી શકાય. સંગીતનાં સાધન ઉપર કરવામાં આવનારા અભ્યાસને ઓર્ગેનોલોજી તરીકે ઓળખવામાં આવે છે.

સંગીતનું પ્રથમ સાધન કયું તે અંગે અનેક વિવાદાસ્પદ વાતો છે. પ્રથમ સંગીતનું સાધન અંદાજે 7,000 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ સાધનને 37,000 વર્ષ જૂની વાંસળી સાથે સરખાવવામાં આવે છે. જોકે, મોટાભાગના ઇતિહાસકારો એમ માને છે કે સંગીતનાં પ્રથમ સાધનની શોધ ક્યારે થઈ તે અંગે ચોક્કસપણે જણાવી શકાય નહી કારણ કે સંગીતનાં દરેક સાધનની વ્યાખ્યા અલગ-અલગ છે.

વસતી ધરાવતા દુનિયાના વિવિધ પ્રાંતોમાં સંગીતનાં સાધનો સ્વતંત્ર રીતે વિકસાવવામાં આવ્યા છે. જોકે, જેમ-જેમ માનવ સંસ્કૃતિઓનો વિકાસ થતો ગયો તેમ-તેમ દરેક સંસ્કૃતિએ જે જગ્યાનાં મૂળ સાધનો હતાં તેનાથી દૂરના પ્રાંતનાં સાધનો અપનાવ્યા. મધ્યકાલિન યુગનાં મેસોપોટેમિયાનાં સાધનો તમે મલય દ્વિપસમૂહની સંસકૃતિમાં જોઈ શકો છો અને યુરોપીયનો ઉત્તર અમેરિકાનાં સાધનો વગાડતાં હતાં. અમેરિકામાં વિકાસ ધીમી ગતિએ થતો હતો, પરંતુ ઉત્તર, મધ્ય અને દક્ષિણ અમેરિકાની સંસ્કૃતિમાં સંગીતનાં સાધનોનું આદાન-પ્રદાન અને વહેંચણી થતી હતી.

પુરાતત્વવિદ્યા

[ફેરફાર કરો]

સંગીતનું પ્રથમ સાધન કોણે અને ક્યારે શોધ્યું તે અંગેનું સંશોધન કરતાં કરતાં સંશોધનકારોને વિશ્વના ઘણા ભાગોમાંથી સંગીતનાં સાધનોના પુરાતત્વ વિષયક પુરાવાઓ હાથ લાગ્યા છે. કેટલાક લોકોને 67,000 વર્ષ જૂનાં સાધનો હાથ લાગ્યાં છે પરંતુ તે સંગીતનાં જ સાધનો છે કે કેમ તે અંગે અનેક વિખવાદો છે. એક બિંદુ ઉપર લોકો એકત્રિત થયા છે અને એમ માનવામાં આવે છે કે સંગીતનું પ્રથમ સાધન 37,000 વર્ષ કે તેના કરતા વધારે જૂનું છે. આ સાધનને આર્ટિફેક્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે આ સાધન ટકાઉ કાચા માલમાંથી અને ટકાઉ પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે તેના કારણે તે આટલાં વર્ષો સુધી ટકી રહેવા પામ્યું છે. અત્યાર સુધી જે નમૂનાઓ મળ્યા છે તેમને અખંડનક્ષમ રીતે સંગીતનાં જૂનામાં જૂનાં સાધન તરીકે ન ગણાવી શકાય.[]

ચિત્ર:Image-Divje01.jpg
બોબ ફિન્ક દ્વારા બનાવવામાં આવેલું વિવાદાસ્પદ વાંસળીનું ચિત્ર

વર્ષ 1995ના જુલાઈ માસમાં સ્લોવેનિયન પુરાતત્વ વિદ્ ઈવાન ટર્કને સ્લોવેનિયાના ઉત્તરપશ્ચિમી પ્રાંતમાંથી કોતરેલું હાડકું મળી આવ્યું હતું. આ કોતરણીને ડિવજે બેબ ફ્લુટ નામ આપવામાં આવ્યું, તેમાં ચાર કાણાં પાડવામાં આવ્યાં હતાં કેનેડાના સંગીત વિદ્ બોબ ફિન્કે એવું તારણ કાઢ્યું હતું કે સપ્ત સ્વર ગ્રામના ચાર સૂરો વગાડવા માટે આ કાણાં પાડવામાં આવ્યાં હશે. સંશોધનકર્તાઓનો અંદાજ છે કે આ વાંસળી લગભગ 43,400થી 67,000 વર્ષ જૂની છે. તેને સંગીતનું સૌથી પૌરાણિક સાધન માનવામાં આવે છે તેમજ પાષાણયુગીન સંસ્કૃતિ સાથે સંકળાયેલું આ એક માત્ર સંગીતનું સાધન હશે તેમ માનવામાં આવે છે.[] જોકે, ઘણા પુરાતત્વ વિદોએ એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ વાંસળી ખરેખર સંગીતનું સાધન છે કે કેમ.[] જર્મન પુરાતત્વ વિદોએ સ્વાબિયન એલ્બ કાળના પ્રાચીન કાળના કદાવર હાથી અને હંસનાં હાડકાંમાંથી બનેલાં સંગીતનાં સાધનો શોધી કાઢ્યા હતાં. જેની ઉંમર 30,000થી 37,000 વર્ષ જૂની માનવામાં આવે છે. આ સાધન અપ્પર પેલેલિથિક યુગનું માનવામાં આવે છે. આ સાધનને વિશ્વનાં સૌથી જૂનાં સંગીત સાધન તરીકે સ્વીકૃતિ આપવામાં આવી છે.[]

સુમેરિયાના ઉર શહેર ખાતે આવેલાં રોયલ સેમેટરીમાં કરવામાં આવેલાં ઉત્ખનન દરમિયાન સંગીતનાં સાધનોનાં પૌરાણિક પુરાવાઓ હાથ લાગ્યા છે. (જુઓ ઉરનાં તંતુવાદ્યો) આ સાધનોમાં નવ તંતુવાદ્યોનો સમાવેશ થતો હતો જેમાં બે [[]]તંતુ વીણા, ચાંદીની બે બાજુથી વગાડી શકાય એવી વાંસળી, સિસ્ટ્રા અને ઝાંઝ-કરતાલો હતાં. ઉરમાંથી ચાંદીના બે જોડિયા પાવા પણ મળી આવ્યા હતા જેને અત્યારની બેગપાઈપ્સનું જૂનું સ્વરૂપ માનવામાં આવે છે.[] નળાકાર ભૂંગળીઓમાં ત્રણ બાજુએ કાણાં પાડવામાં આવ્યાં હતાં જેના કારણે વાદક તમામ પ્રકારનાં સ્વર ઉત્પાન્ન કરી શકતો હતો.[] વર્ષ 1920માં આ ઉત્ખનનો લિયોનાર્ડ વૂલી દ્વારા કરવામાં આવ્યા હતા. જેના થકી સારી કક્ષાનાં સંગીતનાં સાધનોનાં ટુકડાઓ મળી આવ્યા હતા. આ ઉપરાંત ઉતરતી કક્ષાના વ્યર્થ ટુકડાઓ પણ મળ્યા હતા કે જેનો ઉપયોગ સંગીતનાં સાધનનું પુનઃ નિર્માણ કરવા માટે કરવામાં આવતો હતો.[] જે કબરો સાથે આ સાધનો સંકળાયેલાં છે તેમાં કાર્બન ડેટેડનો સમાવેશ થાય છે જે ઇસવિસન પૂર્વે 2,600થી 2,500નો સમયગાળો માનવામાં આવે છે. તેના કારણે એ બબતનો પુરાવો મળે છે કે આ સમયગાળા દરમિયાન આ સાધનોનો ઉપયોગ સુમેરિયા ખાતે કરવામાં આવતો હતો.[]

મેસોપોટેમિયાના નિપ્પુર ખાતેથી મળેલી ઈ.પૂ. 2,000ની શંકુ આકારની લખવામાં આવેલી લીપિ દર્શાવે છે કે તંતુવાદ્યોના તાર ઉપર લખેલાં નામો છે જે સંગીત લીપિનો જૂનામાં જૂનું ઉદાહરણ છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

નિષ્ણાતો એક બાબતે સહમત છે કે સંગીતનાં સાધનોની ક્રમાનુસાર શોધ વિશ્વની સંસ્કૃતિઓમાં ક્યારે અને કેવી રીતે થઈ તે જાણવા માટેની કોઈ ચોક્કસ પદ્ધતિ નથી. સંગીતનાં સાધનોની જટિલતાનાં આધારે તેમની સરખામણી અને ક્રમાનુસાર ગોઠવણી કરવાની પદ્ધતિ ગેરમાર્ગે દોરનારી છે કારણ કે સંગીતનાં સાધનોમાં આવેલી આધુનિકતાને કારણે તેની જટિલતા ઘણી વખત ઘટી જતી હોય છે. દા. ત. અગાઉના સ્લિટ ડ્રમની રચના વિશાળ ઝાડોને જમીનદોસ્ત કરીને તેમનામાં બખોલ પાડીને કરવામાં આવતી હતી ત્યાર બાદ તેની રચના વાંસની દાંડીઓ ખોલીને કરવામાં આવતી હતી જે ખૂબ જ સરળ કામ હતું.[૧૦] કલા કારીગરીની દ્રષ્ટિએ પણ સંગીતનાં સાધનોની ક્રમાનુસાર ગોઠવણી કરવી એટલા માટે શક્ય નથી કારણ કે દરેક સંસ્કૃતિઓ વિવિધ સ્તરે આધુનિક હતી અને તેમણે સંગીતનાં સાધનો બનાવવા માટે વિવિધ કાચા માલનો ઉપયોગ કર્યો હતો. દા. ત. માનવશાસ્ત્ર જ્ઞાતાઓ એક જ સમયમાં વસતી બે સંસ્કૃતિ દ્વારા બનાવવામાં આવેલાં સાધનોની સરખામણી કરે છે. પરંતુ સંગઠન, સંસ્કૃતિ અને હસ્તકલામાં કોણ જુદું છે તે જાણી શકાતું નથી અને કયાં સાધનો વધારે "પ્રાચીન" છે તે પણ જાણી શકાતું નથી.[૧૧] ભૌગલિક દ્રષ્ટિએ પણ સાધનોને ક્રમવાર ગોઠવવાની પદ્ધતિ વિશ્વસનીય નથી કારણ કે બે સંસ્કૃતિઓએ ક્યારે એકબીજાનો સંપર્ક સાધ્યો અને તેમણે ક્યારે સંગીતનાં સાધનોનાં જ્ઞાનની આપ-લે કરી તે નક્કી કરી શકાતું નથી.

આધુનિક જમાનાના પ્રખ્યાત સંગીત વિદ્[૧૨] અને માનવ જાતિ વિશેષજ્ઞ[૧૩] જર્મન સંગીત વિદ્ કર્ટ સાશે એવી દરખાસ્ત કરી હતી કે અંદાજે 1,400ની સાલ સુધીની ભૌગલિક અનુક્રમણિકા માન્ય રાખી શકાય તેમ છે, જોકે તે તેની સીમિત વ્યક્તિગતતાને કારણે છે.[૧૪] વર્ષ 1,400 પહેલા કોઈ પણ વ્યક્તિ સંગીતનાં સાધનોની શોધનો અને વિકાસનો તાગ સમયગાળાને આધારે મેળવી શકે છે.[૧૪]

સંગીતનાં સાધનો કઈ રીતે બન્યાં અને વિકસ્યાં તે જાણવાની વૈજ્ઞાનિક પદ્ધતિ પણ પુરાતત્વ ખાતાંના આર્ટિફેક્ટ્સ, કલાત્મક ચિત્રો અને સાહિત્યિક સંદર્ભો આધારિત છે. ઉપરોક્ત પૈકી કોઈ પણ એક વસ્તુની માહિતી સંપૂર્ણ હોય તો ત્રણેય પાસાંઓમાંથી શ્રેષ્ઠ ઐતિહાસિક ચિત્ર મળી શકે છે.[]

પ્રાચીન ઢબ અને ઇતિહાસ પૂર્વે

[ફેરફાર કરો]
એઝટેક પ્રકારનાં બે લાંબા ડ્રમ જેને ટેપોનાઝટ્લી તરીકે ઓળખવામાં આવે છે.ડ્રમની આગળના ભાગમાં છેક ઉપર એચ આકારની લાંબી ચીરી જેવું લક્ષણ જોઇ શકાય છે.

ઇસવિસન 19મી સદીમાં યુરોપીયનોએ સંગીતનો ઇતિહાસ લખ્યો જેની શરૂઆત સંગીતનાં સાધનોની શોધ કેવી રીતે થઈ તે મુદ્દાથી થતી હતી. આ તમામ બાબતોમાં જવયુગીય સાધન કેઇન ઉપરથી બનાવવામાં આવેલું સાધન જ્યુબલ અને વાંસળી પ્રકારનાં સાધનોના પિતા સમાન ગણાતા પાન કે જેમણે પેન પાઇપ્સ તેમજ પારાની શોધ કરી હતી એમ પણ માનવામાં આવે છે કે તેણે પ્રથમ તંતુવાદ્યમાં કાચબાની સૂકાઈ ગયેલી ઢાલનો ઉપયોગ કર્યો હતો. પુરાતત્વ વિદો દ્વારા પ્રસંગોપાત પુરાવા સહિતની જામકારી આપવામાં આવતા આધુનિક ઇતિહાસમાં આ પ્રકારની પૌરાણિક માન્યતાઓનું સ્થાન માનવશાસ્ત્રનાં અનુમાનોએ લીધું હતું. નિષ્ણાતોએ સહમતી દર્શાવી છે કે વ્યાખ્યાયિત રીતે જોઈએ તો સંગીતનાં સાધનોની શોધ અંગેની કોઈ ચોક્કસ વ્યાખ્યા પણ નથી કારણ કે સંગીતનાં સાધનની વ્યાખ્યા નિષ્ણાત અને તેના શોધકર્તા ઉપર વસ્તુલક્ષીગત હોય છે. દા. ત. હોમો હેબિલિસ પ્રજાતિના લોકો તેમના શરીર ઉપર થપાટો મારીને અવાજ પેદા કરતા હતા તેમણે સંગીતનું સાધન બનાવ્યું નહોતું અને તેમનો ઇરાદો સાધન બનાવવાનો ન હોવા છતાં પણ સંગીત વાગતું હતું.[૧૫]

માનવશરીર સિવાય બાહ્ય સાધનો કે જેને સંગીતનાં સાધનો ગણવામાં આવે છે તેમાં રેટલ્સ, સ્ટેમ્પર્સ અને વિવિધ પ્રકારનાં નગારાંઓનો સમાવેશ થાય છે.[૧૬] નૃત્ય જેવી માનવ જાતની સંવેદનશીલ બાબતોમાં કર્ણપ્રિય અવાજનો ઉમેરો કરવાનો હોવાના સ્વભાવને કારણે પૂરાતન કાળમાં સંગીતનાં સાધનોની શોધ કરવામાં આવી હતી.[૧૭] કાળક્રમે કેટલીક સંસ્કૃતિઓમાં ધાર્મિક વિધિના પ્રસંગે સંગીતનાં સાધનોનું વાદન કરવાની શરૂઆત થઈ હતી. આ સંસ્કૃતિઓએ બે વસ્તુ અથડાવીને વગાડવાનાં વાદ્યો, રિબન વાદ્ય, વાંસળી અને તુરાઈ જેવાં સાધનો વિકસાવ્યાં હતાં. હાલમાં જે સાધનો ઉપયોગમાં લેવામાં આવે છે તેમનો ધ્વનિ પૂરાતન સાધનનાં ધ્વનિ કરતાં ખૂબ જ જુદો જોવા મળે છે. અમુક વાંસળીઓ અને તુરાઈનું વર્ગીકરણ તેમની વગાડવાની રીત તથા સંચાલનને આધારે કરી શકાય છે તેની આધુનિક સાધનો સાથે નહીંવત્ જેવી સામ્યતા છે.[૧૮] જે સંસ્કૃતિઓમાં નગારાંનું સંશોધન ધાર્મિક સંગીત વાદ્ય તરીકે કરવામાં આવ્યું હતું. રશિયાનાં દૂર પૂર્વના દેશોમાં રહેતી ચુકચી પ્રજાતિ, મેલાનેશિયાના બુદ્ધિજીવી લોકો અને આફ્રિકાની કેટલીક સંસ્કૃતિમાં પણ નગારાં બનાવવામાં આવ્યાં હતાં. હકીકતે જોઈએ તો આફ્રિકાની તમામ સંસ્કૃતિમાં નગારાંનું ચલણ વ્યાપક પ્રમાણમાં રહેવાં પામ્યું છે.[૧૯] પૂર્વીય આફ્રિકાની એક આદિવાસી જાતિ વાહિન્દાનું માનવું છે કે નગારું ખૂબ જ પવિત્ર છે અને નગારું સુલ્તાન સિવાયના કોઈ પણ માણસ માટે વિનાશક સાબિત થઈ શકે છે.[૨૦]

કાળક્રમે માનવજાતિએ સુસ્વર સંગીતનું સર્જન કરવા માટેનાં સંગીતનાં સાધનો વિકસાવ્યાં હતાં. જ્યાં સુધી સંગીતનાં સાધનોનું સર્જન થયું નહોતું ત્યાં સુધી સુસ્વર સંગીત માત્ર ગાયકી પૂરતું મર્યાદિત હતું. ભાષામાં જેવી રીતે પુનઃ અનુલિપીકરણની શરૂઆત થઈ તેવી જ રીતે સંગીતનાં સાધનવાદકોએ પ્રથમ પુનરાવૃત્તિ વિકસાવી અને ત્યાબાદ ગોઠવણ કરી. સુસ્વર સગીતની પ્રથમ શરૂઆત વિવિધ કદની બે નળીઓ વચ્ચે અથડામણ કરીને તેમાંથી ઉત્પાન્ન થતા અવાજ દ્વારા કરવામાં આવી એક નળી સ્પષ્ટ અવાજ કાઢતી હતી જ્યારે બીજી નળી થોડો ઘેરો અવાજ કાઢતી હતી. નળીઓની આ પ્રકારની જોડીનો ઉપયોગ બુલરોઅર્સ, સ્લિટ ડ્રમ્સ, શેલ ટ્રમ્પેટ્સ અને ચર્મવાદ્યો વગાડવા માટે પણ શરૂ કરવામાં આવ્યો હતો. જે સંસ્કૃતિઓ આ પ્રકારનાં સાધનોનો ઉપયોગ કરતી હતી તેણે આ સાધનો સાથે લૈંગિકતાને પણ સાંકળી જેમ કે "પિતા" પ્રકારનું સાધન મોટું અથવા વધારે ઊર્જા ધરાવનારું હતું જ્યારે "માતા" પ્રકારનું સાધન થોડું નાનું અથવા નિસ્તેજ પ્રકારનું સાધન હતું. દુનિયાના સૌપ્રથમ કાષ્ટતરંગની શોધ જ્યાં સુધી ન થઈ ત્યાં સુધી સંગીતનાં સાધનો હજારો વર્ષો સુધી આ જ પ્રકારનાં રહ્યા હતા. કાષ્ઠતરંગમાંથી ત્રણ કરતા વધારે સ્વર નીકળતા હતા.[૨૧] કાષ્ઠતરંગની શોધ મુખ્યભૂમિ અને દક્ષિણ પૂર્વીય એશિયાના ટાપુઓનાં પ્રદેશમાં થઈ હતી. કાળક્રમે તેનો પ્રસાર આફ્રિકા, અમેરિકા અને યુરોપમાં થયો હતો.[૨૨] કાષ્ઠતરંગની રચના નીચે ત્રણ પાયા જેવા ઊભા સળિયા અને તેને વગાડવા માટે આડા સળિયાઓ દ્વારા કરવામાં આવી હોવા છતાં પણ વિવિધ સંસ્કૃતિઓએ તેનાં જેવાં જ ગ્રાઉન્ડ હાર્પ, ગ્રાઉન્ડ ઝિથર, મ્યુઝિકલ બો અને જો હાર્પ જેવાં સાધનોની શોધ કરી હતી.[૨૩]

મધ્યયુગ પૂર્વેનો પ્રાચીનકાળ

[ફેરફાર કરો]

સંગીતનાં સાધનોની છબીઓ મેસોપોટેમિયાના સમયગાળામાં એટલે કે ઇસવિસન પૂર્વે 2800 કે તેના કરતા પહેલાના સમયગાળાથી જોવા મળવાની શરૂઆત થઈ. ઇસવિસન પૂર્વે 2000ની સાલની શરૂઆતની આસપાસના સમયગાળામાં મેસોપોટેમિયા અને બેબીલોનની સંસ્કૃતિના લોકોએ મજૂરીના વિભાગ અનુસાર સંગીતનાં સાધનોને બે વિભાગમાં વહેંચી દીધાં જેના કારણે સંગીતનાં સાધનોમાં વર્ગીકરણની શરૂઆત થઈ. પ્રખ્યાતિ પામેલાં સાધનો ખૂબ જ સરળ હતાં અને તેને કોઈ પણ વગાડી શકતું હતું. તેમની શોધ વ્યાવસાયિક સાધનો કરતા જુદી રીતે કરવામાં આવી હતી વ્યાવસાયિક સાધનોનાં વિકાસમાં તેની અસરકારકતા તેમજ કૌશલ્યતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું.[૨૪] આ પ્રકારનો વિકાસ થયો હોવા છતાં પણ મેસોપોટેમિયામાં સંગીતનાં ખૂબ જ ઓછાં સાધનો ફરી પાછાં વપરાશમાં આવી શક્યાં હતાં. મેસોપોટેમિયાની સંસ્કૃતિનાં સંગીતનાં સાધનોના ઇતિહાસની જાણકારી મેળવવા માટે અને તે ઇતિહાસનું પુનઃ નિર્માણ કરવા માટે વિશ્લેષકોએ તે વખતનાં ચિત્રો, સુમેરિયન ભાષામાં લખાયેલી શંકુ આકારની લીપિ અથવા તો અક્કાડિયન ઉપર આધાર રાખવો જ પડે છે. આ સાધનોને શું નામ આપવું તે પણ ખૂબ જ પડકારજનક હતું કારણ કે વિવિધ સાધનો વચ્ચેની કોઈ સ્પષ્ટ ભેદરેખાઓ જ નહોતી અને તેમનું વર્ણન કરવા માટેનાં શબ્દો પણ નહોતા.[૨૫] સંગીતનાં મોટાભાગનાં સાધનોનાં ચિત્રો સુમેરિયા અને બેબીલોનની સંસ્કૃતિના કલાકારોએ બનાવ્યાં હોવા છતાં પણ ઇતિહાસકારો છ સંગીતનાં સાધનોને જ અલગ તારવી શક્યા છે. જેમાં મેસોપોટેમિયાની સંસ્કૃતિમાં વપરાતું આઇડિયોફોન, હાથેથી હલાવીને વગાડવાનાં દંડા, ઘંટનાં લોલક પ્રકારનું સાધન, સિસ્ટ્રા, ઘંટ, ઝાંઝ-કરતાલ અને રેટલ્સનો સમાવેશ થાય છે.[૨૬] એમેનહોટેપ ત્રીજાના આત્માને શાંતિ આપવા માટે સિસ્ટ્રાનું ચિત્ર બનાવવામાં આવ્યું હતું.[૨૭] આ ચિત્રો ખૂબ જ રસપ્રદ એટલા માટે હતાં કારણ કે આ જ પ્રકારનાં સંગીતનાં સાધનો બિલિસી, જ્યોર્જિયા અને નેટિવ અમેરિકન યક્વિ આદિજાતિમાં જોવા મળતાં હતાં.[૨૮] મેસોપોટેમિયાની સંસ્કૃતિની મૂર્તિઓ, તક્તીઓ અને દસ્તાવેજો ઉપરથી વિપુલ માત્રામાં એવા પુરાવાઓ હાથ લાગ્યા છે કે મેસોપોટેમિયાના લોકોને તંતુવાદ્યો વધારે પ્રમાણમાં પસંદ હતા. હાર્પ નામનાં સાધનોનાં સંખ્યાબંધ ચિત્રો દોરવામાં આવ્યાં છે.આ ઉપરાંત તંતુવીણા અને આધુનિક વાયોલિન જેના ઉપરથી બનાવવામાં આવ્યું છે તેવા તંતુવાદ્યોનાં ચિત્રો પણ દોરવામાં આવ્યાં હતાં.[૨૯]

ચિત્ર:Egyptianluteplayers.jpg
ઇજિપ્તના પૌરાણિક કાળના મકબરાનું ચિત્ર જેમાં તંતુવાદ્ય વગાડનારા લોકો દર્શાવવામાં આવ્યા છે. 18મો રાજવંશ (સી.ઇસવિસન પૂર્વે 1350

ઈજિપ્તની સંસ્કૃતિમાં સંગીતનાં સાધનોનો ઉપયોગ કરવાની શરૂઆત ઇસવિસન પૂર્વે 2700ની સાલથી થઈ.આ સાધનો મૂળરૂપે મેસોપોટેમિયાની સંસ્કૃતિમાં હતાં તે જ પ્રકારના હતા તેના કારણે ઇતિહાસકારો એવાં તારણ ઉપર આવ્યાં કે એક સંસ્કૃતિનાં બીજી સંસ્કૃતિ સાથે સંપર્કો રહેતા હશે. સાશે એ બાબતની નોંધ લીધી હતી કે ઇજિપ્ત કોઈ પણ પ્રકારનું સંગીતનું સાધન ધરાવતું નહોતું અને સુમેરિયન પણ પોતાનું સંગીતનું સાધન ધરાવતું નહોતું.[૩૦] જોકે, ઇસવિસન પૂર્વે 2700ની સાલથી સંસ્કૃતિ વચ્ચેના સંપર્કો વિખેરાઈ ગયા. સુમેરમાં મોટાભાગના પ્રસંગોમાં વપરાતી તંતુવીણા ઈજિપ્તની સંસ્કૃતિમાં બીજાં 800 વર્ષ સુધી દેખાઈ નહીં.[૩૦] ક્લેપર્સ અને ઝાંઝ-કરતાલ ઈજિપ્તની સંસ્કૃતિમાં ઇસવિસન પૂર્વે 3000ની સાલમાં દેખાયાં. આ સંસ્કૃતિમાં સિસ્ટ્રાનો ઉપયોગ થવાની પણ શરૂઆત થઈ. આ ઉપરાંત ઊભી વાંસળી, જોડિયા પાવા, શણગારેલી અને કોણોવાળી હાર્પ્સ તેમજ વિવિધ પ્રકારનાં ઢોલકનો ઉપયોગ કરવાની શરૂઆત પણ આ સંસ્કૃતિમાં કરવામાં આવી.[૩૧] ઈજિપ્ત (ખરેખર તો બેબીલોન)યુદ્દ અને વિનાશના સમયગાળામાંથી પસાર થયું તે સમયનો એટલે કે ઇસવિસન પૂર્વે 2700થી 1500 વચ્ચેનો નાનો ઇતિહાસ પ્રાપ્ય છે. આ સમયગાળા દરિમયાન કસાઇટ્સે મેસોપોટેમિયા ખાતે આવેલું બેબીલોનનું સામ્રાજ્ય વેરણછેરણ કરી નાંખ્યું અને હાઇક્સોસે ઈજિપ્તનું મધ્ય સામ્રાજ્ય ખતમ કરી નાખ્યું. ઇસવિસન પૂર્વે 1500માં જ્યારે ઈજિપ્તના પારાહોસે દક્ષિણ પશ્ચિમી એશિયા ઉપર જીત મેળવી ત્યારે બે સંસ્કૃતિઓનું જોડાણ થયું. ઈજિપ્ત સાથે જોડાયેલી મેસોપોટેમિયા સંસ્કૃતિને નવું સ્વરૂપ મળ્યું. ઈજિપ્તનાં સંગીતનાં સાધનોમાં પણ એશિયાઈ સંસ્કૃતિની છાંટ પ્રતિબિંબિત થતી જોવા મળે છે.[૩૦] નવી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ નવાં રાજ્યના નાગરિકો વાંસળીઓ, તુરાઈ, તંતુવીણા, પાવો, મંજીરા અને ઝાંઝ-કરતાલનો ઉપયોગ કરવા માંડ્યા.[૩૨]

મેસોપોટેમિયા અને ઈજિપ્તની સંસ્કૃતિથી વિપરીત ઇસવિસન પૂર્વે 2000થી 1000ની વચ્ચે ઈઝરાયેલમાં વ્યાવસાયિક સંગીતકારો નહોતા. જ્યારે ઈજિપ્ત અને મેસોપોટેમિયાનાં સંગીતનાં સાધનોનો ઇતિહાસ ઈઝરાયેલનાં કલાત્મક પ્રતિનિધિત્વ ઉપર આધિન રહેતો. ઈઝરાયેલે આ પ્રકારનાં થોડાં પ્રતિનિધિત્વો કરેલાં છે. તેના કારણે જ વિશ્લેષકો બાઇબલ અને તાલમડમાંથી એકત્રિત કરવામાં આવેલી માહિતીને આધિન રહેતા હોય છે.[૩૩] હિબ્રુ લીપિમાં બે સાધનોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે જ્યુબલ, યુગેબ્સ અને કિન્નોર સાથે સંકળાયેલાં હોય. તેમને અનુક્રમે પેન પાઇપ્સ અને તંતુવીણા ગણાવી શકાય.[૩૪] આ સમયગાળાનાં અન્ય સાધનોમાં ટોફ્સ અથવા તો ફ્રેમ કરેલાં નગારાં, નાની ઘંટડીઓ અથવા તો જિન્ગલ્સ કે જેને પા'આમોન કહેવામાં આવે છે, શોફાર્સ અને હાસોસરા જેવી તુરાઈનો સમાવેશ થતો હતો.[૩૫] ઇસવિસન પૂર્વે 11મી સદીમાં ઈઝરાયેલ ખાતે રાજાશાહીની શરૂઆત થઈ ત્યારે પ્રથમ વ્યાવસાયિક સંગીતકાર ઊભો થયો તેની સાથે જ સંખ્યાબંધ સંગીતનાં સાધનો બનવાની શરૂઆત થઈ.[૩૬] જોકે, કલાત્મક અર્થઘટનોનો અભાવ હોવાને કારણે સંગીતનાં સાધનોની ઓળખ તેમજ તેનું વર્ગીકરણ મોટો પડકાર રહ્યા હતા. દા. ત. અનિશ્ચિત ડિઝાઈન ધરાવતાં તંતુવાદ્યો કે જેને નેવાલ્સ અને એસોર્સ કહેવાતાં હતાં તેમનું અસ્તિત્વ હતું પરંતુ પુરાતત્વ કે વ્યુત્પત્તિશાસ્ત્ર તેમને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરી શક્યા નહોતા.[૩૭] પોતાનાં પુસ્તક અ સર્વે ઓફ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માં લેખિકા સિબિલ માર્કુસે એવી દરખાસ્ત મૂકી છે કે નેવેલનો સંબંધ નાબલા સાથે હોવાથી તે ઊભું હાર્પ હોવું જોઈએ.[૩૮]

ગ્રીસ, રોમ અને ઈટ્રુરિયાની સંસ્કૃતિમાં સંગીતનાં સાધનનો વિકાસ વેરાન રહેવા પામ્યો તેવી જ રીતે અન્ય સંસ્કૃતિઓએ આર્કિટેક્ચર અને શિલ્પકળાનાં ક્ષેત્રોમાં ખાસ કૌવત બતાવ્યું નહોતું. એ વખતનાં સંગીતનાં સાધનો એકદમ સરળ હતાં અને ખરેખર જોવા જઈએ તો તે તમામ સાધનો અન્ય સંસ્કૃતિમાંથી આયાત કરવામાં આવ્યાં હતાં.[૩૯] તંતુવીણા સંગીતકારોનું પ્રમુખ વાદ્ય હતું તેઓ ઈશ્વરને અંજલિ આપવાના ભાગરૂપે તેનો ઉપયોગ કરતાં હતાં.[૪૦] ગ્રીક લોકો હવાથી વગાડવામાં આવનારા વાદ્યો વધારે ઉપયોગમાં લેતાં જેમાં પાવા , વાંસળી નું વર્ગીકરણ તેમણે કર્યું છે. તત્કાલિન ગ્રીક લખાણ ઉપરથી જાણવા મળે છે કે તેઓ પાવાનું ઉત્પાદન અને તેને વગાડવાની તકનિકનો તેઓએ ગંભીરતા પૂર્વક અભ્યાસ કર્યો હતો.[] રોમન લોકો પણ વાંસળી પ્રકારનું સાધન વગાડતા હતા જેને ટિબિયા નામથી ઓળખવામાં આવતું હતું તેની બાજુઓએ કાણાં પાડવામાં આવતાં હતાં તે ખુલ્લાં પણ હોઈ શકે અને બંધ પણ હોઈ શકે છે. જેના કારણે તેને વગાડવામાં ખૂબ જ સ્થિતિસ્થાપકતા રહેતી હતી.[૪૧] આ પ્રાંતમાં તે સમયગાળા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતાં અન્ય સમાન પ્રકારનાં સંગીતનાં સાધનોમાં ઓરિયેન્ટ પ્રકારનાં સાધનનું અનુકરણ કરીને બનાવવામાં આવેલી તુરાઈ, ઈજિપ્તમાં વપરાશમાં લેવાતી હતી તે જ પ્રકારની વાંસળી, વિવિધ પ્રકારની ભૂંગળીઓ અને સાધનો, ક્લેપર્સ કે જે મુખ્યત્વે સ્ત્રીઓ દ્વારા વગાડવામાં આવતાં હતા. વગેરેનો સમાવેશ થાય છે.[૪૨]

ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં સંગીતનાં સાધનો ઉપયોગમાં લેવાતાં હશે કે કેમ તે અંગેની કોઈ જ પ્રકારની માહિતી મળતી નથી. જેના કારણે મુંડા અને દ્રવિડિયન ભાષા બોલનારા લોકો આ વિસ્તારમાં સૌપ્રથમ સ્થાયી થયા હતા અને તેમણે સાધનો વિકસ્વાયા હશે તે માની લેવું અશક્ય છે. તેના કરતાં આ વિસ્તારમાં ઇસવિસન પૂર્વે 3000ની સાલમાં સિંધુ ખીણની સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી તે સમયથી સંગીતનાં સાધનોનો ઇતિહાસ શરૂ થાય છે. જૂનાં શિલ્પો અને દસ્તાવેજોમાંથી જાણવા મળે છે કે અહીં વિવધ પ્રકારનાં મંજીરાં અને સીટીઓ દ્વારા સંગીત વગાડવામાં આવતું હતું.[૪૩] માટીનાં પૂતળાં પરથી એ બાબત જાણવા મળે છે કે આ સંસ્કૃતિમાં નગારાંનો ઉપયોગ થતો હતો અને સિંધુ હસ્તપ્રતો ઉપરથી જાણવા મળે છે કે અહીં વાંસળીઓ પણ ઉપયોગમાં લેવાતી કે જે સુમિરિયન દસ્તાવેજોમાં જોવા મળે છે તે જ પ્રકારની હતી. આ શોધમાંથી ઘણા એવા સંકેતો મળે છે કે સિંધુ ખીમ અને સુમેરિયન સંસ્કૃતિએ એકબીજા વચ્ચે સંસ્કૃતિનું આદાનપ્રદાન જાળવી રાખ્યું હશે. કાળક્રમે ભારત ખાતે સંગીતનાં સાધનોનો વિકાસ ઋગ્વેદ અથવા તો ધાર્મિક ગ્રંથ સાથે થતો જોવા મળ્યો તેની ઋચાઓ કે ગીતોમાં વિવિધ પ્રકારનાં નગારાં, તુરાઈઓ, પાવાઓ અને વાંસળીઓ વગાડવામા આવતી હતી.[૪૪] ઈસવિસનની શરૂઆતમાં અહીં વપરાતાં સાધનોમાં મદારી દ્વારા વગાડવામાં આવતી બીન, જોડિયા પાવા, મોટા ઢોલ, આડી વાંસળીઓ અને નાની વાંસળીઓનો સમાવેશ થતો હતો. એકંદરે જોઇએ તો મધ્યકાલિન યુગ સુધી ભારત પાસે કોઈ જ પ્રકારનું વિશિષ્ટ સંગીતનું સાધન નહોતું.[૪૫]

બુદ્ધ ધર્મના પાઠમાં ઉપયોગમાં લેવાતી ચીનની લાકડાની માછલી

ઝાઇથર જેવાં સંગીતનાં સાધનોનો ઉલ્લેખ ઇસવિસન પૂર્વે 1100ની સાલ કે તેનાં પહેલાં વખવામાં આવેલાં ચીની સાહિત્યમાં જોવા મળે છે.[૪૬] કન્ફ્યુશિયસ (ઇ. પૂ. 551થી 479), મેન્શિયસ (ઇ. પૂ. 372થી 289) અને લાઓઝી જેવા ચીની તત્વચિંતકોએ ચીનમાં સંગીતનાં સાધનોના વિકાસને નવી કેડી આપી. ગ્રીક લોકોની જેમ તેમણે પણ લોકોમાં સંગીત પ્રત્યેનો અભિગમ કેળવ્યો. ચીની લોકોનું માનવું છે કે સંગીત એ પાત્ર અને સમાજ માટે જરૂરી અંગ છે. સંગીતનાં સાધનોનાં વિવિધ રંગરૂપને આધારે તેમણે તે સાધનોનું અલગ-અલગ વર્ગીકરણ કર્યું છે.[૪૭] ચીની સંગીતમાં આઇડિયોફોન્સ ખૂબ જ અગત્યનું સાધન છે. તેના કારણે જ આ સંસ્કૃતિનાં અગાઉનાં તમામ સાધનો આઇડિયોફોન પ્રકારનાં છે. શેંગ સામ્રાજ્યની કવિતાઓમાં ઘંટડીઓ, ઘંટાવલિઓ, નગારાંઓ અને હાડકાંમાંથી કોતરીને બનાવેલી ગોળાકાર વાંસળીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમય જતાં તેને પુરાતત્વ વિદો દ્વારા સંગ્રહિત કરવામાં આવી છે.[૪૮] ઝોડુ સામ્રાજ્યમાં ઝાંઝ-કરતાલ, મંજીરાં, લાકડાની માછલી અને યુ જેવાં ઠોકીને વગાડવાનાં સાધનોનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો. આ સમયગાળા દરિમયાન વાંસળીઓ, પેન પાઇપ્સ, પિચ પાઇપ્સ અને મોઢાં વાજું જેવાં સુષિર વાદ્યો પણ અસ્તિત્વમાં આવ્યાં.[૪૯] જમરૂખનાં આકાર જેવું નાનું સુષિર વાદ્ય પશ્ચિમી સંગીત વાદ્યોનો એક ભાગ હતું તેનો પ્રસાર દુનિયાની ઘમી સંસ્કૃતિઓમાં થયો હતો ચીનમાં તેનો ઉપયોગ હાન સામ્રાજ્ય દરિમયાન શરૂ કરવામાં આવ્યો.[૫૦]

મધ્ય અમેરિકન સંસ્કૃતિના લોકો ઇસવિસન 11મી સદી બાદ ઉચ્ચ ગુણવત્તાવાળું અને આધુનિક જીવન જીવવા માંડ્યા હોવા છતાં પણ તેઓ સંગીતનાં સાધનોના વિકાસના મામલે અન્ય સંસ્કૃતિઓ કરતાં પાછળ હતાં. દાખલા તરીકે તેમની પાસે તંતુવાદ્યો નહોતાં, તેમનાં તમામ સાધનો આઇડિયોફોન્સ, નગારાં અને વાંસળી તેમજ તુરાઈ જેવાં સુષિર વાદ્યો જ હતાં. આ તમામ સાધનો પૈકી વાંસળી એક માત્ર એવું વાદ્ય હતું કે જે સુસ્વર સંગીત ઉત્પન્ન કરી શકે.[૫૧] તેથી વિપરીત કોલંબિયા પૂર્વે, દક્ષિણ અમેરિકી સંસ્કૃતિ હાલના સંદર્ભમાં કહીએ તો પેરુ, કોલંબિયા, એક્વાડોર, બોલિવિયા અને ચિલી જેવા દેશો સાંસ્કૃતિક રીતે ભલે આગળ પડતાં નહોતા પરંતુ સંગીતની રીતે તેઓ ખૂબ જ આગળ હતા. તત્કાલિન દક્ષિણ અમેરિકી સંસ્કૃતિ પેન પાઇપ્સ ઉપરાંત વાંસળી, આઇડિયોફોન્સ, નગારાં અને ઢાલની અથવા તો લાકડાની તુરાઈ જેવાં વિવિધ પ્રકારનાં સંગીતનાં સાધનોનો ઉપયોગ કરતી હતી.[૫૨]

મધ્ય યુગ

[ફેરફાર કરો]

આ સમયગાળો કે જેને સામાન્ય રીતે મધ્યકાલિન યુગ કહેવામાં આવે છે તે દરમિયાન ચીને સંગીતની પરંપરાનો પ્રસાર અન્ય દેશો ઉપર જીત મેળવીને અથવા તો અન્ય દેશો સામે હારીને કર્યો. આ પ્રકારનો પ્રથમ રેકોર્ડ ઇસવિસન 348માં મળે છે કે જ્યારે ચીને તુર્કીસ્તાન ઉપર જીત મેળવીને તેના રાજદરબારમાં પૂર્વ તુર્કીસ્તાનિક સંગીત મંડળીની સ્થાપના કરી હતી. ત્યારબાદ તેમાં ભારત, મોંગોલિયા અને અન્ય દેશોનો પ્રભાવ પણ પડ્યો. ખરા અર્થમાં જોઇએ તો આ તમામ દેશોને મોટાભાગનાં સંગીતનાં સાધનો ચીન તરફથી મળ્યાં હતાં.[૫૩] ઝાંઝ-કરતાલ અને ઝાલરને ખૂબ જ પ્રખ્યાતિ મળી. આ ઉપરાંત આધુનિક તુરાઈઓ, મંજીરાં, વાંસળી, નગારાં અને લ્યુટ્સ પણ પ્રખ્યાત થયા.[૫૪] તંતુ ઝાઇથર સૌપ્રથમ વખત ચીનમાં 9મી કે 10મી સદીમાં આવ્યું. આ સાધન મંગોલિયન સંસ્કૃતિથી પ્રભાવિત થઈને આવ્યું હતું.[૫૫]

મધ્યકાલિન યુગમાં સંગીતનાં સાધનોના વિકાસના મુદ્દે ભારતે પણ ચીન જેવો જ અનુભવ કર્યો હતો, જોકે સંગીતની અલગ-અલગ શૈલીને કારણે તંતુવાદ્યોનો વિકાસ અલગ પ્રકારે થયો હતો. ચીન ખાતેનાં તંતુવાદ્યો અમુક ચોક્કસ પ્રકારનો સ્વર કાઢી શકે તે પ્રમાણે વિકસાવવામાં આવ્યાં હતાં. ખાસ કરીને તેમનો સૂર ઘંટાવલિઓને બંધ બેસતો આવે તે પ્રકારે તેમનો વિકાસ થયો હતો જ્યારે ભારતમાં વિકસાવવામાં આવેલાં તંતુવાદ્યો ખૂબ જ સ્થિતિસ્થાપક હતા. આ સ્થિતિસ્થાપકતા હિન્દુ સંગીતનાં સૂરોને અને ઝણકારને બંધ બેસતી આવતી હતી. એ સમયે ભારતીય સંગીતમાં લયનું મહત્વ વિશેષ પ્રમાણમાં રહેતું હતું. તેમ મધ્યકાલિન યુગમાં નગારાંનાં જોવાં મળતાં અનેક ચિત્રો ઉપરથી જણાઈ આવે છે. ભારતમાં ઉદ્ભવેલાં સંગીતમાં લય તેમજ તેના દૃષ્ટકોણ ઉપર વધારે ધ્યાન અને ભાર આપવામાં આવે છે.[૫૬] મધ્યકાલિન ભારતનાં સંગીતનાં સાધનોને ઇતિહાસકારોએ બે વિભાગમાં વહેંચ્યા છે એક તો મુસ્લિમોનાં શાસન પહેલા અને મુસ્લિમોનાં શાસન બાદ. કારણ કે દરેક સમયગાળામાં તેનો અલગ પ્રભાવ હતો.[૫૭] મુસ્લિમો પહેલાના સમયગાળામાં હિન્દુ સંગીતમાં હાથેથી વગાડવાની ઘંટડીઓ, ઝાંઝ-કરતાલ, અને છોકીને વગાડવામાં આવતાં સાધનોનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવતો હતો. ઝાંઝ એક પ્રકારની તાંબાની થાળી જેવું હતું અને તેને લાકડી નહીં પરંતુ હથોડાથી વગાડવામાં આવતી હતી. આ સમયગાળા દરમિયાન નગારાં, વીણા, નાની સારંગીઓ, જોડિયા પાવા અને ત્રેવડી વાંસળીઓ, શરણાઈ અને રણશિંગાં વગેરેનો ઉદય આ સમયગાળા દરમિયાન થયો હતો.[૫૮] ઈસ્લામને કારણે નવાં પ્રકારનાં નગારાં અસ્તિત્વમાં આવ્યાં કે જે એકદમ બરાબર ગોળ અથવા તો અષ્ટકોણ હતા. ઈસ્લામના પહેલાંના સમયગાળાના અનિયમિત આકારનાં નગારાંથી એકદમ વિપરીત.[૫૯] પર્સિયન લોકોના પ્રભાવને કારણે સિતાર અને શરણાઈનું આગમન થયું જોકે પર્સિયન સિતારમાં ત્રણ જ તાર આવેલા હોય છે જેની સામે ભારતીય સિતારમાં ચારથી સાત તાર આવેલા હોય છે.[૬૦]

ઇન્ડોનેશિયાનો મેટાલોફોન

સંગીતનાં સાધનોમાં થયેલાં નવા આવિષ્કારોમાં દક્ષિણ પૂર્વીય એશિયા જવાબદાર છે. ખાસ કરીને આ આવિષ્કારો ત્યારે થયા જ્યારે ઇસવિસન 920માં તેમના ઉપરથી ભારતનો પ્રભાવ ઉતરી ગયો હતો.[૬૧] બાલિનિસ અને જાવાનિસ સંગીતમાં ઝાયલોફોન્સ અને મેટાલોફોન્સનો ઉપયોગ કરવામાં આવતો અગાઉનાં સમયમાં બનાવવામાં આવેલાં સાધનોને તેઓ કાંસામાંથી બનાવતાં હતાં.[૬૨] ઝાલર એ દક્ષિણ પૂર્વીય એશિયાનું સૌથી અગત્યનું સંગીત સાધન છે. ઝાલરની શોધ તિબેટ અને બર્માની વચ્ચેનાં વિસ્તારમાં થઈ હોવાનું માનવામાં આવે છે. પણ દક્ષિણ પૂર્વીય એશિયાના જાવા તેમજ મલય દ્વિપ જેવા દેશોના દરેક માણસના જીવનની દરેક પ્રકારની પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.[૬૩]

સાતમી સદીમાં મેસોપોટેમિયા અને અરેબિયન પેનિનસુલા ઈસ્લામિક સંસ્કૃતિથી જોડાયા ત્યારબાદ તેમણે સંગીતનાં સાધનોનો ઝડપી વિકાસ તેમજ વહેંચણીનો અનુભવ કર્યો.[૬૪] તમામ પ્રકારનાં સંગીતમાં ફ્રેમ કરેલાં નગારાં અને વિવિધ પ્રકારનાં નળાકાર નગારાં વિશિષ્ટ રીતે મહત્વનાં છે.[૬૫] શંકુ આકારની શરણાઈઓનો ઉપયોગ લગ્ન પ્રસંગે અને સુન્નતની વિધી વખતે કરવામાં આવે છે. નાનકડા પર્સિયન ચિત્રો ઉપરથી માહિતી મળે છે કે મેસોપોટેમિયા ખાતે કેટલ ડ્રમ્સનો વિકાસ કેવી રીતે થયો અને તેનો ફેલાવો જાવા સુધી કેવી રીતે થયો.[૬૬] વિવિધ પ્રકારની વાંસળીઓ, ઝાઇથર, તંતુવાદ્યો તેમજ હાર્પ્સનો પ્રસાર મેડાગાસ્કરથી દક્ષિણ સુધી તેમજ આધુનિક જમાનાના સુલાવેસીથી પૂર્વ સુધી થવા પામ્યો હતો.[૬૭]

ગ્રીસ અને રોમનો ખૂબ જ પ્રભાવ હોવા છતાં પણ મધ્યકાલિન યુગ દરમિયાન યુરોપમાં આવેલાં તમામ સંગીતનાં સાધનો એશિયાઈ દેશોમાંથી આવ્યાં હતાં. વીણા પ્રકારનું તંતુવાદ્ય એક માત્ર એવું સંગીતનું સાધન હતું કે આ સમયગાળા સુધી તેની શોધ યુરોપમાં થવા પામી હતી.[૬૮] મધ્ય યુગિન યુરોપમાં તંતુવાદ્યોનું મહત્વ ખૂબ જ હતું. મધ્ય તેમજ ઉત્તરીય પ્રાંતના લોકો તંતુવાદ્યો અને ડોક વાળાં તંતુવાદ્યોનો ઉપયોગ કરતા હતા. જ્યારે દક્ષિણ પ્રાંતના લોકો સુષિરવાદ્યો, તેમજ ક્રોસબાર જેવાં સાધનોનો ઉપયોગ કરતાં હતાં.[૬૮] મધ્ય તેમજ ઉત્તરીય યુરોપમાં વિવિધ પ્રકારની હાર્પ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઉત્તરમાં એટલે કે આયર્લેન્ડમાં હાર્પ કાળક્રમે રાષ્ટ્રીય ચિન્હ બની ગઈ હતી.[૬૯] તંતુવાદ્યોનો ફેલાવો પણ આ જ વિસ્તારોમાં થવા પામ્યો હતો. તેનો ફેલાવો પૂર્વના ઇસ્ટોનિયા સુધી થવા પામ્યો હતો.[૭૦] વર્ષ 800થી 1000ના સમયગાળા સુધી યુરોપનું સંગીત ખૂબ જ શાલિનતા ભર્યું બન્યું તેને વધારે સાધનોની જરૂર પડવા લાગી તે વિવિધ સ્વરો ઉત્પન્ન કરવાને સક્ષમ બની ગયું હતું. આશરે 9મી સદીના પર્સિયન ભૂગોળવેતા ઈબન ખોર્દાદબેહે તેના દ્વારા તૈયાર કરવામાં આવેલી કોશરચનાને લગતી સંગીતનાં સાધનોની ચર્ચાપત્રીમાં જમાવ્યું હતું કે બાયઝેન્ટિયમ સામ્રાજ્યના સમયગાળા દરમિયાન ઉર્ઘુન , ઓર્ગન, શિલ્યાની (હાર્પ પ્રકારનું વાજિંત્ર કે તંતુવાદ્ય), સેલાન્ડ (બેગપાઇપ જેવું વાદ્ય) અને બાયઝેન્ટિયમ લાયરા (ગ્રીક ભાષામાં: λύρα ~ lūrā) વગેરે જેવા પૌરાણિક વાદ્યોનો સમાવેશ થતો હતો.[૭૧] લાયરામધ્યકાલિન યુગનું જમરૂખ આકારનું વણાંકવાળું તંતુવાદ્ય છે તેમાં ત્રણથી પાંચ તાર આવેલા હોય છે. તેને ઊભું રાખીને વગાડવામાં આવે છે. વાયોલિન સહિતના મોટાભાગના યુરોપીય સંગીતનાં સાધનોનું તે પુરોગામી છે.[૭૨] એકતારાનો ઉપયોગ સંગીતની સૂરાવલીનું ચોક્કસ માપ કાઢવા માટે કરવામાં આવે છે.જેના કારણે સંગીતનું આયોજન સુવ્યવસ્થિત ધોરણે થઈ શકે છે.[૭૩] યાંત્રિક પીપાકૃતિ વાદ્ય એક જ સંગીતકારને સારંગી કરતા એકથી વધારે પ્રકારનાં જટિલ સંગીતને સુવ્યવસ્થિત ગોઠવવામાં મદદ કરે છે. આ બંને મધ્યકાલિન યુગનાં મુખ્ય વાદ્યો છે.[૭૪][૭૫] દક્ષિણ યુરોપિયન લોકો ટૂંકી તેમજ લાંબી કક્ષાનાં તંતુવાદ્યો વગાડતા હતા. મધ્ય અને ઉત્તરીય યુરોપિયન તંતુવાદ્યો કરતા વિપરીત તેમની ખૂંટીઓ એકબાજુએ લંબાવેલી હતી.[૭૬] ઘંટ અને ઝાલર જેવા આઇડિયોફોન્સનો ઉપયોગ વિવિધ પ્રકારના પ્રસંગો માટે કરવામાં આવતો હતો જેમ કે રક્તપિત્ત કે કોઢ ધરાવતા માણસને સૂચના આપવા માટે.[૭૭] નવમી સદીમાં પ્રથમ બેગપાઇપની શોધ થઈ અને તેનો પ્રસાર સમગ્ર યુરોપમાં થયો તેનો ઉપયોગ લોકવાદ્યથી માંડીને લશ્કરી વાદ્ય સુધી થતો હતો.[૭૮] સુષિર વાદ્ય ગણાતા ઓર્ગનની શોધ પણ યુરોપમાં થઈ હતી. આ શોધ પાંચમી સદીમાં થઈ હતી અને તેને સ્પેનથી ઈન્ગલેન્ડમાં ફેલાતા ઇ. સ. 700ની સાલ થઈ હતી.[૭૯] તમામ પ્રકારનાં ઓર્ગનનાં કદ અને તેનો ઉપયોગ અલગ અલગ હતા.હાથમાં પકડીને વગાડી શકાય તેવાં અને ગળામાં પહેલીને લાંબી ભૂંગળીઓ વાળા પણ ઓર્ગન અસ્તિત્વ ધરાવતા હતા.[૮૦] ઓર્ગનનો સાહિત્યિક ઉપયોગ અંગ્રેજી બેનિડિક્ટાઇનમાં કરવામાં આવ્યો હતો. તેની શરૂઆત દસમી સદીના અંતમાં કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન ઓર્ગનનો ઉપયોગ ચર્ચમાં પણ કરવામાં આવ્યો હતો.[૮૧] મધ્યકાલિન તુરાઈ વાદકો શરણાઈ વગાડવામાં સિમિત હતા તે સમયે વાંસળીનું અસ્તિત્વ હોવાના કોઈ જ પુરવા મળતા નથી.[૮૨]

આધુનિક

[ફેરફાર કરો]

રિનેસન્સ

[ફેરફાર કરો]

ઇ. સ. 1400ની સાલથી સંગીતનાં સાધનો ઉપર પશ્ચિમી દેશોનું પ્રભુત્વ વધવા માંડ્યું. ખરા અર્થમાં જોઇએ તો સૌથી વધારે ફેરફારો તેમાં રેનેસાં સમયગાળા દરમિયાન આવ્યા હતા. ગાવા અને નાચવા ઉપરાંત પણ લોકો તેનો ઉપયોગ કરવા માંડ્યા અને વાદકોએ માત્ર વાદ્ય આધારિત સંગીત વગાડવાનું શરૂ કર્યું. કિબોર્ડ તેમજ તંતુવાદ્યોનો પોલિફોનિક વાદ્યો તરીકે વિકસાવવામાં આવ્યાં અને સંગીતકારો આધુનિક ટેબ્લેટ્યોરનો ઉપયોગ કરીને વધુ જટિલ સંગીતને ગોઠવવા લાગ્યા. સંગીતકારો કોઈ એક ચોક્કસ વાદ્યો માટે સંગીતના ટુકડાઓ બનાવવા માંડ્યા.[૧૫] સોળમી સદીના અંત ભાગમાં સંગીતની મંડળીઓ બનાવવી તે સામાન્ય બની ગયું.કારણ કે દરેક વાદ્યો માટે સંગીતનું લખાણ અસ્તિત્વમાં આવી ચૂક્યું હતું. સંગીતકારો હવે સંગીતની મંડળીને ખાસ નામ દેવા માંડ્યા હતા અહીં સ્વતંત્ર કલાકારો પોતાને મનફાવે તે રીતે તેમની કલાને રજૂ કરી શકતા હતા.[૮૩] પોલિફોનિક પદ્ધતિને કારણે પ્રખ્યાત સંગીતનું દમન થવા લાગ્યું અને સાધનના ઉત્પાદકો હવે તે પ્રકારનાં સાધન બનાવવા લાગ્યાં હતાં.[૮૪]

વર્ષ 1400ની શરૂઆતમાં સંગીતરચના વધુ શક્તિશાળી અવાજની માગ કરી રહી હોવાના પૂર્વ ચિન્હો મળી જવાને કારણે સંગીતનાં સાધનોના વિકાસમાં વધારો થવા પામ્યો હતો. સંગીતનાં સાધનો કેવી રીતે બનાવવાં, વગાડવા અને તેનું સૂચિકરણ કેવી રીતે કરવું તે અંગે લોકો પુસ્તકો પણ લખવા માંડ્યા હતા. આ પ્રકારનું પ્રથમ પુસ્તર સેબાસ્ટિયન વિરડુંગની 1511 ટ્રિટાઇઝ મ્યુઝિકા ગેત્યુશ્ત અન્ડ અન્ગેઝોગેન (અંગ્રેજી મ્યુઝિક જર્મનાઇઝ્ડ એન્ડ એબ્સ્ટ્રેક્ટેડ ) હતું.[૮૩] શિકારીનાં શિંગડાંઓથી માંડીને ગાયના ગળે બાંધવાની ઘંટડીઓ જેવાં અનિયમિત સંગીતનાં સાધનોનું નિરૂપણ વિરડુંગે તેનાં પુસ્તકમાં કર્યું હોવાથી તેની ખાસ્સી એવી નોંધ લેવાઈ છે. જોકે વિરડુંગ આ બાબતે નિર્ણયાત્મક રહ્યો છે. અન્ય પુસ્તકો ત્યારબાદ આવ્યાં જેમાં આર્નોલ્ટ શિલિકનું સ્પિજેલ દેર ઓર્ગેલમાશેર અન્ડ ઓર્ગેનિસ્તેન (અંગ્રેજી મિરર ઓફ ઓર્ગન મેકર્સ એન્ડ ઓર્ગન પ્લેયર્સ ) તે જ વર્ષે પ્રસિદ્ધ થયું હતું તેમાં ઓર્ગન કેવી રીતે બનાવવું અને કેવી રીતે વગાડવું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.[૮૫] રેનેસાં સમયગાળા દરિમયાન સંગીતનાં વાદ્યો અંગેનાં જે સંસ્થાકીય અને સંદર્ભગ્રંથો પ્રકાશિત થયા તેમાંનું એક પુસ્તક સુષિર વાદ્યો અને તંતુવાદ્યોના ઊંડાણથી વિવરણ અને તેનાં ચિત્રાંકનો માટે જાણીતું બન્યું છે. તેમાં સાધનોનાં કદનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આ પુસ્તકનું નામ સિન્તાગ્મા મ્યુઝિકમ છે અને તેના લેખક માઇકલ પાર્કટોરિયસ છે. 16મી સદીના સંગીતનાં સાધનો અંગે આ પુસ્તકને અધિકૃત સંદર્ભગ્રંથ માનવામાં આવે છે.[૮૬]

સોળમી સદીમાં સંગીતનાં સાધનોનાં ઉત્પાદકોએ વાયોલિન જેવાં અનેક સાધનો આપ્યાં હતાં. તે વખતે વાયોલિનનો જે આકાર હતો તે જ આજે છે. સૌંદર્યની લાવણ્યતા ઉપર પણ ભાર આપવામાં આવ્યો. શ્રોતાઓને સંગીતનાં સાધનનો દેખાવ અને બાહ્ય રંગરૂપ જોઈને પણ આનંદનો અનુભવ થવા લાગ્યો. યોગ્ય રંગરૂપ અને આકાર ધરાવતું સાધન તેનો સૂર છેડે ત્યારે લોકો પ્રસન્નતા અનુભવતા. તેથી સંગીતનાં સાધનોનાં ઉત્પાદકો કાચામાલ અને તેને બનાવવાની મજૂરી ઉપર સવિશેષ ધ્યાન આપવા લાગ્યા. લોકો ઘરોમાં અને સંગ્રહાલયોમાં સંગીતનાં સાધનોનો સંગ્રહ કરવા લાગ્યા.[૮૭] આ સમયગાળા દરમિયાન ઉત્પાદકો એક જ પ્રકારનું સાધન વિવિધ કદમાં બનાવવા લાગ્યા. જેની પાછળનો આશય વાદક વૃંદ ની માગ પૂરી કરવાનો હતો. અથવા તો પછી આ પ્રકારનાં જૂથ માટે કોઈ ચોક્કસ પ્રકારનું કામ લખવામાં આવ્યું હોય તેને પૂરો કરવા માટેનો રહેતો.[૮૮] ઉત્પાદકોએ અમુક સાધનોમાં ખાસ વિશેષતાઓ પણ ઉમેરી કે જે આજે પણ સાધનોમાં જોવા મળે છે. દા. ત. મલ્ટિપલ કિબોર્ડ અને પેડલ વાળા ઓર્ગન અસ્તિત્વ ધરાવતા હોવા છતાં પણ પંદરમી સદીની સરૂઆતમાં સોલો સ્ટોપ્સ આધારિત ઓર્ગન બહાર પાડવામાં આવ્યું. આ સ્ટોપ્સ બનાવવા પાછળનો આશય વિશિષ્ટ પ્રકારના ધ્વનિને મિશ્રિત કરવાનો હતો. તે સમયમાં સંગીતની જે જટિલતા હતી તેના માટેની તે જરૂરીયાત હતી.[૮૯] ટ્રમ્પેટની શોધ તેના આધુનિક યુગમાં નવા અવતારે થઈ જેના કારણે તેની હેરફેરની ક્ષમતામાં સુધારો આવ્યો. વાદકો તેને સુવ્યવસ્થિત ધોરણે ચેમ્બર મ્યુઝિકમાં ભેળવવા માટે મ્યુટ્સનો ઉપયોગ કરવા લાગ્યા.[૯૦]

બારોક સમયગાળો

[ફેરફાર કરો]

સત્તરમી સદીની શરૂઆતમાં સંગીતકારોએ વધુ સંવેદનશીલ કામ કરવાનું શરૂ કર્યું. તેમને લાગ્યું કે એકતારાની પદ્ધતિ સંવેદનશીલ સંગીત સાથે વધારે અને શ્રેષ્ઠ રીતે બંધ બેસતી છે અને તેમણે સંગીતનાં એવા ટૂકડાઓનું સર્જન કર્યું કે જેમાં માનવીઓ પોતાના અવાજમાં ગાઈ શકે.[૮૪] જેનાં પરિણામે જે સાધનો વિશાળ રેન્જમાં પોતાની ક્ષમતા પુરવાર નહોતા કરી શકતા તેમનો અવાજ સંવેદનાહિન લાગવા માંડ્યો અને તેમનુ ચલણ બંધ થવા લાગ્યું. તેમાંનું એક સાધન હતું શરમાઈ કે તુરાઈ[૯૧] વાયોલિન, વાયોલા, બેરિટોન અને વિવિધ પ્રકારનાં તંતુવાદ્યોએ પ્રખ્યાત સંગીત ઉપર પોતાનું આધિપત્ય જમાવ્યું.[૯૨] જોકે, વર્ષ 1750ની શરૂઆતમાં ગિટારની લોકપ્રિયતા વધવાને કારણે સંગીતનાં સૂરોમાંથી તંતુવાદ્યો અદૃશ્ય થવા લાગ્યા.[૯૩] તંતુવાદ્યો આધારિત સંગીત મંડળીઓનું ચલણ વધવાને કારણે વાંસળી, શરણાઈ, બાસૂન વગેરે જેવાં સુષિર વાદ્યો ફરી પાછા મંડળીમાં સામેલ થવા માંડ્યા જેની પાછળનો આશય માત્ર તંતુવાદ્યોની એક જ પ્રકારની બીબાંઢાળ પદ્ધતિને બદલવાનો હતો.[૯૪]

સત્તરમી સદીના મધ્ય ભાગમાં જે સાધનને હન્ટર્સ હોર્ન તરીકે ઓળખવામાં આવતું હતું તેમાં થોડા ફેરફારો કરવામાં આવ્યા. તેની તબદિલી કલાનાં સાધન તરીકે થઈ. જેમાં લાંબી ભૂંગળી, સાંકડો નળાકાર અને મોટો ઘંટ ઉપયોગમાં લેવાયો હતો અને તેની રેન્જ ખૂબ જ વધારે હતી. આ તબદિલીની વિસ્તૃત વિગતો અસ્પષ્ટ છે. પરંતુ આધુનિક હોર્ન યા તો બોલચાલની ભાષામાં કહીએ તો ફ્રેન્ચ હોર્નની શોધ 1725માં કરવામાં આવી હતી.[૯૫] સ્લાઇડ ટ્રમ્પેટમાં પણ ફેરફારો થયા જેમાં લાંબો ધાતુનો માઉથપિસ તેના છેડે વળી જતો હતો અને બહાર નીકળત હતો જેના કારણે વાદક અસિમિતપણે તેના સ્વરને ગોઠવી શકતો હતો. ટ્રમ્પેટને વગાડવામાં સરળતા નહોતી રહેતી જેના કારણે તેમાં કરવામાં આવેલા આ ફેરફારો ખૂબ જ અપ્રિય બન્યા હતા.[૯૬] બારોક સમયગાળા દરિમયાન ઓર્ગનના અવાજમાં પરિવર્તન લાવવામાં આવ્યું. લંડનના એક ઉત્પાદક અબ્રાહમ જોર્ડને તેના સ્ટોપ્સ વધારે મોંઘા બનાવ્યા અને તેમાં મોંઘા પેડલ્સનો ઉમેરો કર્યો. સાશે આ વલણને ઓર્ગનના સામાન્ય અવાજને ભ્રષ્ટ થતો ગણાવ્યો હતો.[૯૭]

વર્ગીકરણ

[ફેરફાર કરો]

સંગીતનાં સાધનોનું વર્ગીકરણ કરવા માટેની અનેક રીતો છે. તમામ પદ્ધતિઓમાં સાધન કયા પ્રકારનાં પદાર્થનું બનાવવામાં આવ્યું છે તેની ચકાસણી કરવામાં આવે છે. તે ઉપરાંત તેમાંથી સંગીત કેવાં પ્રકારનું સર્જાય છે તે અને તેના કાર્ય ક્ષેત્રની મર્યાદા એટલે કે રેન્જ કેટલી છે તે જોવામાં આવે છે. વળી, આ સાધનને વાદ્યવૃંદમાં સમાવવામાં આવે છે કે પછી અન્ય કોઈ સ્થળે તે પણ જોવામાં આવે છે. સાધનોનું વર્ગીકરણ કેવી રીતે કરવું જોઈએ તે અંગે નિષ્ણાતો વચ્ચે થયેલા મતભેદોમાંથી પણ કેટલીક પદ્ધતિઓ જન્મી છે. વર્ગીકરણની પદ્ધતિઓના તમામ સર્વેક્ષણને આ લેખમાં સમાવવી શક્ય નથી પરંતુ મોટાભાગની પદ્ધતિઓનો ટૂંકસાર નીચે પ્રમાણે છે.

પૌરાણિક પદ્ધતિઓ

[ફેરફાર કરો]

ઇસવિસન પૂર્વે 1લી સદીથી ચાલતી આવતી પૌરાણિક પદ્ધતિ અનુસાર સંગીતનાં સાધનોને ચાર મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે. એ પ્રકારનાં સાધનો કે જેનો સ્વર તેમાં રહેલા તારોને ઝણઝણાવીને કે હલાવીને કાઢવામાં આવે છે. (તંતુવાદ્ય), એ પ્રકારનાં વાદ્યો કે જેમાંથી સૂર હવાથી અથવા તો તેમાં ફૂંક મારીને કાઢવામાં આવે છે. (સુષિર વાદ્ય), હાથેથી ઠોકીને વગાડવાનાં વાદ્યો કે જે લાકડા કે ધાતુમાંથી બનાવેલા હોય છે. અને હાથેથી વગાડવાનાં વાદ્યો કે જેમાં નગારાં ઉપર ચામડું રાખવામાં આવે છે. (ચર્મવાદ્ય) પાછળથી વિક્ટર ચાર્લ્સ માહિલિયને આ જ પ્રકારની પદ્ધતિ અપનાવી હતી. તે બ્રુસેલ્સ ખાતે આવેલી સંગીતશાળાના સંગીતનાં સાધનોનાં સંગ્રહાલયનો વસ્તુપાળ હતો. વર્ષ 1888નાં સંગીતનાં સાધનોનાં સંગ્રહને આધારે તેમે સંગીતનાં સાધનોને ચાર વિભાગમાં વહેંચ્યા હતાં. તંતુવાદ્ય, ઠોકીને વગાડવાનું વાદ્ય, સુષિર વાદ્ય અને નગારાં.

સાશ-હોર્નબોસ્ટેલ

[ફેરફાર કરો]

એરિક વોન હોર્નબોસ્ટેલ અને કર્ટ સાશે જૂની યોજનાને આધારે વર્ગીકરમની નવી સવિસ્તાર યોજના ઝેનશ્રિફ્ટ ફર ઇથિનોલોજી વર્ષ 1914માં રજૂ કરી. તેમની આ પદ્ધતિ આજની તારીખે પણ ઉપયોગમાં લેવાય છે જેને મુખ્યત્વે હોર્નબોસ્ટેલ-સાશ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.

સાશ-હોર્નબોસ્ટેલની મૂળ પદ્ધતિમાં સંગીતનાં સાધનોને ચાર મુખ્ય જૂથમાં વહેંચવામાં આવ્યા છે.

  • ઝાયલોફોન અને રેટલ્સ જેવા આઇડિયોફોન સાધનોને હલાવવાથી તેમાંથી અવાજ ઉત્પન્ન થાય છે. તેમનું વર્ગીકરણ જોરથી હલાવવા, ઠોકવા, ધૂણાવવા, ઝપાઝપી, ભાગલા અને આમળી શકાય તેવાં આઇડિયોફોન્સમાં કરવામાં આવે છે.[૯૮]
  • નગારાં અને કાઝૂસ જેવાં મેમ્બ્રાનોફોન વાદ્યો મેમ્બ્રાનને ધ્રુજાવીને અવાજ ઉત્પન્ન કરે છે. તેમનું વર્ગીકરણ પ્રીડિયમ મેમ્બ્રોફોન્સમાં કરી શકાય. જેમાં ટ્યુબ્યુલર ડ્રમ્સ, ફ્રિક્શન આઇડિયોફોન્સ, કેટલ ડ્રમ્સ અને મિરિલિટોન્સનો સમાવેશ થાય છે.[૯૯]
  • પિયાનો અને સેલો જેવા ક્રોડોફોન્સ તેમના તારને ઝણઝણાવવાથી અવાજ પેદા કરે છે તેમનું વર્ગીકરણ જાઇથર્સ, કિબોર્ડ ક્રોડોફોન્સ, લાઇરસ, હાર્પ્સ, લ્યુટ્સ અને વાળીને વગાડી શકાય તેવા ક્રોડોફોન્સમાં કરી શકાય.[૧૦૦]
  • પાઇપ ઓર્ગન્સ, વાંસળી જેવા એરોફોન્સમાં સતત ફૂંક માર્યા કરવાથી તેમાંથી અવાજ ઉત્પન્ન થાય છે. તેમનું વર્ગીકરણ મુક્ત એરોફોન્સ, વાંસળી, ઓર્ગન્સ, રીડ પાઇપ્સ, અને લિપ વાઇબ્રેટેડ એરોફોન્સમાં કરી શકાય.[૧૦૧]

સાશે પાછળથી પાંચમી શ્રેણીનો ઉમેરો કર્યો હતો તે છે ઇલેક્ટ્રોફોન્સ જેમાં થેરેમિન્સનો સમાવેશ થાય છે આ સાધન ઇલેક્ટ્રોનિક તકનિકથી અવાજ પેદા કરે છે.[૧૦૨] દરેક શ્રેણીના પણ વિવિધ પેટાજૂથો રહેલા છે. આ વ્યવસ્થાની ઘણી ટીકા થઇ રહી છે તેમજ વર્ષોથી તેમાં ફેરફાર પણ થતા આવ્યા હોવા છતાં, તે એથનોમ્યુઝિકોલોજિસ્ટ્સ અને ઓર્ગેનોલોજિસ્ટ્સ દ્વારા મોટે પાયે ઉપયોગમાં લેવાય છે.

સ્કેફિનર

[ફેરફાર કરો]

મ્યુઝી દેલ હોમેના વસ્તુપાળ આન્દ્રે સ્કેફિનર હોર્નબોસ્ટેલ સાશની પદ્ધતિથી સહમત ન થયો અને 1932માં તેણે પોતાની પદ્ધતિ વિકસાવી. સ્કેફિનર માનતો હતો કે સંગીતનાં સાધનને વગાડવાની રીત કરતાં તેનાં વર્ગીકરણ માટે તેના આકાર, કદ અને બાહ્ય દેખાવને મહત્વ આપવું જોઇએ. તેની પદ્ધતિ પ્રમાણે સાધનોને બે શ્રેણીમાં વહેંચવામાં આવે છે. એક સખત બાહ્ય દેખાવ ધરાવતા અને ધ્રુજારી વડે વાગતાં વાદ્યો અને બીજો હવા મારફતે ધ્રુજાવીને વગાડવામાં આવતાં વાદ્યો.[૧૦૩]

પશ્ચિમી સંગીતનાં સાધનોનું વર્ગી કરણ એક જ કૂળનાં બે સાધનોની સરખામણીએ તેમની રેન્જના આધારે પણ કરવામાં આવે છે. આ નામોને ગાયકીના અવાજનાં વર્ગીકરણને આધારે નામ આપવામાં આવ્યાં છે.

કેટલાંક સાધનોનું વર્ગીકરણ એક કરતાં વધારે શ્રેણીમાં કરવામાં આવે છે. દા. ત. સેલોનો સમાવેશ ટેનોર અથવા તો બાઝ સાધન તરીકે કરી શકાય. તેનો આધાર તે સંગીતનાં ટુકડામાં કેવી રીતે બંધ બેસે છે તેના ઉપર રાખવામાં આવે છે. તેવી જ રીતે ટોમબોનનો સમાવેશ ઓલ્ટો, ટેનોર અથવા બાઝ સાધનની શ્રેણીમાં કરી શકાય અને ફ્રેન્ચ હોર્નનો સમાવેશ બાઝ, બારિટોન, ટેનોર અથવા ઓલ્ટોની શ્રેણીમાં કરી શકાય. તેનો આધાર તે કઈ રેન્જ ઉપર વાગે છે તેના આધારે નક્કી કરવામાં આવે છે.

ઢાંચો:Vocal and instrumental pitch ranges

ઘણા સાધનોની રેન્જ તેના નામનો એક ભાગ હોય છે. સોપરાનો સેક્સોફોન, ટેનોર સેક્સોફોન, બારિટોન સેક્સોફોન, બારિટોન હોર્ન, ઓલ્ટો ફ્લુટ, બાઝ ફ્લુટ, ઓલ્ટો રેકોર્ડર, બાઝ ગિટાર વગેરે.અધિક વિશેષણો સાધનનું વર્ણન સોપરાનો કરતાં વધારે રેન્જનાં હોવાનું અથવા તો બાઝ કરતાં નીચો હોવાનું કરે છે. દા. ત. સોપરાનિયો સેક્સોફોન, કોન્ટ્રાબાઝ ક્લેરનેટ

જ્યારે સાધનોનાં નામમાં ઉપયોગમાં લેવાય ત્યારે આ શબ્દો સ્વરરચનામાં એક સાધનની સરખામણીએ બીજાં સાધનની રેન્જનું વર્ણન કરે છે. આ સરખામણી અને આ રેન્જનું વર્ણન એક જ કુટુંબના સાધન સાથેની હોય છે નહીં કે માનવ અવાજ અથવા તો અન્ય કુળનાં સાધનોની સાથે. દા. ત. બાઝ ફ્લુટની રેન્જ C3થી F♯6 સુધીની છે, જ્યારે બાઝ ક્લેરનેટ તેના કરતા એક સૂર નીચો વાગે છે.

બાંધકામ

[ફેરફાર કરો]

સંગીતનાં સાધનોનું નિર્માણ એક વિશિષ્ટ પ્રકારનો વેપાર છે જેના માટે ઘણાં વર્ષો સુધી તાલિમની આવશ્યકતા રહેલી છે. ઘણી વખત તેમાં શીખાઉ કારીગર તરીકે પણ કામ કરવું પડે છે. સંગીતનાં સાધનોનું ઉત્પાદન કરનારા મોટા ભાગના ઉત્પાદકો એક જ શૈલીનાં સાધનો બનાવવામાં વિશેષતા ધરાવતા હોય છે. દા. ત. લ્યુથિયર માત્ર તંતુવાદ્યો જ બનાવી જાણે છે. કેટલાક લોકો અમુક જ પ્રકારનાં સાધન બનાવતાં હોય છે જેમ કે પિયાનો ઘણાં ઉત્પાદકો કલાનો અભિગમ અપનાવીને પ્રયોગાત્મક સંગીતનાં સાધનોનું નિર્માણ કરતા હોય છે. મોટેભાગે આ પ્રકારનાં સાધનો વ્યક્તિગત વાદનની શૈલીને આધારે બનાવવામાં આવે છે જેને ઉત્પાદકે જાતે વિકસાવી હોય છે.

વપરાશકર્તાઓ વચ્ચેની પ્રતિક્રિયાઓ

[ફેરફાર કરો]

સંગીતનું સાધન અવાજ કેવી રીતે પેદા કરે છે તેને એક બાજુએ મૂકીને વપરાશકર્તાઓની ક્રિયા પ્રતિક્રિયા માટે કેટલાંક સાધનોમાં કિ બોર્ડ આપવામાં આવ્યું હોય છે. કિબોર્ડનાં સાધનો એ પ્રકારનાં સાધનો છે કે જેને મ્યુઝિકલ કિબોર્ડ દ્વારા વગાડવામાં આવતાં હોય. તેની દરેક ચાવીઓમાંથી એક કે તેના કરતા વધારે અવાજ ઉત્પન્ન થતો હોય છે. (પિયાનો પ્રકારનાં સાધન માટે તેમાં નીચે વધારાના પેડલ્સ અને સ્ટોપ્સ પણ આપવામાં આવ્યા હોય છે.) જેના કારણે તે ધ્વનિનો કુશળતાક્ષમ ઉપયોગ કરી શકાય છે. તેની ધમણમાંથી હવા ફૂંકાય છે અને તે હવાના માધ્યમથી સ્વરોનું સર્જન કરે છે (ઓર્ગન) ઘણી વખત તેમાં પમ્પ મારફતે પણ હવા ફૂંકવામાં આવે છે (એકોર્ડિયન)[૧૦૪][૧૦૫] તેમાં તાર પછડાઈને પણ સ્વર પેદા થઈ શકે છે (પિયાનો) અથવા તો ઇલેક્ટ્રોનિક્સ વડે આંચકા મારીને પણ વગાડી શકાય છે. (હાર્પ્સિકોર્ડ)[૧૦૬][૧૦૭] (સિન્થેસાઈઝર)[૧૦૮] આ ઉપરાંત પણ તેને અન્ય રીતે વગાડી શકાય છે. ઘણી વખત સાધનમાં કિબોર્ડ નથી હોતું જેમ કે આ ઉદાહરણમાં ગ્લોકેનસ્પિયેલ એકદમ બંધ બેસતું છે.[૧૦૯] તેનાં પૂર્જાઓ હલનચલન નથી કરી શકતાં અને તે વાદકનાં હાથમાં રહેલા હથોડા સાથે ચિપકેલા રહેતા હોવા છતાં પણ તેઓ કિબોર્ડ જેવું જ કામ કરે છે અને તે જ પ્રકારે સ્વરોનું સર્જન કરે છે.

આ પણ જોશો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Blades 1992, pp. 34
  2. Slovenian Academy of Sciences 1997, pp. 203-205
  3. Chase and Nowell 1998, pp. 549
  4. CBC Arts 2004
  5. Collinson 1975, pp. 10
  6. ૬.૦ ૬.૧ Campbell 2004, pp. 82
  7. de Schauensee 2002, pp. 1-16
  8. Moorey 1977, pp. 24-40
  9. West 1994, pp. 161-179
  10. Sachs 1940, p. 60
  11. Sachs 1940, p. 61
  12. Brown 2008
  13. Baines 1993, p. 37
  14. ૧૪.૦ ૧૪.૧ Sachs 1940, p. 63
  15. ૧૫.૦ ૧૫.૧ Sachs 1940, p. 297
  16. Blades 1992, pp. 36
  17. Sachs 1940, p. 26
  18. Sachs 1940, pp. 34–52
  19. Blades 1992, pp. 51
  20. Sachs 1940, p. 35
  21. Sachs 1940, pp. 52–53
  22. Marcuse 1975, pp. 24–28
  23. Sachs 1940, pp. 53–59
  24. Sachs 1940, p. 67
  25. Sachs 1940, pp. 68–69
  26. Sachs 1940, p. 69
  27. Remnant 1989, p. 168
  28. Sachs 1940, p. 70
  29. Sachs 1940, p. 82
  30. ૩૦.૦ ૩૦.૧ ૩૦.૨ Sachs 1940, p. 86
  31. Sachs 1940, pp. 88–97
  32. Sachs 1940, pp. 98–104
  33. Sachs 1940, p. 105
  34. Sachs 1940, p. 106
  35. Sachs 1940, pp. 108–113
  36. Sachs 1940, p. 114
  37. Sachs 1940, p. 116
  38. Marcuse 1975, p. 385
  39. Sachs 1940, p. 128
  40. Sachs 1940, p. 129
  41. Campbell 2004, p. 83
  42. Sachs 1940, p. 149
  43. Sachs 1940, p. 151
  44. Sachs 1940, p. 152
  45. Sachs 1940, p. 161
  46. Sachs 1940, p. 185
  47. Sachs 1940, pp. 162–164
  48. Sachs 1940, p. 166
  49. Sachs 1940, p. 178
  50. Sachs 1940, p. 189
  51. Sachs 1940, p. 192
  52. Sachs 1940, p. 196–201
  53. Sachs 1940, p. 207
  54. Sachs 1940, p. 218
  55. Sachs 1940, p. 216
  56. Sachs 1940, p. 221
  57. Sachs 1940, p. 222
  58. Sachs 1940, p. 222–228
  59. Sachs 1940, p. 229
  60. Sachs 1940, p. 231
  61. Sachs 1940, p. 236
  62. Sachs 1940, p. 238–239
  63. Sachs 1940, p. 240
  64. Sachs 1940, p. 246
  65. Sachs 1940, p. 249
  66. Sachs 1940, p. 250
  67. Sachs 1940, p. 251–254
  68. ૬૮.૦ ૬૮.૧ Sachs 1940, p. 260
  69. Sachs 1940, p. 263
  70. Sachs 1940, p. 265
  71. Kartomi 1990, p. 124
  72. Grillet 1901, p. 29
  73. Sachs 1940, p. 269
  74. Sachs 1940, p. 271
  75. Sachs 1940, p. 274
  76. Sachs 1940, p. 273
  77. Sachs 1940, p. 278
  78. Sachs 1940, p. 281
  79. Sachs 1940, p. 284
  80. Sachs 1940, p. 286
  81. Bicknell 1999, p. 13
  82. Sachs 1940, p. 288
  83. ૮૩.૦ ૮૩.૧ Sachs 1940, p. 298
  84. ૮૪.૦ ૮૪.૧ Sachs 1940, p. 351
  85. Sachs 1940, p. 299
  86. Sachs 1940, p. 301
  87. Sachs 1940, p. 302
  88. Sachs 1940, p. 303
  89. Sachs 1940, p. 307
  90. Sachs 1940, p. 328
  91. Sachs 1940, p. 352
  92. Sachs 1940, p. 353–357
  93. Sachs 1940, p. 374
  94. Sachs 1940, p. 380
  95. Sachs 1940, p. 384
  96. Sachs 1940, p. 385
  97. Sachs 1940, p. 386
  98. Marcuse 1975, p. 3
  99. Marcuse 1975, p. 117
  100. Marcuse 1975, p. 177
  101. Marcuse 1975, p. 549
  102. Sachs 1940, p. 447
  103. Kartomi 1990, p. 174–175
  104. બિકનેલ, સ્ટિફન (1999). "ધ ઓર્ગન કેસ". ઇન થિસ્ટલથ્વેઇટ, નિકોલસ એન્ડ વેબર, જ્યોફ્રી (ઈડીએસ.), ધ કેમ્બ્રિજ કમ્પેનિયન ટુ ધ ઓર્ગન, પીપી. 55–81. કેમ્બ્રિજ: કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. આઈએસબીએન 0-521-57584-2
  105. હોવાર્ડ, રોબ (2003) એન એ ટુ ઝેડ ઓફ ધ એકોર્ડિયન એન્ડ રિલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સ્ટોકપોર્ટ: રોબાકોર્ડ પબ્લિકેશન્સ આઈએસબીએન 0-9546711-0-4
  106. ફાઇન, લેરી. ધ પિયાનો બુક, 4થી આવૃત્તિ મેસેશુસેટ્સ: બ્રૂકસાઇડ પ્રેસ, 2001. આઈએસબીએન 1-929145-01-2
  107. રિપિન (ઈડી) ઈટી એએલ. અર્લી કિબોર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ . ન્યૂ ગ્રોવ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સિરિઝ, 1989, પેપરમેક
  108. પેરાડિસો, જેએ. "ઇલેક્ટ્રોનિક મ્યુઝિક: ન્યૂ વેઝ ટુ પ્લે". સ્પેક્ટ્રમ આઈઈઈઈ, 34(2):18-33, ડિસે. 1997.
  109. "Glockenspiel: Construction". Vienna Symphonic Library. મૂળ માંથી 2010-04-30 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-17.

સંદર્ભો

[ફેરફાર કરો]
  • Baines, Anthony (1993), Brass Instruments: Their History and Development, Dover Publications, ISBN 0486275744 
  • Bicknell, Stephen (1999), The History of the English Organ, Cambridge University Press, ISBN 0521654092 
  • Blades, James (1992), Percussion Instruments and Their History, Bold Strummer Ltd, ISBN 0933224613 
  • Brown, Howard Mayer (2008), Sachs, Curt, Grove Dictionary of Music and Musicians, http://www.oxfordmusiconline.com/subscriber/article/grove/music/24256, retrieved 2008-06-05 
  • Campbell, Murray; Greated, Clive A.; Myers, Arnold (2004), Musical Instruments: History, Technology, and Performance of Instruments of Western Music, Oxford University Press, ISBN 0198165048 
  • Canadian Broadcasting Corporation (December 30, 2004), Archeologists discover ice age dwellers' flute, Canadian Broadcasting Corporation, archived on 2006-11-16. Error: If you specify |archivedate=, you must also specify |archiveurl=, http://www.cbc.ca/arts/story/2004/12/30/flute-prehistoric041230.html, retrieved 2009-02-07 
  • Chase, Philip G.; Nowell, April (Aug–Oct 1998), "Taphonomy of a Suggested Middle Paleolithic Bone Flute from Slovenia", Current Anthropology 39 (4): 549, doi:10.1086/204771 
  • Collinson, Francis M. (1975), The Bagpipe, Routledge, ISBN 0710079133 
  • de Schauensee, Maude (2002), Two Lyres from Ur, University of Pennsylvania Museum of Archaeology and Anthropology, ISBN 092417188X 
  • Grillet, Laurent (1901), Les ancetres du violon v.1, Paris 
  • Kartomi, Margaret J. (1990), On Concepts and Classifications of Musical Instruments, University of Chicago Press, ISBN 0226425487 
  • Marcuse, Sibyl (1975), A Survey of Musical Instruments, Harper & Row, ISBN 0060127767 
  • Moorey, P.R.S. (1977), "What Do We Know About the People Buried in the Royal Cemetery?", Expedition 20 (1): 24–40 </ref>
  • Rault, Lucie (2000), Musical Instruments: A Worldwide Survey of Traditional Music-making Musical Instruments: A Worldwide Survey of Traditional Music-making, Thames & Hudson Ltd, ISBN 978-0500510353 
  • Remnant, Mary (1989), Musical Instruments: An Illustrated History from Antiquity to the Present, Batsford, ISBN 0713451696 .
  • Sachs, Curt (1940), The History of Musical Instruments, Dover Publications, ISBN 0486452654 
  • Slovenian Academy of Sciences (April 11, 1997), "Early Music", Science 276 (5310): 203–205, doi:10.1126/science.276.5310.203g 
  • West, M.L. (May 1994), "The Babylonian Musical Notation and the Hurrian Melodic Texts", Music & Letters 75 (2): 161–179, doi:10.1093/ml/75.2.161 

વધુ વાંચન

[ફેરફાર કરો]
  • Campbell, Donald Murray; Greated, Clive Alan; Myers, Arnold (2006), Musical Instruments: History, Technology and Performance of Instruments of Western Music, Oxford University Press, ISBN 019921185X 
  • Wade-Matthews, Max (2003), Musical Instruments: Illustrated Encyclopedia, Lorenz, ISBN 0754811824 

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]

ઢાંચો:Music topics