લખાણ પર જાઓ

સંજુ વાળા

વિકિપીડિયામાંથી
(સંજુ નારણભાઈ વાળા થી અહીં વાળેલું)
સંજુ વાળા
સંજુ વાળા
સંજુ વાળા
જન્મસંજુ નારણભાઈ વાળા
૧૧ જુલાઈ, ૧૯૬૦
બાઢડા, સાવરકુંડલા, અમરેલી, ગુજરાત
વ્યવસાયકવિ, વિવેચક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારત
નોંધપાત્ર સર્જનો
 • કંઈક/કશુંક/અથવા પ્રતિ... (૧૯૯૦)
 • કિલ્લેબંધી (૨૦૦૦)
 • રાગાધિનમ (૨૦૦૭)
નોંધપાત્ર પુરસ્કારો
સહી
સંજુ વાળા મોરારી બાપુ સાથે નગીનદાસ પરીખ સાહિત્ય સન્માન, ૨૦૧૪

સંજુ વાળા (અંગ્રેજી: Sanju Vala) ગુજરાતી ભાષાના કવિ અને અદ્યતન યુગના વિવેચક છે, અને ગુજરાત, ભારત ખાતે રહે છે. તેમણે કટારલેખક તરીકે ઘણાં અખબારોમાં કામ કર્યું હતું, જેમ કે જન્મભુમિ અને ફુલછાબ. તેમની ઘણી રચનાઓ સાહિત્યિક સામયિકો, જેમ કે શબ્દસૃષ્ટિ, પરબ, સમીપે, એતદ, પરિવેશ, નવનીત સમર્પણ અને ગઝલવિશ્વમાં પ્રકાશિત થઈ હતી. એક કવિ તરીકે તેમણે ઘણા મુશાયરાઓનું આયોજન કર્યું હતું અને ઘણા મુશાયરા, કવિ-સંમેલન અને કવિતાની પ્રશંસા અને ટીકા પર ભાષણોમાં તેમણે ભાગ પણ લીધો હતો. તેમનું સૌથી નોંધપાત્ર યોગદાન ગુજરાતી કવિતા ક્ષેત્રે રહ્યું છે. તેમણે કવિતાઓની પ્રશંસા અને ટીકા કરતા લેખોમાં પણ નોંધપાત્ર યોગદાન આપેલ છે. તેમણે ૧૦ થી વધુ પુસ્તકો લખ્યાં છે અને અનેક સાહિત્યિક પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે.[૧]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

સંજુ વાળાનો જન્મ ૧૧ જુલાઈ, ૧૯૬૦ના રોજ બાઢડા (સાવરકુંડલા) ગામ, અમરેલી જિલ્લો, ગુજરાત ખાતે નારણભાઈ અને રાણીમાના ઘરે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ બાઢડા પ્રાથમિક શાળામાંથી ૧૯૭૬ના વર્ષમાં પૂર્ણ કર્યું હતું. તેમણે ધો.-૧૦ ૧૯૭૭ના વર્ષમાં અને ધો-૧૨ ૧૯૭૯ના વર્ષમાં જે. વી મોદી હાઈસ્કુલ, સાવરકુંડલા ખાતેથી પૂર્ણ કર્યું હતું. તેઓ કોલેજ શિક્ષણ માત્ર પ્રથમ વર્ષ પૂરતું અભ્યાસ કરી શક્યા હતા અને ત્યારબાદ તેમણે કોલેજ છોડી હતી.[૨]

કારકિર્દી[ફેરફાર કરો]

સંજુ વાળા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં ૧૯૭૯ના વર્ષમાં જોડાયા હતા અને હજુ પણ કામ કરે છે. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદમાં કાર્યકારી સમિતિના એક સભ્ય તરીકે વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૪ સુધી સેવા આપી છે. તેઓ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા સંચાલિત વલી ગુજરાતી ગઝલકેન્દ્ર અકાદમીની કાર્યકારી સમિતિના પણ સભ્ય હતા.

કારકિર્દી[ફેરફાર કરો]

વાળાએ પોતાની કારકિર્દી ગઝલ-લેખન ક્ષેત્રે શરૂ કરી અને બાદમાં તેઓ કવિતાના અન્ય સ્વરૂપો તરફ વળ્યા. તેમાં મુખ્ય ફાળો ગીત, ગઝલ તેમ જ અછાંદસ રચનાઓનો તરફ રહ્યો છે. તેમણે અદ્યતન શૈલી અને સ્થાપિત શૈલીનો સમન્વય અને ભેદ સફળતાપૂર્વક પોતાની રચનામાં લખવા પ્રયાસ કર્યો છે. હરીશ મીનાશ્રુ અને મણિલાલ એચ. પટેલ દ્વારા તેમની શૈલી માટે અલગ ચીલો પાડનારી અને સ્થાપિત જૂના શૈલી વચ્ચેની હોવાની પ્રશંસા કરવામાં આવી હતી. તે સમયે જ્યારે મોટા ભાગના ગઝલ-કવિઓ લખવા માટે સીધી રચના અને પહાડી અવાજનો ઉપયોગ કરતા, ત્યારે તેમણે સામે પ્રવાહે તરી પોતાની શૈલીમાં અને અદ્યતન ભાષામાં સ્થાપિત શૈલી લેખન દ્વારા ગઝલોનું આલેખન કર્યું છે.[૩]

સન્માન[ફેરફાર કરો]

Sanju Wala seeks awareness of the multiple states of consciousness through multiple verse forms. He is adept at the lyrical and has a flair for Gazals. His songs reflect saurashtra diction. He experiments with meters like Kataav that are flexible or with free verse. He can be flippant while retaining a sharp eye to notice minute and missed details of everyday life. Oppressive pain and explosive violence in several of his poems are inevitable on a journey to the centre of existence. We were born during the years of hope and aspirations. Sanju was born in 1960 during the period of national frustrations. But the future of Gujarati poetry rests in the poets like him.

Dileep Jhaveri (A Tale of Modern Gujarati Poetry, Muse India, Issue 11)[૪]

વર્ષ ૧૯૯૦મા તેમના કાવ્યસંગ્રહ કંઈક/કશુંક/અથવા તો... માટે તેમને જયંત પાઠક કવિતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તેમના ગુજરાતી ગઝલ કવિતા ક્ષેત્રમાં યોગદાન માટે , તેમને વર્ષ ૧૯૯૯માં શયદા એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે પ્રાપ્ત આર. વી પાઠક/નાનાલાલ કવિતા પારીતોષિક ૨૦૦૩ના વર્ષમાં અને ડૉ ભાનુપ્રસાદ પંડયા એવોર્ડ માટે તેમના કાવ્યસંગ્રહ રાગાધિનમ ૨૦૦૭ના વર્ષમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા, નગીનદાસ પરીખ સાહિત્ય સન્માન-૨૦૧૪ વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન દ્વારા, કવિશ્રી રમેશ પારેખ સન્માન-૨૦૧૪ અસ્મિતા ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા અને હરિન્દ્ર દવે મેમોરિયલ એવોર્ડ ૨૦૧૪.

પ્રકાશિત પુસ્તકો[ફેરફાર કરો]

 • કંઈક/કશુંક/અથવા તો... (કવિતા-સંગ્રહ), ૧૯૯૦
 • અતિક્રમી તે ગઝલ (રાજકોટના કવિઓની ગઝલ), ૧૯૯૦
 • કિન્શુકલય (નવી પેઢીની ગઝલ-સંકલન)
 • કિલ્લેબંધી (લાંબી કવિતા અને મુક્ત-છંદ), ૨૦૦૦
 • રાગાધિનમ્ (કવિતા-ગીતો), ૨૦૦૭
 • ઘર સામે સરોવર (કવિતા સંકલન: શ્યામ સાધુ), ૨૦૦૯, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત.
 • કવિતાચયન-૨૦૦૭ (ગુજરાતી કવિતાઓ ૨૦૦૭ સંકલન) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત છે.
 • યાદનો રાજ્યાભિષેક (ગઝલ સંકલન: શૂન્ય પાલનપુરી), ૨૦૧૨, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત.
 • મનપાંચમના મેળામાં ( કવિતા સંકલન: રમેશ પારેખ), ૨૦૧૩, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત.
 • કવિતા નામે સંજીવની (ગઝલ સંગ્રહ ) ૨૦૧૪.

સંદર્ભો[ફેરફાર કરો]

 1. બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૨), અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ, પાર્શ્વ પ્રકાશન
 2. શુક્લા, કિરિટ (૨૦૧૩). ગુજરાતી સાહિત્યકાર કોશ. ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી. પૃષ્ઠ 439. ISBN 9789383317028.
 3. ચાવડા, અનિલ; બ્રહ્મભટ્ટ, હર્ષ, સંપાદકો (૨૦૧૩). શબ્દ સાથે મારો સંબંધ. અમદાવાદ: નવભારત સાહિત્ય મંદિર. પૃષ્ઠ 182-191. ISBN 978-81-8440-754-9.
 4. Jhaveri, Dileep (૨૦૧૬-૦૧-૨૧). "A Tale of Modern Gujarati Poetry". Muse India. મૂળ માંથી 2017-08-05 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૬-૦૧-૨૧.