સભ્યની ચર્ચા:DSP2092

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય DSP2092, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૧૫:૧૭, ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૩ (IST)[ઉત્તર]

ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ[ફેરફાર કરો]

ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ લેખ બનાવવા માટે આભાર. જોકે લેખ સંપૂર્ણ પણે મશીન ભાષાંતરિત છે તેમજ સંખ્યાબંધ ક્ષતિઓ ધરાવે છે. મહેરબાની કરીને આવા મોટા લેખ બનાવવા કરતા શરુઆત નાના પણ વ્યવસ્થિત લેખથી કરશો તો અન્ય સભ્યો પણ તેમાં ફાળો આપી શકશે તેમજ લેખ જ્ઞાનકોશ લાયક બનશે. -- કાર્તિક ચર્ચા ૧૨:૦૨, ૮ મે ૨૦૨૩ (IST)[ઉત્તર]

સલાહ માટે તમારો આભાર. DSP2092 (ચર્ચા) ૧૨:૫૬, ૮ મે ૨૦૨૩ (IST)[ઉત્તર]
અને હા, આ લેખને ગુજરાતના લોકસભા મતવિસ્તારોની જેમ બનાવ્યા પછી છોડી ન મૂકતા! -- કાર્તિક ચર્ચા ૧૩:૨૯, ૮ મે ૨૦૨૩ (IST)[ઉત્તર]
ગુજરાતના લોકસભા મતવિસ્તારો, આ લેખને મેં છોડી મૂક્યો નહોતો. મેં તેના સંબંધિત નકશા બનાવડાવતો હતો. -- DSP2092 (ચર્ચા) ૧૫:૨૯, ૮ મે ૨૦૨૩ (IST)[ઉત્તર]
નવા લેખો બનાવતા પહેલા આ લેખને સરખો કરવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૧૨:૪૬, ૧૫ મે ૨૦૨૩ (IST)[ઉત્તર]
આ લેખમાં વ્યાકરણ અને સંખ્યાઓને બાદ કરતાં મારે શું સુધારવું જોઈએ? -- DSP2092 (ચર્ચા) ૧૬:૨૪, ૧૬ મે ૨૦૨૩ (IST)[ઉત્તર]
ભાષાંતર, વ્યાકરણ, આંકડાઓ. ટૂંકમાં કહીએ તો, બહુ બધા સુધારાની જરુર છે. -- કાર્તિક ચર્ચા ૧૬:૩૯, ૧૬ મે ૨૦૨૩ (IST)[ઉત્તર]
હજુ પણ નવા મોટા અને અર્થહીન કડીઓથી ભરપૂર લેખો બનાવવાનું ચાલુ જ છે? -- કાર્તિક ચર્ચા ૧૮:૪૩, ૨૧ મે ૨૦૨૩ (IST)[ઉત્તર]

સભ્ય પાનું[ફેરફાર કરો]

મહેરબાની કરીને અન્ય સભ્યોના સભ્યપાનામાં ફેરફાર ન કરશો. તમે મારા પાના પર મૂકેલી નોંધ જોઇ નથી? :) -- કાર્તિક ચર્ચા ૧૮:૦૪, ૧૮ મે ૨૦૨૩ (IST)[ઉત્તર]

નવા લેખો[ફેરફાર કરો]

શું તમે નવા લેખ બનાવતા પહેલા બનાવેલા લેખોને પૂર્ણ અને સરખાં કરવાની મહેનત કરશો? -- કાર્તિક ચર્ચા ૧૩:૫૬, ૨૬ મે ૨૦૨૩ (IST)[ઉત્તર]

@Dsvyas, @Aniket, આ સભ્યના યોગદાનો ચકાસવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૧૩:૫૭, ૨૬ મે ૨૦૨૩ (IST)[ઉત્તર]
ધ્યાન દોરવા માટે આભાર. એમના મોટાભાગના યોગદાનો કોઈ ખાસ હેતુ સિદ્ધ કરવા માટેના હોય એવા લાગે છે. જો એ સહકાર નહી આપે તો એમના પર પણ પ્રતિબંધ મુકી શકવા માટે વિચારણા કરીશું. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૨:૪૪, ૨૭ મે ૨૦૨૩ (IST)[ઉત્તર]
@Aniket, મેં ગુજરાતી વિકિપીડિયા પર માત્ર 6 લેખ બનાવ્યા છે:
 1. ગુજરાતના લોકસભા મતવિસ્તારો
 2. ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ
 3. ભારતમાં નાણાકીય નિયમન
 4. ગુજરાત સરકારની એજન્સીઓની યાદી
 5. ગુજરાતના તાલુકાઓ
 6. વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલન
"એમના મોટાભાગના યોગદાનો કોઈ ખાસ હેતુ સિદ્ધ કરવા માટેના હોય એવા લાગે છે."- મને એ‌ ખબર ન પડી કે હું કોઈપણ હેતુઓ કે સિદ્ધ કરવા માટે‌ કેવી રીતે યોગદાન આપવાનો પ્રયાસ કરી રહ્યો છું.મેં કોઈ વ્યર્થહીન લેખ બનાવ્યો નથી અને
"જો એ સહકાર નહી આપે તો એમના પર પણ પ્રતિબંધ મુકી શકવા માટે વિચારણા કરીશું." - તમે અહીં શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છો? મેં વિકિપીડિયાની કોઈપણ માર્ગદર્શિકા તોડી નથી તેમ છતાં તમે આવું કહી રહ્યા છો. DSP2092 (ચર્ચા) ૧૩:૩૦, ૨૭ મે ૨૦૨૩ (IST)[ઉત્તર]
તમારો હેતુ શું છે એ તો ફક્ત તમે પોતે જ કહી શકો. તમારા લેખોની વ્યર્થતા ત્યા જ દેખાઈ આવે છે કે જ્યાં અન્ય સભ્યો દ્વારા તમને સુધારા કરવાનું કહેવામાં આવ્યુ હોવા છતા તમે એ સુધારા કર્યા જ નથી.
જો તમને અન્ય ખુબ અનુભવી સભ્યો દ્વારા અપાતા માર્ગદર્શનને સતત અવગણ્યા કરશો તો તમારા પર કાયમી પ્રતિબંધ લદાઈ શકે છે.
આશા છે તમારો સહકાર મળશે. આભાર. અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૯:૨૪, ૩ જૂન ૨૦૨૩ (IST)[ઉત્તર]
હું તમારી વાતોથી અસહમત છું. DSP2092 (ચર્ચા) ૨૨:૨૬, ૩ જૂન ૨૦૨૩ (IST)[ઉત્તર]