સભ્યની ચર્ચા:Jivanbhai Mayatra

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Jivanbhai Mayatra, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૨૮, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST) (કદાચ હવે પ્રોબ્લેમ ઊભો નહીં થાય.) હું Neel Kamal Mayatra, હુંજ Jivan Mayatra. પાસવર્ડ ની ભૂલને કારણે મારે મારા સિનિયર મિત્રો તરફથી "કડક પણ મીઠા" ઠપકા સાંભળવા મળ્યા. જો કે બે ખાતેથી વ્યવહાર થતો હતો એ માત્ર ને માત્ર મારી અણઆવડત ને કારણે હતો. એમાં મારો કોઈ કુવિચાર ન હોવાની સ્પષ્ટતા આપની સમક્ષ કરુ છું. પરંતુ હવે આવું ન થાય તે માટે આપના તરફથી હંમેશા યોગ્ય માર્ગદર્શન આવકાર્ય....હવે મે Jivanbhai Mayatra ના નામે નવું ખાતુ શરૂ કર્યું છે. ધન્યવાદ સહ... Jivanbhai Mayatra (ચર્ચા) ૧૯:૧૩, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)

આ કેમ?[ફેરફાર કરો]

હવે આ ત્રીજું નવું ખાતું કેમ ખોલ્યું? તમે ઉપર લખ્યું કે સિનિયર મિત્રો પાસેથી ઠપકો સાંભળવો પડ્યો, પણ એવું કાંઈ થયું હોય તેવું ધ્યાને ચડતું નથી. ઉપરથી હું તમને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને તમે કોકડું વધુ ને વધુ ગુંચવી રહ્યા છો. મેં તમારા ચર્ચાના પાને સંદેશા મૂક્યા અને તમને ઇમેલ પણ મોકલ્યો, શું તમે એ કશું જોયું નથી? તમે એક નિર્ણય લઈને કહો કે તમારે હવે આ ત્રણમાંથી કયું ખાતુ રાખવાનું છે અને કયા બંધ કરવાના છે? અને હવે પછીનું ચોથું ક્યારે બનાવવાના છો?--ધવલચર્ચા/યોગદાન ૧૯:૩૯, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)

વ્યાસજી, I'm very sorry તમે મારી જે મદદ કરી રહ્યા છો (મને જે સહન કરી રહ્યા છો) તે બદલ. હવે મને અંતિમ ખાતે Jivanbhai Mayatra ના નામે મંજૂરી આપો. Jivanbhai Mayatra (ચર્ચા) ૨૦:૧૦, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)

ભાઈ, તમને સહન કરી રહ્યા છીએ એને મદદ નથી ગણાવતો, તમારા બે ખાતાને મર્જ કરીને એક કરવાનું જે કામ ઉપાડ્યું હતું તેને મદદ કહી હતી. ખેર, હવે તે અરજી મેં પાછી ખેંચી લીધી છે. શું તમે હવે એવી બાંહેધરી આપો છો કે તમે આ એક જ ખાતુ વાપરશો અને નીચેના બે ખાતાઓનો ઉપયોગ કદાપી નહિ કરો? જો એમ બાંહેધરી આપતા હોવ તો હું તમારા આ નવિનતમ ખાતાને ચાલુ રહેવા દઈને નીચે વર્ણવેલા બન્નેને પ્રતિબંધિત કરી દઉં, જેથી ભવિષ્યમાં તમે ભૂલમાં પણ એનો ઉપયોગ ના કરો.
 1. સભ્ય:Jivan mayatra
 2. સભ્ય:Neel kamal Mayatra
અને હા, ભવિષ્યમાં ચર્ચાઓ પર પુરતું ધ્યાન આપો, ઇમેલમાં મોકલેલા સંદેશા અને ચર્ચાઓનું લખાણ પહેલા વાંચો, સમજો અને ન સમજાય તો પૂછો, બીજું કોઈ પગલું ભરતા પહેલા. અમે તમારા દુશ્મન નથી, પણ ધરમ કરતા ધાડ પડે ત્યારે મન જરા ડહોળાય અને ઉગ્ર ભાષાનો ઉપયોગ થઈ જાય. માફ કરજો.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૭, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)

_મારા બન્ને ખાતા 1/Neel Kamal Mayatra અને 2/Jivan Mayatra ને તમેજ બ્લોક કરો. હું માત્ર Jivanbhai Mayatra ના નામે જ એકાઉન્ટ ચલાવીશ. આભાર - Jivanbhai Mayatra (ચર્ચા) ૨૧:૧૪, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)

આભાર, તમે અહિં આપેલી સહમતિ મુજબ હવે તમારા અન્ય બન્ને ખાતા Jivan mayatra અને Neel kamal Mayatra પર ત્રતિબંધ મૂક્યો છે, એટલે તમે ભૂલેચુકે પણ એ ખાતાઓનો ઉપયોગ નહિ કરી શકો. હવે કૃપા કરી ચોથુ ખાતુ ખોલતા પહેલા મારો મારા ચર્ચાનાં પાને સંપર્ક કરશો. અને એ સિવાય પણ કોઈ પણ પ્રકારના માર્ગદર્શનની જરૂર હોય તો એક હાક મારતા ખચકાશો નહિ. અહિં બધા એકબીજાને મદદરૂપ થવા તત્પર જ હોઈએ છીએ, ફક્ત ધીરજ રાખીને એકબીજાને સમજવાની જરૂર છે, કોઈ કોઈનું દુશ્મન નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૭, ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ (IST)

=શુભ સવાર સાથે મારા પ્રશ્નનો ઉકેલ લાવવા માટે સિનિયર મિત્રોનો દિલથી આભાર. ગુડ મોર્નિંગ_ ધન્યવાદ --Jivanbhai Mayatra (ચર્ચા) ૦૬:૧૭, ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ (IST)

મહાનતમ ભારતીય (સર્વેક્ષણ)[ફેરફાર કરો]

મહાનતમ ભારતીય[ફેરફાર કરો]

=50 મહામાનવોની યાદી[ફેરફાર કરો]

અંતિમ 10(top ten)[ફેરફાર કરો]

નામાંકન અને મતદાન[ફેરફાર કરો]

સમારોહ અને ઘોષણા[ફેરફાર કરો]

--Jivanbhai Mayatra (ચર્ચા) ૨૦:૧૫, ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ (IST)

મહાનતમ ભારતીય (સર્વેક્ષણ)[ફેરફાર કરો]

મહાનતમ ભારતીય[ફેરફાર કરો]

=50 મહામાનવોની યાદી[ફેરફાર કરો]

અંતિમ 10(top ten)[ફેરફાર કરો]

નામાંકન અને મતદાન[ફેરફાર કરો]

સમારોહ અને ઘોષણા[ફેરફાર કરો]

સહી[ફેરફાર કરો]

તમારી સહી કરવા માટે તમારે માત્ર ~~~~ જ ઉમેરવાની જરૂર છે. એમા તમારી સહી અને સમય આપમેળે આવી જશે. અથવા તમે ઉમેરો મેનુમાંથી પણ સહી ઉમેરી શકશો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૨૩, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST)

Dhanyvad
મિસ્ત્રી જી ધ્યાન દોરવા બદલ આભાર. એક મહેરબાની એ પણ કરો કે મારુ લખાણ સ્વતંત્ર પેઝ બને અને તે મુખ્ય પેઝ પર કેવી રીતે આવે. Jivanbhai Mayatra (ચર્ચા) ૧૧:૦૯, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
સરળ જ છે. દા.ત. https://gu.wikipedia.org/w/index.php?title=ઉદાહરણ&action=edit&redlink=1 તમને નવું પાનું બનાવવા તરફ લઇ જશે. "ઉદાહરણ"ની જગ્યાએ તમારે જે પાનું બનાવવું હોય તેનું નામ લખવું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૩૫, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
તમને ઉદાહરણ પાનું બનાવવાનું નહોતું કહ્યું! જરા કોઇ સૂચના વાંચવાની તકલીફ લેશો તો ફરીથી મદદ કરવાની ઇચ્છા થશે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૩૦, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
સોરી 🙏😢😷Jivanbhai Mayatra (ચર્ચા) ૧૪:૧૨, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
આ ફેરફારનો કોઇ અર્થ નથી. આગળ કહ્યું તેમ સહી કરતાં જ સમય આપમેળે આવી જશે! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૫૩, ૧૩ ડિસેમ્બર ૨૦૧૭ (IST)

🙏ધન્યવાદ સહ.... એકાઉન્ટ પ્રોબ્લેમના નિરાકરણ પછી મારા જુના યોગદાન છે તે મારા નવા એકાઉન્ટમાં ગણાય કે કેમ? જો ગણાય તો અતિ સુંદર. જો ન ગણાય તો "નુકસાન". એટલે મિત્રો ને એક હાંક મારવાનું મન થયું કે મદદે આવજો.... Jivanbhai Mayatra (ચર્ચા) ૧૨:૦૦, ૧૪ ડિસેમ્બર ૨૦૧૭ (IST)

માફ કરજો, કેમકે તમે દર વખતે નવા ખાતા ખોલ્યે રાખ્યા છે અને મારી કરેલી પેલી અરજીને અમલમાં મૂકાવા ના દીધી, હવે એ જૂના ફેરફારો ગણતરીમાં લેવાય તે શક્ય નથી. તમારા જૂના બન્ને ખાતાઓને મેં કરેલી એ અરજી દ્વારા ભેળવી દેવામાં આવ્યા હોત તો બધા ફેરફારો એક સાથે ગણતરીમાં આવત, પણ હવે એ શક્ય નથી.
અને હા, ઉપર કાર્તિકભાઈએ જણાવ્યું છે તેમ, દર વખતે તમારે સહિ કરીને પછી સમય બદલવાની જરૂર નથી, જ્યારે તમે સંદેશાને અંતે --~~~~ ઉમેરો છો ત્યારે આપોઆપ જ કમ્પ્યૂટર સર્વરનો સમય અંકિત કરી દે છે.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૨૬, ૧૫ ડિસેમ્બર ૨૦૧૭ (IST)

અવર્ગીકૃત[ફેરફાર કરો]

શુભ સવાર મિત્રો. મે બનાવેલા બે પાના અશ્ચમેધ અને બહારવટીયો એ અવર્ગીકૃત તરીકે બતાવે છે. તે બાબતે મારે શું કરવું જોઈએ અથવા મિત્રો ને વિનંતી કે ભૂલ સુધારી લેજો અથવા મદદ કરવા વિનંતી. સલાહ સુચન હંમેશાં આવકાર્ય છે જ. બસ એજ.... --Jivanbhai Mayatra (ચર્ચા) ૦૦:૦૮, ૧૯ ડિસેમ્બર ૨૦૧૭ (IST)

શુભસવાર જીવનભાઈ! બંને લેખોને મેં વર્ગીકૃત કરી દીધા છે. આવું સુંદર યોગદાન કરતા રહેશો.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૧૬, ૧૯ ડિસેમ્બર ૨૦૧૭ (IST)

ધન્યવાદ જીJivanbhai Mayatra (ચર્ચા) ૦૦:૧૯, ૧૯ ડિસેમ્બર ૨૦૧૭ (IST)

આવું સરસ યોગદાન કરતા રહેશો.--Aniket (ચર્ચા) ૧૧:૦૮, ૨૦ ડિસેમ્બર ૨૦૧૭ (IST)

ચોતરો[ફેરફાર કરો]

વિકિપીડિયા:ચોતરો, ચર્ચા માટે છે. અખતરા કરવા માટે નથી. એ માટે તમારું સભ્ય પાનું વાપરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૫૪, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)

@Jivanbhai Mayatra:, તમે અહિં ક્લિક કરીને કેસર મકવાણા વિષે લખી શકો છો. તમે જ્યારે પૂરું કરી દો ત્યારે મને મારા ચર્ચાનાં પાને સંદેશો મુકશો જેથી હું એ માહિતી નવા પાને મૂકી આપીશ.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૨૬, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
----આભાર... ધવલજીJivanbhai Mayatra (ચર્ચા) ૨૩:૪૬, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
ધવલજી ધન્યવાદ સહ ઘણા સમયથી કોઈ સંપાદન થયું ન હતું. જે આજે શક્ય બન્યું છે. એને મુખ્ય પેઝ પર, પાના પર ગોઠવી આપશો તેવી વિનંતી સહ આપનો આભાર. બીજુ એ કે એક રીત એવી હતી કે કોઈ પણ શબ્દ લખીને સર્ચ કરીએ ત્યારે તે વિશેની માહિતી જો વિકિપીડિયા પર ન હોય તો એ તરત નવું પાનું બનાવવાનાં ઢાંચા તરફ દોરી જતું હતું. એ રીત હવે કેમ મળતી નથી? જો એ સરળ રીત મળી જાય તો ઘણી અનુકૂળ થશે. અને અનુકૂળ સમયે મારું યોગદાન આપી શકું... મદદ ની અપેક્ષામાં... Jivanbhai Mayatra (ચર્ચા) ૨૧:૧૨, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
તમારું યોગ્ય સ્થળે - ધવલભાઇએ આપેલ કડીમાં ખસેડેલ છે. મહેરબાની કરી આપેલ સૂચનાઓ વાંચીને અમલ કરો જેથી અન્ય વ્યક્તિઓનો સમય ખોટો ન થાય. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૩૯, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)

મિસ્ત્રી જી મેં ડૉ કેસર મકવાણા વિશે એક પેઝ બનાવ્યું છે. મારે તેમાં ફોટો અપલોડ કરવો હોય તો કેવી રીતે કરી શકું છું. મને તેની સરળ રીત બતાવવા મહેરબાની. જે ફોટો લેખક ડૉ કેસર મકવાણા પાસેથી પ્રાપ્ત થયો છે. Jivanbhai Mayatra (ચર્ચા) ૨૩:૪૧, ૧ માર્ચ ૨૦૧૮ (IST)

Jivanbhai Mayatra, મકવાણા સાહેબ પર વધુ સંદર્ભો હોય તો તે તેમના લેખ પર મુકશો. થોડી ભાષા મઠારવાની જરૂર છે જે હું કરી દઈશ. માત્ર એક સંદર્ભથી તેઓની પ્રતિભા જાણી ન શકાય. એમના કાર્યને બિરદાવતા લેખ કે એવોર્ડ વગેરે વિષે માહિતી હોય તો મુકશો. એમનો ફોટો જો આપે પોતે લીધો હોય તો તેને સરળતાથી અપલોડ કરી શકાય છે પણ જો બીજા કોઈએ લીધો હોય તો એના કોપીરાઈટ તે વ્યક્તિના હોઈ કેટલાક કાયદાકીય ઈ-મેલ વ્યવહાર કરવા પડે. જો તમે પોતે લીધેલ ફોટો હોય તો આ લીંક પર ક્લિક કરી સ્ટેપ બાય સ્ટેપ માહિતી ઉમેરી ફોટો સરળતાથી મૂકી શકશો. જો બીજાએ લીધેલ હોય તો મને જણાવશો, હું વ્યવસ્થા કરી આપીશ. આ ઉપરાંત લેખ સંદર્ભે કોઈ મદદ જોઈતી હોય તો મારા પાને પ્રશ્ન મૂકી શકો છો. આપ વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવતા રહો તેવી આશા સહ.-Nizil Shah (ચર્ચા) ૨૨:૪૭, ૮ માર્ચ ૨૦૧૮ (IST)
પ્રથમ તો માહિતી આપી ને અવગત કરાવવા બદલ આભાર. સુચન આવકાર્ય છે. અનુકૂળતા એ અમલ કરવા જરૂર પ્રયાસ કરું છું. આપનું સુચન સલાહ હંમેશાં આવકાર્ય રહેશે... Jivanbhai Mayatra (ચર્ચા) ૦૯:૦૯, ૯ માર્ચ ૨૦૧૮ (IST)
 મિત્રો એક મુશ્કેલી ઊભી થઈ છે. મારા એકાઉન્ટ માં પ્રવેશ થઈ શકતો નથી. પાસવર્ડ ની કોઈ ભૂલ થઈ હોય એવું લાગે છે. પાસવર્ડ યાદ નથી આવતો. મારે શું કરવું જોઈએ... કોઈ મદદ માં આવજો.2405:204:808E:B5CC:20C6:B9B8:1B63:82EF