લખાણ પર જાઓ

૨૦૧૭ અમરનાથ આતંકી હુમલો

વિકિપીડિયામાંથી
૨૦૧૭ અમરનાથ આતંકી હુમલો
સંબંધિત: કાશ્મીર સંઘર્ષ
કાશ્મીરમાં અનંતનાગ જિલ્લો જ્યાં હુમલો થયો હતો.
સ્થાનઅનંતનાગ જિલ્લો, જમ્મુ અને કાશ્મીર, ભારત[]
તારીખJuly 10, 2017 (2017-07-10)
રાત્રે ૮:૨૦ (ભારતીય માનક સમય)
લક્ષ્યઅજાણ્યું, અમરનાથ યાત્રીઓથી ભરેલી ગુજરાતની બસ[]
હુમલાનો પ્રકારઅંધાધુંધ ગોળીબાર
શસ્ત્રોબંદૂકો અને ગોળીઓ
મૃત્યુ
ઘાયલ૧૯
પીડિતોહિંદુ યાત્રાળુઓ
અપરાધીઓલશ્કર-એ-તૈયબા (જવાબદારી નકારી છે)[]
હુમલાખોરો૩ - ૫ આતંકવાદીઓ; પાકિસ્તાની અને કેટલાંક કાશ્મીરીઓ સમેત[]
આરોપીઅબુ ઈસ્માઈલ (લશ્કર-એ-તૈયબાનો કમાંડર અને હુમલાનું મુખ્ય ભેજું)[]

અમરનાથ યાત્રા પર ત્રાસવાદી હુમલો ૧૦ જુલાઈ ૨૦૧૭ના ભારતના જમ્મુ-કાશ્મીરમાં થયો હતો. ઇસ્લામિક આતંકવાદી સંસ્થા લશ્કર-એ-તૈયબા આ દ્વારા કરવામાં આવેલા આ ત્રાસવાદી હુમલામાં ૭ શ્રદ્ધાળુઓના મૃત્યુ નીપજ્યાં હતા.[] ભારત સરકારનો આરોપ છે કે, આ હુમલામાં ઇસ્લામિક આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સભ્ય ઇસ્માઇલ, મુખ્ય આરોપી છે. પરંતુ પાકિસ્તાન સ્થિત[] ઇસ્લામિક આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ આ આક્રમણની જવાબદારી સ્વીકારી નહોતી.[] ૧૦ જુલાઈ ૨૦૧૭ તારીખ અને તે મુજબ ભારતમાં પ્રચલિત પૂર્ણિમાસાંત કાલગણના આધારિત પંચાંગ મુજબ શ્રાવણ માસના પ્રથમ સોમવારે અનંતનાગ જિલ્લામાં આ આક્રમણ કરાયું હતું.[] અમરનાથ ભારત, નેપાળ અને વિશ્વભરમાં નિવાસ કરતા હિંદુ ધર્મના લોકો માટે મુખ્ય યાત્રાધામ છે. ભારતમાં શ્રાવણ મહિનામાં ખાસ કરીને સોમવારે હિન્દુ ધર્મમાં ભગવાન શિવના દર્શન કરવાનું ખાસ મહત્વ છે. ૨૦૧૭માં સોમવાર શ્રાવણ માસનો પ્રથમ દિવસ હતો અને તે જ દિવસે અમરનાથયાત્રીઓ પર આ આક્રમણ કરવામાં આવ્યું હતું.

ઘટનાક્રમ

[ફેરફાર કરો]

રાત્રે ૮:૧૫ વાગ્યે પ્રથમ ત્રણ આતંકવાદીઓએ અર્ધ સૈનિક બળની છાવણી પર આક્રમણ કર્યું અને ૮:૨૦ વાગ્યે ખાનાબલ પાસે ગુજરાતના અમરનાથ યાત્રીઓથી ભરેલી બસ પર અંધાધૂંધ ગોળીબાર કરીને હુમલો કર્યો હતો.[] આ બસ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની હતી. આ બસન અમરનાથ શ્રાઇન બૉર્ડમાં સામેલ ન થઈ હોવાના કારણે તેને સુરક્ષા આપવામાં આવી નહોતી જેના કારણે બસ એકલી જ અમરનાથ યાત્રીઓને દર્શન કરાવીને જમ્મુ તરફ પ્રસ્થાન કરી રહી હતી ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. બસમાં બેસેલા મુસાફરો પર આતંકવાદીઓ દ્વારા ગોળીઓનો વરસાદ વરસાવવામાં આવ્યો જેના કારણે ૭ યાત્રીઓના મૃત્યુ થયા હતા અને ૩૨ યાત્રીઓ ગંભીર રીતે ઘવાયા હતા. આ બસમાં કુલ ૫૬ યાત્રીઓ હતા જે ગુજરાત, દીવ, દમણ અને મહારાષ્ટ્રના રહેવાસીઓ હતા. ૯ મૃતકોમાં ૫ સ્ત્રીઓ હતી.[૧૦] ૭માંથી ૫ મૃતકો ગુજરાતી અને ૨ મરાઠી હતા.

આતંકવાદી હુમલાની શરુઆત ત્રણમાંથી એક આતંકવાદી દ્વારા કરવામાં આવી હતી, જેને ઇસ્માઇલના નામે ઓળખી કાઢવામાં આવ્યો છે. તે એક મોટરસાઇકલ પર આવ્યો હતો. હુમલા પછી હુમલાવરો અરવાની તરફ ભાગી ગયા હતા જ્યાં તેમણે કેન્દ્રિય અનામત પોલીસ દળની છાવણી પર હુમલો કર્યો હતો.[૧૧]

પ્રતિક્રિયા અને પરિણામ

[ફેરફાર કરો]

જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે હુમલામાં પાકિસ્તાન સ્થિત ઇસ્લામી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ છે.[૧૨] પરંતુ, ઇસ્માઇલને પોતાના દળનો આતંકવાદી ન બતાવીને લશ્કર-એ-તૈયબાએ આ ઘટનામાં પોતાનો હાથ હોવાની વાતનો ઇનકાર કરી દીધો છે અને એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભારત સરકાર લશ્કરના મુક્ત કાશ્મીર આંદોલનમાં વિઘ્ન લાવવા માટે આ હુમલામાં લશ્કર-એ-તૈયબાને દોષી ગણાવી રહી છે.[૧૩] આ પૂર્વે ૨૦૦૮ મુંબઈ હુમલો[૧૪], પઠાણ ચોક હુમલો[૧૫] [૧૬] [૧૭] અને ઉરી હુમલો[૧૮]થયો હતો જેની જવાબદારી સ્વીકારનાર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ આ ઘટનાને ઇસ્લામિક ગણાવીને ભારત સરકારે જ આ આક્રમણ કરાવ્યું હોવાનો પ્રતિઆરોપ લગાવ્યો હતો.[૧૯] [૨૦] આતંકવાદી ઇસ્માઇલ પાકિસ્તાની હોવાની વાતની પણ પુષ્ટિ થઈ શકી નહોતી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની આકરી ટીકા કરી હતી અને કહ્યું કે, "ભારત આવા કાયરતાપૂર્ણ હુમલાઓ અને નાપાક મનસૂબાઓની આગળ ઝૂકશે નહીં."[૨૧] આ ઉપરાંત રાજનીતિજ્ઞો રાજનાથસિંહ, મહેબૂબા મુફતી, રામનાથ કોવિંદ, અને ઓમર અબ્દુલ્લાએ આ ઘટનાની નિંદા કરી હતી.

ચિત્રપટ

[ફેરફાર કરો]
ગુજરાતમાં વિરોધ અને શ્રદ્ધાસુમન
ગુજરાતમાં અમરનાથ પર હુમલાનો વિરોધ
ગુજરાતમાં અમરનાથ પર હુમલાનો વિરોધ 
ગુજરાતમાં અમરનાથ પર હુમલાનો વિરોધ
ગુજરાતમાં અમરનાથ પર હુમલાનો વિરોધ 
ગુજરાતમાં અમરનાથ પર હુમલાનો વિરોધ
ગુજરાતમાં અમરનાથ પર હુમલાનો વિરોધ 
ગુજરાતમાં અમરનાથ પર હુમલાનો વિરોધ
ગુજરાતમાં અમરનાથ પર હુમલાનો વિરોધ 
અમરેલીમાં અમરનાથયાત્રાના મૃતકોને શ્રદ્ધાંજલી
અમરેલીમાં અમરનાથયાત્રાના મૃતકોને શ્રદ્ધાંજલી 

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Bus Carrying Slain Amarnath Pilgrims Was Not Part Of Official Convoy, Yatris Not Registered: Reports". Huffington Post.
  2. "Was Amarnath pilgrim bus original target of Anatnag attack? Cops wade through maze of clues". India Today.
  3. ૩.૦ ૩.૧ "LeT denies Amarnath attack charge; blames Indian intel".
  4. "Hunt On For Pakistan Terrorist Abu Ismail, Who Planned Amarnath Yatra Attack". NDTV. ૧૨ જુલાઈ ૨૦૧૭. Check date values in: |date= (મદદ)
  5. "Security forces killed 102 terrorists in J&K in 7 months, more on hit list", Times of India, ૧૪ જુલાઈ ૨૦૧૭.
  6. "7 Dead in the Biggest Terror Attack on Amarnath Yatra in Years" [अमरनाथ यात्रा के समय ७ श्रद्धालुओँ की आंतंकवादी आक्रमण में मृत्यु हुई] (અંગ્રેજીમાં). thequint.com. ૧૧ જુલાઈ ૨૦૧૭. મેળવેલ ૧૧ જુલાઈ ૨૦૧૭. Check date values in: |access-date= and |date= (મદદ)
  7. http://news.bbc.co.uk/2/hi/south_asia/3181925.stm
  8. "Amarnath Yatra terror attack: Five women among seven killed; Ramnath Kovind condemns the attack" [अमरनाथ यात्रा पर आतंकवादी हमले: सात महिला मारे गए; रामनाथ कोविंद ने हमले की निंदा की]. ધ ઇન્ડિયન એક્સપ્રેસ (અંગ્રેજીમાં). ૧૧ જુલાઈ ૨૦૧૭. મેળવેલ ૧૧ જુલાઈ ૨૦૧૭. Check date values in: |access-date= and |date= (મદદ)
  9. "Terrorists attack bus in Jammu and Kashmir's Anantnag district, kill seven Amarnath pilgrims". ૧૧ જુલાઈ ૨૦૧૭. મેળવેલ ૧૧ જુલાઈ ૨૦૧૭. Check date values in: |access-date= and |date= (મદદ)
  10. ""J & K: અમરનાથ યાત્રામાં આતંકી હુમલો: 7 ગુજરાતીઓના મોત: PM મોદીએ હુમલાની ટીકા કરી"". ૧૧ જુલાઇ ૨૦૧૭. મૂળ માંથી 2019-02-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ જુલાઇ ૨૦૧૭.
  11. ""Terror attack on Amarnath yatra pilgrims: How it unfolded"". ૧૦ જુલાઇ ૨૦૧૭. મેળવેલ ૧૧ જુલાઇ ૨૦૧૭.
  12. "Lashkar-e-Toiba behind attack on Amarnath Yatris; Pakistani terrorist Ismail mastermind: J&K IGP Muneer Khan" [अमरनाथ यात्रा पर हमले के पीछे लश्कर-ए-तैयबा; पाकिस्तानी आतंकवादी इस्माइल मास्टरमाइंड: जम्मू और कश्मीर आईजीपी मुनीर खान]. zee news (અંગ્રેજીમાં). ૧૧ જુલાઇ ૨૦૧૭. મેળવેલ ૧૧ જુલાઇ ૨૦૧૭.
  13. "Amarnath yatra - Live: Opposition asks govt to introspect on security failure" [अमरनाथ यात्रा]. the hindu (અંગ્રેજીમાં). ૧૧ જુલાઇ ૨૦૧૭. મેળવેલ ૧૧ જુલાઇ ૨૦૧૭.
  14. "350 rounded up in Maharashtra". The Tribune. મૂળ માંથી 17 July 2006 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ ડિસેમ્બર ૨૦૧૧.
  15. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-07-28 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-15.
  16. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2018-03-24 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-15.
  17. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2018-03-24 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-15.
  18. http://timesofindia.indiatimes.com/india/Lashkar-claims-responsibility-for-Uri-terror-attack/articleshow/55047490.cms
  19. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-08-24 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-15.
  20. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-08-24 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-15.
  21. "अमरनाथ हमला: पीएम मोदी बोले- दर्द बयां करने के लिए शब्द नहीं". news18 (હિન્દીમાં). १० जुलाई २०१७. મેળવેલ ૧૧ જુલાઇ ૨૦૧૭. Check date values in: |date= (મદદ)