વિકિપીડિયા:પ્રચાર-પ્રસાર

વિકિપીડિયામાંથી
ગુજરાતી વિકિપીડિયાની આ અવિરત ચાલતી સફરમાં જુદા-જુદા મુકામે નવાનવા સભ્યો જોડાતા હોય છે. આપણી ગુજરાતીમાં કહેવત છે કે ઝાઝા હાથ રળિયામણા. તે અનુસાર આપણી આગામી પેઢીઓ માટે વિશ્વજ્ઞાનકોશ જેવું ઉત્કૃષ્ટ સાહિત્ય આપણી પોતિકી એવી આપણી માતૃભાષા ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવવાના આ ભગિરથ કાર્યમાં વધુને વધુ લોકોનો સહયોગ આવશ્યક છે. અને વધુ લોકોને આ મહાયજ્ઞમાં જોડાવા માટે જો આહ્વાન કરવું હોય તો પ્રચાર-પ્રસારના વિવિધ કાર્યક્રમોનું આયોજન અત્યંત આવશ્યક છે. જેમજેમ આપણો ગુજરાતી વિકિ પરિવાર વિકસતો જાય છે તેમ તેમ આપણને એવા લોકોનો સાથ મળી રહ્યો છે જેઓ આવા પ્રચાર-પ્રસારના કાર્યોમાં અભિરુચિ ધરાવતા હોય અને તેમાં માહેર પણ હોય. આ પૃષ્ઠનો ઉપયોગ આપણે આવી વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી આપવા માટે તથા તેને સબબની તૈયારીઓ કરવા માટેની ચર્ચા અને વિચારોના આદાન-પ્રદાન માટે કરીશું.

અહેવાલો[ફેરફાર કરો]


વિદ્યાર્થીકાળથીજ ગુજરાતી ભાષાનાં ડિજિટલ સ્વરૂપ સાથે કામ કરવાનો મહાવરો પડે તેવા આશયથી ગુજરાતી વિકિપીડિયાના સ્વયંસેવકો દ્વારા ગુજરાતની કેટલીક શાળાઓના સંપર્ક કરવાનું શરૂ કરાયું .

તેમના પ્રથમ પ્રયાસનો સકારાત્મક પ્રતિઘોષ અમદાવાદની ત્રિપદા શિક્ષણ ટ્રસ્ટનાં સંચાલન મંડળએ આપ્યો. જેને પરિણામે તેઓની શાળાઓ ઉપરાંત અન્ય ૧૦ શાળાઓનાં વિદ્યાર્થીઓને કોઇ પણ એક ગુજરાતી સાહિત્યકાર વિષે ૩૦૦ થી ૫૦૦ શબ્દનો સંશોધનાત્મક લેખ લખવાની એક નાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શાળાઓને આ વિષે જાણ કરવામાટે સંપર્ક કરવાનો પ્રથમ તબક્કો પૂરો થયો છે.તે સાથે સપ્ટેમ્બર ૯,૨૦૧૨ સુધી મળી રહે તેવી સમયરેખા સાથે આ શાળાઓનાં વિદ્યાર્થીઓને તેમના પ્રથમ પ્રયાસ સ્વરૂપ નિબંધને 'ત્રિપદા' શિક્ષણ વિષયક સંદેશ માધ્યમ theopenpage.co.in The Open Pageને પહોંચતા કરવાનું આમંત્રણ અપાયું છે.

બીજા તબક્કામાં તેમાંથી પસંદ કરાયેલ ૧૦ થી ૨૦ લેખનાં વિદ્યાર્થીઓને કમ્પ્યુટર પર ગુજરાતીમાં ટાઇપ કરવાની તાલિમ આપી તેમના હજૂ વધારે સુગઠિત કરાયેલ લેખોને વિકિજ્ઞાનકોષપર મુકવાનું વિચારાયું છે. આ તબક્કો પૂરો કરવા માટે સપ્ટેમ્બર ૧૬,૨૦૧૨ની તારીખનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તે પછીથી આ પ્રયોગને વધારે વ્યાપક અને સ્વયંસંચાલિત પણે ચાલતો રાખવા વિષે સક્રિય વિચારણાની જરૂર છે.

એક સુઝાવ એવો છે કે દરેક શાળા ગુજરાતી મુકત સાહિત્યનાં પુસ્તકોને ડિજિટાઇઝ કરવાની પ્રવૃતિને તેમની ઇતર-પ્રવૃતિનો એક સ્થાયી કાર્યક્રમ બનાવે. આવું જ પ્રચારસાહિત્ય વિકિજ્ઞાનકોષ અને Wikimedia India Chapterવિષે પણ આ જ સમયમર્યાદામાં તૈયાર થાય તે મહત્વનું છે જેથી કોઇ પણ સભ્ય સરળતાથી પોતપોતાનાં વર્તુળમાં આ વિચારનો પ્રસાર કરી શકે.

આ સ્પર્ધાનું નામ અંગ્રેજીમાં રાખવા કરતાં ગુજરાતીમાં ન રાશી શકાયું હોત?--sushant (talk) ૦૯:૪૩, ૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સુશાંતભાઈની વાત ગમી. સ્પર્ધાનું નામ અંગ્રેજીમાં રાખવા કરતાં ગુજરાતીમાં રાખવું વધુ ઉચિત (સિહની વાત સિહને સિહની ભાષામાં જ કેમ ન કરીયે ? :-) આમા મામકાહા: નો ભાવ રહેલો છે તો પણ...). અન્ય સ્પર્ધા અંતર્ગત ફોટોની સ્પર્ધા પણ સાથે જોડી શકાય. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૩:૦૩, ૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સાચી વાત છે મિત્રો, ભવિષ્યમાં આપણે જે કાર્યક્રમોનું આયોજન કરીએ તેમાં એ વાતનું ધ્યાન રાખવું કે ગુજરાતી શીર્ષકોનો જ ઉપયોગ કરીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૦૩, ૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સહમત.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૮:૫૫, ૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
શક્ય ત્યાં સુધી ગુજરાતી શીર્ષકો વિષયે સહમત.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૪૮, ૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

મિત્રો, આ કાર્યમાં કોઈ સહભાગી થઈ શકે તેમ છે? કોઈની પાસે વધુ સુઝાવ છે? આપના મંતવ્યો જણાવશો. આ પૃષ્ઠનો મુખ્ય હેતુ એ જ છે કે કોઈ પરિયોજનાનો પ્રસ્તાવ મુકાયો હોય ત્યારે સહુ તેમાં યથાશક્તિ યોગદાન આપે. જેમ હર્ષભાઈએ અને નૂપુરબેને વર્ડ ફાઇલ સ્વરૂપે વિકિપીડિયામાં શું કરી શકાય અને શું ના કરાય, કેવી રીતે ખાતું ખોલવું, વગેરે જેવી પ્રારંભિક માહિતી આપી, સુશાંતભાઈએ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન વડે વિકિસ્રોત વિષે માહિતી આપી, એ રીતે અન્ય કોઈ રીતે આપ સહયોગ કરી શકો છો? શ્રી. અશોક વૈષ્ણવજી, આપ કોઈ ચોક્કસ ક્ષેત્રમાં મદદ ચાહતા હોવ કે, તમને લાગતું હોય કે અમુક પ્રકારની માહિતીનો અભાવ છે, તો અહિં જણાવશો. બધા જ ભેગા મળીને આ કામ કરીશું તો તેના સફળ થવામાં કોઇ સંશય નહી રહે.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૦૫, ૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

સુશાંતભાઈએ જે રીતે વિકિસ્ત્રોત વિષે પરિચયાત્મક પ્રેઝન્ટેશન્ બનાવ્યું છે, તેવુંજ્ પ્રેઝન્ટેશન્ ગુજરાતી વિકિપીડીયા માટે બનાવવાની જરૂર છે. આ પ્રેઝન્ટેશનની મદદથી ગુજરાતિ વિકિથી બિલ્કુલ અજાણ લોકોને આ માધ્યમોના ઉદ્દેશ્ય , તેમના વ્યાપ, કયા પ્રકારનાં યોગદાન અપેક્ષિત છે તેવી સમજણ વિકિની સાઇટ્સની મુલાકાત લેતાં પહેલાં જ મળી રહે તો નવાંગતુક સાઇટ પર જઇ ને વધારે સરળતાથી આગળ વધી શકે.
તે જ રીતે આ માધ્યમો પર કામ્ કરવામાટૅ મદદરૂપ્ થાય્ તેવી કાર્ય્ પધ્ધતિ (Standard Operating Procedure) , Dos and Don'ts જેવી સુચનાઓ પણ્ તૈયાર કરીને મુકવી જોઇએ. દા.ત. અહિં જો મારે નવી ચર્ચા સરૂ કરવી હોય તો શું કરવું તે શોધવું સરળ નથી જણાતું. તેથી હું સામાન્ય રીતે જે ચર્ચા ચાલી રહી હોય્, તેને જ આગળ ચલાવીને મારૂં કામ પાર પાડી લઉં છું. મને અહિં formatting કેમ કરવું તે પણ નથી આવડતું. આમ જે લોકો કમ્પ્યુટરનો ઉપયોગ એક સાધન તરીકે કરી શકે , પણ્ તેઓને તે વિષે ટેક્નીકલ ગ્યાન ન હોય તો તેઓ અહિં કઇ રીતે સરળતાથી કામ કરી શકે તેવી સુચનાઓ કે કાર્યપધ્ધતિઓ હાથવગી મળી રહે તેવું પણ કરવાની જરુર છે. આ સાઈટના મુલાકાતીઓને તેમની મુલાકાત્ જેટલી વધારે પળોજણ વિનાની અનુભાવય તેવું કરીશું તો સક્રિય સભ્યો વધારવામાં એક્ મહત્વનું કદમ્ આગળ વધશું એમ મારૂં માનવું છે. --Amvaishnav (talk) ૨૨:૧૮, ૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
હું સહભાગી થવા તૈયાર છુ.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૦:૧૧, ૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
એકદમ પ્રારંભિક કક્ષાનું કહી શકાય એવું માર્ગદર્શન દરેક નવા જોડાતા સભ્યને સ્વાગત સંદેશામાં જ પુરૂ પાડવામાં આવે છે. એ ઉપરાંત વારંવાર પુછાતા પ્રશ્નોની કડી પણ સ્વાગત સંદેશામાં આપી છે જેનો ઉપયોગ કરીને નવા જોડાયેલા સભ્યો વધુ જાણી શકે છે. આપણે વિડિયો દ્વારા આ બધી સમજ આપવાનો પ્રયાસ ચાલુ કર્યો છે. મેં જે પ્રથમ વિડિયો બનાવ્યો છે તેને ઘનિષ્ઠ રીતે ચકાસી જોઈએ અને એક સામાન્ય રૂપરેખા બનાવી લઈએ તો વિવિધ પ્રશ્નો આવા વિડિઓ દ્વારા સમજાવવા ખુબ અસરકારક થઈ પડે. એ કામ મેં ચાલુ કર્યું છે અને તેને ચાલુ રાખવા માટે મારી તૈયારી છે.
હાલ પુરતી આપણે આ નિબંધ સ્પર્ધા અને તેને સંલગ્ન કાર્યક્રમો વિષે ધ્યાન કેન્દ્રિત કરીને તે વિષે જ ચર્ચા કરીએ તો કેવું? તેમ કરવાથી આપણે ફોકસ્ડ રહીશું અને એક સાથે એક કરતા વધુ દિશામાં દોઅવા જતા એકેય જગ્યાએ પુરતો ન્યાય ના આપી શકીએ એમ બને. એના બદલે લેટ અસ કોન્સન્સ્ટ્રેટ ઓન વન ટાસ્ક એટ અ ટાઇમ.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૩૩, ૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
બીજા તબક્કામાં વિદ્યાર્થીઓને, તેમ જ શકય બને તો તેમનાં માર્ગદર્શક શિક્ષકોને, હાલ ઉપલબ્ધ કમ્પ્યુટર કી-બૉર્ડ પર સહેલાઇથી ગુજરાતીમાં ટાઇપ કરતાં શીખવાડવાની એક મહત્વની પ્રવૃતિ કરવાની રહેશે. તે દિવસે 'ત્રિપદા'માં હાજર રહેલ અર્નીઓન ટેક્નોલોજીનાં બે મિત્રો અને શ્રી યાત્રિક્ભાઈ પટેલની મદદથી સફળ વિદ્યાર્થીઓની પહેલી બૅચને શીખવાડવાનું તો શક્ય બની જશે. ખરો પડકાર આ પ્રક્રિયાને રસ ધરાવતી બધી શાળાઓ સુધી પહોંચાડવાનો છે. આ બાબતમાં વધારે સુઝાવો આ મંચ પર કરીએ. --Amvaishnav (talk) ૧૪:૪૯, ૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
આપ સૌને જણાવતાં આનંદ થાય છે કે આપણે જે શાળાઓનો સંપર્કકરી , તેમને આ સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ્ આપ્યું હતું, તેઓનો પ્રતિસાદ ખુબ જ ઉત્સાહજનક અને ઉંચી ગુણવતાસભર રહ્યો છે. આ રીતે આવેલ્ 'ગુજરાતી સાહિત્યકાર" વિષય પરના લેખોનાં આકલનની પ્રક્રિયા 'ત્રિપદા' શિક્ષણ ટ્રસ્ટનાં મુખપત્ર 'ધ ઑપન પૅજ'નાં હેમાંગિની બહેનનાં સંકલન અને વરિષ્ઠ શિક્ષણકારો - સર્વશ્રી ઉર્મિલાબહેન શાહ અને અ. કા. પટેલનાં માર્ગદર્શન હેઠળ આ સપ્તાહમાં સમપન્ન કરી લેવાનું લક્ષ્ય નિર્ધારેલ છે. -- --14.97.104.107 ૧૬:૩૮, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]